common man books and stories free download online pdf in Gujarati

સામાન્ય માણસ

આ આધુનિકતા તરફ મીટ માંડી ત્યાં ભવિષ્યઃ તરફ જતું યૌવન મળ્યું ને ભૂતકાળ ની ઝાંખપ.યુવાનીનો સળવળાટ ને સઘળું પળવારમાં જ પામી જવાની ગેલછા.જ્ઞાનની ગંગા નું સિંચન થતા ત્યાં વિચારોનાં વડલા ફૂટી નીકળ્યાં.નવી કૂમ્પળો ની આ ભીનાશ હતી જેણે ખરતા પર્ણની વ્યથા નહોતી જોઇ.
જીવનના આ ઝગમગાટ મા આજ માનવીએ આંધળી દોટ મુકી છે આજે માનવમાં સરળતા,સહજતા,સત્યતા કે પ્રામાણિકતા દેખાડો કરવા પુરતુજ પીરસાઈ રહ્યુ છે.
 વાત છે સામાન્ય માણસ ની આ રોજ ની માથાકૂટ મા જીવનનો એક સામાન્ય પ્રશ્ન જેનો કોંઈજ ઉકેલ નથી. વાત છે થોડાક મે જોયેલાં સપના થોડાક પરિવારે દેખાડેલા કે થોડાક જવાબદારીઓ માંથી જન્મેલા. વિચારોની ગંભીરતા ક્યારેક ખીલખીલાટ હાસ્ય સામે પ્રશ્ન કરી બેસે છે તયારે એકાએક આ જવાબદારીઓની ગંભીરતા સામાન્ય માણસની પરખ કરાવી જાય છે. શુ કરી શકુ એ વિચાર માત્ર શબ્દો થકી પ્રાણ પુરી જાય છે પણ હકીકત ની આ હરીફાઈ મા આજે પૈસાથી અજાણ્યો એ આપડો થઇ પડયો છે.સંબંધોનું મૂલ્ય સત્યથી દુર થતુ જાય છે. 
"કદર થઈ આ કાગળોની માત્ર, ને કદ થયુ એ મહામાનવ".
પૈસા થીજ  સર્વ સુખ પામવાની ગેલછા મા માનવતા મરી પરવારી છે.સંબંધો સુકાઈ રહ્યાં છે ત્યાં લેશ માત્ર નામના મેળવવા સગપણ ભુલાઈ રહ્યુ છે.મૂલ્ય ની માથામણ માત્રથી જન્મતો પ્રશ્ન કે માનવતા માટે કયુ મૂલ્ય અગત્યનું છે. અનુભવની વિડંબના દરેક મનુષ્ય માત્રનો ઉકેલ હશે.

હકીકત આ વાત સાથે સહમત છે કે કેમ  પણ અનુભવએ મૂલ્યો ની ઓળખાણ કરાવી શકે. આજ માત્ર પૈસા નું મૂલ્ય કેટલું વ્યાજબી છે ?શુ તેનાં વગર નાં મૂલ્યોએ  આપણુ જીવન જીવવા કોંઈજ શક્યતાઓ બાકી રાખી નથી???? 
હા માનવતા એ ઉપજાવેલા અભરખાનું સત્ય જણાતા ઝાંખપ થશે ને ઈચ્છાઓ નું વૃંદાવન લહેરાશે.સામાન્ય માણસ ના પણ સ્વપ્નની સોડમ પ્રસરશે પણ માનવ જ્યારે માનવ મૂલ્ય સમજશે.

નાનકડી ઈચ્છાઓ સામાન્ય મનુષ્ય માટે તો સગાર જ  છે જ્યારે તેની મર્યાદાઓ મા પોતાનુ જ વિશ્વ રચે છે. કેટકેટલા અટલ  વિચારો જ્યારે હાસ્ય સ્વરુપ મા ફરીવળે ત્યારે સામાન્ય હોવાનો અર્થ  વ્યવહારમાં અકળામણ લાવી દે છે. ફરી એજ પુરુષાર્થ સાથે જ્યારે ઉભો થવા પ્રયત્ન કરે ત્યાં ઈચ્છાઓ નું આકાશ ઘેરી વળે. આવા સપનાઓ ને પાંખો આપવા પરોઢથીજ  સામાન્ય જિંદગીમાં ગોઠવાઈ ફરી નિત્ય ક્રમ ને અનુસરવું એજ આ સામાન્ય હોવાનો પુરાવો. ક્યાંક  લાગણીઓ  વહેતી મળે ને ભીતરનાં પડઘા સાદ કરે  ત્યાં સમીપે જ મૃગજળ. આવી કેટકેટલી ઈચ્છાઓ નો ત્યાગ એટલેય સામાન્યપણુ. પણ સાદગી ને  સંસ્કાર એજ એનાં ઘરેણાં. ભલે આ ઘરેણાંનો કોઈ ઘાટ નથી પણ એય સાચું કે જીંદગી નો તેનાં વગર ઝગમગાટ પણ નથી.  
સજીવ સંબંધો હજુય ગામડાઓની તિજોરીઓમાં અઢળક પડ્યા છે કેમ કે ત્યાં  ભભકઓ નાં અભરખા નથી .ટેક્નોલોજી ની આ ભાળ મા ઈચ્છાઓ ને કોઈ પણ સરહદ પાર કરી પુરી  કરી નાખવાની આ ઘેલછા . ત્યાર આ આધુનિકતાનું અજવાળું  જ્યારે આંખો અંજાવી જાય ત્યારે સામાન્ય હોવાનો સંકોચ થાય છે ને ત્યારેજ કાંઇક સંસ્કારો વિરૂદ્ધ પગલાંઓ મંડાય છે. હવે સાચી દિશાઓ તરફ  ચિંધાતિ આંગળી  મોબાઇલમાંજ સઘળુ શોધી લે છે ત્યાંજ ભાગોળે બેઠેલા વડીલો નાં ઓટલા નું મૂલ્ય વિસરાયું. હરણફાળ ની આ હરકતો હડસેલતી ગઇ સંબંધોનું સગપણ. સામાન્ય હોવુ  એ અમુલ્ય પુરવાર થઈ શકે જો લાગણીઓ એનાં ઠેકઠેકાણે સામાન્ય જન સુધી પહોંચે અને ત્યારે જ હુ નહીં  અમે હોવાનો અહેસાસ થશે. આ વામન માંથી વિરાટ પગલું સામાન્ય માંથી મહાનતા તરફ લઈ જવા સમકક્ષ પુરવાર થઈ શકે જ્યારે તેનુ વાસ્તવિક મૂલ્ય માનવી એક સામાન્ય બની વિચારશે . .... 37.


બીજા રસપ્રદ વિકલ્પો