ijjatna rakhopa - 4 books and stories free download online pdf in Gujarati

ઇજ્જતના રખોપા ( ભાગ - 4)

તમે આગળના ભાગ- 3 માં જોયું કે સ્મિતા એક હોટલના ગેસ્ટહાઉસ માંથી મળે છે..સ્મિતા એકવાર પિતાની ઇજ્જત નો ખયાલ કરીને અમિત સાથે ઘરે જવાની ના પાડે છે...હવે આગળ 
સવારનો ઉદય થવામાં હજી થોડી વાર હતી.સૂરજ હજી ઉગ્યો ન હતો, સલિમભાઇએ  અમને ગામની ભાગોળે ઉતાર્યા.
મે કહ્યું “સલિમભાઇ તમારો આભાર”  
    અરે ઇશમે આભાર કિસ બાતકા. ઇંસાન ઇંસાનકે કામ નહિ આયેગા તો કોણ આયેગા? અચ્છા ચલો મે ચલતા હું.” કહેતા તેમને રીક્ષા હંકારી મુકી..
 અમિતે સ્મિતાને હિંમત આપવા તેનો હાથ જાલેલો હતો, આજે ગામના લોકો પણ જરૂર કરતા વધારે વહેલા જાગી ગયા હતા.આખું ગામ સ્મિતાને કઇક અલગ જ નજરથી નિહાળી રહ્યું હતું.
" ના ભાઇ મારે ઘરે નથી આવવું, મને જવા દે. અને તું પપ્પાનો ગુસ્સો તો જાણે છે.."
" જો સ્મિતા જે થવાનું હતું તે થઈ ગયું, હું ને ચિરાગ પપ્પાને સમજાવીશું તું ચિંતા ના કરીશ, ચાલ  ઘરે હિંમત રાખ" 
" તું ભલે સમજાવે પણ, હું મારી જાતેને કેમ સમજાવી શકીશ..કે હું પપ્પાની લાડકી દીકરી થઈને , સમાજમાં ક્યાંય બેસવા જેવા ના રાખ્યા. હું આવો અપરાધ કરી પપ્પા સામે કેવી રીતે ઊભી રહીશ.." 
" જો સ્મિતા તે જે અપરાધ કર્યો તેનો તને અફસોસ છે..અને તારાથી થયેલ ભૂલને તારેજ સુધારવાની છે.
" છોડ મને અમિત , મારાથી એવી કોઈ હિંમત નઈ થાય..હું એક જ હિંમત કરી શકું છું, 
" શું ? " 
" આત્મહત્યા "  
" સાવ શું ગાંડા જેવી વાત કરે છે. તને તારા એકના એક ભાઇના સમ જો , મરવાનો વિચાર કર્યો છે તો." 
" અમિત સાવ સાચું કહે છે સ્મિતા, દરેક માણસ ભૂલને પાત્ર.દરેક માણસ જીવનમાં નાની મોટી ભુલો થતી હોય છે..તું ખોટી ચિંતા છોડ..ચાલ ઘરે...જે થશે તે જોયું જશે..હું ને અમિત તારી સાથે તો છીએ." 
" સાચે જ તું મારી સાથે જ છે.ચીરાગ " 
" જ્યા સુધી તારા પપ્પા માફ નહીં કરી ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ .બસ " 
સ્મિતાને , સમજાવી સમજાવી અમે ઘર સુધી લઈ આવ્યા....સામે સ્મિતાના મમ્મી- પપ્પા ઘરના ઓટલે જ ઉભા હતા...
ત્યા સ્મિતાના પપ્પા સ્મિતા તરફ દોડી આવ્યા...અને બે થપ્પડ લગાવી દીધી..
" બોલ કોણી હારે ભાગી હતી , બોલને? આવુ કરતા મરી કેમ ના ગઇ..બોલને મારે આ સમાજને શું કહેવું. બોલને કોણી હારે ભાગી હતી..? .” 
સ્મિતા મૌન હતી..તેના પપ્પાએ મારવાનુ ચાલુ જ રાખ્યું  હતું. સ્મિતાની મમ્મી હૈયા પર પત્થર રાખી,બસ જોઇ જ રહ્યા હતા.ત્યા અમિત વચ્ચે પડ્યો..
“આઘો જ રે જે અમિત, આજદિન સુધી લાડ લડાવ્યા તેથી આ દિવસ જોવો પડ્યો.” તે સ્મિતાને વઢતા ગયાને મારતા ગયા.
“અરે ચિરાગ કઇ કર, પપ્પાને રોક. સ્મિતા મરી જશે.યાર..” મારાથી પણ સ્મિતાની આ હાલત જોવાતી ન હતી...
ત્યાતો નાગજી પટેલનો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો..
એ આઘો રેજે અમિત કહેતા ઘરમા ગયા અને તલવાર લઇ બહાર આવ્યા..આજે તો એને જીવતી જ નૈ મેલું.....કેતા તેમને મ્યાનમાંથી તલવાર ખેંચી,એ મારે તે પહેલા તો મારા હાથે તેમનું કાંડુ ઝાલી લીધૂં ને હું બોલ્યો:
“ તમારી સ્મિતાને હું ભગાડી ગયો હતો..” સ્મિતા અને અમિત મને જ જોઇજ રહ્યા!.
“ હરામી જેનું ખાધું એનુ જ ખોદ્યું. અમારા ઘર ખેતરની રખેવાળી કરનારા સામાન્ય માણસનો દિકરો થઇ, આજે તું આજે મારી બરોબરી કરવા ચાલ્યો લ્યા..તારી ઓકાત શું અમારી આગળ.? ” 
ત્યા અમિત વચ્ચે આવ્યો.”બસ પપ્પા હવે ચિરાગ વિશે એક શબ્દ ન બોલતા, જેટલી ઇમાનદારીથી તેના પિતાજી રામસિંગ ઠાકોર,આપણા ઘર ખેતરના રખોપા કરતા આવ્યા છે..તેવી જ રીતે ચિરાગ આજે મારી , તમારી અને ખાસ સ્મિતાની ઇજ્જતના રખોપા કરી રહ્યો છે” ...
“શું વાત કરે છે?  અમિત!” , અને તે મારી પાસે આવ્યાને બોલ્યા. “બેટા તુ કઇ માટીનો માણસ છે,બીજાનો ગુણો તે પોતાના માથે...કહેતા તે મારા પગમાં ઝુકી પડયા..” 
“અરે ! નાગજીકાકા આ શું કરો છો? ઉઠો-ઉઠો..આજ તો અમારી સાચી ઓકાત કહો કે ઓળખ કહો આજ છે. અમે જેનુ ખાઇએ તેનું કદી ખોદતા નથી.અને રખોપા કરવા  એજ અમારું કામ છે. ભલેને પછી એ ઘર ખેતર કે કોઇની ઇજ્જતના રખોપા કરવાના કેમ ન હોય........

" મમ્મી,  આજે તો ચિરાગે એક નવું જ જીવન આપ્યું..જો ચિરાગ ન હોત તો,  આજે મારી પાસે  મરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. 
" બસ બેટા, જે થવાનું હતું તે થઈ ગયું..પણ સમાજની દરેક દીકરીઓ સમજવું જોઈએ.કે પ્રેમ  હંમેશા આંધળો જ હોય . તેથી  મા બાપની આંખોનો નિર્ણય શું છે તે  જાણવો  જોઈએ." 
ત્યા રામસિંહ આવ્યો.." માફ કરજો માલીક પણ, સ્મિતા મારા ઘરની બહુ નહીં બની શકે.." ...સન્નાટો છવાઈ ગયો...અને સ્મિતા રડવા લાગી....
" રામસિંહ તારો આ માલીક,  તારી પાસે ભીખ માંગે છેં..." 
" માલીક મારી પણ એક શરત છે.." 
" કેવી  શરત ? " 
" સ્મિતા મારા ઘરમા દીકરી બનીને આવે તો.? .." 
" ત્યા નાગજી પટેલ, માલીક નોકરનો ભેદભાવ ભૂલી રામસિંહને ભેટી પડ્યા" 

ઇજ્જતના રખોપાનો સુખદ અંત ....સાથે સાથે દરેક વાચક મિત્રો આભાર....

 
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED