ખૂન કા બદલા ......?
તન્મય અને તારિકા આદર્શ દંપતિ.ખાધેપીધે સુખી ને સંતોષી. પારિતા અને પ્રવિણ બે સંતાનો. પારિતા મોટી, સમજુ અને શાણી અને બહેન હોવાથી નાના ભાઈલાનું વિશેષ ધ્યાન રાખે.મમ્મી બંન્નેને સરખો નાસ્તો આપે તો પણ પોતાના નાસ્તામાંથી અર્ધો ભાગ ભાઈને આપી તેને રાજી રાખે. રમકડાંમાં પણ એવું ભાઈને ગમતું તેને વિના સંકોચે પ્રેમથી આપી દે.આવું સુખી અને સંતોષી કુટુંબ.
પારિતાને સારા સંસ્કારી ખાનદાન પરિવારમાં વળાવી ને પ્રવિણ કોલેજના છેલ્લા વર્ષમાં. તારિકા બહેને તન્મયભાઇ સમક્ષ પ્રસ્તાવ મુક્યો. હવે બધું ઠેકાણે પડ્યું છે, તો શ્રીજીના દર્શન કરી આવીએ. આવતો વર્ષે તો પ્રવિણ ભણી પરવાર્યો હશે અને પારિતાને ત્યાં પણ લાલજી (બાળક) પધાર્યા હશે. પ્રવિણના લગ્નની માથાકૂટમાં પડીશું તેથી સમય નહિ રહે. અત્યારે સમય છે તો જઈ આવીએ.
તન્મયભાઈએ પ્રસ્તાવનો સ્વીકાર કરતાં જણાવ્યુંઃ- માલમિલકત બંને ભાઈ બહેને સોંપીને જવા જણાવ્યું.
તારિકા:- હમણાં શી ઉતાવળ છે? પાછા આવ્યા પછીથી કરીશું.
જુઓ તારિકા, પહેલાના સમયમાં લોકો જાત્રાએ જતા ત્યારે માલમિલકતની વ્યવસ્થા કરીને જતા, જેથી માયાથી મુક્ત થઈ પ્રભુ દર્શનમાં ચિત્ત પરોવાય.
સારૂં જેવી તમારી મનોકામના.
બંને ભાઇ બહેનને સમજાવી વહેંચણી કરી, શુભ દિવસે અને સમયે યાત્રાનું પ્રસ્થાન કર્યું.
યાત્રામાં સત્સંગીઓનો સારો સંગાથ મળી જતા મનમેળ મળી ગયો. શ્રીજીની યાત્રા પૂર્ણ કરી તેઓ
કાશી, મથુરા,વૃંદાવન,બદ્રીનાથ, દ્વારિકા થઈ ડાકોરના રણછોડરાયના દર્શન કરવાનો વિચારતા હતા.
તારિકા બહેનનું મન પીગળી ગયું, સંગાથ છે તો ચાલોને જઇ આવીએ,વારે વારે કયા નીકળાય છે?
" ડોલ ન્હાયા તો લોટો વધારે " પારિતાને ફોન કરી જણાવી દો.
તન્મયભાઈએ પારિતાને ફોનથી જણાવી દીધું કે શ્રીજી બાવાની યાત્રા પુરી કરી તેઓ આગળ જાય છે..વચ્ચે વચ્ચે ફોનથી યાત્રાના અને તેમની તબિયતના સમાચાર એકબીજાને આપ લે કરતા રહ્યા.
યાત્રાનો આનંદ માણી
" મારી નાડ તમારે હાથ હરિ સંભાળ જો રે, મુંજને પોતાનો જાણી પ્રભુપદ આપજો રે...."
ભજનોની ધૂન સાથે ઘર ભણી પ્રયાણની શરૂઆત કરી.
ગોઝારા ખેડા હાઈ વે પર બસ દોડી રહી હતી, એકાએક બસે પલટી મારી ઉંધી પડી.પ્રભુએ ભજન દ્વારા તેમની અરજ સ્વીકારી અને દોડતા આવી તેમની નાડ પકડી સ્વર્ગે લઈ ગયા.
પરિતાને માથે આભ તુટી પડ્યું.પોતાનો સંસાર અને નાનાભાઈની જવાબદારી. છતાં હિંમતભેર સામનો કરી ભાઈને ભણાવ્યો,તેને તેની મનપસંદ કન્યા સાથે પરણાવી ઠેકાણે પાડ્યો.
સરિતા પર્વતમાંથી ઝરણાં રૂપે નીકળી ખલખલ કરતી હસતી રમતી આગળ વધતી જાય છે. રસ્તામાં ખડકો, ઝાડપાનના અવરોધ આવવા છતાં પોતાનો રસ્તો કંડારી આગળ વધતી જાય છે.વર્ષામાં તેનો મિજાજ મદલાય છે.કોઈ અવરોધને તે સાંખી શક્તી નથી. અવરોધને તે તોડી ફોડી પોતાનો રસ્તો કરી લે છે.
ભાઈ પ્રવિણને માંદગી આવી.એક કીડની ફેઈલ થઈ છે તેવું ડો.નું નિદાન આવ્યું. બહેનનો જીવ ! ભાઈનો જાન બચાવવા માટે તેણે તેની કીડની દાનમાં આપી ભાઈનો જીવ બચાવી લીધો. બાપની મિલકતનો તેણીના હિસ્સે આવેલો ભાગ ભાઈને ખર્ચમાંથી ઉગારવા જતો કર્યો.
ગોઝારા ખેડા હાઈ વે પર બસ દોડી રહી હતી, એકાએક બસે પલટી મારી ઉંધી પડી.પ્રભુએ ભજન દ્વારા તેમની અરજ સ્વીકારી અને દોડતા આવી તેમની નાડ પકડી સ્વર્ગે લઈ ગયા.
પરિતાને માથે આભ તુટી પડ્યું.પોતાનો સંસાર અને નાનાભાઈની જવાબદારી. છતાં હિંમતભેર સામનો કરી ભાઈને ભણાવ્યો,તેને તેની મનપસંદ કન્યા સાથે પરણાવી ઠેકાણે પાડ્યો.ભાઈ પ્રવિણને માંદગી આવી.એક કીડની ફેઈલ થઈ છે તેવું ડો.નું નિદાન આવ્યું. બહેનનો જીવ ! ભાઈનો જાન બચાવવા માટે તેણે તેની કીડની દાનમાં આપી ભાઈનો જીવ બચાવી લીધો. બાપની મિલકતનો તેણીના હિસ્સે આવેલો ભાગ ભાઈને ખર્ચમાંથી ઉગારવા જતો કર્યો.
લગ્ન કર્યા બાદ થોડા સમયમાં ભાઈ બહેનના પ્રેમનો ગુણાકાર ભાભીના આગમને ભાગાકારમાં પલટાઈ જાય છે. જીવનનો દાખલો છેલ્લે પગથિયે ખોટો પડે છે. મોટી બહેનનું વાત વાતમાં અપમાન અને તેમના પ્રત્યેનું ઉધ્ધત વર્તનથી બહેનનું દિલ ભાગી જાય છે. મામલો કોર્ટે ચઢે છે.
સરિતા પર્વતમાંથી ઝરણાં રૂપે નીકળી ખલખલ કરતી હસતી રમતી આગળ વધતી જાય છે. રસ્તામાં ખડકો, ઝાડપાનના અવરોધ આવવા છતાં પોતાનો રસ્તો કંડારી આગળ વધતી જાય છે.વર્ષામાં તેનો મિજાજ મદલાય છે.કોઈ અવરોધને તે સાંખી શક્તી નથી. અવરોધને તે તોડી ફોડી પોતાનો રસ્તો કરી લે છે.
નામદાર સાહેબ, શ્રીજી બાવાની કૃપાએ આર્થિક રીતે હું સધ્ધર છું, મારે મારા બાપની મિલકતમાંથી એક પૈસો પણ ના જોઈએ; પણ આ નાલાયકને ભાઈ કહેતાંય મને હવે શરમ આવે છે; જેના જીવન માટે મેં મારી કીડની તેનો જીવ બચાવવા આપી તે મને પાછી અપાવો.
નામદાર સાહેબ તેમના અભ્યાસ દરમ્યાન શેક્સપિયરનું ' મર્ચન્ટ ઓફ વેનીસ' ભણી ગયા હતા તે શાયલૉક આજે તેમની સમક્ષ ન્યાય માગી રહ્યો હતો !
સમાપ્ત