life of rules - 2 books and stories free download online pdf in Gujarati

લાઇફ ઓફ રૂલ્સ - પ્રકરણ-2

લાઇફ ઓફ રૂલ્સ

પ્રકરણ-2

પ્રેમ એ લાઇફનો એક પાર્ટ છે, જીવનનો અંત નથી.

- સંગીઅખિલ "અખો"

આ એવા લોકો માટે લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે, કોઇ માણસ ગળાડુબ કોઇના પ્રેમમાં પડ્યો હોય અને હવે શું કરવું.? તેની તેને ખબર ના હોય. જે પ્રેમમાં બધુ જ હારી ચુક્યાં છે અને ધીરે ધીરે અંત તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અથવા તો ખોટા પ્રેમમાં બધુ હારવા માટે કુદિ પડવાનું સાહસ કરી રહ્યાં છે, યા ભવિષ્યમાં કરવાના છે.

પ્રેમ વગર જીવન શક્ય નથી એ વાત સાચી પણ પ્રેમના કારણે જીવનનો જ અંત કરી નાખવો એ વાત સાવ ખોટી કહેવાય. આજ મારી જેવા યુવા વર્ગમાં જ્યારે હું જોવું છું ત્યારે દુઃખની લાગણી અનુભવુ છું. મોટા ભાગના યુવાનો મોહ, લાલચ, આદત, દેખાદેખી, અને હવસની ભુખને પ્રેમનું નામ આપી દિધુ છે, અને તેને જ પ્રેમ સમજીને બેઠા છે. તેવા જ પ્રેમની બધે વાતો કરે છે, ચર્ચાઓ કરે છે, બીજા વ્યક્તિને તેવા પ્રેમ તરફ પ્રેરે (દોરે) છે. પોતાની કેપેસીટી બહારના વાદા કરે છે. જેમા પૈસાનો ખર્ચ હદ બહારનો કરે છે, અને ટાઇમનો ખોટો દુરઉપયોગ કરે છે.

હાલ ડીજીટલ યુગમાં મોટાભાગના યુવાનો અને યુવતીઓ ફિલ્મમાં અને બુક્સમાં બતાવેલા પ્રેમની પાછળ આધળી દોટ મુકીને ભાગવા લાગયા છે. તેવો પ્રેમ વાસ્તવિક દુનિયામાં કરવો શક્ય છે કે નહિ તે વિચારતા પણ હોતા નથી. મારો કહેવાનો અર્થ એવો નથી કે તમે પ્રેમ ના કરો, પણ મારો કહેવાનો અર્થ એ છે કે ખોટો પ્રેમ ના કરો અને કોઇને તમારી સાથે ના કરવા દ્યો. સૌવથી પહેલા તમે તમારી ફેમિલીનું વિચારો તેમને તો તમારા કારણે દુઃખ નથી પહોચતું ને. કારણ કે તમારા માટે તમારી દુનિયા બીજું કોઇ હોય શકે, પણ તેમના માટે તો તમે જ એમની દુનિયા છો. પ્રેમ એતો હૃદયની લાગણી છે, કોઇ ચિજ વસ્તુ નહિ, કે કોઇપણ ખરીદી શકે અને તમે કોઇ પણને વેચી શકો. પ્રેમ એતો બે પવિત્ર આત્માઓનું મિલન છે. બે શરીર એક ના થઇ શકે તો કઇ નહિ પણ પ્રેમમાં બે આત્મા તો એક જ હોવા જોઇએ.

જ્યારે તમને વાગ્યુ હોય અને તમે જેને પ્રેમ કરતા હોવ એને પેંન (દુઃખ) થાય અને જ્યારે તમે જેને પ્રેમ કરતા હોવ એને વાગ્યુ હોય અને તમને પેંન (દુઃખ) થાય ત્યારે સમજવું કે એ તમારો ટ્રુ લવ (સાચો પ્રેમ) છે. પણ હા આવો બન્ને તરફ પ્રેમ હોવ છતા ફેમિલીઝ કે અન્ય બહારના પ્રોબ્લેમને કારણે જો એક ના થઇ શકો તો દુઃખી થવાની કોઇ જરૂર નથી. ડાબા કે જમણા હાથની નસ કાપવાની કોઇ જરૂર નથી. અથવા તો બિલ્ડીંગ પરથી કુદવાની કોઇ જરૂર નથી કે કુવામાં પડવાની કોઇ જરૂર નથી. કે પછી જેરી દવા (જંતુનાશક) પીવાની કોઇ જરૂર નથી. ટ્રેનનાં પાટા પર માથું મુકી કપાવાની કોઇ જરૂર નથી. કારણ કે તમને ગર્વ થવો જોઇએ કે 'મે આ વ્યક્તિને અને આ વ્યક્તિએ મને આવો ઇન્ફીનીટી લવ કર્યો છે.' તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની હરોળમાં સ્થાન પ્રપ્ત કર્યુ છે. આવો પ્રેમ દુનિયામાં બોવ ઓછા લોકોને મળતો હોય છે. જે તમારા નસીબમાં છે. સાહેબ કઠણાંય હાલના યુગની એજ છે કે આવો પ્રેમ માત્રને માત્ર ફિલ્મમાં અને પુસ્તકમાં જોવા અને વાંસવા મળે છે. જે કરોડો રૂપિયા કમાયને સમાપ્ત થઇ જાય છે.

તમને કદાચ પ્રશ્ન થતો હશે કે જો બેમાંથી કોઇ એક વ્યક્તિ છોડીને જતુ રહે તો શું કરવું.? તેના માટે હું તમને એક એઝામપલ આપુ છું જો કોઇ વ્યક્તિ તમને જોઇને દરવાજો બંધ કરી અંદરની કુંડી મારી દે, તો તમારે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બહાર સાઇડી કુંડી મારી દ્યો. અંદરની કુડી કોઇની મદદ વગર જાતે ખોલી શકશે પણ બહારની કુડી ખોલવા માટે તો બીજા વ્યક્તિની મદદ લેવી જ પડશે. જે વ્યક્તિને તમારા માટે ટાઇમ નથી, એ વ્યક્તિ માટે તમારો ટાઇમ કયારેય ના બગાડો. શા માટે તમે તમારો ટાઇમ વેડફો છો.? પણ, હા અહી હું ખાસ ધ્યાન દોરીશ કે કયાંય એવુ ના બને કે કોઇ મજબુરીના કારણે તમને ટાઇમ ના આપી શકતો હોય. યા તો કોઇ પ્રોબ્લેમ્સને કારણે તમને સમય ના આપી શકતો હોય, તેના માટે ક્રોસ ચેક કરી લેવું એકવાર જરૂરી છે અને તેની જવાબદારી તમારી છે.

ઘણી વખત એવુ બનતું હોય છે કે જ્યારે કોઇ છોડીને જતું રહેતુ હોય છે ત્યારે ઘણાં લોકો દારૂ પીવાનું, ગાંજો ફુકવાનું કે અન્ય કોઇ નશીલી ચીજવસ્તુ પીવાનું, કે સેવન કરવાનું શરૂ કરી દેતાં હોયા છે. જે પોતાનું પતન કરવાનો માર્ગ પોતે જ નક્કી કરી લેતા હોય છે. ધીરે ધીરે એની લત એટલી બધી વધી જતી હોય છે કે પોતાની જર, જમીન કે મિલકત બધુ વેચાય જતું હોય છે.

અહી મને એક વાત યાદ આવે છે, જે હું લખ્યા વગર રહી નહી શકુ. જે તમે વાંચીને બીજાને પણ શેર કરી શકશો કે કોઇને કહી શકશો. મે લગભલ સાંઇરામ સાહેબના કોઇ ડાયરામાં સાંભળી હતી. "એક ભાઇને દારૂ પીવાની અતિશય લત વધી ગઇ હતી. ગામમાં કોઇ તેને એક રૂપિયા પણ ઉધાર આપે તેવું હતુ નહી, અને ઘરમાં એક પણ રૂપિયો હતો નહી. ઘરમાં એ દારૂડિયો ખાટલાંમાં પટ્યો પટ્યો ધમપછાડા કરતો હતો જાણે કોઇ તેના શરીર પર ચારટ્યું ફેરવતુ હોય તેવી તેની સ્થિતિ થઇ ગઇ હતી. ઘરમાં 16-17 વર્ષની દિકરી આ બધુ જોઇ રહી હતી. મા તો કેટલાક વર્ષો પહેલા મરી ગઇ હતી. તેના વિરહમાં બાપે દારૂ પાવાનું શરૂ કરી કરી દિધુ હતુ. ઘરમાં સોળ વરસની દિકરી અને એક તેનો નાનો ભાઇ બે જ હતા. ભાઇની ઉંમર નાની હતી. દિકરીને એમ થયુ કે જો મારા પપ્પાને દારૂ નહી મળે તો તે મરી જશે. તેથી તે દોડીને બહાર ગઇ અને દારૂ કયા મળે છે.? તેવુ કોઇને પુછીને તે, તે જગ્યા તરફ ગઇ. પોતાના પગમાં પહેરેલું ઝાંઝર તે કોઇ દુકામદારને ત્યા વેચ્યું, અને બદલામાં તેને પૈસા લીધા. ત્યારે દુકાનદારે પુછ્યુ કે શા માટે ઝાંઝર વેચવું પડે છે.? ત્યારે દિકરી કે છે કે જો મારા પપ્પાને દારૂ નહિ મળે તો તે મરી જશે. ત્યારે તે દુકાનદાર દિકરીને કે છે કે "જો તારો બાપ દારૂ નહિ છોડેને તો એક દિવસ તારે તારી આબરૂ પણ વેચવી પડશે."

દિકરી દારૂ લઇને ઘરે આવે છે પીયાલામાં દારૂ ભરી તેના પપ્પાને પાય છે બેક ઘુટડા પીવે છે એટલે તે ભાનમાં આવે છે. ત્યારે દિકરી બાપને પુછે છે કે "હે પપ્પા આ આબરૂ એટલું શું.?, પેલા દુકાનદાર ભાઇ કહેતાતા કે તારો બાપ દારૂ નહિ છોડેને તો એક દિવસ તારે આબરૂ પણ વેચવી પડશે." આટલુ સાંભળ્યું ત્યા તો બાપની આંખો લાલઘુમ થઇ ગઇ અને હાથમાં જે દારૂનો ગ્લાસ હતો તેનો ઘા કર્યો અને પોતાની દિકરીના માથા પર હાથ રાખીને એટલું દિકરીને કહ્યું કે આજથી દારૂને હાથ પણ અડાડુ તો મને તારા સમ છે." જીવનમાં કયારેક એવું બન્ને તો થોભી જવું અને વિચારી લેવું, કોઇ સારા માણસની સહલા લેવી, પણ કયારેય આવી ખોટી લતે ના છડવું.

ઘણાં પ્રેમીયો પોતાનું રૂપ ઘાંતક બનાવી લેતા હોય છે. પોતાના મનમાં બસ માત્રને માત્ર એક જ વિચાર રાખતાં હોય છે. તું મારી ના થઇ શકે તો બાકી બિજા કોઇની ના તને થવા દવ. અથવા તો તું મારો ના થઇ શકે તો તને બિજા કોઇનો ના થવા દવ. આ વિચાર ગાંડપણ ભર્યો છે, પ્રેમ નહિ. પ્રેમ તો મુક્તિ આપે, જીવન જીવવાની દિશા આપે.

ઘણા લોકો એવા પણ હોય છે જે કોઇ વ્યક્તિના એક તરફા પ્રેમમાં હોય. જે સામી વ્યક્તિને ખબર પણ હોતી નથી, અથવા તો સામી વ્યક્તિને કહેતાં ડરતાં હોય છે. આવી વ્યક્તિ પોતાની જાત સાથે ગુનો કરી રહી છે એવુ હું માનુ છું. જેની સંજા પોતાને ભોગવવી જ પડતી હોય છે. જયારે સામે વાળી વ્યક્તિ ના પાડે છે ત્યારે પોતાનુ અસ્તિતવ જ નષ્ટ કરી નાખતા હોય છે.

તમને કદાચ એવો પ્રશ્ન થતો હોય હશે કે, સાચો પ્રેમને અને ખોટા પ્રેમને પારખવો કેવી રીતે.? અહી તમને જણાવવા માગીશ કે જો તમને આંનદની સાથે મુક્તિનો અનુભવ થાય તો તે સાચો પ્રેમ છે અને આંનદની સાથે બંધનનો અનુભવ થાય તો તે ખોટો પ્રેમ છે. ખોટો પ્રેમ બાંધી રાખે છે, જ્યારે સાચો પ્રેમ આઝાદી આપે છે. પ્રેમ તો પાણીના એક ટીંપા જેવો હોવો જોઇએ. જે પાણીમાં પડે તે પાણીમાં સપુર્ણ પણે ઓગળી જાય, જે પોતાના સપુર્ણ અસ્તિતવને તે પાણીમાં વિલિન કરી નાખે છે. જેને કોઇ પણ પ્રક્રિયા દ્રારા અલગ કરી શકાતું નથી. અહી હું આપનું ધ્યાન દોરીશ કે પાણીનું ટીંપુ એ આત્મા છે, શરીર નથી.

એટલું હમેશાં યાદ રાખો કે જ્યાં શરીરની જરૂર પડે છે, ત્યા પ્રેમ હોતો જ નથી, અને જયાં પ્રેમ હોય છે ત્યા શરીરની કોઇ જરૂર પડતી જ નથી. શરીરને બાદ કરી નાખ્યા પછી જે વધે તે જ સાચો પ્રેમ છે. જયારે જયારે પ્રેમના પ્રકરણમાં વિચારવાનું થાય ત્યારે ત્યારે સૌથી પહેલો વિચાર આપણા મસ્તિકમાં એ આવવો જોઇએ કે 'પ્રેમ એ લાઇફનો એક પાર્ટ છે, જીવનનો અંત નથી.' જયારે પણ જીવનનો અંત કરવાનો વિચાર આવે ત્યારે ત્યારે આ પહેલો વિચાર કરવા જોઇએ. દુનિયામાં કોઇ કોઇના માટે જ જીવતું હોતું નથી, તમારે પોતાને પોતાના માટે જ જીવવાનું હોય છે. દરેક સમયની સાથે લડતાં, પડતાં અને ઉઠતાં શિખવાનું હોય છે. ચાર્ચ ડાર્વિનવાદનો સિંધ્ધાત એમ કહે છે કે જે દુનિયામાં લડી શકે છે, અને જીતી શકે છે એજ અહી ટકી શકે છે. એટલાં માટે હમેશાં આપણે સમયની સાથે લડતાં રહેવનું છે અને જીતતા રહેવું છે. તો જ આપણે અહી ટકી શકીશું. જે વાસ્તિવક સત્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો