કડવા ચોથ Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કડવા ચોથ


❤️ કડવા ચોથ ❤️

   એમ તો ઉદય બોવ ઓછો જગાડો કરે છે પણ તે દિવસે કઈ વાત પર જગાડો થયો તે તેને યાદ જ નથી, બસ એટલું તેને યાદ છે કે ના પાયલ તેની સાથે વાત કરતી હતી ના ઉદય, કારણ કદાચ ઉદય ની ભૂલી જવાની બીમારી હતી, તેને બરાબર યાદ નથી.

  પાયલ તેની પાડોશી હતી, પાયલ અને ઉદય ના અફેર ને બે વર્ષ થઈ ગયા હતા અને આ બે વર્ષ મા ઉદય એટલું તો જાણતો હતો કે પાયલ ક્યારેય ભૂખી નથી રહી શકતી, ગયા વર્ષે ઉદય એટલા માટે ગુસ્સો થયેલો કે વગર પરણે ઉદય માટે વ્રત રાખેલું હતું ગયા વર્ષે તો પાંચ રૂપિયા ની ડેરી મિલ્ક થી વ્રત તોડાવેલું પાયલ નું.

  જે છોકરી ભૂખ ની મારી એક કલાક ના રહી શકે તે વગર પાણી પીધે કડવા ચોથ નું વ્રત કરવું મતલબ અસંભવ વાત હતી, પાયલ હાઈટ કમ હતી બિલકુલ ઢીંગલી જેવી, એક્દમ બિન્દાસ, શરમિલિ પણ એટલી જ, પણ સ્વભાવ ની ભાવુક, પણ બંને મા આ વર્ષે જગડો થઈ ગયો જામી ને, નવેમ્બર મહિના ની છેલ્લી તારીખો ની ઠંડી અને ઉપરથી કડવા ચોથ નું વ્રત

  હવે તે કડવા બડવા ઉદય ને તેના થી શું મતલબ તે તો નીકળી ગયો પાટિલ સાથે મૂવી જોવા ઇન્ટરવેલ માં સમોસા ખાતા ખાતા પાટિલે કહીયું ઉદય યાર ગમે તે થાય પણ સાલું લગન નહીં કરતો, સાલી જિંદગી ઝંડ થઇ જાય

   એવું તો તે તો નાચી નાચી ને કરિયા અને તે પણ લવ મેરેજ,
એટલે જ તો કહું છું ઉદય, કેમ શું થયું? પાટિલે પોતાની આપીવીતી સાંભલવતા કહીયું, હવે સવાર થી સુધા કડવા ચોથ નું વ્રત રાખી છે અને તેની ઇચ્છા હતી કે હું પણ ઉપવાસ કરું, અને હું વ્રત કરું તો મમ્મી શું કહે, શું વિચારે, કે મારો લાડકો બયરી ઘેલો થઈ ગયો, એક કહીયું પણ નહીં અને ચાહતી હતી કે હું સમજી જાવ તું જ કે એવું થઈ શકે ભલું?

   સાલું કડવા ચોથ નું નામ પડતાં જ ઉદય નું માથું ભમી ગયું, પાટિલ ને આચાર્ય થી પૂછી લીધું લા આજે કડવા ચોથ છે,? પાછો પાટિલ તે બાબઅડતો રહીયો એક વાર બોલી પણ નહીં અને હું બધું સમજી જાવ, છોકરીયો ને સમજવી બોવ મુશ્કેલી વાળું કામ છે ભાઈ, એમ કહે તા થિયેટર ની બહાર નીકળી ગયા અને પાટિલ બુમ પડતો રહીયો અને ઉદય ગાડી ની કિક મારી ઝડપથી નીકળી ગયો,પાટિલ ને મૂકી ને.

   ઝડપથી ઘરે પોગી ને ઘડિયાળ માં ટાઈમ જોયો તો સાડા દસ વાગવા અવિયા હતા, ઉદય ફટ ફટ અગાશી પર ગયો, અને દરવાજે ઊભો રહી ગયો અને છાનો માનો જોવા લાગીયો અંદર થી સામે તે જ નજારો હતો જેવો ઉદયએ વિચારેલો, મખમાલ નું કુર્તી અને રેશમી છાલ ઓઢી મૅડમ ક્યારેક ચાંદ ને જોતી અને ક્યારેક ઉદય ની અગાશી બાજુ, નીચે થી તેની મમ્મી અવાજ આપતી, પાયલી ચાંદો દેખાયો કે નહીં, ના મમ્મી હજી નથી દેખાયો, કોણ જાણે ક્યારે નીકળશે તારા પાપા પણ હજી નથી અવિયા.

   ખબર નહીં આ દુનિયા ને ચાંદ ની શું જરૂર છે, પાયલ તો છે તો સહી આ દુનિયામાં તો, પાયલ વારે વારે ગગન માં જોતી અને ઉદય ની અગાશી બાજુ દરવાજા પર, પાયલ ને આવી રીતે ઉદય ની જોતી જોઈ પછી ધીરે થી ઉદયે દરવાજો ખોલી અગાશી માં પ્રવેશ કર્યો ત્યાં પાયલ ની મમ્મી બુમ પાડી પાયલી ચાંદ દેખાણો કે નહીં?

હા મમ્મી દેખાયો પાયલ ઉદય સામે જોતા જોતા બોલી

  હાય મારી જાન ઉદય મનમાં જ બોલી પડીયો
એટલા મા તો પાયલ ની મમ્મી દોડી ને અગાશી પર આવી ગઈ,

   ઉપર ગગન મા જોવે તો કોરું કડાક, અને પાયલ ની નજર ઉદય ની અગાશી બાજુ, હળવે થી પાયલ ના માથે ટપલી મારી ને બોલી, સવાર થી ભૂખી બેઠેલી છું બે વાર નાહી પણ લીધું અને તને મજાક સુજે છે,

કાકી એ ઉદય ને જોઈ કહીયું બેટા દેખાયો કે નહીં ચાંદ?

  કાકી દેખાયો તો હતો પણ પાછો સંતાઇ ગયો,
હા મને જોઈ સંતાઇ ગયો લાગે છે, એમ બોલી પાયલ ની મમ્મી પાછી નીચે જતી રહી,

  પાયલે ગુસ્સા માં ઉદય તરફ મોં માંચકોડતા હું કરીયું
અને ઉદય મલ્કાતો ગજવા મા હાથ નાખી ગજ્વામાંથી એક પેકેટ કાઢી અને પાયલ ની અગાશી બાજુ ફેંકી દીધું, પાયલે પેકેટ ખોલી જોયું અને જુમી ઉઠી, પેકેટ માં મીઠું પાન હતું, પાયલે ઓઢણી ના છેડા ની આડ લઈ ઉદય ને જોવા લાગી અને પણ ખાવા લાગી

   ઉદયે બન્ને હાથ દિલ પર રાખી કાતિલ હોવા નો ઇશારો કર્યો, અને પાયલ પાછી મોં માંચકોડતી પછી કતલ કરતી ગઈ, એટલા મા ઉદય નો નાનો ભાઈ અગાશી પર આવી કહે ભાઈ પાટિલ ભાઈ નો ફોન ક્યાર નો આવી રહીયો છે,

ઉદય ભાગી ને નીચે ગયો અને પાટિલ ને ફોન લગાવીયો, આજે તો તારા ભરોસે મૂવી જોવા આવી ગયો પણ ફરી વાર ક્યારેય નહીં આવું એક તો હું પાકીટ લવવા નું ભૂલી ગયો છું અને અહીં કોઈ રીક્ષા પણ નથી મળતી, અને ત્યાં સુધા મારી રાહ જોવી છે ભૂખી તરશી, સુધા ભાભી નું નામ નો લેત ને તો પાટિલ ને ઉદય લેવા પણ ના જાતે, પણ સુધા ઉદય ને બોવ માનતી હતી, બાઇક ની કિક મારી ઉદય પાટિલ પાસે ઓટો લઈ પોગી ગયો, ઓટો માં સોંગ વાગતું હતું,

“पान खाए सइयाँ हमारो! मख़मल के कुर्ता और होंठ लाल लाल। पान खाए सइयाँ हमारो।”

❤️ ? બાળક

28/10!/2018