Pili kothino lohi tarsyo shaitan - 4 books and stories free download online pdf in Gujarati

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન - 4

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.

વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.

હવે આગળ.....

૪. શામલી ફૂલવાળી

શામલી ફૂલવાળી ફૂલ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી. માંડ 18 વર્ષની ઉમરમાં તેના પર ઘરનો બોજ આવી પડ્યો હતો. તેના બીમાર માતા-પિતા અને ભાઈ ની તે જ સંભાળ રાખતી હતી. આખો દિવસ તે બધે ફરી ફરીને ફૂલ વેચતી છતાં ઘણી વાર તેના ઘણા ફૂલ વેચાયા વગર પડી રહેતા કે કોઈ વાર ફૂલ વેચાઈ જતાં પણ ભાવ ઓછો મળતો જેથી કમાણી ઓછી થતી હતી પરંતુ આજે તો શામલીનો ધંધો ઘણો જ સરસ થયો હતો, ભાવ પણ મો માગ્યા મળ્યા હતા, તેના બધા જ ફૂલ વેચાઇ ગયા હતા અને આ વેચાણના પૈસા પણ ખુબ જ મળ્યા હતા તેથી તે આજે ઘણી ખુશ હતી. સાંજ પડવાને હજુ થોડી વાર હતી, બસ હવે નદીએ જઇને નદીના ઠંડા પાણીથી સ્નાન કરી આવુ જેથી આખા દિવસનો થાક ઉતરી જાય એમ વિચારીને શામલી રાતા ડુંગર તરફના નદી કિનારે દૂર સુધી નીકળી ગઇ. આ બાજુ પર ગામના લોકો મોટેભાગે આવતા નહોતા. આટલે દૂર આવીને તેણે ધીરેધીરે પોતાના બધા વસ્ત્રો બહાર ઉતાર્યા, માત્ર તેનો ગમછો શરીરે વિટાળીને તે પાણીમા ઉતરી પડી. અંહીયા પાણી થોડુ ઉંડુ હતુ તેને નહાવાની મજા પડી.

નિન્દ્રા લેવા જતા સૂર્યદેવની નજર પાણીમા છબછબીયા કરતી શામલીના દેહ પર પડી. આકાશમા લાલીમા પથરાઈ ગઇ. સંધ્યાનુ આ આહલાદક વાતાવરણ જોતા સૂર્યદેવ પણ મોહિત થઇ ગયા હોય તેમ લાગતુ હતુ. પણ શામલી તો જાણે સૂર્યદેવને ઇજન આપતી હોય તેમ બેફિકરાઈથી પાણીમા તરતી હતી. તેનુ ગોરુ ભીનુ શરીર સૂર્યદેવના પ્રેમાળ સ્પર્શથી ચમકતુ હતુ. તેના આ ચમકતા શરીરને બીજી પણ બે આંખો જોઇ રહી હતી, તાંત્રિક્ની આંખો. તરસી આંખે તાંત્રિક રૂપની આ તિજોરીને નિહાળી રહયો હતો. વિક્રમસિંહના પૌરુષ સભર શરીરનો તે માલિક હતો અને તેની સામે અઢળક રૂપ હતુ. તેને કુદરતના બગીચામા ઉગેલા આ ફૂલને ચૂંટી લેવાની લાલસા જાગી.

સૂર્યદેવની લાલાશ આછી પડવા માંડી, શામલીને લાગ્યુ કે તેણે અંધારુ થાય તે પહેલા તેના ઘરે પહોંચી જવુ જોઇએ. તે પાણીની બહાર આવી. તેના શરીર પરથી પાણી નીતરતુ હતુ. પોતાના કપડા પહેરવા માટે તેણે જ્યાં કપડા મૂક્યા હતા ત્યાં આવી પણ ત્યાં તેના કપડા નહોતા. તે વિચારવા માંડી કપડા તો તેણે ત્યાં જ મૂક્યા હતા. ત્યાં તો પત્થરની પાછળથી વિક્રમસિંહનુ શરીર ધારણ કરેલ તાંત્રિક બહાર આવ્યો. શામલીના હ્રદયના ધબકારા વધી ગયા. વિક્રમસિંહની સ્ત્રી શરીરની લાલસાથી તે વાકેફ હતી. તે ખૂબ જ ગભરાઇ ગઇ, તેના શરીર પર તેના ગમછા સિવાય બીજુ કોઇ વસ્ત્ર નહોતુ, તેના બાકીના બધા જ કપડા વિક્રમસિંહના હાથમા હતા અને વિક્રમસિંહની લોલૂપ આંખો તેની છાતીને ચીરી રહી હતી. શામલી કાઇ બોલે તે પહેલા વિક્રમસિંહ તેના તરફ આગળ વધ્યો, પોતાનો હાથ શામલી તરફ લંબાવ્યો અને તેની પ્રથમ આંગળી શામલીના મસ્તક તરફ નોંધી. તે ઢળી પડી. પોતાની વિદ્યાથી તાંત્રિકે તેને બેહોશ કરી દીધી હતી. બસ, સૂર્યદેવથી વધારે જોઇ શકાયુ નહિ અને તે અસ્ત થઇ ગયા.

શામલીનો ગમછો ઉતારવા ઉઠલો તાંત્રિકનો હાથ અચાનક થંભી ગયો. મજબૂર થઇ ગયો હતો આજે આ તાંત્રિક, એક તરફ રૂપની આ તિજોરી હતી, તે પોતાની તરસ મિટાવવા માંગતો હતો પણ સમય તેને રજા આપતો નહોતો. સમય તો સરતો જતો હતો.

સૂર્યાસ્ત થઇ ગયો હતો. અંધારા ઉતરવા માંડ્યા હતા. સામે મદમસ્ત યૌવન હતુ. અને સાથે સાથે તેનો અમર થવાનો સમય નજીક આવી રહયો હતો. અત્યારની ઘડી જો તે ચૂકી જાય તો તેનુ અમર થવાનુ સ્વપ્ન અધૂરુ રહી જાય. આટલા વર્ષોમા તેને અમાસની આવી એક જ યુતી જોવા મળી હતી. આ સમય જો વહી જાય તો પછી તે ક્યારેય અમર બની શકે નહિ. તેને યાદ આવ્યુ, તે તો બલિ શોધવા માટે બહાર આવ્યો હતો. તેને જોઇતો બલિ અત્યારે તેની સામે હતો. એક નવયૌવના, કુમારિકા, આનો બલિ તો દેવીને અતિપ્રશન્ન કરી દેશે.

તાંત્રિક તેને વિવશ કરી દેનારા કામદેવને દૂર હટાવીને પોતાના ધ્યેય તરફ આગળ વધ્યો. શામલીના શરીર પર તેના કપડા નાખ્યા અને તેને ઉઠાવીને પોતાની ગુફામા ચાલ્યો ગયો. શામલીને બંધનમા નાખીને તે સાધનાની તૈયારી કરવા લાગ્યો. હવે તો અર્ધરાત્રિ સુધી તેણે બસ સાધના જ કરવાની હતી.

વિધાતાએ તાંત્રિક્ને જીવવા માટે એક મોકો આપ્યો હતો. કામદેવ પણ વિધાતાની મદદે આવીને તાંત્રિક્ને જીવાડવાનો પ્રયત્ન કરી ગયા પરંતુ શામલીનો સિતારો ઘણો તેજ હતો. તેનુ મૃત્યુ તેનાથી ઘણુ દૂર હતુ. તાંત્રિક મન મારીને તેના અમર થવાના પ્રયત્નમા લાગ્યો હતો પરંતુ તે વિધાતાને ભૂલી બેઠો હતો. તેના માનવી તરીકેના જીવનનો વિધાતાએ અંત લખી દીધો હતો. તાંત્રિક કામદેવથી હાર્યો નહોતો કેમકે તેને સામાન્ય મૃત્યુ નહોતુ મળવાનુ, મૃત્યુ પહેલા તેણે ઘણી યાતનાઓ સહેવાની હતી.

---------0000000000000-------

હવેવધુ આવતા સોમવારે......

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર

આપનો

“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),

મો. 09898104295 / 09428409469

E-mail – shailstn@gmail.com

ISBN 9780463875544.

મિત્રો, આ નવલકથા https://jaambustoryworld.blogspot.com પર પણ વાંચી શકાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED