એમાં નો સ્ત્રી શું વાંક?
"બાબો કે બેબી" સ્ત્રી જવાબદાર નથીજ.
સ્ત્રીના ના શરીર થી બાળક જન્મે છે એનો અર્થ ક્યારેય એવો નથીજ કે સ્ત્રી ની મરજી થી એ બાળક છોકરી કે છોકરો હોઈ શકે.
એક નાના ઉદાહરણ થી સમજીયે પછી આગળ વિજ્ઞાન થી કારણ જાણીયે... કોઈ પ્લાસ્ટી ના રમકડાં નું ઉત્પાદન કરતા એટલું નક્કી હોય છે કે તમે રમકડાં ના બીબા માં જે કલર મિશ્રીત રેજીન ઉપયોગ કરશો એજ કલર નું રમકડું બને. તમારે જે જરૂર હતો એ કલર નું રમકડું ના બને તો એના માટે બીબું ક્યારેય જવાબદાર નથી જ. એનું કામ તમે જે કલર નો ઉપયોગ કરોછો એ કલર નું ઉત્પાદન તમને આપવાનું કામ કરે છે. જવાબદાર કલર મિશ્રણ કરનાર છે, નહિ કે બીબું.
આ ઉદાહરણ ને સ્ત્રી અને પુરુષ ના સંદર્ભ માં સમજીયે...
એક માણસ 'પુરુષ' ત્યારે બને છે જયારે એને એના માં બાપ તરફ થી XY રંગસૂત્ર મળેલા હોય.
અને એક માણસ 'સ્ત્રી' ત્યારે બને છે જયારે એનામાં એના માં બાપ તરફ થી XX રંગ સૂત્ર મળેલા હોય.
પુરુષ (XY )ના શુક્રાણુ માં સ્ત્રી (X ) અને પુરુષ(Y) બંને નું નિર્માણ કરવાની શક્તિ છે જયારે સ્ત્રી માં માત્ર XX એટલે કે સ્ત્રી(X ) ના જ રંગસૂત્રો છે.
પુરુષ નું x રંગસૂત્ર જો સ્ત્રી ના x રંગ સૂત્ર સાથે ફલિત થાય તો અવતરનાર બાળક સ્ત્રી જ હોય.એમાં જન્મ આપનાર સ્ત્રી ક્યાંય જવાબદાર નથી નથી અને નથી જ. અહીં x રંગ સૂત્ર સ્ત્રી પાસે તો હતું જ બીજું x પુરુષે પૂરું પાડ્યું.જો પુરુષે Y રંગસૂત્ર આપ્યું હોતું તો પણ સ્ત્રી X જ આપતી ને YX મળી ને સ્ત્રી ના ગર્ભ માં એક મેલ જાતિ (છોકરો) નું આગમન થતું.
સ્ત્રી નું કામ x રંગસૂત્ર આપવાનું છે પુરુષ જ X કે y કઈ પણ આપી શકે છે.
જો પુરુષ Y રંગસૂત્ર આપશે તો પણ સ્ત્રી તો X જ આપવાની છે અને પુરુષ ના Y અને સ્ત્રી ના X સાથે મળી ને એક પુરુષ(XY ) નો જન્મ આપે છે.
જોકે X અને Y પુરુષ માં કુદરતી રીતે છે એમાં એની પોતાની કોઈ કરામત કામ લગતી નથી એટલે બાબો કે બેબી આવવા માટે સ્ત્રી તો જરાય જવાબદાર નથી એમ પુરુષ ના હાથ માં પણ કોઈ સત્તા નથી જ કે એ Y નો ઉપયોગ જબરજસ્તી થી કરે અને દીકરાને જ જન્મ આપે.
પણ પણ પણ ... કેટલાક અક્કલના ઓથમીર અભણેશ્રી ઓ ને કેમ કરીને સમજાવવું કે સ્ત્રી ના પેટે બાળક જન્મે એટલે છોકરી આવવા માટે સ્ત્રી ને જવાબદાર ક્યારેય ના માણવાની હોય.
આવા લોકો ને કોલર પકડી ને તમારો છોકરો જવાબદાર છે જેને તમારી વહુ ને Y ની જગ્યા એ X રંગસૂત્ર પ્રેગ્નેટ થવા આપ્યું આવું ચાર રસ્તા ઉપર ઉભા રાખી ને સંભળાવી દેવાનું મન થાય છે.વહુ પાસે તો કોઈ પોપ્સન છે જ નહિ એની પાસે એક જ પ્રકાર ના રંગસૂત્રો છે એને જે સામેથી મલળે હોય એની સાથે મળી ને બાળક નિર્માણ કરવાનું છે.એ બાળક સ્ત્રી જાતિ નું હોય કે પુરુષ જાતિ નું એ પુરુષ ના રંગસૂત્ર ઉપર જ નિર્ભર છે.
આજ ના છાપામાં એક સમાચાર જોયા બે દીકરીઓ ને જન્મ આપવાથી વહુ ને અપાતો ત્રાસ, ધાબે લઈજાય ને નીચે ફેંકી દઈને મારી નાખવાની ધમકી, આવા સમાચાર વાંચ્યા ને એ ત્રાસ આપવાવરી સાસુ ને પણ ખબર નથી તમે જે સ્ત્રી નો પતિ જમ્ન્યો છે ને એમાં પણ તમે તો તમારું X પૂરું પાડ્યું છે Y તો એના બાપા તરફ થી મળ્યું છે નહીતો તમારા ઘરે પણ એ બંદાબહાદુર છોકરી બની ને જ દુનિયામાં ફરતા હોતા.
જીતેન્દ્ર વાઘેલા.