પુરક - એક અનુભવ Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરક - એક અનુભવ

             સાચા અર્થ મા જીવનની શરૂઆત ત્યારે થાય છે જ્યારે બાળકને શાળામાં પહેલી વાર મોકલવામાં આવે છે. એ અદભુત પળ કદાચ માં-બાપ માટે અને સાથે સાથે એ બાળક માટે પણ યાદગાર અનુભવ બની જાય છે...એવો જ વળાંક ધોરણ 10 પછી કઈ લાઇન મા જવુ એ પર હોય છે.
       સ્કૂલનો પહેલો દિવસ હતો, જુન માસની 15 મી તારીખ એટલે ઉનાળુ વેકેશનનો અંત. ચારે તરફ કલરવ કલરવ થઈ રહ્યો હતો. બધી શાળાઓ મા બાળકો એક હસતા પણ થોડા બીકથી ભરેલા મન સાથે નવા વર્ષનો આગમન કરી રહ્યા હતા.
        11 મા ધોરણનો વિજ્ઞાન શાખાનો વર્ગના વિદ્યાર્થીઓ પણ પોતાના જીવનની પ્રગતિ તરફ કદમ મુકી રહ્યા હતા. નવુ એડમિશન લીધેલી એક છોકરી  ને જોતા એવુ લાગતુ કે એ તેના મનમા ડર, ઉત્સાહ અને લાગણીઓ ભરી નવા વર્ષને વધાવી રહી હોય.  
         જોગાનુજોગ તે પહેલા જ દિવસે મોડી પડી. શાળાના નિયમ મુજબ ગેટની બહાર ઉભુ રહેવુ પડ્યુ. આ ઘટનાથી એ થોડી નિરાશ જણાય રહી હતી. નવા પ્રવેશથી તેને માફ કરવામા આવી અને બધાની સાથે લાઇન મા ઉભા રહેવા કહ્યુ.  ત્યાં તો એક બીજી નિરાશા આવી ગઇ. જે છોકરી ક્યારેય છેલ્લે રેહવામા માનતી ન હતી, હંમેશા પહેલા જ ઊભી રહેતી તેને પોતાના લાંબા કદના કારણે લાઇન મા છેલ્લુ ઊભુ રહેવુ પડ્યુ. એ મનમાં ભગવાનને પુછી રહી હતી કે મારી સાથે જ કેમ!..આટલી એકલી લડી રહી છુ આ બધા અનુભવોથી તો આટલી મુશ્કેલી ,આટલા કડવાશ એક સાથે કેમ?!...પણ એને ક્યાં ખબર હતી કે એ જ પળથી જીંદગી  જોવાની એક નવી નજર મળવાની છે!.....
         આ છોકરીનું નામ વૈદેહી હતુ. વૈદેહી જે લાઇનમા ઉભી હતી તે જ લાઇનમા એક બીજી છોકરી તેની આગળ ઉભી હતી જેનુ નામ એલ્વિના હતુ.
          એલ્વિનાનું વ્યક્તિત્વ કંઈક અલગ  જ હતુ. તેને જોતા એવુ ઝલકતુ કે જાણે એક ખૂબ જ સરળ અને સહજ સ્વભાવ હોય.  થોડી ડરેલી , થોડી ગભરાતી   પણ ખૂબ જ હિંમત બતાવતી જણાય રહી હતી. તેની આંખે ચશ્મા જરૂર હતા પણ તે મોટી મોટી આંખો જાણે વાતો કરતી હોય તેવુ લાગતુ. તેના હોઠ એક નાની સરખી મુસ્કાન આપી એની સુંદરતામા વધારો કરતા. એલ્વિના દેખાવે સાદી પણ સાદગી મા સુંદરતા જેવી હતી. વૈદેહી સ્વભાવે ચંચળ હતી. કોઇ વાતથી ગભરાય નહિ. હંમેશા ખોટી વાત સામે ઝઘડો કરવા તૈયાર. જ્યારે એલ્વિના તેનાથી બિલકુલ ભિન્ન, હંમેશા બધુ સહન કરવા તૈયાર અને અજાણ્યા લોકોથી છુપાવાની ટેવ. પોતાની સાચી વાત પર પણ પક્ષ મૂકી ના શકે. આટલા ભિન્ન બે વ્યક્તિ એકસાથે કઇ રીતે રહી શકે?!..
         વૈદેહી અને એલ્વિનાનું મળવુ એ કોઇ કિસ્મતના લખાયેલા લેખ જેવુ જ હતુ એ પાછળથી બન્ને ને ખબર પડી. થોડી વાતચીત તો પહેલા દિવસથી જ શરૂ થઈ ગઈ હતી.  જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તેમ તેમ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાવા લાગી. એકબીજા સાથે બેસવુ -ઉઠવુ અને એકબીજાની ઇચ્છા ને માન આપવુ એ તેમનો સ્વભાવ બનવા લાગ્યો.
         એક પાટલી પર બેસી સાથે ભણતા, વાતો કરતા આખો દિવસ પસાર થાય. પાટલીની જે બાજુ વૈદેહી બેસતી એ બાજુના પાયાની એક ખીલ્લી ઉંચી હતી જે હંમેશા વૈદેહીને પગમા વાગતી. આ વાત એ એલ્વિનાને કહેતા એલ્વિના તેનો પગ પ્યારથી પંપાળી આપતી. આ વાત તો રોજની થઈ ગયી હતી. કોઇક વાર પાટલી ના વાગેને તો બંન્ને ને આશ્ચર્ય થાય.
           વૈદેહી ખુલ્લા વિચારોની હતી, તેને ના કોઇ છોકરી જોડે ના છોકરા જોડે વાત કરવામા ખચકાટ થતો. અને કદાચ એટલે જ આખા વર્ગના બધા લોકો સાથે તેના સંબંધો સારા હતા. છોકરાઓ પણ વૈદેહી સાથે મન મૂકીને વાતો કરતા, મસ્તી કરતા. પણ આ વસ્તુ ખાલી એક કલાક માટે જ હતી કેમકે આખા દિવસ મા ખાલી એક કલાક માટે બંન્ને નો વર્ગ અલગ થતો. એટલે જ્યારે એલ્વિના તેની સાથે હોય તો બીજા જોડે વાત કરવાનુ ધ્યાન ના હોય. વૈદેહી નવી વસ્તુઓ શીખવામા ઝડપી હતી એટલે તેનો લાભ એલ્વિના ને મળતો. 
         એક દિવસે એલ્વિના ઉપરના માળે જવા માટે દાદર ચડી રહી હતી અને અચાનક પગ લપસી જતા તે પડતા પડતા બચી ગઈ.  તેને થયુ કોઇએ જોયુ નથી લાવ ફટાફટ જતી રહું. થોડી વાર પછી વૈદેહી તેની પાસે જઇ ધીમેથી બોલી, " વધારે વાગ્યુ તો નથી ને!.."એલ્વિના આશ્ચર્ય સાથે, " હેં... તેં જોઇ લીધુ?!!... મને થયુ  કોઇનું ધ્યાન નથી જલદી નીકળી જવ".. .."હા...હા...બધાથી બચી શકે મારાથી નહી"...વૈદેહીએ ખળખળાટ હસતા હસતા કહ્યુ. કદાચ આ વાત પર તો કેટલાય દિવસ હસ્યા હશે. આવા તો અનેકો પળ વિતાવેેેલા.
             હસતા  રમતા એક વર્ષ પુરૂ થઈ ગયુ. ક્યારે સમય વીતી ગયો ખબર જ ના પડી. શાળા પુરી થવામા માત્ર એક જ વર્ષ બાકી હતુ એટલે કે ધોરણ 12. દરેકના મનમાં પોતાની શાળા,  પોતાના મિત્રો અને આટલા વર્ષો સાથે વીતાવેલા શિક્ષકોને છોડીને જવાનુ દુઃખ હતુ. આંખો આગળ એ દરેક પળ યાદ આવવા લાગ્યા કે જે જીવ નાખીને જીવ્યા હતા. પોતાની સ્કુલ પોતાનું રાજ હવે છુટવાનું હતુ. જોતજોતામા વિદાયનો સમારોહ યોજવાની તૈયારી થવા લાગી. આંખોમાં આંસુ લઈ બધા એકબીજાને ભેટીને ભવિષ્યની શુભકામના આપી રહ્યા હતા. આ ક્ષણ વૈદેહી અને એલ્વિના માટે પણ સહેલો નહતો. જે વ્યક્તિઓ એકબીજા વગર એક મહિનો ના રહી શકતા હોય તે હવે ફરી કયારે મળી શકશે તે પણ જાણતા ન હતા. એલ્વિના હોસ્ટેલમાં  રહેતી હતી એટલે તેને પોતાના ઘરે તો જવું જ રહ્યું. આ વિચારીને જ બન્ને રડી પડ્યા. એકબીજાને પોતાની અને સાથે વિતાવેલા પળોની યાદોની નિશાની આપી છુટા પડ્યા. પણ આગળની રાહ કેવી હશે એ ક્યાં ખબર હતી! ....