Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 3

      મીરાં અને તેજસ ને અલગ કરી દીધા પછી મીરા ના  ફેમીલી વાળા ને થયું કે દીકરી પોતાના ઘર કરતાં સારા ઘર માં ગઈ છે, તેમાં તેઓ નિરાંત સમજતાં હતાં, પણ તે ખોટા હતા, તેજસ ની ફેમીલી થોડી ગરીબ હતી , મીરાં ના ઘર થી ,માટે એના ફેમીલી વાળા એ જબરજસ્તી પોતાની દીકરી ને કેવલ જોડે પરણાવી, દિકરી ની ખુશી થી પૈસા અને સમાજ ની ઈજજત વધી જાયછે, મને તો એજ સમજાતુ નથી,  "દિકરી ને ગાય જયાં દોરે ત્યાં જાય",આ કહેવત અહીં સાચી પડી, અહીં મીરાં ખુશ ન હતી કેવલ સાથે પણ અને ઘર માંથી જ શીખવેલું સંસ્કારી દિકરી મા બાપ કરાવે ત્યાં રહે,આવું મને સમજાતુ નથી કે દિકરા ને કેમ નહીં કહેવા માં આવતું કે ડાહયો દિકરો માં બાપ ની પસંદ ને વધાવી લે તે પછી જેવી હોય તેવી,ના દિકરા ને કે તને ગમે તે રાણી ને દિકરી ને કે અમે કરાવી એ તે સારું તને ગમે કે ન ગમે , અમારી સમાજ માં આબરુ ધૂળ માં ન મેળવ, એવી અપેક્ષા દિકરી પર જ કેમ રાખવા માં આવે છે, ભગવાને તો માટી સરખી જ લીધી છે, બંને નું સર્જન કરવા?

       મીરાં ને જયારે નજીક આવ્યો પહેલી રાત્રે ત્યારે તેને બહાનું બનાવી ને દુર કરીને સુઈ ગઈ, તેજસ એ પણ બધું ભુલી તેને પણ ઘરનાં એને પણ બીજે લગ્ન કરી દીધાં. પણ સમય રહેતા કુદરત બધુ ભુલાવી દે છે, પણ દિલ માં પડેલા ઘા રુઝાતા વાર લાગે છે,
    
   આપણે તકલીફ માં હોઈ એ તો કુદરત આપણને વધુ તકલીફ આપે છે,આમાં પણ કઈંક આવું જ થયું.

મીરાં અને કેવલ હનીમુન પર ગયા, કેવલ ને આ વાત ની ખબર ન હતી, તેના મન એમ કે એક છોકરી મા બાપ નું ઘર છોડી ને આવે એટલે, તેને વાર લાગે , નવી ફેમીલી માં સેટ થતાં,પણ તે તેને હનીમુન લઈ ગયો,

     પણ  હાલત માં કંઈ ફરક ન આવ્યો, મીરાં ગુમસુમ ઉદાસ રહેતી, પહેલાં જેવી મસ્તી ખોર ન હતી,આ લગ્ન ને તે નીભાવવા અને સમાજ ખાતર જ અપનાવતી હતી એવું લાગતું હતું.હસવાનું તો કઈ ગાયબ જ થઈ ગયું,કેવલ પૂછે તેનો  જ જવાબ. 

  આ વાત ને ત્રણ વર્ષ વીતી ગયા , મીરાં ને કેવલ બંને મીરાં ના ઘરે આવ્યા, ત્યારે મીરાં તેનાં કોલેજ નાં મિત્ર વર્તુળ સાથે પાર્ટી માં ગઈ હતી, ત્યારે કેવલે મીરાં નાં મમ્મી પપ્પા ને મીરાં ની આ  હાલત નુ કારણ  પુછયું હતું.પણ તેમને બીજું કઇંક બહાનું બનાવી દીધુ,પછી તે મીરાં ને મુકી ને ઘરે ગયો કેવલ પછી મીરાં ના મમ્મી પપ્પા એના પર તુટી પડ્યાં,ને પોલીસ ગીરી કરવા માંડ્યા. મીરાં ની એક વાત ન સાંભળી,પછી મીરાં ને લેવા કેવલ ને બોલાવી લેવા માં આવ્યો.

 ત્યારે મીરાં તેનાં કોલેજ નાં મિત્ર વર્તુળ સાથે પાર્ટી માં ગઈ હતી, ત્યાં તેજસ પણ આવ્યો હતો, તેની પત્ની સાથે,ત્યારે પાછી યાદો ની દુનિયા માં મીરાં નું મન ચકરાવે ચડી ગયું, ને તેને ચક્કર આવી ગયા પણ તેને તેનાં મિત્રો ઘરે લઈ આવ્યા તેમાં તેજસ પણ હતો,તેની પત્ની પણ હતી, પણ મીરાં ના મમ્મી પપ્પા ને ન ગમ્યું, ખાલી બોલવા ખાતર ઉપર છલ્લો આવકાર આપ્યો, તમે જ કહો કે આમાં તેજસ નો શો વાંક ,મીરાં ના મમ્મી પપ્પા ને કોણ સમજાવે બોલો? મીરાં ને પાછા ધમકાવવા માંડ્યા કે "મીરાં હજી તારે આની જોડે કંઈ છે, તો નહીં ને? હવે આના થી હવે દુર  રહેજે ".જેવી  ધમકી આપવા માંડ્યા.

મીરાં હતાશ રહેવા લાગી હતી, તેને મન માં એક જ વાત નું દુ:ખ હતું કે મે મારો પ્રેમ ગુમાવ્યો છે,એમાં ને એમાં હતાશ રહેવા લાગી, અને ડિપ્રેશન નો ભોગ બની, એકલતા તેને સારતી હતી ને મીરાં ના મમ્મી પપ્પા તેમાં નમક નાંખવા નું કામ કરતાં,એને  સહાનુભુતી આપવા ને બદલે ,પણ કેવલ મીરાં નો આ ભુતકાળ ની ખબર પડતા જ તેના પગ નીચે થી જમીન સરકી ગયી,  તેને ઘણું દુ:ખ થયું  પણ "ડોકટર એ કહ્યું હતું કે વધું દબાવ આપવો નહીં",દર્દી ને સારુ વાતાવરણ આપવું, એને બહુ લોડ ન આપવો.તે મીરાં ની આગળ તે નોર્મલ વર્તન કરતો,તે ધીરે ધીરે મિત્ર બની ગયો,તે એની જોડે વાતો કરતી, તેના વર્તન માં હવે ધીરે ધીરે ફેરફાર  આવવા લાગ્યો, તે હવે તેને ફરવા લઈ જતો, તે બંને હવે બહાર રાત્રે  ચાલવા નીકળતા, હવે તેઓ સાથે સાથે કોફી પીતા હોય,તેમનાં વચ્ચે હવે સરખું થવા લાગ્યું,ધીરે ધીરે હવે તેઓ એક બીજા ના નજીક આવવા લાગ્યાં,વરસાદ ની મૌસમ હતી, 

    ત્યાંરે બહુ રોમેન્ટિક બનાવે મન ને તેવી વરસાદ ની બુંદો અને મન માં અને દિલ માં પ્રેમ ની આગ ભડકાવે તેવી આ સુંદર રાત હતી, કોઈ પણ પ્રેમ આવેશ માં લપેટાઈ જાય,તેમ મીરાં અને કેવલ પણ એક બીજા ના નજીક આવી ગયાં,હવે મીરાં પણ હવે ઠીક થવા લાગી હતી, હવે તે પણ બધું ભુલી ને નવી જ જીંદગી ની શરુઆત કરતી હતી, અેમને એકબીજા ને પ્રેમ નો એકરાર જ કરી નાંખ્યો.

     વીજળી નો ગડગડાટ પવન નો સુસવાટો જાણે દિલ નાં રોમ રોમ માં રહીને જાણે દિલ માં તોફાન ન મચાવતો હોય,બંને ના વર્ષોથી તરસ્યું દિલ એક બીજા ને નજીક આવવા માટે તરસતું ન હોય,જાણે જન્મો જનમના  વિખુટા પડી ગયેલા બંને પ્રેમીપંખીઓ ન મળ્યા હોય,કામદેવ તેમને એક કરવાં માટે પ્રેમબાણ ન છોડતા હોય.તેમને એકબીજા માં ભળી જેવાં નો ઈશારો ન કરતાં હોય.તેમ તે બંને એકબીજાં ને નિહાળતા રહ્યાં પાગલો ની જેમ,એકબીજાને ને આગોશ માં લઈ ને જોર જોર થી બાંહો માં ભીંસી ખુશી થી રડી ગયા,ને એકબીજાને  પ્રેમ થી ચુમવા લાગ્યા, ને બંને વચ્ચે હવે સંબંધ મજબૂત થઇ ગયો, પતિ પત્ની જેવો,એ બંન્ને એકબીજા ને બાહો માં લઈ ને સુઈ ગયા.હવે તે બંન્ને એકબીજા વગર રહી ન શકતાં,એ બંન્ને હવે જયાં જાય ત્યાં સાથે,હવે તે બંને એકબીજા ને કોઈ સંજોગે  ખોવા નહોતા માંગતા.હવે મીરાં પણ કેવલ ને મુકી ને કયાંય ના જતી, પીયર તો બીલકુલ નહીં , તેના મમ્મી પપ્પા એને ફોન કરી ને ઘરે આવવા કહેતા તો તે તેની અને અને કેવલ ની નોકરી નું કહી ને વાત ટાળી દેતી.એના મમ્મી પપ્પા ને હવે રાંડયાં પછી ડાહાપણ આવ્યું હોય,તેમ સરખી રીતે વર્તન કરવાં લાગ્યાં હવે તેના અને કેવલ વચ્ચે તે દિવસ થી સંબંધ હવે ગાઢ થવા લાગ્યો. કેવલ,હવે તે બંને એક બીજા સાથે બહુ ખુશ છે. મીરાં અને કેવલ ને દિકરો છે, કેવલ જેવો રુપાળો,ને મીરાં જેવો મસ્તીખોર. હવે મીરાં ખુશ છે, એની જીંદગી માં.હવે મીરાં ના મમ્મી પપ્પા તેમનાં વર્તન માટે બહુ દુ:ખી છે.
    તેજસ પણ બધું ભુલી ગયો હતો,તેની પત્ની એ એક દિકરી  ને જન્મ આપ્યો, તે પણ તેજસ જેવી હોશિયાર છે, 

આજે પણ તેજસ અને મીરાં  હવે બંને સારા મિત્રો છે.આજે પણ મળે છે ,કેવલ પણ બોલાવે છે, તેજસ ને, તેનાં છોકરી અને મીરાં નો દિકરો મિત્રો છે.



~ભગવાન જે રસ્તે લઈ જાય ત્યાં હસતે મોઢે ચાલવું તો તમે તનાવ મુક્ત જીવી શકો. જે જેવુ છે તેવું અપનાવો તો તેને પ્રેમ કહેવાય બદલીને તો સૌ અપનાવે એમાં તમે કોઈ મહાન કામ નથી કરતાં તેને ભુલો સાથે અપનાવે તો તમે ખરા મોતી કહેવાવો......


        લિ  ~શૈમી પ્રજાપતિ