શ્યામવર્ણ Bhoomi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામવર્ણ



શ્યામવર્ણ

ભૂમિ

ફૂલોથી મહેકતા બાગમાં સ્વેતઅશ્વ પર સવાર એક રાજકુમારને  મારી તરફ આવતા હું સ્વપ્નમાં જોતી અને ખુશ થઈ જતી! પણ એ ખુશી વધું સમય ન રહેતી. સવારમાં તૈયાર થવા અરીસા સામે ઉભી રહી પોતાના શ્યામવર્ણને જોઈ એક નિસાસો નાખી મનો-મન કહેતી "કાજલ" સ્વપ્ન ક્યારેય સાચા પડતા નથી." 
પણ મને એક વાત પર વિશ્વાસ હતો, જોડીઓ ઉપરવાળો બનાવે છે. મારા માટે પણ કોય એક ક્યાંક જરૂર હશે.! બસ એના એક સંકેતની હું રાહ જોઈ રહી હતી. અને મને એ સંકેત મળી ગયો.
                  જુલાઈ મહિનાની ઢળતી સાંજે પ્રેમ તરસતી ધરતી પર મેઘો અપાર પ્રેમ વરસાવી રહ્યો હતો, ત્યારે મેં તેને પહેલીવાર જોયો. હું, સાવ ભીંજાયેલી હાલતમાં સીટીબસસ્ટેન્ડ પર બસની રાહ જોતી ઉભી હતી. એ દૂરથી દોડતો મારી તરફ આવી રહ્યો હતો. હું અપલક એને નિહાળી રહી હતી. એ બિલકુલ મારા ફેવરિટ ફિલ્મી હીરો "સલમાન" જેવો દેખાઈ રહ્યો હતો. એ પાસે આવી મારી સામે જોઈ સ્માઈલ સાથે મને પૂછયુ હતું, "12 નંબરની બસ ચાલી ગઈ કે બાકી છે?"
                 ધીરે-ધીરે રાતનો અંધકાર વધી રહ્યો હતો. સુમસાન બસસ્ટેન્ડ પર અમારા બન્ને સીવાય બીજું કોઈ ન હતું. મારુ હ્રદય ઝડપથી ધડકી રહ્યું હતું, મને ડર લાગી રહ્યો હતો. મારા ડરને છુપાવાનો પ્રયાસ કરતી મેં, તેના સવાલનો જવાબ આપ્યો. "ના, હજી નથી આવી હું, પણ એજ બસની રાહ જોઈ રહી છું." થોડીવાર પછી બસ આવી, અમે બસમાં ચડિયા, બસમાં ગીર્દી હોવાના કારણે એ મારી આગળ ઉભો હતો. હું પાછળ ઉભી એને નિહાળી રહી હતી. મારા સ્ટોપ પહેલા એ ઉતરી ગયો.
                  
મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી સાથે ડિનર કરી હું માંરા રૂમમાં આવી, હમેશા સ્વપ્નમાં મારા રાજકુમારને જોવા હું વહેલી ઉંઘી જતી પણ આજ ઉંઘ હરામ થઈ ગઈ હતી. આંખો બંધ કરું તો એનું જ સ્માઈલ કરતું મુખ દેખાય રહ્યું હતું. રાત આખી જાગીને પસાર કરી.
               
            બીજા દિવસે સાંજે ફરી એજ બસસ્ટેન્ડ પર એ મળ્યો, હું એને જોઈને મનોમન ખુશ થઈ , મારે એનું નામ પૂછવું હતું પણ ના પૂછી શકી..!  હવે અમે રોજ બસસ્ટેન્ડ પર મળતા એક જ બસમાં ઘરે આવતા એક-બીજા સામે સ્માઈલ કરતા પણ વાત ક્યારેય થઇ નહોતી. મારે તેનું નામ જાણવું હતું, વાતો કરવી હતી પણ ક્યારેય હિંમત ન કરી શકી. એક દિવસ તેણે જ મારી સાથે વાત કરતા પૂછ્યું, "હું, રોજ તને આ સમયે અહીં જોવ છું, શું, તું, જોબ કરે છે?"  
                    
એનું 'તું' સંબોધન મને ગમ્યું. મેં જવાબ આપતા કહ્યું, "સવારે કોલેજ, બોપર પછી સેમસંગના શોરૂમમાં પાર્ટટાઈમ જોબ કરું છું."  "તમેં શુ કરો છો?" મેં પણ  હિંમત કરી પૂછી લીધું.
                       
તેને જવાબ આપતા કહ્યું, "હું, એસ.બી.આઈ બેંકમાં જોબ કરું છું, મારુ નામ અમિત, છે." અમારી બસ આવી ગઈ હતી અમે બન્ને એક જ સીટ પર બેઠા હતા. એને મારુ નામ પૂછ્યું, મેં નામ કહ્યું, અમે એક-બીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી, એ રાત મને એક અલગ ખુશી મહેસુસ થઈ રહી હતી. "અમિત"! કેટલું સરસ નામ છે."
                   
હવે અમે મોબાઇલ પર  કલાકો સુધી વાતો કરતા હું, બસ તેને સાંભળતી રહેતી, આમ ને આમ છ-સાત મહિના વીતી ગયા.  14 ફેબ્રુઆરીએ તેને મારી સામે  લગ્નનો પ્રસ્તાવ મુક્યો. હું, શુખદ આઘાતમાં કોય જવાબ ના  આપી શકી, મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો.! શું, મેં, સભળીયું એ સાચું છે કે, મારો ભ્રમ છે ? શું, સાચું.. અમિત જેવો સુંદર છોકરો મારા જેવી શ્યામવર્ણની છોકરીને જીવનશાથી બનવાનું કહી રહ્યો છે...?  મને સમજાયુ નહીં કે, હું શું જવાબ આપું.! હું, મુંજવણમાં હતી. મારી આવી હાલત જોઈ, મારો હાથ પકડી તે બોલ્યો હતો, "કોઈ જલ્દી નથી, તું શાંતિથી વિચારી જવાબ આપજે."
                    
 તેને જવાબ આપ્યા વીના હું ઘરે આવી. હું, ખુશ હતી કે, આજ કોઈએ મને મારા શ્યામવર્ણ સાથે પસંદ કરી હતી..! પણ હું કોઈ સમણું સજાવા નહોતી માંગતી. કારણકે, સમણું જ્યારે તૂટે છે ત્યારે બહુ તકલીફ થાય છે..! મોડી રાત્રીએ મેં, અમિતને મેસેજ કરી પુછયુ. "શું, તારી ફેમલી મને પસંદ કરશે..?
તે, મારા જ મેસેજની રાહ જોતો હોય તેમ તરત જવાબ આવ્યો. "મારે ઘરની શોભા વધારવા કોય આરસમૂર્તિની જરૂર નથી, જીવનશાથી બની જીવનભર મારા મનમંદિરમાં બિરાજે એવી મૂર્તની જરૂર છે. મેં, તારા શ્યામવર્ણને ક્યારેય જોયો નથી. અમે રવિવારે તારા ઘરે આવશું, તારી ફેમેલીને જાણ કરીદેજે." તેના જવાબથી હું એટલી ખુશ થઈ કે જો એ મારી શનમુખ હોત તો, બાહુપાશમાં જકડી એના મુખ પર ચુંબનોની વર્ષા કરી દેત..! આખી રાત મેં, વિચારોની દુનિયામાં વિહાર કરતી  એના સાનિધ્યમાં વિતાવી.
                                 
આજ રવિવાર હતો, હું વહેલી જાગી ગઈ હતી. ઠંડુ આહલાદક વાતાવરણ ઝાકળની ભીનાશ ઉચ્છવાસ વાટે નીકળતી વરાળ, આ ઠંડા વાતાવરણમાં પણ મનને ઉકળાટથી ભરી દેતી હોય એવી રાહ જોવાની પળો, કપાળમાં ઉદભવેલા પ્રસ્વેદબિંદુઓ મારા મનની ગભરામણની ચાડી ખાતા હતા. મારા ભાભી મને તૈયાર કરતા બોલ્યા હતા, "જોવા આવે છે, પરણવા નથી આવતા, આટલી ગભરાઈ છે શામાટે?" 
                         સમય વીતી રહ્યો હતો, આજ પહેલીવાર હું બેબાકળા મને કોઈની રાહ જોઈ રહી હતી.
                        ઈશ્વરે મારા પર દયા કરી, મારી રાહ જોવાની પળોનો અંત આવ્યો. એક કાર મારા ઘર સામે આવી ઉભી રહી, હું કિચનની બારીમાંથી જોઈ રહી હતી. અમિતે તેના મમ્મી-પપ્પા અને બહેન-બનેવી સાથે ઘરમાં પ્રવેશ કર્યો.
                 જુના રિવાજ પ્રમાણે મારે બધાને ચા આપવા જવાનું હતું. આજ ઘણાં સમયે મેં સાડી પહેરી હતી, ચાલવામાં તકલીફ થતી હતી. ધીમી ચાલે અને ગભરાતામને ચાની ટ્રે લઈ હું બધાની વચ્ચે પહોંચી હતી. બધાં મને નીરખી રહ્યા હતા. હું એક પછી એક ને ચા આપતા અમિતના બહેન પાસે આવી, એના મુખ પરના ભાવ સાફ-સાફ કહેતા હતા કે, હું તેને પસંદ આવી નથી. મારી નજર અમિતની સાથે ટકરાઈ, તેને આંખોથી મને શાંત રહેવાનો ઈશારો કર્યો હું ઝડપથી કિચન તરફ ચાલી ગઈ.
               
બોપરે બધા સાથે જમ્યા પછી મારા મમ્મી-પપ્પા અને અમિતના મમ્મી-પપ્પા આરામ કરવા ચાલ્યા ગયા. અમિતના બહેન-બનેવી અને મારા ભાઈ-ભાભી હોલમાં બેસી વાતો કરતા હતા, અમિત બાહર ઝૂલ્લા પર બેઠો હતો, હું તેને નિહાળતી બાલ્કનીમાં ઉભી હતી ત્યારે અમિતના બહેન અમિત પાસે આવી બોલ્યા, "તું આ કાળી છોકરીમાં શું જોઈને મોહી ગયો..? તને તો સારામાં-સારી છોકરી મળી રહેશે. હજી કહું છું તરો વિચાર બદલ. અમિતની બહેનના શબ્દો મારા કાને અથડાયા અને મારું હ્રદય ધબકવાનું ભૂલી ગયુ, અમિતના બહેન સાચું જ કહેતા હતા, અમિતને કોય પણ સુંદર છોકરી ના ન કહી શકે, પણ અમિતના શબ્દોથી મારું હ્રદય ફરી ધડકવા લાગ્યું. અમિત તેના બહેનને સમજાવતા કહી રહ્યો હતો, "બહેન, મેં કાજલના રંગને ક્યારેય જોયો નથી, મેં તેને મનની સુંદરતા જોઇ પસંદ કરી છે." અંતે અમિત સામે તેના બહેન શરણાગતિ સ્વીકારતા બોલ્યા હતા. "તને પસંદ હોય તો અમને પણ પસંદ છે, હું બધાને કહી દવ કે સગાઈની તિથિ નક્કી કરે."
                  અમિતને ખબર હતી મેં તેની વાતો સાંભળી હતી એટલે એ મારા રૂમમાં આવી બોલ્યો, "તું બહેનની વાત દિલ પર ના લેતી બધા તને પસંદ કરે છે".
                       હું અમિત સામે જોતા બોલી, "હું, તને ગમી ને બસ એજ મારા મન ઘણું છે, બીજાના દિલ જીતવાની હું પુરી કોશિશ કરીશ."
                      
સાંજે બધાને વિદાય આપતા અમિતના બહેન મારી પાસે આવી બોલ્યા, "તું જ અમિત માટે બેસ્ટ ચોઇસ છે, મને વિશ્વાસ છે, તું અમિતને ખુશ રાખીશ". 
             આજ મારા મન પર જે શ્યામવર્ણનો બોજ હતો એ હળવો થયો, હું અમિતના બહેનને ભેટીને રડી પડી.
         થોડા સમય પછી અમિતના ઘરે હર્ષોલ્લાસથી         સગાઈ કરી મને તેના પરિવારની સભ્ય બનાવી દીધી, આજ હું પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરી સમજુ છું.

"સમાપ્ત"