અધૂરી ડાયરી Haresh Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી ડાયરી

રોજની જેમ હું જોગિંગ કરી ગાર્ડન ની બહાર નીકળ્યો કે મારું ધ્યાન એક યુવતી પર પડ્યું. તે મારથી લગભગ વિસેક ફૂટ આગળ ચાલી રહી હતી.તેના વાળ એકદમ સીધા અને આછા ભૂરા રંગના હતા.તેણે કઈંક લાલ રંગના વસ્ત્ર પહેર્યા હોય,એવું મને લાગતું હતું .પણ મને તેનો ચહેરો નહોતો દેખાયો .તે આગળ ચાલી રહી હતી અને હું તેની પાછળ ચાલી રહ્યો હતો.અચાનક તેને ઠેસ લાગી અને તે પડતી-પડતી રહી ગઈ. આ બનાવ માં તેના પર્સ માંથી એક ડાયરી ક્યારે નીચે ગબડી પડી તેનું તેણીને ખ્યાલ પણ ના રહ્યો.
પણ મારા માટે આ Golden Chance લાગી રહ્યો હતો.
કારણકે હું વિચાર કરી જ રહ્યો હતો કે તેની સાથે વાત કઇ રીતે શરૂ કરું? પણ મને એક બહાનું મળી ગયું હોય એવું મને લાગતું હતું. હું દોડ્યો અને દોડીને તેણીની એ ડાયરી મેં ઊંચકી લીધી.હું તેને એ ડાયરી આપવા જાઇજ રહ્યો હતો કે તે ત્યાંની લોકલ બસ માં બેસી ગઈ.હું તે બસ પાછળ દોડ્યો પણ તે બસ વાળાએ જાણી જોઈને બસ જવા દીધી.કારણકે થોડા દિવસો પેલા તે બસવાળો રોજ મારી પાસે આવીને બસ ઊભી રાખતો અને પૂછતો " બોલો સાહેબ ક્યાં જવું છે? " કારણકે મારો રોજનો આ રૂટિન હતો તેથી તે રોજ મારી પાસે બસ થોભતો અને પૂછતો કે કયા જવું છે ??
આથી એક દિવસ કંટાળી ને મેં એ  બસવાળા જોડે ઝગડો કર્યો . મેં કહ્યું " શુ રોજ-રોજ આવીને પૂછે છે ક્યાં જવું છે, ક્યાં જવું છે? મેં તને બોલાવ્યો ? નયને ,તો પછિ જવા દેને સવાર,સવાર માં."
બસ એટલું કહયુ ને આ વાત નો બદલો તેણે આજે ઉતાર્યો .સાલું આજે જરૂર હતી તો પણ તેણે બસ ના રોકી એટલે ના જ રોકી.
ઘરે પહોંચ્યો ત્યારે મને થયું કે લાવ ને તેની ડાયરી વાંચું પણ પછી થતું કે આ હું ખોટું કરું છું. આથી ડાયરી મૂકી દીધી.
બીજા દિવસે હું એ જ રસ્તા પર ઉભો રહ્યો જે રસ્તા પર પેલી યુવતી ની ડાયરી પડી ગઈ હતી. હું લગભગ "૩ થી ૪" કલાક ઉભો રહ્યો પણ તે ન આવી.આથી કંટાળીને હું ઘરે આવ્યો અને તે ડાયરી ને જોરથી ફેંકી દીધી અને તે ડાયરી કબાટ ની નીચે જતી રહી.
ઘણો સમય વીતી ગયો વચ્ચે-વચ્ચે હું મારી નાનપણ ની GF 'મિતિશા' ને યાદ કરતો. કેટલી સરસ હતી એ . તેનો સ્વભાવ પણ બહુ સરસ હતો.પણ મારા ડેડી ના ટ્રાન્સફર થી અમે કલકત્તામાં શિફ્ટ થઈ ગયા. નહીં નંબર,નહીં સરનામું બસ હતી તો તેની મીઠી યાદો.હું એવું વિચારતો હતો કે તે મને યાદ કરતી હશે કે કેમ?
છેવટે દિવસો વીત્યા એક દિવસ મારા મમ્મી એક ફોટો લઈને આવ્યા . મને આપીને કહે " આને ઓળખે છે ?"
મેં કહયુ"ના ,છે તો સુંદર" તો તેમણે કહયુ "આ મિતિશા છે" એટલું સાંભળતા જ મારા ખુશી નો પાર ન રહ્યો .અને મારા મમ્મી એ સાથે એમ પણ કહ્યું કે એ તને રવિવારે મળવા આવવાની છે. મારા ખુશી નો પાર ન રહ્યો હું નાચવા લાગ્યો.
આજે રવિવાર હતો.મેં તો પ્લાનિંગ પણ કરી લીધું હતું કે તેને કયાં લઈ જવી,શુ ખવડાવવું,શુ ગિફ્ટ આપવી, અને છેલ્લે પ્રપોઝ કરવું. બધુજ ગોઠવાઈ ગયુ હતું. તે બપોરે 1:30 વાગ્યે આવવાની હતી. હજી તો 9:00 વાગ્યા હતા. હું મારી રૂમમાં બેઠો હતો,ત્યારેજ મારા હાથ પરથી ફોન નીચે પડી ગયો. હું ફોન લેવા ની વળ્યો કે મારું ધ્યાન કબાટ નીચે પડેલી પેલી ડાયરી પર પડ્યું.
આગળ શું થશે ?
તે આવતા અંકે