ભોપી - ઓય ક્રશ Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

ભોપી - ઓય ક્રશ


Oyy ક્રશ

    હા ખબર છે મને તું ઘણો બધો નોટિસ કરે છે, પણ મારી નજર તો પહેલા જ દિવસ થી તારા પર ચોંટી ગઈ હતી, તે લાલ સાડી પહેરી હતી ગોલ્ડમન બ્લાઉઝ ખુલ્લા વાળ રાખી મારી સામે ઊભી હતી ત્યારથી, ત્યારે જ મન થયું હતું તારી સાથે વાત કરવાનું, પણ તારી સાદગી જોઈ મારા હદય ના શબ્દો મુખ સુધી આવી જ ના શકીયા, હું તો મંત્ર મુગ્ધ બની ગયો હતો,

     તને મળવા માટે હમેશાં મારું દિલ કરતું હોય છે, પણ શું કરું દિલ્લી ખૂબ દુર છે, ઘણી વાર મારી આંખો એ ઈજહાર કર્યો છે અને ના તે ઈન્કાર, બન્ને ના દિલ એક ફ્રિક્વન્સી થી ધડકતા હતા, ઘણી વાતો છુપાવી લીધી મેં તારા થી કારણ કે તારા માથા પર વધારાનો બોજ લાદવા નથી માંગતો.

    અરે ક્રશ છો તું તો મારી! મજાક થોડી છો, તું દૂર હોય કે સાથે રહેવાની આશાઓ, દરેક પળ તારી સાથે જ જીવાતો છું, જાણું છું તું તો મોટી નેતા જેવી છો અને માર્કેટ માં મારી ખિલાફ ઘણી વાતો પર તારી નજર છે, તારા થી વધારે કોઈ સમજી જ નથી શકીયુ આજ સુધી મને કોઈ ,

     હા તું મને જજ નથી કરતી અને નથી તારી હિંમત મારી સાથે ઇશ્ક કરવાની બધી હકીકત થી વાકેફ છો, તારા રિલેશન ની જાણ હોવા છતાં સામે વાળાને તારા થી પ્રેમ થઈ ગયો હોય તો? છોડ જવા દે, તને નથી કહી શકતો, ડરી રહ્યો છું તારા થી, કે કદાચ તને ખોવા ની બીકે, કે કદાચ તને ક્યારેય ના મેળવી શકીશ તેં વાત થી, તું અને હું બંને વાર્તા ના મુખ્ય કિરદાર છીએ અને ઇચ્છતા છીએ કે કિરદાર ક્યારેય પણ ખ્તમ ના થાય,

સિમ્પલ છો તું! કોઈ અત્યાર ના સમય મા આટલું બધું સિમ્પલ કેમ હોય શકે, સુંદર છો, દુનિયા ની બધી છોકરી હોય છે, પણ હા તને સંબંધો ના બંધન અને દુનિયા ભર ની આકાંક્ષા માં નથી બાંધવા માંગતો હું, એમ પણ તારા પરિવાર ને તારી પાસે થી ઘણી બધી અપેક્ષા રાખી છે,

તારી સાથે પહેલી વાર વાત કરી હતી તે સમય બરાબર યાદ છે મને, જેમકે વર્ષો થી દબાવી રાખેલી દુનિયા ભર ની વાતો કહી દેવાની ઉતાવળ હોય, તે સમયે સમય ઓછો હતો અને હવે લાગે છે સમય સમય જ છે મારી પાસે, પણ બધું ધારીયા પ્રમાણે નથી જ થતું ને,

 તારા અવાજ મા તારા નામ પ્રમાણે જ ખનક છે, હવે જ્યારે માળિશ ને તો ધરાઇ ને નિહારિશ તને, આવું પણ ભલું હોય કોઈ,? આમ કઈ કોઈ ની આંખો કાંઈ થોડી બોલતી હોય, એમજ કેટલું દર્દ ભર્યું હોય ને હસતું હસે? એમજ કાંઈ રસ્તા માં કોઈ સુંદર સાથી મળી જતું હશે? હવે માલિશ ને રૂબરૂ તો પૂછી લઈશ ક્રશ ને કેશ કરી લઈશ કે?

  દુનિયાની પાળોજણ ને પેલે પાર મૂકી મારો હાથ પકડીશ? મારા જોયેલા સપના ને તારી સાથે પુરા કરવાના અરમાન પુરા કરીશ?
તારો નાજુક હાથ જાલી ને દુનિયા મા કુદરતએ મૂકેલા પ્રેમ ને સાથે નીહારીશુ? તારા કદમ થી કદમ ચાલવાનો અધિકાર આપીશ? 

  પ્રેમ માં ભીજાયેલાં પળો ને વર્ષો સુધી મારી સાથે વાગોળવા ની તૈયારી છે તારી? કેમ ભુલાઈ તે પળ જે નિસ્વાર્થ અહેસાસ મારા દિલ ને તરબોળ કરતા,તું મારી આંખો માં તરા માટે નો અપાર પ્રેમ ને નિહાળી ને કહેતી ના જોવો આમ સામે મારી, ત્યારે કદાચ તને ખુદ ને રોકી નહીં શકે તે વાત ની જાણ તને સતાવતી હશે, હું પણ તારો ક્રશ છું તો ચાલ ને કેશ કરાવી લે ને હવે. 


❤️ ? બાળક