અભિસારીકા Dharati Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિસારીકા



જેમ પુત્ર ના લક્ષણ પારણા માંથી એમજ સારિકા પણ  નાનપણ થીજ બહુજ હોશિયાર બીજા બધા છોકરા ને ભેગા કરી ને ટીચર બને અને પછી અદ્દલ એના આંગળવાડીનાં બેનની જેમ ગીતો,વાર્તા ને આંકડા-અક્ષર શીખવાળે. અરે ૧૦માં ધોરણ માં વગર ટ્યુશન એને ૮૯ટકા લાવી. એને ભણવાની બહુજ ઈચ્છા પણ પપ્પા ની ટૂંકી આવક માં સાયન્સ ની ફી પોસાય એમ નહોતી એટલે એને સાયન્સ માં જવા માટે સ્કુલ થી છુટ્યા પછી ૧૦ માં ધોરણ ના ટ્યુશન લેવાના શરુ કર્યા.ને રાતે પોતાનું વાંચતીએની એ બધીજ મેહનત આજે રંગ લાવી છે. એને ૧૨ સાયન્સ ૭૫  ટકા સાથે પાસ કર્યું. ને આટલા સારા માર્ક્સ હોવાથી નજીક ના શહેર ની નામી  કોલેજ માં ફ્રી માં એડમીશન પણ મળી ગયું.

આજે એનો કોલેજ માં પહેલો દિવસ છે. એને જોયું કે કોલેજ માં નવા  આવનારા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને એમના થી આગળ ના વર્ષ માં ભણતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉભા રાખી ને જાણે મદારી માંકડા પાસે ખેલ કરાવે એમ ઊછળકૂદ કરાવતા હતા તો કેટલાક નાચવા નું કેતા હતા આબધુ જોઈ  ને સારિકા થોડી ડરી ગઈ ને પાછલા પગેજ ભાગવા લાગી ને ભાગતાં  ભાગતાં  એ એક  છોકરા ને અથડાઈ અને બન્ને પડ્યાં. વરસાદ થી બનેલા તાજા ખાબોચિયા માં. પછી તો પેલું મદારી ના ખેલ કરાવતું ટોળું અહી આવી ગયું ને ચીચ્યારીઓ પાડવા લાગ્યું. સારિકા ઉભી થઇ રડવા લાગી એનો ચહેરો અને કપડા કાદવ માં રંગાઈ ચુક્યા હતા.આ બધા માં એનું ધ્યાન એ છોકરા પર પડ્યું જેને ભટકાઈ ને આ હાલ થયા હતાં. એની પણ આજ હાલત હતી પણ એ રડવાને બદલે ગુસ્સા માં હતો કેમકે એના મોંઘા અને એની બેસ્ટ ફ્રેન્ડે ગિફ્ટ માં આપેલા કપડા બગડ્યા હતા.સારિકા એ સોરી કીધું અને વધારે રોવા લાગી એટલે એ છોકરા એ એને કપડા સાફ કરવા માટે કોલેજ નો ગર્લ્સરૂમ બતાવ્યો. એ ત્યાં ગઈ ચહેરા પરથી કાદવ હટાવ્યો. ને બહાર  આવી ત્યારે ખબર પડી કે એ જેને  ભટકાઈ હતી એ આ કોલેજનાં ટ્રસ્ટી નો છોકરો અભિજિત હતો જેને બધાજ અભિ ના નામથી ઓળખતા હતાં.એ બીજા પૈસાદાર બાપ ની બગડેલી ઔલાદ જેવો નહતો. હા  ગર્લ બેસ્ટ ફ્રેન્ડ  હતી પણ એકજ. એ ભણવા માં પણ હોશિયાર હતો ને સંસ્કારી પણ.

રાત ગઈ બાત ગઈ માની ને સારિકા પણ હવે ભણવા માં ધ્યાન આપવાનું શરુ કર્યું પેહલા સેમેસ્ટર નો ૧ મહિનો પૂરો થતા પ્રોફેસરે એક ટેસ્ટ લીધો જેનું રીઝલ્ટ આજે આવાનું હતું.બધાને ક્લાસ માં એમજ હતું કે અભિ એજ ટોપ કર્યું હશે.ને એની બેસ્ટ ફ્રેન્ડે તો આની ખુશી માં કેન્ટીન માં અડ્વાન્સમાં પુરા ક્લાસ ની ટ્રીટ માટે ઓર્ડર કરી દીધો હતોપ્રોફેસરે ક્લાસ માં આવી ને કીધું ”ટેસ્ટ માં હાઈએસ્ટ માર્ક છે ૫૦/૪૭ અને એ આવ્યા છે સારિકા ને”. પૂરો ક્લાસ ચોંકી ઉઠ્યો ને ગણગણાટ શરુ થયો.પછી પ્રોફેસરે સારિકા ને ઉભા થવા કીધું. તો પાછળ ની બેંચ પરથી  આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પેહરી ને ઉભેલી સારિકા કોઈ પરી થી ઓછી નતી લાગતી. અભિ એને જોઈ તો એને એમ થયું કે  આજ પેહલા કોઈ સુંદર છોકરી જ નહતી જોઈ એ પોતાની નજર હટાવી નોહતો શકતો.પછી એને થયું જો એ આમ જ એને જોશે તો કદાચ એના પ્રેમ માં પડી જશે.પછી કોઈનું ધ્યાન નથી એ જોઈ ને પ્રોફેસર સામે જોયું. અહી એની ભૂલ  હતી કે કોઈનું ધ્યાન નથી ગયું  એની બેસ્ટફ્રેન્ડ કોયલ એને સારિકા ની સામે જોતા જોઈ ગઈ ને સમજી ગઈ કે આ સારિકા ને દુર રાખવી પડશે .  

આ  હતી અભિ સારિકા ની પ્રથમ મુલાકાત 

શું  એમનો સંઘ પ્રેમનાં કાશી એ  પોહચશે કે કોઈ વિઘ્ન આવશે?

ધરતી દવે