क्या नाचे तू दिल्ली, हिले है लन्दन
मटक मटक जैसे रवीना टंडन
आग लगाने आई है बन ठन
गोली चल गयी धायं
नखरे विलायती
ईगो मैं रहती
नखरे विलायती ईगो में रहती
टशन दिखाती फुल
अरे लड़की ब्यूटीफुल,कर गयी चुल
આ song પર મુંબઈની હોટેલમાં કોલેજીયનો ડાન્સ કરી રહ્યા હતા. હોટેલમાં રંગબેરંગી લાઈટો ઝબૂક ઝબૂક થતી હતી. પ્રિયાની બર્થડે પાર્ટી હોટેલમાં રાખી હતી. જેમાં High societyના જ લોકો આવતા. પ્રિયા અને કેયા એના friends સાથે dance કરી રહ્યા હતા. Dance પૂરો થયો અને બધા બેઠા. બધાએ કોલ્ડડ્રિંકનો ઑર્ડર આપ્યો. કોઈકે મેંગો જ્યુસ તો કોઈકે પાઈનેપલ જ્યુસ મંગાવ્યો તો કોઈકે વળી Apple જ્યુસ મંગાવ્યું.
"કેયા તું શું લઈશ?" કેયાએ કંઈ ઑર્ડર ન આપ્યો એટલે રાજે પૂછ્યું.
કેયા:- No...thanks રાજ. હું કૉલ્ડડ્રિંક નથી લેતી.
રાજ:- I know કે તું કૉલ્ડડ્રિંક નથી લેતી. પણ બીજું કંઈક?
કેયા:- sorry...મારે દરરોજ પ્રેક્ટીસ કરવાની હોય છે. આ cold drink લઈશ તો ગળુ ખરાબ થઈ જશે.
પ્રિયા:- કેયા કંઈક ગાઈને સંભળાવને.
"હું તને પછી કોઈક વખત સંભળાવીશ. ઘરે જઈએ. મોડું થઈ ગયું છે." કેયાએ ઘડિયાળમાં જોતા કહ્યું.
પ્રિયા:- "મારી બર્થડે પાર્ટી છે તો તારે બે લાઈન તો ગાવી જ પડશે."
"Come on કેયા ફક્ત બે લાઈન સંભળાવી દે." બધા જ બોલી પડ્યા.
કેયા:- ok ok
કેયાનો સ્વર સાંભળવા માટે મ્યુઝિક બંધ કરાવી દીધું. બધા શાંતિથી કેયાને સાંભળવા લાગ્યા.
मिले हो तुम हमको
बड़े नसीबों से
चुराया है मैंने
किस्मत की लकीरों से
तेरी मोहब्बत से साँसें मिली हैं
सदा रहना दिल में करीब हो के...
બધાએ વાહ વાહ કરી. અંદરના રૂમમાં રહેલા KDએ કેયાનો સ્વર સાંભળ્યો. KD પોતે પણ એક સિંગર હતો અને એને કોઈ ફીમેલ સિંગરની જરૂર હતી. KD નું બેન્ડ હતું. જેમાં રૉય બાસ વગાડતો અને વિકી ડ્રમ વગાડતો. KD ની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે પાર્ટીઓ જેવી કે બર્થડે પાર્ટી,એનિવર્સરી પાર્ટી કે વેલેન્ટાઈન ડે પાર્ટી વગેરે જેવી પાર્ટીઓમાં ગિટાર લઈ ગાતો.
KD ને સારી એવી રકમ પણ મળી જતી. જેનાથી એના ઘરનું ગુજરાન ચાલતું.
આ અવાજ કોનો છે તે સાંભળવા માટે KD ત્યાં આવ્યો. KDએ ત્યાં રહેલા એક બે વેઈટરને પૂછ્યું પણ કે અત્યારે જ એક છોકરી ગીત ગાતી હતી તે ક્યાં ગઈ? પરંતુ વેઈટર પાસેથી ખાસ કશી માહિતી મળતી નથી.
એવું નહોતું કે એને ફીમેલ સિંગર મળતી નહોતી. પણ KDને જે સ્વર અને સૂર જોઈતો હતો તેવો સ્વર અને સૂર એને મળ્યો નહોતો. પણ આજે આ છોકરીના સૂરે KDને અહીં આવવા માટે મજબૂર કરી દીધો હતો. આ જ સૂર અને આ જ સ્વર હતો જેની એને તલાશ હતી. પણ KDને એ છોકરી વિશે ખાસ કશી માહિતી મળી નહિ.
બોડીને સ્લીમ રાખવા કેયા પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખતી. બોડીની ફલેકિસબિલિટી સુધરે એટલે કેયાએ થોડુ વોર્મ-અપ અને સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરી. ત્યારબાદ જોગિંગ કરવા જતી. રનર બેલ્ટ પર પાણીની નાની બોટલ રાખી જોગિંગ કરતી કેયાને બધા જોઈ જ રહેતા. ઘણા લોકોને જોગિંગ કરતી વખતે કાનમાં ઇયર-ફોન નાખીને મ્યુઝિક સાંભળવાનું ખૂબ ગમતું હોય છે. પણ કેયાને ખબર હોય છે કે હકીકતમાં આ આદત સારી નથી. એટલે કેયા ઈયરફોન નહોતી લગાવતી. જોગિંગ પૂરું થયા પછી પાણીનું પ્રમાણ વધુ હોય એવાં ફ્રૂટ્સ ખાતી પછી મીઠું નાંખેલા ગરમ પાણીથી સ્નાન કરતી.
કોલેજનો પહેલો દિવસ. કેયા કોલેજ જવા માટે તૈયાર થાય છે. Short સ્કર્ટ અને ટીશર્ટ પહેર્યું હતું. Light લિપ્સ્ટિક અને આંખમાં કાજલ લગાવ્યું. મેક અપ કર્યો. ટીશર્ટ થોડુ ટૂકું હતુ એટલે નાભિમાં પહેરેલું ફેશનેબલ ઘરેણું સ્પષ્ટ દેખાતું હતું. High heel ના સેન્ડલ પહેર્યાં. હૉર્ન વાગવાનો અવાજ આવ્યો એટલે yaa i'm coming ડેડ." એમ કહી ઝડપથી બહાર નીકળી. રૂમમાંથી બહાર નીકળતા પહેલા પોતાની જાતને એક વાર અરીસામાં જોય છે. અને સ્વગત જ બોલી
"Wow કેયા! You looking beautiful"
કેયાની ચહેરા પર અભિમાનની છાંટ સ્પષ્ટ વર્તાઈ આવતી.
ક્રમશઃ