નિસ્વાર્થ ભાવે કરેલ મિત્રતા
સંબંધ: જો છેલ્લે સુધી નિભાવી શકો તો જ રાખજો....અધ્ધવચ્ચે ના મુકતા કોઈ ને
આજનો આર્ટિકલ સ્પેશ્યલ છે. કેમ કે મારા આર્ટિકલ જે લોકો વાંચે છે, એમાંથી જ એકની સત્ય ઘટના છે.એક દિવસ મને એક વ્યક્તિનો કોલ આવ્યો.તેમણે કહ્યું, 'હેલો'! હીમાંશુભાઈ બોલે છે.
મેં કહ્યું ,' હા, બોલો ને તમે કોણ?
તેમને કહ્યું કે તમે મારી કહાની પર લખો અને લોકો સુધી પહોંચાડો કેમ કે આ સ્ટોરી માંથી ઘણુંબધું શીખવા મળે એમ છે.એક નિસ્વાર્થ પ્રેમની મિત્રતા.પછી તેમણે મને બધી વાત કરી.વાત કરતા કરતા તે રડી પડ્યા.હું આ આર્ટિકેલ માં તેમનું નામ નય લખી શકું.અને આ આર્ટિકલમાં જે નામ અને સ્થળ છે તે બદલાવેલ છે.
જો તને કોઈ વ્યક્તિને પ્રેમ કરો તો વચ્ચે કા તો પ્રેમની શરૂઆત ના કરતા કા પછી એને વચ્ચે મૂકી ને નો જતા.આ વાત છે એક છોકરા અને છોકરીની જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.આ જુવાની આંધળી છે. તે જુવાનીમાં ન કરવાનું કરી બેસે છે.
પ્રેમ..! પ્રીતિ...! પ્યાર....! સ્નેહ....!
અહાહા!!! કેટલા બધા નામ છે આ સબંધના.ધ્રુમિલ નામનો એક છોકરો હતો. સાવ સિમ્પલ પણ બીજાની હંમેશા મદદ કરનાર. તે રાજકોટની એક સોસાયટીમાં રહેતો હતો. તેની બાજુની સોસાયટીમાં એક જસલીન નામની છોકરી રહેતી હતી.બંને અલગ અલગ કોલેજ માં ભણતા પણ પ્રોજેક્ટ સાથે કરતા હતા.
બંનેના પરિવાર એકબીજાને ઓળખતા એટલે અવારનવાર એકબીજાની ઘરે જવાનું થતું. ધીરે-ધીરે બંનેની મિત્રતાનો ગાઢ સંબંધ બની ગયો હતો. બેમાંથી એકપણ પ્રેમ માનતા નહતા.પણ આ બંને ની મિત્રતા સ્વાર્થ વિનાની અને સાચી હતી.
થોડા જ સમયમાં એ એવા મિત્રો બની ગયા કે એકબીજા વિના ચાલતું નહોતું. ધ્રુમિલ દરરોજ જસલીનના જ મેસેજ અને કોલની રાહ જોતો જ રહેતો. ધીરે ધીરે એકબીજાની લાગણી વધવા લાગી અને મિત્રતા પ્રેમ માં ફેરવાઈ ગઈ. બે એવા પાત્રો જેમને પ્રેમ થી નફરત જ હતી હવે એ પ્રેમમાં પડી ગયા હતા. મનથી એ એકબીજાના બની જ ગયા હતા.પતિ-પત્ની ની જ જેમ વર્તન કરતા.દરરોજ ઝઘડતા,મસ્તી કરતા,એકબીજા ને મનાવતા. જો જસલીન તકલીફ માં હોય તો વિના સંકોચ અર્ધી રાત્રે ધ્રુમિલને મેસેજ કે કોલ કરતી. હવે એ એકબીજામાં વધુ ખોવાઈ ગયા હતા.
પણ હા આ બંનેને ખબર હતી કે એમના લગ્ન તો થવાના નથી કેમ કે બંનેના પરિવાર પ્રેમ લગ્ન ન વિરોધમાં હતા. અને આ બંને પોતાના પરિવાર ને છોડી ભાગી જવા માંગતા ન હતા. પણ બંને સાથે મિત્ર બની રહેવાના સપના જોઈ લીધા હતા.
એક દિવસ ધ્રુમિલ એની સ્ટોરી જસલીન ને કહે છે કે...
ગજબનો પ્રેમ છે નય આપડો પણ........
વાંક મારો છતાં દુઃખી તું થાશ,
ગુસ્સો મારો પણ કંટ્રોલ તું કરેશ,
દુઃખી હું થાવ પણ આંખ તારી ભરાય જાય
ગજબનો પ્રેમ છે નય આપડો પણ........
તું ફ્રી ના હોય તો પણ તારા મેસેજ ની રાહ જોયા જ કરું,
તું ઓનલાઈન ના હોય ત્યારે તારું dp જોઈ ખુશ થાવ,
તારી નાની વાત માં ખોટું લાગવું ,પછી તારું મનાવવું,
ગજબનો પ્રેમ છે નય આપડો પણ.........
ચહેરા છે અલગ બંને ના પણ દિલ છે સાફ,
તારું દિલ અને મારા વિચાર બધાયથી છે અલગ,
એટલે જ કેવાનું મન થાય કે,
ગજબનો પ્રેમ છે નય આપડો પણ.........
તારું મને એક પતિ હોય એવી રીતે વાત કરવી,
મારી પત્નીની જેમ હું તારી care કરૂ,
જ્યારે બાજી ત્યારે એકબીજાનું મનાવવું
ગજબનો પ્રેમ છે નય આપડો પણ.........
મને જ્યારે કોલમાં ધ્રુમિલ આ વાત કરતો હતો ત્યારે રડી પડ્યો. અને પછી એને મને જે કીધું એના થઈ મને આઘાત લાગ્યો કે શું બીજાના લીધે આ બંને અલગ થઈ જાશે ????
બન્યું એવું કે એક દિવસ જસલીન એ ધ્રુમિલ મેં મેસેજ કર્યો હવે આપડે કોલમાં વાત નય કરી અને ખાલી મિત્ર જેમ જ રહેશું. આ સાંભળતા જ ધ્રુમિલ સાવ ભાંગી પડ્યો અને રડવા લાગ્યો.તે પોતાને સાંભળી શકે એમ નહતો. અને એ પણ બીજાના લીધે. જસલીન ને બીક હતી કે બીજાને ખબર પડશે તો ??? એના કારણે જસલીન એ આવું કર્યું. પણ હજી ધ્રુમિલ જસલીન ને નય મૂકી શકે.
મિત્રો જો પ્રેમ કરો તો પુરી રીતે નિભાવજો અને જો નો નિભાવી શકો તો પ્રેમ જ ના કરતા.કોઈ એક વ્યક્તિ સાથેના સંબંધનો અંત આવે ત્યારે એની સાથે એ વ્યક્તિ સાથે સેવેલા સોનેરી સપનાઓ પણ ચકનાચૂર થાય છે.
ધ્રુમિલ ના છેલ્લા શબ્દો....
આજ ફરી એની વાત મને રડાવતી ગઈ.......
છે હજુ પણ એને પામવાની ચાહ,
જોયા કરું એના જ મેસેજની રાહ.
રાખ્યું છે મારું દિલ એના માટે સજાવી,
એ ના આવ્યા મને આખી રાત જગાવી.
આજ ફરી એની વાત મને રડાવતી ગઈ.......
છો મારી સાથે એવો મને છે ભાસ,
પણ છો તું મારા જ દિલનો શ્વાસ.
તું આજ પણ ના આવી મને મળવા,
શુ ખબર ક્યારે આવીશ તું વાતો કરવા.
આજ ફરી એની વાત મને રડાવતી ગઈ.......
મારી જિંદગી એ બદલાવતી ગઈ....
આજ ફરી એની વાત મને રડાવતી ગઈ.......
જો પ્રેમ કરવાની તાકાત ના હોય તો ના કરતા....
Life has No Ctrl Z
☺️HIM PATEL☺️