લક્કી પથ્થર - ભાગ 3 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્કી પથ્થર - ભાગ 3

મિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે વિનય એકદમ દુઃખી રહેવા લાગે છે,નિધિ પણ હવે તેના ઘરે જતી રહે છે અને પેલો પથ્થર પણ ઘસાઈને ખતમ થઈ જાય છે.....

ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે..

                 હવે વિનય પાસે કાઈ વધ્યું હોતું નથી વિનય સાવ એકલો પડી જાય છે અને હવે તેના મનમાં એક જ વિચાર આવે છે,"આપઘાતનો" તે આપઘાત કરવાનું વિચારે છે અને પાછો ત્યાં જાય છે જ્યાં 8 વર્ષ પહેલા ગયો હતો નદી કિનારાના રોડ પર અને ત્યાં નદી કિનારે માં પડી જાય છે પણ આ વખતે કાંઈ અલગ જ થાય છે વિનય નદી માં ડૂબકી મારતા પાછો પેલા રહસ્યમયી પથ્થરો ના ટાપુ પર પહોંચી જાય છે.અને તે પાછો ગુફા તરફ જાય છે અને ત્યાં પાછો નવા લક્કી પથ્થર ની માંગણી કરે છે પણ કોઈ જવાબ ન મળતા જોર જોર થી રડવા લાગે છે અને ત્યાં પડેલા પથ્થર પોતાના માથા માં મારવા લાગે છે.થોડીક વાર માં ત્યાં એક દાઢી વાળો વ્યક્તિ આવે છે અને આ વ્યક્તિ બોલે છે કે,"વિનય શું કામ પોતાની જાત ને મારી નાખવા માંગ છો,આ જીંદગી જીવવા માટે છે મરવા માટે નહીં બોલ વત્સ તું કેમ આપઘાત કરવા માંગ છો?
          અને વિનય તે વ્યક્તિના પગે પડી જાય છે કારણ કે આ એ વ્યક્તિ હતો જેનો 8 વર્ષ પહેલાં વિનયે ખાલી અવાજ સાંભળ્યો હતો આજે સાક્ષાત તે વ્યક્તિ વિનય સામે આવે છે.
          હવે વિનય પોતાની સાથે બનેલી ઘટના તે વ્યક્તિને જણાવે છે અને એ વ્યક્તિ વિનયને ખાલી એટલું જ જણાવે છે કે,"એ પથ્થર લક્કી પથ્થર હતો જ નહીં એ પથ્થર તો સાદો નદી કિનારાથી ઉપાડેલો પથ્થર હતો મને પણ એક વ્યક્તિએ એ પથ્થર આપેલો અને કહેલું કે આ પથ્થર થી તારું ભલું થાય તો તું આ પથ્થર બીજા વ્યક્તિને આપજે.અને એ પથ્થર મેં તને આપ્યો.એટલે વિનય પાછો એક સવાલ કરે છે કે,"તો આ પથ્થર આવ્યો પછી જ કેમ મારી જીંદગી સુધરી?"
          એટલે તે વ્યક્તિ જવાબ માં કહે છે કે એક વાર હવે મારા સવાલ નો જવાબ આપ,"જ્યારે વિજય અજય તારું સ્કુલ બેગ છીનવા આવ્યા ત્યારે તને કોને બચાવ્યો?"
      વિનય કહે છે કે,"લક્કી પથ્થરે બચાવ્યો"
        તે વ્યક્તિ કહે છે,"વિનય તું નાદાન છો તે હિંમત કરી એટલે તું તે લોકોથી બચી શક્યો તેમાં લક્કી પથ્થર નું તો ખાલી નામ હતું"
       હવે તે વ્યક્તિ પાછો વિનયને સવાલ કરે છે કે,"તને 10 માં ધોરણ માં સારા માર્કે પાસ કોને કરાવ્યો?"
         વિનય કહે છે કે,"લક્કી પથ્થરે જ મને સારા માર્ક અપાવ્યા કારણ કે હું તો સારા માર્ક ના લાવી શકું"
          ત્યારે તે વ્યક્તિ કહે છે કે,"વિનય તું ખોટો છો તું એટલે સારા માર્ક લાવી શક્યો કારણ કે તે હકારાત્મક અભિગમ વાપર્યો હતો તેમ લક્કી પથ્થર નો કોઈ હાથ નહોતો"
            પાછો તે વ્યક્તિ વિનય ને સવાલ કરે છે કે,"તું સફળ બિઝનેસમેન કેવી રીતે બન્યો,પૈસાદાર કેવી રીતે બન્યો?"
           વિનય કહે છે કે,"લક્કી પથ્થર ની લીધે તેની લીધે જ હું લકી જીંદગી બનાવી શક્યો"
          પેલો વ્યક્તિ કહે છે કે,"વિનય તું સફળ બિઝનેસ મેન લક્કી પથ્થર ની લીધે નહિ પણ તારા સાહસ ની લીધે બન્યો હતો,પૈસાદાર તું તારી પ્રમાણિકતાના કારણે બન્યો હતો"
            વિનય કહે છે,"હું તમારો કહેવાનો અર્થ સમજી ગયો છું"
            અને એ વ્યક્તિ છેલ્લે ખાલી વિનય ને એટલું જ કહે છે કે,"વિનય કોઈ પણ પથ્થર માણસ ની જીંદગી ને લક્કી નથી બનાવતો,તમારી પાસે માત્ર 4 વસ્તુ હશે તો અને તો જ પોતાની જીદંગી લક્કી બનાવી શકશો અને એ વસ્તુ છે.
1.આત્મવિશ્વાસ
2.સાહસ
3.હિંમત
4.હકારાત્મક અભિગમ
      આ 4 વસ્તુ તારી પાસે હતી એટલે જ વિનય તારી આખી જીંદગી લક્કી બની શકી તારી જીદંગી કોઈ લક્કી પથ્થર ના કારણે નહિ પણ આ 4 વસ્તુ તારી પાસે હતી એટલે જ તારી જીંદગી લક્કી બની શકી"
               હવે વિનય એ વ્યક્તિના આશીર્વાદ લે છે અને પાછો એક આંખના પલકારામાં નદી કિનારાના રોડ પર પાછો આવી જાય છે.હવે વિનય પાસે લક્કી પથ્થર તો નથી હોતો પણ સાથે હોય છે તો ખાલી આત્મવિશ્વાસ,સાહસ,હિંમત અને હકારાત્મક અભિગમ.
          આ 4 વસ્તુ સાથે વિનય પાછો તનતોડ મહેનત કરે છે અને ખાલી 1 વર્ષ ની અંદર પાછો પૈસાદાર,નામદાર,ઈજ્જતદાર બની જાય છે અને પોતાની જે કંપની બંધ થઈ ગઈ હતી તે કંપની પાછી વિનય સ્ટાર્ટ કરે છે અને તે કંપની ને આંતરરાષ્ટ્રીય લેવલ પર લઈ જાય છે.
           અને પાછું વિનય ને એક જગ્યાએ સ્પીચ આપવાનું કહેવામાં આવે છે અને વિનય ને પાછો એજ સવાલ કરવામાં આવે છે જે દર વખતે કરવામાં આવતો હતો કે,"તમારી સફળતાનું રહસ્ય શું!"
               પહેલા તો વિનય આ સવાલ પૂછવામાં આવતો એટલે પથ્થર સામે જોઈને હસતો અને પછી સ્ટેજ છોડીને ગાડી માં બેસીને ઘરે નીકળી જતો પણ આ વખતે વિનયે તેવું ના કર્યું.આ વખતે વીનય ખાલી એટલું જ બોલ્યો કે," મારી સફળતા નું કોઈ રહસ્ય નથી,બસ ખાલી તમને બધા ને એટલું જ કહેવા માંગીશ કે કોઈ પથ્થર તમારી જીંદગી ના બદલી શકે જો તમારે પણ સફળ થવું છે તો ખાલી તમારી પાસે આ 4 વસ્તુ હોવી જોઈએ આત્મવિશ્વાસ,સાહસ,હિંમત અને હકારાત્મક અભિગમ!
      બસ આટલું કહીને વિનય સ્ટેજ પરથી લોકોની પરવાનગી લઈને નીચે ઉતરે છે અને એ જ સાંજે વિનય,નિધિ અજય અને વિજય બધા લોકો સાથે મળીને તે નદી કિનારે જાય છે અને પોતાના બાળપણ ને યાદ કરે છે અને તે પાંચેય પોતાના મીઠા બાળપણ ના સ્મરણો માં ખોવાઈ જાય છે.

【ત્રીજો ભાગ પૂર્ણ】

                 -જય ધારૈયા


મિત્રો આ સ્ટોરી નો છેલ્લો ભાગ છે અને મને આશા છે આ સ્ટોરી તમને લોકોને પસંદ આવી હશે જલ્દી જ નવી સ્ટોરી લાવીશ ત્યાં સુધી મને Follow કરીને આ માતૃભારતીમાં મારી સાથે જોડાયેલા રહેજો..અને હા દોસ્તો તમારો કોઈ પણ અભિપ્રાય કે સવાલ હોય તો તમે મને આ નંબર: 91 8320860826 પર મેસેજ કરી શકો છો..