કાવ્યા... - 4 Simran Jatin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યા... - 4

કાવ્યા...

ભાગ : - ૪

આમને આમ વિચારોના વમળોમાં રાત વીતી જાય છે અને સવાર થતા જ બધા હવે શું કરવું એ વિચારોમાંથી બહાર આવવા ઘરના અને બહારના કામમાં પોતાને વ્યસ્ત કરવા લાગી જાય છે. 

કાવ્યા હજી રેસ્ટ પર જ હોય છે. તો ઘરે જ થી જ પોતાનું કામ કરી શકે એવી ગોઠવણ કરી એમ વ્યસ્ત હોય છે. નિખિલ પણ પોતાનું પ્રોફેશનલ કામ ચાલુ રાખી સાથે સાથે કોઈ સારી જોબની શોધમાં લાગ્યો છે.  ટિયા આજે સવારથીજ થોડી થાકેલી લાગતી હતી. ઘરકામમાં પણ કોઈ મદદ કરી શકતી નોહતી. નિખિલની મમ્મી એ હોસ્પિટલ જઈ દવા લાવવા નું કહ્યું પણ ટિયા એ કહ્યું થોડી અશક્તિ છે થાક ના લીધે જ રેસ્ટ કરિસ તો ઠીક થઈ જઈશ. ત્યાં જ એ ઉભી થઇ રૂમમાં જવા જાય છે ત્યાં જ ચક્કર ખાઈ નીચે પડી જાય. નિખિલ પણ ઘરે હોતો નથી. નિખિલના પપ્પા ઘરે જ ડોક્ટરને બોલાવે છે અને નિખિલને પણ ફોન કરી હમણાં જ ઘરે આવે એમ કહે છે.

નિખિલ તો નજીકમાં જ હતો ઘરે આવી ગયો પણ ડૉકટર ને આવવાની રાહ હતી. ટિયા હજી ભાનમાં આવી ન હતી. નિખિલ કાવ્યા ના ઘરે વાત કરે છે. તો એની મમ્મી પણ ટિયા પાસે દોડતી આવી જાય છે. કાવ્યા પણ ચિંતા વ્યક્ત કરી નિખિલને શાંત થવા કહે છે અને સમજાવે છે કે બહુ ટેન્સન ન કર બધું ઠીક જશે. તું ટિયા પાસે જા એને તારી જરૂર છે. ત્યાંજ નિખિલ કહે છે અને તને મારી જરૂર નથી. કાવ્યા કોઈ પ્રત્યુતર નથી આપતી અને પોતાના કામમાં અને કુલકુલીયા ને રમાડવા લાગી છે. 

એટલામાં બહારથી અવાજ આવે છે કે, નિખિલ આવી જા.... ડૉકટર સાહેબ આવી ગયા છે. ને નિખિલ પણ કાવ્યા સામે જોતો જોતો બહાર નીકળી જાય છે. ને કાવ્યા રોકી રાખેલા આંસુડાઓની ધાર વ્હાવી દે છે. ત્યાંજ એની એક સિનિયર ડૉકટર કમ ફ્રેન્ડ એની ખબર પૂછવા ઘરે આવી જાય છે. રોહિત આમતો કાવ્યાનો સારો ફ્રેન્ડ હતો પણ મનોમન તેને લાઈક પણ કરતો અને ચાહતો પણ હતો. પણ તે કાવ્યા ને સારી રીતે જાણતો હતો કે તે ક્યારેય મને હા નહિ કે, તે આ વાત કાવ્યા કહી ને તેની સાથેની દોસ્તી તોડવા માંગતો નથી હોતો.

અરે કાવ્યા આ શું તું રડે.... મને નવાઈ લાગે હો.... અરે કાઈ નય રોહી આ તોએમજ ઘરે થોડી બોર થવ છું તો થયું થોડું રડી લવ. એમ કહી બન્ને હસવા લાગે છે. ત્યાં જ નિખિલ દોડતો આવે છે અને બંને ને આમ હસતા જોઈ આશ્ચર્ય પામતા એકદમ પહોળી આંખે બંને ને જોઈ રહેવા છે. કાવ્યા કહે છે કે બોલ નિખિલ કેમ આમ દોડતો આવ્યો બધું ઠીક તો છે ને.... ટિયા કેમ છે શું કહ્યું ડોક્ટરે.... હા હા ટિયા હવે ભાન માં આવી સારું છે તેને હું જવ.

એમ કહી નિખિલ જે વાત કરવા આવ્યો એ કહ્યા વગર જતો રહે છે. તે હકીકતે એમ કહેવા આવ્યો હોય છે કે ટિયા ઇઝ પ્રેગન્ટ.... પણ તે આમ કાવ્યા ને કોઈ સાથે આમ હસતા જોઈ થોડી ઝેલસી પણ ફીલ કરતો અને વિચારતો કે, શુ કાવ્યા આને પસન્દ કરતી હશે એટલે મને હા ન કહી સકી.


ટિયા પણ આ Nયુઝ જાણી ખુશ થઈ જાય છે. તેને ક્યારેય ફેમીલી નો આટલો બધો પ્રેમ મળ્યો હોતો નથી. તેના પપ્પા હમેશા બિઝનેસ અર્થે કામમાં વ્યસ્ત રહેતા અને મમ્મી પણ સોસિયલ વર્ક અર્થે કામ જ રહેતી. અહીં તેને ખૂબ પ્રેમ અને સાથ મળતા તે બહુ જ ખુશ હતી. એટલે તે પણ કેનેડા હમણાં ન જવાનું નક્કી કરે છે. અને પપ્પા ની તબિયત પણ વિડીઓ કોલ થકી અવારનવાર પૂછી લઈશ એમ વિચારે છે.

કાવ્યા પણ આ સમાચાર તેની મમ્મી પાસે થી જાણી ખુશ પણ થાય છે અને અંદર તળે તૂટી પણ જાય છે કે, નિખિલ મારી રાહ કેમ ન જોઈ શક્યો. ત્યાં જ તેની મમ્મી કહે છે કાવ્યા શુ થયું કેમ આમ નર્વસ લાગે છે. અને હા નિખિલ તો દોડતો આયો તો આ ખબર તને આપવા તે કહ્યું નય તને એણે કે હજુ આયો જ નથી. કાવ્યા મૌન જ રહી. એના મમ્મી પણ કિચનમાં જતા રહે છે. 


આમને આમ સમય વીતતો જાય છે. કાવ્યા પણ પોતાની જાતને આગળ વધવા માટે સમજાવી રહી હોય છે. રોહિત તેનો સારો દોસ્ત હોય છે. ભલે એ કાવ્યા ને ક્યારેય કહી ન સક્યો પણ કાવ્યા તેને સમજતી હોય છે. એકબાજુ એ વિચાર થાય છે કે શું લગ્ન કરવા જરૂરી કે ફરજીયાત છે. શુ હું એમ જ ન રહી સકુ?? 

ટિયા પણ ખૂબ ખુશ રહેવા લાગી હોય છે. નિખિલ અને તેનું અને કાવ્યનું ફેમીલી તેનું ખૂબ ધ્યાન રાખતું હોય છે. એ માત્ર બેબી ને જન્મ આપ્યા બાદ એક વાર તેના મમ્મી પપ્પા ને મળવા જવા ઈચ્છતી હોય છે. એ વાત પણ નિખિલ હવે માની ગયો હોય છે. 

નિખિલ પણ જોબ કરતો હોય છે અને પર્સનલ વર્ક પણ ચાલુ જ હોય છે. નિખિલ હવે કાવ્યા થી દુર રહેવા લાગ્યો છે. એ કાવ્યા ને રોહિત સાથે ખુશ જોઈ પોતાની જાતને સમજાવે છે કે, કાવ્યા જો ખુશ હોય તો હું પણ ખુશ. પણ કાવ્યા હજી સ્યોર નથી હોતી તે માત્ર દોસ્તી જ સુધી આ રિલેશન રાખે છે. બસ રોહિત સાથે એ પહેલાં કરતા વધુ સમય પસાર કરવા લાગે છે. કેમકે એ નિખિલ પોતાથી દૂર રાખવા ઈચ્છતીહોય છે. તે જાણતી હોય છે કે ટિયા ને આ વાત મનમાં જરૂર હેરાન કરતી હશે કે... નિખિલ કેમ કાવ્યા પ્રત્યે વધારે પડતો હક અને પ્રેમ જતાવે છે.

કાવ્યા એક દિવસ ઘરે પણ જણાવી દે છે કે... મમ્મી પપ્પા હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. મારુ એક સપનું છે જે હવે પૂરું થવાની આરે જ છે પછી હું વિચારિસ.... એના પેરેન્ટ્સ પણ એની ખુશી માં હામી ભરી દે છે. કાવ્યા પોતાની એક સંસ્થા ખોલવા જય રહી હોય છે. જેમાં નિર્દોષ અબોલ પશુ પ્રાણી પક્ષી ઓનું ધ્યાન રાખવું સેવા કરવી અને એમને એડોપ્ટ કરી એમની કાળજી રાખવી ખાવા પીવાનું પૂરું પડવું વિગેરે...એ સંસ્થાનું નામ તે નવ્યા રાખે છે જે નિખિલે એને પ્રપોઝ કરતી વખતે કહ્યું હતું કે....આપણી દીકરી નું નામ નવ્યા રાખશું.


જે દિવસે આ  સંસ્થાનું ઓપનિંગ હોય છે તે દિવસે બધા ખુશ હોય છે કે કાવ્યા આટલી ઊંચાઈ પર પહોંચી તેનું સપનું સાકાર થઈ ગયું. રોહિત પણ આજે કાવ્યા ને જોઈ ખૂબ ખુશ હતો તે એની લાઈફ માં રહેલું પ્રેમની કમી આજ એને પ્રપોઝ કરી પુરી કરવા માંગતો હોય છે. પણ અચાનક જ ટિયા ને લેબર પેઈન શરૂ થતાં બધા હોસ્પિટલ દોડી જાય છે. અને આગળ નો પોગ્રામ ત્યાં જ સ્થગિત થઈ જાય છે.

ટિયા એ જ દિવસે સાંજના પરી જેવી દીકરી ને જન્મ આપે છે. 
અને એનું નામ શુ રાખવું એ કાવ્યા પર છોડી દે છે. નિખિલ ના મોં પર ખુશી હોય છે પણ અંદર થી રડતો હોય છે.  તે એમ વિચારે છે કે, કાવ્યા મને પ્રેમ કરતી હતી તો મને કેમ કહ્યું... નય? હજીયે એના મનમાં મારા માટે પ્રેમ છે એટલે જ તો એણે એની સંસ્થા નું નામ નવ્યા રાખ્યું છે. ત્યાં જ એની દીકરી ના રડવાના અવાજથી તે વિચારોમાંથી બહાર આવે છે અને તેને તેડી લઈ કપાળ ઉપર ચુંબન કરતા કહે છે કે, આ મારી નવ્યા...બધાને આ નામ ગમશે ને નવ્યા ..... સવારનું આ નામ કાને છે તો થયું આ જ નામ રાખી લઈએ. કેમ ટિયા અને કાવ્યા ખરુંને...? અને બધા હસતા હસતા આ નામ સ્વીકારી લે છે. પણ કાવ્યા અને નિખિલ બંને અંદર થઈ રડી જ રહ્યા હોય છે કે આ બધું શુ થઈ રહ્યું છે.

ટિયા પણ હવે નવ્યા બે મહિના ની થઈ ગઈ હોવાથી પોતે જોબ કરવાની ઈચ્છા ઘરે અને નિખિલ સમક્ષ કરે છે. નિખિલ તરત જ આ વાત નકારી દે છે. તું નવ્યાનું ધ્યાન રાખ અને મમ્મી ને ઘરકામમાં મદદ કરે એજ સારું છે. તારે જોબ કરવાની જરૂર નથી. પણ નિખિલ ના પપ્પા ટિયા ને સમજાવે છે કે તું અહીં નજીકમાં પાર્ટ ટાઇમ જોબ કરી સકે. તું બધું સચવાઈ જશે અને તારી ઈચ્છા પણ પુરી થઈ જશે. પછી નિખિલ પણ કાંઈ બોલી સકતો નથી.

બીજા દિવસે નિખિલ ને ફોટોગ્રાફી ના કામે સિટી માંથી બહાર જવાનું થાય છે બે દિવસ માટે. તે ટિયા ને બે દિવસ બાદ જ જોબ શોધવા જવાનું કહે છે અને ઘરનું અને બધાનું ધ્યાન રાખવા જણાવે છે. 

એ જ દિવસોમાં ટિયા કાવ્યા ની વધુ નજીક આવી જાય છે. નવ્યા ને લઈ તે કાવ્યાના ઘરે પણ જતી હોય છે. ત્યાં જ કાવ્યા ટિયા ને પૂછી છે કે, ટિયા કોઈ ચિંતા માં હોય એમ લાગે છે. બોલ શુ વાત છે? હું કોઈ મદદ કરી શકું તો? ટિયા કહે છે કે, હું જોબ કરવાની કવ છું તો પણ નિખિલ ના પડે છે અને મને કેનેડા પણ મારા મમ્મી પપ્પા ને મળવા લઈ જતો નથી. મારા પપ્પા બહુ બીમાર છે.  એ કોઈ વાત માનવ ત્યાર જ નથી. મારી સાથે હવે પહેલા જેવી વાતો પણ કરતો નથી કે જાણે મારાથી દૂર ભાગતો હોય એમ લાગે છે.કાવ્યા કહે છે કે ઘરે અંકલ આંટી ને વાત કર. એ નિખિલ ને સમજાવશે નય તો હું વાત કરીશ એ મારું જરૂર માનશે.

ત્યાં જ ટિયા ના ફોનમાં કોલ આવે છે કે,  ટિયા તું હમણાં જ અહીં કેનેડા આવી જા.... ટિયા પણ તેના જુના પ્રેમી નિક્સ નો અવાજ સાંભળી ખુશ થઈ જાય. જે તેને નિખિલ મળ્યો એના થોડા સમય પહેલા જ છોડી ગયો હતો. પણ ટિયા હજી એને જ પ્રેમ કરતી હોય છે. ટિયા કહે છે હા પણ બોલ અત્યારે અચાનક શુ થયું? આમ મને ફોન કરી બોલાવે કસી સમજ ન પડી મને. 

ત્યાં જ નિક્સ કહે છે કે એક એક્સિડન્ટ માં તારા પપ્પાનું મૃત્યુ થયું છે અને તારી મમ્મી ને પણ થોડું વાગ્યું છે. તું હમણાં જ નીકળ.  ને કોલ કટ થાય છે.

ટિયા આ વાત રડતી રડતી કાવ્યા ને જણાવે છે અને નવ્યા ને તેનું ધ્યાન રાખવાનું કહી... જવાની ત્યારી કરે છે. તેમજ નિખિલ ને પણ તે આવે પછી જ હું ગઈ એ વાત કરવા નું કહે છે. અંકલ આંટી પણ ટેનશન માંઆવી જાય છે હવે કરવું શું. પણ ત્યાં તો ટિયા ઉતાવળી  થઈ બધાને bye કહી કોઈની વાત સાંભળ્યા વિના જ નીકળી જાય છે. ને બધા જોતા રહી જાય છે કે, એને નવ્યા નો પણ વિચાર ન કર્યો. આમ નાનકડી પરી ને રડતી મૂકી જતી રય.

ટિયા તો એકબાજુ દુઃખી હોય છે કે એના પપ્પાને એ મળી ન શકી ન અને એ મૃત્યુ પામ્યા પણ બીજીબાજુ ખુશ હોય છે કે, નિક્સ સાચ્ચે જ એને પ્રેમ કરે છે અને એ હવે એની લાઈફમાં પાછો આવી ગયો છે. નથી એને નિખિલનું વિચાર કે પોતાની દીકરી નવ્યા નો.

નિખિલ બે દિવસે ઘરે પાછો ફરે છે. ઘરમાં ટિયા કે નવ્યા ને જોતો નથી. તરત જ પૂછે છે કે મમ્મી ટિયા ને નવ્યા ક્યાં....? બાજુમાં કાવ્યાના ઘરે તો નય ગયા ને... હું જતો આવું ત્યાં.... એમ કહી એ બેગ્સ ત્યાં જ હોલમાં મૂકી કાવ્યાને ઘર જાય છે. પણ કાવ્યા ઘરે હોતી નથી તે નવ્યા ને લઈને બહાર ગાર્ડનમાં ગઈ હોય છે.
એમ તેની મમ્મી કહે છે. ત્યાં તો નિખિલ વિચારતો વિચારતો બહાર રોડ પર આવી જાય છે કે, ટિયા એ મારા આવ્યાની રાહ જોયા વિના જ જોબ શરૂ કરી દીધી અને કાવ્યા નવ્યા ને લઈ અત્યારે કામના સમયે કેમ બહાર ગઈ હશે?

આમ વિચારો નિખિલ એ એટલો ખોવાઈ ગયો હોય છે કે, આગળ શું કરવું?? નવ્યા ને રોજ કોણ આમ સંભાળશે?? ટિયાને કેમ કરી સમજાવવી કે હમણાં જોબ કરવાની કોઈ જરૂર નથી અને કેનેડા નય જવાનું ભૂત કેમ કરી કાઢવું?? તેમજ કાવ્યા તરફનો રોજેરોજ વધતો પ્રેમ એનું શું કરવું??

ત્યાં જ પાછળ થી આવતી એક ટ્રક હોર્ન મારતી હોય છે પણ નિખિલ વિચારોમાં એટલો ઊંડો ઉતરી ગયો હોય છે કે તે અવાજ સાંભળી શકતો નથી....
(વધુ આવતા અંકે....)