kavya... - 2 books and stories free download online pdf in Gujarati

કાવ્યા... - 2

                                  કાવ્યા....
                         ???????

ભાગ :- ૨

નિખિલ અને કાવ્યા પણ એમના નિયત કરેલા સમયે ડિનર બાદ વિડીઓ કોલ પર કલાકો વાતો કરતા. તેમજ દિવસભર પણ સમય અનુકૂળતાએ મેસજ તો ક્યારેક ફોનકોલ પર પણ વાતો કરતા. આમ ને આમ સમય વીતતો ગયો. સમય સાથે હવે અભ્યાસનું ભારણ વધતા અને સમયની ઓછપ ને લઈને વાતચીત પણ ઓછી થવા લાગી. ક્યારેક નિખિલ કોલ કરતો ત્યારે કાવ્યા કામમાં વ્યસ્ત હોય તો ઘણીવાર નિખિલ ને એવું બનતું. ને કોઈકવાર આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો પણ થઈ જતો. પણ ઝડપથી સુલેહ પણ થઈ જતી. બન્ને એકબીજાને નાનપણથી જાણતા હોવાથી સમજી શકતા કે જરૂરી કોઈ કામ હશે માટેજ વાત થઈ નહિ શકતી હોય. 

કાવ્યા રજાઓમાં ઘરે આવતી ત્યારે બધા નિખિલ ને બહુ યાદ કરતા. અને બધા ભેગા મળી એને સાથે વિડીઓ કોલ કરતા. આમ જ એક દિવસ વાત કરતા કરતા બંનેના મમ્મી પપ્પા બંનેને જણાવે છે કે, હવે તમારો અભ્યાસ પણ પૂરો થવા આવ્યો છે. થોડા સમય માં તો તમે ઘરે આવી જશો અને સારી એવી જગ્યાએ સેટ પણ થઈ જશો. એટલે અમે વિચાર્યું છે કે, તમારા બંને ના લગ્ન વિશે થઈ જાય એટલે અમે અમારી મોટાભાગની જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ. આ સાંભળી નિખિલ તો મનોમન ખુશ થઈ ગયો. કાવ્યા તો કંઈ સમજી જ ન શકી. પછી જ્યારે નિખિલ ના પપ્પા કહે છે કે, કાવ્યા માટે તો છોકરો મેં જોઈ રાખ્યો છે. એ પણ ડૉકટર જ છે. બસ કાવ્યા હા પાડે એટલી જ વાર છે. છોકરો તો અમને બધા ને પસંદ છે જ. કાવ્યાને પૂછતાં તે કહે છે કે, બસ તમે બધા નક્કી કરો એજ મારી પસંદ હશે. પણ હા મને ખાસ કરીને મારી જ ફિલ્ડ નો તેમજ ઉંમરમાં મારાથી થોડો મોટો હોય એવો આપણાં જ શહેર નો છોકરો હોય તો વધુ ગમશે. હું બધાથી દૂર જવા નથી માંગતી કે આપણા અમદાવાદ થી પણ.આ સાંભળી નિખિલ ચમકી જાય છે હવે શું હું કરું. શુ કાવ્યા મને ના પાડી દેવાની છે. વિચારવા લાગે છે. ત્યાં જ કાવ્યા ના પપ્પા નિખિલને આમ વિચારતો જોઈ હસતા હસતા કહે છે કે, અલ્યા નિખિલ્યા તે ત્યાં કોઈ ગોરી ને તો પટાવી નથી રાખી ને. ત્યારે નિખિલ તરત જ કહે છે ના ના, અંકલ એવું નથી બસ હમણાં ઈચ્છા નથી એકવાર લાઈફ સેટ થઈ જાય પછી જોઈશું આ બધું. ને આમ જ બધા અહીં વાત પૂરી કરે છે. 


પણ આ વાત થયા પછી કાવ્યા અને નિખિલ બંન્ને સૂઈ શકતા નથી. કાવ્યા આખી રાતના વિચારો બાદ એમ નિર્ણય લે છે કે, નિખિલ ને ના પાડવા નો કોઈ પ્રશ્ન નથી કે નથી કોઈ સવાલ. અને રહી મારી પસંદ ની વાત તો માત્ર પસંદગી થકી કોઈ અજનબી સાથે આખી જિંદગી વિતાવવા કરતા નિખિલ. મારો નિખિલ જ મારા માટે નહીં પણ બધા માટે યોગ્ય રહેશે. તેમજ ઘરે પણ આ વાત અમે બન્ને મળી ને કરશું. અંકલ આંટી કે મમ્મી પપ્પા બનતા લગી તો ના નહિ પાડે. કદાચ આનાકાની કરશે તો અમે મનાવી લઈશું. તે આ વાત નિખિલને સવારે જ કરવાનું વિચારે છે પણ એ નિખિલને સરપ્રાઈઝ આપશે જ્યારે એ લોકો મળે ત્યારે જ હું એને એનો હાથ પકડી હા પાડીશ એમ વિચારીને અત્યારે કહેવાનું ટાળે છે. અને કોલજ જવા નીકળી જાય છે.


નિખિલ પણ આજ વિચારોમાં આખી રાત બરોબર ઊંઘી નોહતો શક્યો. તે વિચારે છે કે, રાતે ફરી કાવ્યા ને મારા મનની વાત જણાવું કે, હું તને જ પ્રેમ કરું છું. તું જોઈએ એટલો સમય લે પણ આમ અન્ય સાથે આટલી જલ્દી મેરેજ કરવા એ યોગ્ય નથી. સાથે સાથે બીજો વિચાર એ પણ આવે છે કે, કાવ્યા કદાચ ફરી ફરીને મારી આ એક વાત થી ગુસ્સે થઈ ને મારાથી નારાઝ ન થઈ જાય. ક્યાંક હું આમ કરીને મારી દોસ્તી પણ તોડી ન બેસું. એ નિર્ણય લે છે કે, જ્યાં સુધી કાવ્યા આ ટોપિક ને લઈને વાત ન કરે ત્યાં સુધી હું પણ આ અંગે કોઈ વાત નહિ કરું. અને જો કાવ્યા જ સામે થી બધાને કહેતી હોય કે, મારી પસંદ આવી છે. તો હવે કોઈ પ્રશ્ન રહેતો નથી.


આમ બન્ને એકબીજાને જણાવ્યા વિના જ નિર્ણય લઈ લે છે. પણ ફોન પર આ વિશે કોઈ વાત કરતા નથી. કાવ્યા નો અભ્યાસ પૂરો થવા આવ્યો હતો એક્ઝામ પુરી કરી એ દસ દિવસમાં જ ઘરે આવવા ની હોય છે. ને એની પાછળ નિખિલ પણ મહિનામાં આવી જ જવાનો હોય છે. પણ નિખિલે હવે એનો વિચાર બદલ્યો હોય છે.

કાવ્યા ઘરે આવી ગઈ છે બધા ખુશ હોય છે. રાતે બધા સાથે મળીને વાત કરતા હોય છે ત્યાં એ પણ નક્કી કરે છે કે, આપણે નિખિલ ને માંટે સરપ્રાઈઝ પાર્ટી રાખીએ. તેમજ એ આવવા નો છે ત્યારે પણ એને લેવા માટે બધા સાથે જઈશું. બીજા દિવસે નિખિલ નો ફોન આવે છે. એ થોડા ગંભીર અવાજે કહે છે કે, હું હમણાં થોડો સમય અહીં જ રહેવા નો છું. મને અહીં સારું કામ મળી ગયું છે. બધા અચાનક આમ નિખિલ ના નિર્ણય થી ચિંતા મા પડી જાય છે. બધા એને ઇન્ડિયા આવી જવા સમજાવતાં હોય છે. પણ નિખિલ કહે છે કે, છ મહિના નું જ કામ છે એ પતાવીને આવી જઈશ. હવે કાવ્યા તો આવી જ ગઈ છે તો બહુ વાંધો નહિ આવે. એનું લગ્ન નક્કી કરો ત્યાં સુધી માં તો હું આવી જઈશ. ને બધા હસવા લાગે છે. 


પણ કાવ્યા ને આ વાત નું ખોટું લાગે છે કે નિખિલ મારાથી રિસાઈ ગયો છે માટે જ ત્યાં વધુ રહેવા માંગે છે અને મને હેરાન કરે છે. એ ઘરે આવી ગઈ હોવાથી રોજ નિખિલ સાથે વાત કરવાનો ટ્રાય કરતી પણ નિખિલ એને ક્યારેક કામમાં છું એમ કહી ટાળી દેતો તો ક્યારેક વાત કરતો પણ થોડી વાત કરી ફોન રાખી દેતો. પણ કાવ્યા હવે નિખિલને મનોમન વધુ ચાહવા લાગી હતી એનાથી વધુ સમય દૂર રહ્યા બાદ એને એવો એહસાસ થાય છે. એ આ વાત જલ્દી જ નિખિલ ને જણાવવા માંગતી હોય છે પણ નિખિલ હવે ખાસ વાત નહિ કરતો હોવાથી એ ફોન પર કહી શકતી નથી. માટે એ નિખિલને આવવા ના બે જ મહિના હોય છે. તો એ એને રૂબરૂ જ કહેવાનું વિચારી લે છે. એ પણ જ્યાં નિખિલે એને પ્રપોઝ કર્યું હોય છે ત્યાં જ જઈ ને પોતાના મનની વાત કહેવાનું નક્કી કરે છે. સાથે ઘરે પોતાની મમ્મી ને પણ જણાવે છે કે, હું હમણાં થોડો સમય કોઈ હોસ્પિટલ મા જોબ જોઇન્ટ કરી લઉં નિખિલ આવી જાય પછી જ છોકરો જોઈશું. અને બધા આ વાત માની પણ જાય છે અને સહમતી પણ આપી દે છે. કાવ્યા હવે નિખિલના આવવાની જ રાહ જોતી હૉય છે. આ સમયમાં એને સારી એવી એક સંસ્થાની હોસ્પિટલમાં જોબ પણ મળી જાય છે જેવી એને ગમતી હોય છે.


પણ આ સમયમાં નિખિલના જીવનમાં ઘણો કહો કે એનામાં કહો. મોટો એવો બદલાવ આવી જાય છે. ત્યાં એને એની સાથે કામ કરતી ટિયા નામની છોકરી ગમવા લાગે છે. બન્ને વચ્ચે દોસ્તી પણ થાય છે. નિખિલને ટિયા ગમવાનું એક કારણ એ હતું કે, એ કાવ્યા જેવી જ હતી સિમ્પલ છોકરી તેમજ બોલકી. દેખાવે પણ થોડી ટિયા જેવીજ. એ બહુ સમય સુધી કાવ્યા થી દુર રહ્યો હોય છે તેમહ કાવ્યા પણ એના પ્રેમ નો સ્વીકાર કરી રહી નથી હોતી તેમજ એની પસંદ માં પણ એ આવતો નથી હોવાને લીધે એ આગળ વધવા નું વિચારે છે. એને ટિયામાં જ કાવ્યા દેખાવા લાગે છે. એ લોકો સારા એવા દોસ્ત બની ગયા હોય છે. માટે એ નક્કી કરે છે કે, ટિયાને પોતાના મનની વાત જણાવે. બે દિવસ બાદ એક પાર્ટી મા જવાનું હોય છે બધાયે ત્યારે જ નિખિલ ટિયાને આ વિશે વાત કરવાનું વિચારી લે છે. 


બંને ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા હોય છે. સરસ મજાનું મ્યુઝિક ચાલતું હોય છે. કલરફુલ લાઇટ્સ ચાલુ બંધ થતી હોય છે. કેટલાય યંગસ્ટર્સ આમથી તેમ ડાન્સ કરતા હોય છે તો કોઈક વાતો કરતા કરતા ડાન્સ જોતું હોય છે. કોઈક માત્ર ડ્રિન્ક જ કરવા આવ્યું હોય એમ ડ્રિન્ક કરી રહ્યું હોય છે.નિખિલ બે ટિયા બંને ડાન્સ કરે જ જતા હોય છે. ક્યારેક નિખિલ ટિયાની પોતાની તરફ ખેંચી લાવતો તો ક્યારેક ટિયા નિખિલની બાહોમાં જતી રહેતી. ટિયા તો ત્યાંની જ રહેવાસી હતી એના પપ્પા વર્ષોથી ત્યાં જ બિઝનેસ કરતા હોવાથી તે ક્યારેક ક્યારેક ડ્રિન્ક કરતી પણ નિખિલે ક્યારેય નોહતું કર્યું. આમ ડાન્સ કરતા કરતા જ બંને વધુ ને વધુ નજીક આવતા જતા હોય છે. બંને ને હવે વધુ નજીક આવવા માટે એકાંત જોઈતું હોય છે. બંને થોડી વાર ચેર પર બેસે છે ત્યાં જ નિખિલ એના મન ની વાત ટિયાને કરે છે. ટિયાને ઇન્ડિયા પસંદ હોય છે. એ ક્યારેય ત્યાં ગઈ હોતી નથી. નિખિલ તો એનો એક સારો દોસ્ત એવો બની જ ગયો હતો. એટલે એ તરત યા યા એમ કહી એને વળગી પડે છે. ને તરત જ બે ડ્રિન્ક લઈ આવે છે. થોડી આનાકાની બાદ નિખિલ ડ્રિન્ક કરવા માની પણ જાય છે. 


થોડીવાર બાદ નિખિલ ને પહેલીવાર ડ્રિન્ક કર્યું હોવાથી ઠીક ન લાગતા તે ટિયાને પોતાને જ્યાં રહેતો હોય છે ત્યાં મૂકી જવા કહે છે. અને એને પણ ત્યારબાદ  ઘરે જવા નું કહે છે. નિખિલ ને ટિયા ત્યાંથી નીકળી જાય છે. નિખિલ નો રૂમ આવી જાય છે જે એની કોલેજ થી થોડા નજીક મા એને રેન્ટ પર રાખ્યો હોય છે. એની હાલત ઠીક ન હોવાથી ટિયા થેક રૂમ સુધી મુકવા જાય છે. નિખિલ જેવી ટિયા એને બેડ પર સુવડાવી બહાર જતી હોય છે ત્યાં એનો હાથ પકડી પોતાની તરફ ખેંચી લે છે. અને બંને થોડા પ્રેમ ના નશા માં અને થોડા ડ્રિન્ક ના નશામાં ડૂબી જાય છે અને એકાંત ના અંધકારમાં એકબીજાને ભાન ભૂલી ચૂમવા લાગે છે અને આમને આમ ક્યારે આ સીલસીલો સમાગમ સુધી પહોચી જાય છે એ પણ ખ્યાલ નથી રહેતો. અને બંનેનું આવું મિલન પોતાની લાઈફ માં પ્રથમવાર જ બનતું હોવાથી બંને થાકયા હોવાથી એમ જ સુઈ જાય છે. 


સવાર થતા જ બંને સમજી જાય છે કે, રાતે શું બન્યું હતું. ટિયા એના ઘરે ફોન કરી જણાવી છે કે, એક ફ્રેન્ડ ઘરે રોકાઈ ગઈ હતી મોડું થઈ ગયું હોવાથી. આજે બન્ને કોલેજ જવાનું ટાળે છે અને ત્યાં રૂમ પર સાથે જ રહેવાનું નક્કી કરે છે. તેમજ સાંજે ટિયાના ઘરે પણ બન્ને સાથે મળી વાત કરવાના હોય છે કે, અમે લગ્ન કરવા માંગીએ છીએ. ને ત્યારબાદ ઇન્ડિયા આવી પોતાના ઘરે વાત કરશે એમ નક્કી કરે છે. બંને આખો દિવસ એકાંત માણે છે અને વાતો કરે છે. તેમજ અહીં જ કોર્ટમેરેજ કરવાનું વિચારી લે છે. સાંજે ટિયા ના મમ્મી પપ્પા તરફ થી પણ છોકરો ઇન્ડિયન હોવાથી હા જ હોટ છે. બીજા દિવસે સાંજે મેરેજ નક્કી થઈ જાય છે અને નિખિલ આ વાત ઘરે કે કાવ્યા કોઈને પણ જણાવતો નથી. 


મેરેજ બાદ થોડા દિવસ પછી નિખિલ ટિયાને કામ પૂરું થઈ ગયા બાદ આગળની લાઈફ એ ઇન્ડિયા માંજ મમ્મી પાપા સાથે જ રહી ને વિતાવવા માંગે છે તેમજ એ પણ એની સાથે ત્યાં રહશે એમ જણાવે છે. થોડી આનાકાની બાદ ટિયા માની જાય છે. પણ હમેશાં ઇન્ડિયા નહિ રહું એમ પણ જણાવે છે. ત્યારે નિખિલ કહે છે કે ,આપણે ક્યારેક ક્યારેક આવતા રહીશું. નિખિલ ટિયાને લઈને ઇન્ડિયા આવવા નીકળી જાય છે.
(વધુ આવતાં અંકે...)









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED