prem ni adhuri kahani - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની અધૂરી કહાની - Part - 1

અહમદાવાદ શહેર માં સેટેલાઇટ વિસ્તાર માં સહજાનંદ સોસાયટી છે. એ સોસાયટી માં સાક્ષી નો પરિવાર રહે છે. સાક્ષી ના પરિવાર માં માત્ર ચાર જ સભ્યો છે :સાક્ષી, સાક્ષી ના મમ્મી -પપ્પા ને એનો ભાઈ રોહન. ચારેજન સાથે હળી-મળી ને રહે છે એમના પરિવાર ના બધા જ સભ્યો ખુબ આનંદ માં રહે છે.
                  સહજાનંદ સોસાયટી માં બધા  જ ઘરો એક સરખી રૉ માં છે. આગળ ને પાછળ ના ઘર ની એક જ ગૅલરી છે. સાક્ષી 12 commerce માં અભ્યાસ કરે છે. સાક્ષી ના ઘર ના પાછળ ના ઘર માં ચરણ નામ ના છોકરા નો પરિવાર ભાડેથી  રહેવા આવે છે. ચરણ  12 સાયન્સ માં અભ્યાસ કરે છે. ચરણ ના પરિવાર માં પણ ચાર સભ્યો છે :ચરણ, એના મમ્મી -પપ્પા ને એની બહેન વેણુ. ચરણ ની બહેન નર્સિંગ નો course કરતી હોવાથી એ બહાર હોસ્ટેલ માં રહે છે. 
                   હવે સાક્ષી સવારે જ્યારે ઉઠી ને બ્રશ કરવા તેની પાછળ ની ગૅલરી માં જાય છે ત્યારે ચરણ સાક્ષી ને જોવે છે. ચરણ તો બસ સાક્ષી ને જોતો જ રહી જાય છે. ચરણ ને પહેલી  નજર માં સાક્ષી ગમી જાય છે. હવે ચરણ કોઈ ને કોઈ બહાને સાક્ષી ના ઘરે આવે છે. ચરણ ને કોઈ દ્વારા સાક્ષી ના પપ્પા નો મોબાઈલ નંબર મળે છે. ચરણ સાક્ષી ના ભાઈ રોહન સાથે સારી મિત્રતા કરી લે છે. સાક્ષી 12 માં ધોરણ માં હોવાથી રાત્રે 1 વાગ્યાં સુધી વાંચે છે. ચરણ પણ સાક્ષી નું જોઈ ને એ પણ રાત્રે 1વાગ્યાં સુધી વાંચે છે. સાક્ષી 1વાગ્યાં સુધી વાંચીને જયારે ફ્રેશ થવા પાછળ ની ગૅલરી માં જવા દરવાજો ખોલે છે ત્યારે ચરણ સાક્ષી ને જોવા ઉભો થાઈ છે. સાક્ષી જયારે જયારે બહાર ની ગૅલરી માં જાય છે એટલી વાર ચરણ સાક્ષી ને જોવા ઉભો થાય છે. હવે જયારે સાક્ષી રાત્રે મોડા સુધી વાંચે છે ત્યારે ચરણ પાસે સાક્ષી ના પપ્પા નો મોબાઇલ નંબર હોવાથી સાક્ષી ને ફોન કરે છે. ચરણ જયારે પહેલી વાર ફોન કરે છે ત્યારે સાક્ષી ગભરાય જાય છે. પછી ચરણ દરરોજ સાક્ષી ને મોડા રાત્રે ફોન કરે છે સાક્ષી ને ચરણ મોડા સુધી ફોન પર વાતો કરે છે. ચરણ ને સાક્ષી નું કાંઈ કામ હોઈ ત્યારે તે સાક્ષી ને massage કરે છે. ચરણ અને સાક્ષી ફોન પર એક -બીજા સાથે  વાતો તેમજ massage કરે છે પણ તેઓ એક -બીજા સાથે પ્રેમ નો એકરાર કરતા નથી. બંને ને તેમજ હવે જોત જોતા માં બંને નું 12 મું ધોરણ પૂરું થાય છે. હવે ચરણ ને તેની ફેમિલી ચરણ નું 12મું ધોરણ પૂરું થવા થી ભાડા નું ઘર ખાલી કરી ને ગામડે જતા રહે છે. ચરણ નું ફેમિલી ચરણ 12 ધોરણ માં હોવાથી તેને ગામડે થી સ્કૂલ આવવા નું કોઈ સાધન મળી રહેતું ન હોવાથી તેના માટે સ્પેશલ ચરણના 12માં  ધોરણ પૂરતા ભાડે રહેવા આવીયા હતા.     
                હવે ચરણ 12 માં ધોરણ પછી mechanical એન્જીનીઅર માં સુરત માં એડમિશન લે છે. સાક્ષી 12 માં પછી P.T.C માં વડોદરા એડમિશન લે છે. હવે ચરણ સુરત mechanical એન્જિનિરીંગ એડમિશન મળ્યું હોવાથી તે હોસ્ટેલ માં રહેવા જાય છે. ચરણ ના હોસ્ટેલ માં ફોન એલાઉડ છે તેથી ચરણ ફોન લઇને  જાય છે. સાક્ષી ને પણ વડોદરા P.T.C માં એડમિશન મળ્યું હોવાથી સાક્ષી પણ હોસ્ટેલ માં રહેવા જાય છે. સાક્ષી ને હોસ્ટેલ માં ફોન એલાઉડ નથી તેથી તેની પાસે ફોન નથી. 
                  હવે ચરણ અને સાક્ષી નો કોઈ કોન્ટેક્ટ થતો નથી. હવે બંને ને ખબર પડે છે કે બંને ને એક -બીજા સાથે પ્રેમ થઈ ગયો છે. બંને ને એક -બીજા ની યાદ આવે છે. બંને ને એક -બીજા વગર ભણવા માં મન લાગતું નથી. હવે સાક્ષી દિવાળી વેકેશન માં ઘરે આવે છે ત્યારે તે ચરણ ને ફોન કરે છે. ચરણ કેટલાય સમય થી સાક્ષી ના ફોન આવવાની  રાહ જોતો હોઈ છે. ચરણ ને ખબર નથી કે સાક્ષી ની હોસ્ટેલ માં ફોન એલાઉડ નથી તેને થાય છે કે હવે સાક્ષી એને ભૂલી ગઈ. હવે જયારે સાક્ષી નો ફોન આવે છે ત્યારે ચરણ ને સારુ લાગે છે. હવે જયારે જયારે સાક્ષી ઘરે આવે ત્યારે ચરણ સાથે ફોન પર વાતો કરે છે. હજુ પણ બંને એક -બીજા સાથે ફોન પર વાતો કરવા છતાં બંને એક -બીજા સાથે પ્રેમ નો એકરાર કરતા નથી. જોત જોતા માં સાક્ષી નું P.T.C પૂરું થઈ જાય છે. 
                  હવે સાક્ષી ના પપ્પા સાક્ષી ને ગ્રજ્યુએશન પૂરું કરવા નું કહે છે તેથી સાક્ષી નું એડમિશન કૉલેજ ના ફર્સ્ટ year માં લે છે. સાક્ષી ના પપ્પા સાક્ષી ના birthday પર સાક્ષી ને ફોન ગિફ્ટ માં આપે છે. આથી સાક્ષી ખુબ જ ખુશ થઈ જાય છે કે હવે તે ચરણ ને જયારે ફોન કરવો હોઈ ત્યારે કરી શકશે. હવે સાક્ષી ગમે તે ટાઈમે ચરણ ને ફોન કરતી ને massage કરતી. પહેલા સાક્ષી ને એના પપ્પા ના ફોન પર થી ચરણ ને ફોન કરતી હોવાથી એ કોઈક જ ટાઈમ  ફોન કરી શકતી. ચરણ થી તો સાક્ષી ના પપ્પા ના ફોન પર ફોન જ ન થઈ શકતો પણ હવે ચરણ પણ ગમે તે ટાઈમે સાક્ષી ને ફોન કરી શકતો. પણ એક દિવસ ચરણ સાક્ષી ને massage કરે છે ત્યારે સાક્ષી નો ફોન સાક્ષી ના પપ્પા જોડે હોવાથી સાક્ષી ના પપ્પા ને ખબર પડી જાય છે કે સાક્ષી ને ચરણ ફોન પર વાતો કરે છે ને massage કરે છે. હવે સાક્ષી ના પપ્પા સાક્ષી પાસે થી ફોન લઇ લે છે ને હવે સાક્ષી ચરણ ને ફોન કરી શકતી નથી. ચરણ સાક્ષી ને ફોન કરે છે તો સાક્ષી નો ફોન switch off  આવે છે. હવે ચરણ અને સાક્ષી નો કોઈ કોન્ટેક્ટ થતો નથી. સાક્ષી ના પપ્પા સાક્ષી માટે છોકરાઓ જોવા નું ચાલુ કરે છે ને સાક્ષી નું ફર્સ્ટ year પૂરું થતા પહેલા જ સાક્ષી નું marriage કરાવી દે છે. હવે સાક્ષી એના લગ્ન જીવન માં વ્યસ્ત થઈ જાય છે. પણ એને ચરણ ની ખુબ જ યાદ આવે છે પણ હવે કાંઈ થઈ શકે તેમ ન હતું. એ ચરણ ને ફોન પણ ન કરી શકતી. ચરણ પણ સાક્ષી ના ફોન ની રાહ જોઈ ને થાકી ગયો.પછી ચરણ ને સાક્ષી ના marriage થઈ ગયા ની ખબર પડે છે હવે તેને લાગે છે કે સાક્ષી એને ફોન નહિ કરે. હવે ચરણ નું ભણવાનું નું પૂરું થયાં પછી ચરણ ના મમ્મી -પપ્પા ચરણ ને લગ્ન માટે ફોર્સ કરે છે. ચરણ ને marriage કરવા ની કોઈ ઈચ્છા ન હોવા છતાં તે તેના મમ્મી-પપ્પા ને કારણે marriage કરે છે. હવે ચરણ પણ એના લગ્ન જીવન માં વ્યસ્ત થઈ જાય છે 
                  ચરણ અને સાક્ષી બંને નો પ્રેમ એક -બીજા ના દિલ માં જ રહી જાય છે. બંને ના દિલ માં માત્ર એક -બીજા યાદ જ રહી જાય છે. બંને એક -બીજા ના લગ્ન જીવન માં વ્યસ્ત થઈ જાય છે. હવે બંને ને એક -બીજા નો કોઈ કોન્ટેક્ટ થતો નથી. બંને નો પ્રેમ અધૂરો રહી જાય છે. 

બીજા રસપ્રદ વિકલ્પો