આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે

માણસ કપડાં પર પડેલા ડાઘ દૂર કરવામાં કે મેલા કપડાંને ધોઇ સ્વચ્છ કરવામાં જેટલી કાળજી લે છે એટલી કાળજી પોતાના મનમાં પડેલા ડાઘને દૂર કરવામાં લેતો નથી. આજના યુવાનો જિમ્નેશીયમમાં જઈ,પરસેવો પાડી શરીર બનાવવામાં ઘણી મહેનત કરે છે. બાવડા ફુલાવવામાં જેટલી મહેનત યુવાનો કરે છે એટલી પોતાના મનને શક્તિશાળી બનાવવામાં કરતા નથી. આ સમસ્યા માત્ર યુવાનોની જ નથી પરંતુ અબાલ-વૃદ્ધ સૌની છે. આપણે આપણા મનની શક્તિઓથી બેખબર છીએ. મનની શક્તિને કેળવી શકાય, પોતાની જોતને સુધારી શકાય તો જીવન સુખમય બની શકે છે.

આજનો માણસ બીજો લોકોને ટીકાત્મક કે ખંડનાત્મક દૃષ્ટિએ જુએ છે પરંતુ પોતાની જોતમાં જોતો નથી. પોતાની જોતને ઉતરતી કક્ષાની, હલકી અને હીન માને છે અને બીજોની સાથે સરખામણી કરી પોતાનામાં ઇશ્વરે કોઇ શક્તિ જ મૂકી નથી એવા ખોટા અનુમાનો કરી દુઃખી થાય છે.જ્યારે કે વાત આનાથી તદ્દન વિપરીત છે. ઇશ્વરે દરેક માણસમાં કોઇ નિર્બર્ળતા કે ત્રુટી રાખી છે તો સામે જબરજસ્ત કોઈ શક્તિશાળી ગુણ કે વિશિષ્ટતા પણ આપી જ છે. જે લોકો પોતાની ત્રુટીઓ જોણી લઇ એને સુધારવાનો પ્રયત્ન કરે એ શાણા કહેવાય પરંતુ જે લોકો ત્રુટીઓને જોણી એને નિવારી, ઇશ્વરે પોતાનામાં કઇ ખુબી મુકી છે, એ જોણી એના ઉપર આચરણ કરે તેઓ બમણા શાણા કહેવાય. આવા જ લોકો જીવનમાં સફળતા મેળવતા હોય છે.

માણસજાતમાં ઇશ્વરે અમાપ શક્તિઓ અને ખૂબીઓ મૂકી છે.

પરંતુ આ બાબતોથી આપણે અજોણ હોઈએ તો દુર્ભાગ્ય આપણું જ છે. માણસજોતને પોતની જોતે દુઃખી થવાનું સારૂં લાગે છે. કોઇની દયા કે કૃપા મેળવવા માટે દુઃખી ન હોવા છતાંય દુઃખી થવાનો ઢોંગ કરી માણસ ન જ માત્ર પોતે દુઃખી થાય છે પરંતુ પોતાના કુટુંબીઓ, સ્વજનો અને મિત્રોને પણ દુઃખી કરે છે, આ એક મોટી વિડંબણા છે. માણસમાં અગાધ શક્તિઓ છુપાયેલી છે. પરંતુ માણસ જ્યાં સુધી પોતાનામાં ઝાંકીને જોતો નથી ત્યાં સુધી એને આ શક્તિઓનાં દર્શન થતા નથી. એને તો દેખાય છે માત્ર ઉપર છલ્લી યાતનાઓ અને મુસીબતો. માણસની ખાસિયત આ છે કે એને બીજોની પત્ની અને બીજોનું સુખ સારૂં લાગે છે. પોતાનામાં છુપાયેલા સુખને શોધવાની એને તાલાવેલી નથી. પોતાની સુંદર પત્નીમાં પણ એને દોષ જ દેખાય છે. સવાલ દૃષ્ટિકોણનો છે.

માણસ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલે તો એનું જીવન પણ બદલાઇ શકે છે. નકારાત્મક રીતે બધી બાબતોને જોનારને બધું ખરાબ જ દેખાશે અને સુંદર ઝરણા કે સરોવરમાં પણ કીચડ જ દેખાશે. બાગમાં ખીલેલા ફૂલો ઓછા ને કાંટાઓ એને વધારે દેખાશે. નકારાત્મક રીતે વિચારનારને ફૂલની સાથે કાંટા દેખાશે, પણ હકારાત્મક દૃષ્ટિએ જોનારને કાંટાની સાથે ફૂલ દેખાશે.

સફળતા કે નિષ્ફળતા માટે માણસનો દૃષ્ટિકોણ બહુ મહત્વનો હોય છે. માણસને સફળ થવાથી કોઇ રોકી શકતું નથી.

નિષ્ફળતા માટે એ પોતે જ જવાબદાર હોય છે. કેમ કે એણે પોતે જ પોતાની જોત ઉપર ઘણી બધી મર્યાદાઓ લાદી હોય છે. આ મર્યાદાઓ એની પોતાની શક્તિઓને જ કુંઠીત કરી દે છે. ઇશ્વરે એનામાં મુકેલી શક્તિઓનું ગળું એ પોતે જ દબાવી દે છે, પછી નિષ્ફળતા માટે ઇશ્વરનો વાંક કાઢે છે. જેમને સફળ થવું છે એમણે પોતાની જોતને ઓળખવી પડે છે. પોતાનામાં છુપાયેલી અખુટ શક્તિઓને ઓળખવી પડે છે. પોતે લાદેલી મર્યાદાઓને ફંગોળી દેવી પડે છે. માણસની સફળતામાં માણસ પોતે જ રોડો હોય છે. એ પોતે જ પોતાની જોતને રોકી રાખે છે, પરંતુ જેઓ પોતાની જોતમાં માને છે, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ધરાવતા હોય છે તેઓ સફળ થાય છે. દરેક માણસે પોતાના ટેબલ ઉપર એક વાક્ય કોતરી રાખવું જોઈએ.

“Believe and Succeed”

મહાન ફિલોસોફર સોક્રેટીસે કહ્યું હતું, ‘તારી જોતને ઓળખ.’ કેટલાક લોકો એમ કહીને હાથ ખંખેરી નાખે છે કે મોટા મોટા ફિલોસોફર પણ પોતાની જોતને ઓળખી શક્યા ન હતા, તો આપણા જેવા સામાન્ય માણસોનું શું ગજું ? છટકવા માટે આ બહાનું સારૂ હોઇ શકે છે પરંતુ માણસે પ્રયત્નો સતત કર્યે રાખવા. પોતાની જોતને ઓળખવાનો આશય સાદા શબ્દોમાં કહીએ તો પોતાનામાં રહેલી ખૂબીઓ અને ખામીઓને સમજવી એવો છે. આ બાબત મુશ્કેલ હશે પણ અશક્ય નથી. જેઓ પોતાની જોતને સમજી નથી શકતા,પોતાની ઉપર સંયમ રાખી નથી શકતા- એ બીજો ઉપર કાબુ કેવી રીતે મેળવી શકે છે ? મહાભારત ટી.વી. શ્રેણીનો ડા. રાહી માસૂમ રઝાએ લખેલો આ ચોટદાર સંવાદ કેટલાને યાદ છે ?

જો સ્વંય કો નહીં જીત પાયા, વહ દુનિયાકો ક્યા જીત પાએગા?’

આપણા મોટાભાગના તહેવારોમાં, ધર્મગ્રંથોમાં, કથાઓમાં, ભાષણોમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે કે તમારી જોતને સુધારો. તમારા જીવનને સુખી કરવું હોય તો મનને સાફ કરો. કારણ કે મનમાં રહેલો ક્રોધ, લાલચ અને ઇર્ષ્યાનો કચરો સાફ થશે તો મન તંદુરસ્ત થશે અને મન તંદુરસ્ત થશે તો તન પણ તંદુરસ્ત થશે. આજથી અંદાજે ૨૩૦૦ વર્ષો પહેલાં સોક્રેટીસના શિષ્ય અને મહાન ફિલસુફોમાંથી એક એવા પ્લેટોએ કહ્યું હતું કે ડાક્ટરો/ હકીમો બિમાર માણસના તનનો ઇલાજ કરે છે પરંતુ સાચી જરૂરત તો મનના ઇલાજ કરવાની છે. મન તંદુરસ્ત થશે તો જ તનદુરસ્ત થશે. કુઆર્નમાં પણ કહેવામાં આવ્યું છે કે ‘કદ અફલહ-મન-તઝક્કા’ જેણે પોતાની જોતને પવિત્ર કરી એ સફળ થયો.

આજના ઝડપી યુગમાં માણસની ભાગદોડ વધી ગઇ, ઉપાધિઓ વધી ગઇ. ટેન્શન અને બીમારીઓ વધી ગયાં છે ત્યારે મનને શાંત કરવા થોડો સમય માણસે રિલેક્ષ થવું જરૂરી છે. મનમાં ઝાંકીને જોવું જોઇએ કે ખરાબી ક્યાં છે. આટલી ભાગદોડ, ઉહાપોહ, લાલચ, પૈસા વધારે કમાઇ લેવાની લોભવૃત્તિ એ ક્યાંક મનમાંથી ઉઠતી ચિનગારી તો નથી ને ? માણસનું મન સ્વર્ગને નર્કમાં અને નર્કને સ્વર્ગમાં ફેરવી શકે છે. આ વાત પેરેડાઇઝ લોસ્ટ મહાકાવ્યના કર્તા અંધકવિ મિલ્ટને કરી હતી. માણસની આંખોના બહારના દીવા ઓલવાઇ જોય છે ત્યારે પણ અંદરનું અજવાળું સમાપ્ત થઇ જતું નથી એવું ભૂપત વડોદરીયાએ ક્યાંક લખ્યું હતું.

મનને, પોતાની જાતને સુધારવા માટે માણસે શું દર વર્ષે આપણા તહેવારોની પ્રતિક્ષા કરવાની? મનદુરસ્તીના શુભ કાર્યો માટે મુહુર્ત કાઢવાની આવશ્યક્તા જ ક્યાં છે ? માણસ આત્મ સુધારણા કરવા માટેનો પ્રારંભ કરે એનાથી રૂડું બીજુ શું હોઇ શકે ? માણસે પોતાની શક્તિઓને બહાર કાઢવી જોઈએ. લાજ શરમ થોડી નેવે મુકીને પણ તમારામાં રહેલી પ્રતિભાને બહાર કાઢો. દુનિયા આખી તમારી શક્તિઓ અને પ્રતિભાની કદર કરવા તૈયાર બેઠી છે. પોતાની જોત ઉપર અને ઇશ્વર ઉપર ભરોસો રાખો. જોતને બહુ પંપાળો નહીં. થોડા કઠણ બનવું પડે તો બનો. બીજોથી અલગ બનો, પોતાનો માર્ગ પોતે કંડારો. તમારી જોતનું સન્માન કરો. તમે તમારી જોતનું સન્માન કરશો તો બીજોનું સન્માન કરતાં પણ શીખશો અને બીજોનું સન્માન કરશો તો બીજો લોકો તમારૂં સન્માન કરશે. પોતાની અશક્તિઓને સંતાડો નહીં. તમારી ત્રુટીઓને શોધો. એમાંથી જ તમારી શક્તિઓ ખીલશે. સોક્રેટીસે કહ્યું હતું કે

“આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે.”

અર્થાત્‌ આપણી નિર્બળતાઓને વારંવાર સુધારવાથી એને દૂર કરવાથી એમાંથી જ શક્તિ બને છે. પોતાની જોતને પ્રેમ કરતાં શીખો, તો બીજોને પણ પ્રેમ કરતાં શીખી શકશો. કુર્દ કહેવત છે,

“તમારી જોતને શોધો અને તમે ઇશ્વરને શોધી કાઢશો.”

(સફળતાના સોપાનમાં હવે વાંચશો “સમયનું આયોજન “)