ઈશ્કવાલા Love - ભાગ ૨ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્કવાલા Love - ભાગ ૨

કેયા એના ડેડી સાથે કારમાં બેસે છે. થોડીવારમાં જ ઑફિસ આવી જતા રતિલાલભાઈ કેયાને Bye કહે છે અને ડ્રાઈવરને થોડી સૂચના આપી ઑફિસમાં જતા રહે છે. કેયાની કૉલેજ દૂર હતી. થોડે દૂર જતાં ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિકમાંથી ઉતાવળે નીકળતા ડ્રાઈવરથી સાઈડમાં રહેલી બાઈકની લાઈટ તૂટી જાય છે.

     એટલામાં જ એક છોકરો ત્યાં આવે છે. કારનો કાચ નીચે કરવા ઈશારો કરે છે. ડ્રાઈવર કાચ નીચે કરે છે.  

     પેલા છોકરાએ કહ્યું " આ શું કર્યું તમે? જોઈને ગાડી ચલાવો. મારી ગાડીની હેડલાઈટ તોડી નાંખી. આજે જ નવી નંખાવી હતી." 

    કેયા બહાર ઉતરીને કહે છે."ઑ હેલો મિસ્ટર હેડ લાઈટ જ તો તૂટી છે. તમે તો એવી રીતે બોલો છો કે જાણે અમે તમારી કોઈ કિંમતી વસ્તુ તોડી નાંખી છે અને આ ખટારા જેવી બાઈકની હેડ લાઈટ તૂટી પણ ગઈ તો શું ફરક પડવાનો? છતા પણ હું તને હજાર રૂપિયા આપું છું. 

એ છોકરો કેયાને જોઈ જ રહ્યો.

કેયા:- "હજાર રૂપિયા ઓછા પડે છે. બે હજાર...."

પેલો છોકરો કંઈ બોલતો નથી.

"ત્રણ હજાર.....ok fine પાંચ હજાર. 
મિડલ ક્લાસનો આ જ પ્રોમ્બલેમ છે. અમીર લોકો પાસેથી બસ પૈસા પડાવતા આવડે છે." કેયા પર્સમાંથી પૈસા કાઢતા કહે છે.

છોકરો:- "આ પૈસાનું ઘમંડ બીજા કોઈને બતાવજે. મને નહિ. સમજી?" 

કેયા:- "How dare you? તારી હિમંત જ કેમ થઈ મને આવું કહેવાની?"

છોકરો:- "કેમ બોલતા તને જ આવડે છે?"

ડ્રાઈવર:- "કેયા બેબી....મોડું થાય છે."

"હું જોઈ લઈશ તને. મારી સાથે પંગો લઈ તે ઠીક નથી કર્યું." કેયા કારમાં બેસતા બોલી.

"કેટલી અભિમાની છોકરી છે અને રૂપિયાનું તો કેટલું ઘમંડ છે." એમ બબડતો બબડતો પેલો છોકરો પણ ત્યાંથી નીકળી ગયો.

     કોલેજમાં રૉય અને વિકીએ KDના કહ્યા પ્રમાણે ૧૦-૧૨ છોકરીઓને રિહર્સલ હોલમાં બોલાવ્યા હતા. બધી છોકરીઓ સિંગર હતી. KD પોતાનું રૉક બેન્ડ બનાવવા માંગતો હતો. બસ કમી હતી તો માત્ર એક ફીમેલ સિંગરની.

    KD ની ક્યારની રાહ જોતી છોકરીઓ "અમે પછી આવીશું." એમ કહી જતી રહી.

   રૉય અને વિકી પણ રાહ જોઈને કેન્ટીનમાં નાસ્તો કરવા જતા રહ્યા. 

     કેયાને કોઈએ કહ્યું હતું કે કોલેજમાં ઑડિશન ચાલે છે. કેયા રિહર્સલ હોલમાં ગઈ પણ ત્યાં તો કોઈ હતું નહિ. રિહર્સલ હોલમાં આમતેમ ફરી પણ કોઈ આવ્યું નહિ. માઈક હતું તેના પર કેયાનું ધ્યાન જાય છે. 

      આ બાજુ KD અત્યારે જ કોલેજ પહોચ્યો હતો. કેયા માઈક હાથમાં લઈ ગાવાનું શરૂ કરે છે.

हो अँखियाँ फरेबी शैतानी है
इश्क में तेरे मरजानी है
कितना कोई खुद को बचाए
आग दिलों में लग जानी है।

      KDને ફરી તે સૂર સંભળાય છે જે ગઈકાલે હોટેલમાં સાંભળ્યો હતો. જો આ છોકરી મળી જાય તો અને એ છોકરી અમારી સાથે કામ કરવા તૈયાર થઈ જાય તો અમારું બેન્ડ રેડી થઈ જશે. KDને આ છોકરીને મળવું હોય છે એટલે ઝડપથી રિહર્સલ હોલમાં જાય છે. પણ રિહર્સલ હોલમાં કોઈ નથી હોતું. આજે પણ આ છોકરી મળી નહિ. વાંધો નહિ. ચલો એટલું તો ખબર પડી ગઈ કે એ છોકરી છે તો આ જ કોલેજમાં. 

"અત્યારે જ એ છોકરીનો અવાજ સાંભળ્યો તો એ છોકરી આટલી વારમાં ક્યાં જતી રહી? અહીં જ આજુબાજુ હશે." એમ વિચારી આજુબાજુ જોતો  KD કોલેજની લોબીમાં ફરે છે. KDનું ધ્યાન એ છોકરીને શોધવામાં હોય છે અને સામેથી કેયા મોબાઈલમાં જોતી જોતી આવતી હોય છે. બંનેનું ધ્યાન નહોતું. KD અને કેયા બંને એકબીજા સાથે ભટકાય છે. એકબીજા સાથે અથડાવામાં કેયાનો મોબાઈલ નીચે પડી જાય છે. KD નીચેથી મોબાઈલ લઈ sorry બોલે છે પણ જેવો એ કયાને જોય છે કે મોબાઈલ આપવા લંબાવેલો હાથ પાછો ખેંચી લે છે. કેયા પર્સ અને કપડા સરખા કરતી ઉભી થાય છે. KD ને જોતાં જ કેયા બોલે છે "તું? તું અહીં શું કરે છે?"

KD:- "શું કરે છે મતલબ? અને તું છે કોણ આ સવાલ પૂછવા વાળી?"

કેયા:- "ઑહ I see. તું અહીં રૂપિયા લેવા આવ્યો છે. અહીં આવવાની જરૂરત જ ન રહેત. જો મેં તને ત્યાં જ રૂપિયા આપી દીધા હોત. પણ નહિ...તારે તો drama creat કરવો હતો ને. Anyway લે આ ચાર હજાર અને હેડલાઈટ સારી કરાવી લેજે. પણ એ પહેલાં તારે મને સોરી બોલવું પડશે." 

KD:- "હું....અને તને સોરી બોલું? કોઈ ચાન્સ જ નથી. તું sorry બોલ."

કેયા:- "કેયા મહેતાએ આજ સુધી કોઈને સૉરી નથી બોલ્યું અને બોલશે પણ નહિ. Do you understand?"

KD:- "કૃણાલ દેસાઈ પણ આજ સુધી કોઈ સામે ઝૂક્યો નથી. અને ઝૂકશે પણ નહિ. સમજી?"

કેયા:- "Whatever."

ત્યાં જ કેયાનું ધ્યાન જાય છે કે પોતાનો મોબાઈલ KD ના હાથમાં છે. 

"Hey listen give me a my mobile."કેયા ઑર્ડર આપતા કહે છે.

KD:- "તારામાં મેનર્સ નથી. કોઈ વસ્તું કોઈ પાસેથી જોઈતી હોય તો રિકવેસ્ટથી કહેવું પડે. જરા રિકવેસ્ટથી કહે તો મોબાઈલ આપું." 

કેયા:- "requste my foot. એમ કહી KD પાસેથી મોબાઈલ લેવા આગળ વધે છે."

     જે હાથમાં મોબાઈલ હોય છે તે હાથ KD ઊંચો 
કરે છે. કેયાની હાઈટ નાની હોવાથી KD પાસેથી મોબાઈલ લેવા કૂદકા મારે છે. પણ એને મોબાઈલ મળતો નથી.

કેયા:- "મારો મોબાઈલ આપી દે નહિ તો...."

KD:- "નહિ તો શું?"

કેયા:- "OK FINE.....SORRY"

KD:- "રીકવેસ્ટથી"

કેયા:- "I am realy sorry."

"Good girl"  એમ કહી કેયાને મોબાઈલ આપી દે છે.

  ખબર નહિ શું સમજે છે પોતાની જાતને. એમ સ્વગત બોલતી બોલતી કેયા જતી રહે છે. 

  પોતાની જાતને કોઈ મહારાણી સમજે છે એમ વિચારતો KD પણ જતો રહે છે.

    કોલેજમાં બધાંની નજર કેયા પર જ હોય છે. કેયા ખૂબ સુંદર લાગતી. high status વાળી છોકરીઓને પણ કેયાને જોઈને ઈર્ષા આવવા લાગતી. કોલેજમાં બધાંની નજર કેયા પર જ હોય છે. પરંતુ કેયાને તો જાણે કોઈ ફરક જ ન પડતો હોય એમ ત્યાંથી જતી રહી. કેયાને તો હવે આદત પડી ગઈ હતી આ બધાની. એની સુંદરતા પાછળ તો કેટલાંય Boys ફીદા હતા. 

રૉય:- "શું છોકરી છે યાર!"

વિકી:- "કેટલી beautiful છે. KD જોને યાર."

KD:- "એક નંબરની Drama queen છે. ચલો હવે ક્લાસમાં જઈએ."

ક્લાસમાં પણ બંન્નેની નજર ટકરાય છે.
બંન્ને મનમાં જ કહે છે. "Oh God આને આ જ ક્લાસ મળ્યો?"

ક્રમશઃ