હમ દિલ દે ચૂકે સનમ Usha Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ દિલ દે ચૂકે સનમ

સુખકરતા દુઃખ હરતા વાર્તા વિઘનાચી    નુરવીી પુર્વી પ્રેમ  ક્રુપા જયાંથી.

લતા મંગેશકરના સ્વરમાં  ગવાયેલું ગીત ને આશિષ એ આઇ પોડ ના . સ્પીકર પર મૂકી ને  વ્હાલ થી  ધરા ને ઉઠાડી ને   બ્રશ, ચાપાણી અને નવડાવી ,પોતે પણ તૈયાર થઈ  મને  ચાવી આપવા આવે, કેટલાય દિવસથી આશિષ નો  આ નિત્યક્રમ બની ગયો હતો અને હું તેને જતાં જોઇ રહેતી કે કેવો પ્રેમાળ પતિ છે! બિમાર ધરા ને જરા પણ તકલીફ  પડે તેનું ધ્યાન રાખી ને ઘર નું દરેક કામ કરો હતો. થોડા સમય પહેલા જ અમારી પડોશ માં આ નવું કપલ રહેવા આવ્યું હત


ધરા વધારે ના બોલે પણ આશિષ  બહું મલતાવડો,  ચાર પાંચ દિવસ થી ધરા ને તાવ ને લીધે ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. ટીફીન આવ્યું  એટલે હું ધરા ને આપવા ગ ઇ તો તે ખૂબ જ રડતી હતી મેં પૂછ્યું તો મને કહે નહીં વારંવાર પુછતા કહે કે આન્ટી મારા જેવી બદનસીબ કોણ હશે? કે આવા સરસ પતિ ને પણ હું અપનાવી નથી શકતી,                   ‌.   જે મને દીલોજાન થી ચાહે છે! આન્ટી મને એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને ઘરમાં કોઈ પણ મને તેની સાથે લગ્ન કરવા તૈયાર ના હતાં, અને મને જબરદસ્તી થી આશિષ સાથે પરણાવી દીધી    !. સુહાગરાતે જ મૈં આશિષ ને બધું જણાવી દીધું તો આશિષે કીધું કે મારી માં ને કાંઇ કહેતી નહીં  એ થોડા દિવસોની જ મહેમાન છે મારે તેનું મોત નથી બગાડવું,        હું પોતે જ તને તારા પ્રેમી પાસે મુકી


જ ઈશ


અને થોડા દિવસ માજ તેના મમ્મી ગુજરી ગયા એટલે આશિષ કહે કે કોણ છે તારો પ્રેમી ચલ આપણે તેની પાસે જ છે તારો બધો સામાન પેક કરી લે, મેં એને કહ્યું કે હું તેને ફોન કરું છું પણ્ તે ઉપાડતો જ નથી,તો કહે કે એને ઘેર ચલ પણ એનાં ઘરે પણ કોઈ ન હતું એના કોઈ ઠેકાણા જ નહોતા અને અમે લોકો ઘરે આવયા આ વાત ને બે વર્ષ થયાં પણ તેણે મને હાથ પણ નથી લગાડ્યો ! અને તેની એકપણ ફરજ માં કોઇ કમી રાખે છે, મને આટલો તાવ આવ્યો તો આખી રાત પાણી ના પોતા, કે મારી ઊલટી સાફ કરવા માટે એ જરાય પાછો નથી પડતો ધીકકાર છે મને  હું શું કરું ? આજની તારીખે પણ તે રોજ જ્યારે પણ સમય મળે કે અનવર ને ફોન કરતો જ રહે છે જે હું નથી કરતી  .


મારી આંખો માં પણ આંસુ આવી ગયાં , થોડા દિવસ હું બહાર ગામ ગ ઇ તો આવીને બીજા પઙોશીએ કીધું કે ધરા ને આશિષ કુલદેવી ને પગે લાગવા ગયા છે એક દિવસ આશિષ નો ફોન આવ્યો કે અમે લોકો આ ગામમાં જ રહી ગયા છે અને તમને એક સારા સમાચાર પણ આપું કે અમારા ઘરે એક નાનકડા મહેમાન ની સવારી આવવાની છે


મને ખુબ સારું લાગ્યું કે તે દિવસે મેં ધરા ને સમજાવી હતી કે ભુતકાળ ભુલી ને વર્તમાન ને અપનાવી લે .


જાગ્યા ત્યાંથી સવાર.એલોકો મારી સાથે હજુ પણ કોન્ટેક્ટ માં હતાં અને મને એ લોકો નાં સમાચાર મળ્તા રહેતા ,એક સરસ મજાની દીકરી નો જન્મ  થયો છે ,એક દિવસ પેલો અનવર આવ્યો હતો અને મને ધરા વિષે પુછાતો હતો મેં એને ગોલગોલ જવાબ આપ્યો પણ જણાવ્યું નહીં કે એ લોકો ક્યાં છે.