Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 4

      "પ્રેમ છે રંગીન પળ પણ મુજ નાદાન ને કોણ સમજાવે, પ્રેમ માટે ભગવાન અવતર્યા,
પણ આ વાત મારા દિલ માં કોણ ઉતારે?
યુવાની ના જોશ મા કરાતી ભુલ ને કોણ સુધારે?
મને પ્રેમ શું છે,તે કોણ સમાજાવે,
મનોરંજન ની દુનિયા છે, પરપોટા તણી,
પણ મને,મને સાચી દુનિયા ની 
હકીકત કોણ સમજાવે,
ઋતુ ઓનો રાજા આવે ને ધરણી નિખરે ,
ઋતુ ઓની રાણી આવે ને 
મારી  ચકોર નજર કોઈને પાગલ ની માફક શોધે,
મારા દિલ ને કેવી રીતે મને પ્રેમ શુ છે તે કોણ સમજાવે? મને કોણ સમજાવે પ્રેમ નો સાચો મતલબ ?"
        
          પ્રેમ એ પવિત્ર છે, તેને ભગવાન સાથે સરખાવવા માં આવ્યો છે,ભગવાન સુધી પહોંચવા નો રસ્તો છે.પણ આ વાત ને સમજાવે કોણ, જો પ્રેમ નું શબ્દ પણ નીકળે તો લોકો આપણને આપણને લોકો અલગ જ નજર થી જુએ છે, આમાં ફિલ્મો એ તો લોકો ના શક માં દાઝ્યા પર મીઠું લગાડવાનું કામ કર્યુ છે. ફિલ્મો અને મનોરંજન એ  આકર્ષણ અને સેક્સ ને પ્રેમ તરીકે બતાવી ને સાલા ઓએ પ્રેમ શબ્દ નો અર્થ ને ગંદો કર્યો છે, ભગવાન પણ આવશે ને તો પણ પ્રેમ ની સાચી વ્યાખ્યા નહીં સમજાવી શકે.

    જયારે ઋતુ ઓનો રાજ અને વસંત આવે છેત્યારે ધરતી નવોઢા જેવાં શણગાર સજે છે,ફુલો થી. જ્યારે ઋતુ ઓની રાણી વર્ષા આવે,ત્યારે તો પુછવું જ નહીં ,ત્યારે યુવાન હૈયા માં થનગનાટ પેદા થાય છે, પ્રેમ નો એકરાર કરવા માટે ઉત્તેજિત કરે છે,  જયારે યુવાન હૈયા એકમેક માં સમાઈ જવા માટે   ઉત્સુક હોય છે.આ મૌસમ શુ તે વાદળા નો કાળાશ શું વીજળી નો ચમકારો દિલ ને શુ મેઘરાજા ની સવારી આવે છે ત્યારે તનને ભલે ઠંડક મળતી હોય,પણ દિલ કોઈ ના વિરહ માં રડે છે,વર્ષા નું ટીપું આપણા દિલ ને પ્રેમરુપી આગ થી બાળે કોઈ માટે રડાવે,કોઈ ના જવા થી આપણી આંખો રડી રડીને લાલ થઇ જાય, દિલ પણ રડે,ત્યારે કોઈ ના જવા થી આપણી દુનિયા જ બદલાઈ જાય છે.
તરુણાવસ્થા માં બીજ રોપાય,યુવાની માં અંકુર ફુટે ત્યારે મા બાપ વિલનગીરી શરૂ કરે પોલીસ ની જેમ મારી નાંખે એટલું જોર કરે, તેની જગ્યા એ મા બાપ એ પોતાના બાળક જોડે મિત્રતા કેળવવી,ન કે દાદાગીરી કરવી.પોતાના બાળક સૌ પહેલાં તમને કે મને કોઇક છોકરો કે છોકરી ગમે છે તે,એવું તો આપણે કરતાં નથી આપણું બાળક કોઈ ના પ્રેમ માં પડે કે છોકરી ભાગી જાય તો, એ મા બાપ જ જવાબદાર છે . આ વાતની ચર્ચા હું મારા એક બીજા પુસ્તક માં કરીશ,"બાળક અેક ફુલ" તેમાં આમા વાત કરીએ પ્રેમ ની.

આપણે કઈક ગુમાવ્યા નો વસવસો થાય છે, જે મળ્યું છે, તેનો આનંદ આપણે ઉઠાવસુ જે છે, ત્યારે આપણે પ્રેમ નો મતલબ સમજતાં થશું.આપણે જ્યારે ગંગા અને સત્ય વતી ના પ્રેમ મીરા અને મોહન નાં પ્રેમ ને સમજશું ત્યારે આપણે પ્રેમ નો સાચો મતલબ સમજસુ,

મારી એક અબળા સ્ત્રી તરીકે તમને વિનંતી છે,કે મનોરંજન માં જે બતાવે છે પ્રેમ નું પ્રદર્શન છે. એ પ્રેમ નથી એમ કાંઈ કોઈ ને જોવાથી ઘડીક માં પ્રેમ થતો નથી આ સફેદ પ્રેમનું કાળુ સત્ય હું તમને કહેવા જઈ રહી છું. જે હકીકત કઈંક જુદી જ છે, આ તમારા મગજ ને ખરાબ રવાડે ચડાવવા નો અને એમને રોજી કમાવવા નો  આ રસ્તો છે. બીજુ કંઈ નહીં , કોઈ ને જોવા થી થાય તે તો સેક્સ અથવા આકર્ષણ છે, તે એક વરસ માં ઉતરી જાય છે, જીંદગી ની હકીકત કઈંક આવી છે, જે તમને હું સમજાવવા જઈ રહી છું, એક સ્ટોરી થકી. 

     પરીણવ અને મોનાક્ષી ની વાત છે, 3 વર્ષ થઇ ગયા આ વાત ને આ બંને પોતપોતાની જીંદગી માં મસ્ત છે અત્યારે એમને મળે 3 વર્ષ થઇ ગયા.

આ બંને બાળપણ ના મિત્રો છે,કોલેજ કાળ તો આપણા જીવન નો યાદગાર સમય હોય છે, નવા મિત્રો બનાવવા,અજાણ્યું માણસ ક્યારે આપણી જીંદગી બદલી નાંખે સમજ નથી આવતું.પણ ઉપર વાળા ને તો કઈક અલગ જ મંજુર હોય છે, તે બંને મિત્રો હોય છે, તે બંને એક બીજા ને વાતો શેર કરતાં હોય છે તે બંને નું ઘર પણ જોડે હોય છે, એકબીજા ને રોજિંદી વાતો શેર કરે છે, સુખ ની હોય કે દુખ ની.

   દોસ્તી બહુ નિર્દોષ હોય છે, તે જાતી ધર્મ અને જ્ઞાતિ જોતી નથી.બંને નું ફેમીલી દુશ્મન હોય છે.અને વાત કરવાની મજા તો ત્યારે આવે જે આપણને આપણુ લાગતું હોય.

નાની એવી વાત માં તેમની વચ્ચે ખટરાગ થયેલા હોય છે, પણ પરીણવ અને મોનાક્ષી ની દોસ્તી બહુ સારી હોય છે,પણ તેઓ રાત્રે વાતો કરે મજાક કરે, બેસે વાતો કરે ને પછી સુઇ જાય.એમના ફેમીલી આ વાત થી અજાણ હોય છે, પ્રેમ કદી મિત્રતા સારી તો એવા જ લોકો ની હોય કે જેના બે ફેમીલી દુશ્મન હોય. 

   બંનેની કોલેજ પણ પાસ પાસે જ આવેલી હોય છે. જ્યારે બંને પોતે ઉત્સુક થઇ ને મળે છે, એકબીજા ની વાત સેર કરવા ત્યારે, પરીણવ મોનાક્ષી ને જીંદગી ના આગળ ના પ્લાનિંગ માટે પુછે છે, ત્યારે મોનાલી કરીયર બનાવવાનું કહે છે અને પરિણવ એ તો કરિયર ની સાથે બીજો પણ પ્લાન કર્યો હોય છે, બંને મિત્રો જેવા વાત કરતાં હોય છે તેવા મોનાક્ષી ના પપ્પા આવી જાય છે, પરિણવ ના પપ્પા ને કહે છે, અને દોસ્તી તોડી નાખવામાં માટે અને તમારા છોકરાને મારી છોકરી થી દુર રાખો તેમ કહી ને પાછા ઝગડે છે.ને મોનાક્ષી પરિણવ ને ન મળે તેના બધાં તે તરીકા ને ધમકી ઓ અપનાવે છે,પણ તેમની દોસ્તી તો મજબુત હતી ,આમના જો લગ્ન થાય તો આ બેસ્ટ કપલ બની જાય, પણ આ તો કોઈ કાળે શક્ય હતું નહીં બંને ફેમીલી ના ઝગડાઓના કારણે,અને એમાંય ખુટે તો અલગ જ્ઞાતિ પાછી. આ જ્ઞાતિ વાદ
તો એવો વિકસ્યો કે તેની કારણે સારા નેતા ઓ ઇલેક્શન માં હારે બોલો.અને જ્ઞાતિ ના નેતા ઓ પાછા દેશ નો દાવ કરે.

     મોનાક્ષી ના પપ્પા એ તો તેને પર નજર રાખવા ની શરૂ કરી તે પરીણવ ને મળતી તો નથી ને તેની. દોસ્તી તો  કોઈ રફ પેપર થોડી હતી કે,વાપરી ને ફેંકી દેવાય આતો મિત્રતા છે.પછી મોનાક્ષી ના પપ્પા એ તેને માટે છોકરા શોધવા નું શરૂ કર્યું.
બોલો આમાં લગ્ન ને ને દોસ્તી ને શુ લેવા દેવા ? મન જરા સમજાવજો. પછી મોનાક્ષી ને દેવિન નામના છોકરા સાથે તેની સગાઇ નક્કી કરી દીધી. પણ પછી પરીણવ ને પણ પપ્પા એ સગાઇ કરાવી દીધી, ત્યાં પરીણવ ને પણ આવું જ કર્યું વટ માં  તેની પણ સગાઇ કરાવી દીધી, હની સાથે.સારું મુહુર્ત જોવડાવી ની ને લગ્ન ની તારીખ નક્કી કરી. 

    પછી  મુહુર્ત અનુસાર લગ્ન ની તારીખ આવી. બંને ને એક બીજા ના લગ્ન માં પણ ન આવવા દીધા.

    બોલો આમાં દોસ્ત તરીકે જ જવાના હતા,તો પણ ન જવા દીધા.

પછી બંને ના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા.પછી શું થયું તે ભાગ 5મા જોઇશુ.

   "  દોસ્તી તો બે આત્મા વચ્ચે નું મિલન છે,તમને મિત્રો પ્રેમ એટલે લગ્ન એવું જ ઠસાવવા માં આવ્યું છે. ત્યાં જ પનો પોહોચતો નથી,ને વાંધા ત્યાં જ થાય છે, મિત્રો પ્રેમ ને જેટલો વહેચો એટલો વધે.
આતો કોઈ સમજવતું જ નથી."
     
ને સમાજ માં પ્રશ્નો ત્યાં જ થાય છે.
   

  - શૈમી પ્રજાપતિ...