Bucket list -03 books and stories free download online pdf in Gujarati

Bucket list -03


                                                                                        

          રાત પડી ગઈ હતી . બોટ કિનારા પર પહોંચી .  દરિયાકિનારે હવે ગણ્યા ગાંઠ્યા લોકો બચ્યા હતા . તેઓ પણ પોતાની બુક કરાવેલી હોટેલ માં જઇ રહ્યા હતા . જય પાસે પૈસા હતા પણ તેણે  હોટલ માં કોઈ રૂમ બુક નહોતી કરાવી . તે આજે રાતે અહીજ દરિયા કિનારે સુવા ઈચ્છતો હતો . જય દરિયા થોડે દુર નાળિયેરી ના ઝાડ હતા ત્યાં નીચે પગ લાંબા કરી ને બેઠો છે . ધીમે ધીમે આખું આકાશ તારા ઓ થી ભરાઈ ગયું . પૂનમ નો ચંદ્ર પણ આવી ચુક્યો હતો .  જય ત્યાં નારિયેળ ના ઝાડ નીચે જ સુઈ   ગયો . 
           અચાનક તેને અવાજ સંભળાયો . અવાજ દરિયા માંથી આવતો હતો .કોઈ તેનું નામ પુકારતું હોય એવું એને લાગ્યું . જય દરિયા ની નજીક ગયો . દરિયા નું બરફ જેવું ઠંડુ પાણી જય ના પગ ને સ્પર્શી રહ્યું હતું . જયે આજુબાજુ જોયું પણ  કોઈ દેખાયું નહીં . ફરી અવાજ આવ્યો . પણ કોઈ દૂર દુર સુધી દેખાયું નહીં . અચાનક દરિયા નું એક મોજું આવ્યું જાણે જય ને દરિયા માં સમાવી લીધો . ચારે તરફ પાણી હતું .થોડું પાણી નાકમાં પણ જઈ રહ્યું હતું .ધીમે ધીમે જય નો દુનિયા સાથે નો સંપર્ક  તૂટી ગયો આંખ આગળ અંધકાર અને મગજ એકદમ  ખાલી .કંઈજ યાદ નહતું જયને . પોતે કોણ છે, ક્યાંથી છે, પોતાના ઓળખાતા ચહેરાઓ કે કંઈજ નહીં . 
               થોડીવાર માં જયની આંખ ખુલે છે .આકાશ માં કુમળો તડકો દેખાઈ છે પોતાના કપડાં ભીના છે .દરિયા કિનારો છે . થોડા લોકો પણ છે . દરિયાની રેતી માં જય આળોટી રહ્યો છે . તે તરત જ ઉભો થઇ જાય છે . આજુ બાજુ બધું બદલાઈ ગયું હોય એવું લાગે છે . કાલે જય  અહીં આવ્યો હતો ત્યારે કિનારા થી થોડે દુર એક મંદિર આવેલું હતું . અત્યારે એ મંદિર ગાયબ છે . એક 22 વર્ષ નો યુવાન એક વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડી રહ્યો છે . બધા મૉટે મૉટે થી બોલી રહ્યા છે . બધા લોકો ની આંખો માં ક્રોધ ની જ્વાળા ઓ છે . જય થોડો આગળ જાય છે ત્યાં તેને બોટ માં સાથે હતા એ દંપતી મળે છે . જય તેમને પૂછે છે : "કલ હમ ઇધર આયે થે તો એક મંદિર થા  આપકો યાદ હે?
તે યુવાન જવાબ આપતા કહે  છે  "કોનસા મંદિર,  કેસા મંદિર,  ઇધર કોઈ મંદિર થા .વૈસે એ મંદિર હોતા ક્યાં હે" જય  તેની વાત સાંભળી ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે એને કાઈ સમજાતું નથી એ ચાલવા  લાગે છે .
પેલો યુવાન ફરી બબડયો : "પતા નહીં કહાં કહાં સે આ જાતે હૈ ".  જય તેની વાત માં ધ્યાન આપ્યા વિના ચાલવા લાગ્યો . તે કાલે જ્યારે  પૂવર આઇસલેન્ડ આવ્યો હતો ત્યારે રસ્તા માં  બીજા બે નાના મંદિરો પણ આવ્યા  હતા પણ અત્યારે કાઈ દેખાતું નહતું .  ચાલતા ચાલતા જય  મેન રોડ  સુધી પહોંચ્યો . અને રોડ ક્રોસ કરવા આગળ વધ્યો અચાનક એક  અતિ ઝડપી ટ્રક રોડ પર આવ્યો . જય ના ધબકારા વધી ગયા  અને તરત  જ તે ખસી ગયો .  ટ્રક વાળા એ થોડે આગળ ટ્રક ઉભો રાખ્યો અને બોલ્યો ." મરના હી હૈં તો પટરી પર જાકે મર  મેરી ગાડી કે આગે ક્યુ આ રહા હૈ " આટલું બોલીને ટ્રક વાળો આગળ નીકળી ગયો  .  જય જેમ તેમ કરીને સામેની સાઈડ પહોંચ્યો .ત્યાં ફૂટપાથ પર ઉભો રહી ગયો .  જયને તિરુવાનંતપુરમ  રેલવે સ્ટેશન જવું હતું પણ  ઘણા સમય ઉભું રહેવું છતાં અત્યારે કોઈ બસ કે રીક્ષા મળતી ન હતી .અને કોઈ બસ દેખાય તો એ  ઉભી નહોતા રાખતા . જય પહેલીવાર આવ્યો ત્યારે તો બધી બસો અહીં ઉભી રહેતી પણ એક દિવસ મા આ શું બની રહ્યું હતું એ જય ની સમજ  થી બહાર હતું . જય ફુટપાથ પર ચાલવા લાગ્યો .  છેલ્લે તેને એક ઓટોરીક્ષા મળી. પણ રસ્તા માં આવતા મંદિરો અત્યારે ગાયબ હતા. 
             જય સ્ટેશન પહોંચ્યો . સ્ટેશન પર પૂછતાછ ઓફિસ પર  તે તામિલનાડુ ના રામેશ્વરમ સ્ટેશન માટે પૂછ પરછ કરી રહ્યો હતો . પણ ત્યાંથી જવાબ મળ્યો કે આ નામનું કોઈ સ્ટેશન જ નથી . તેણે રામેશ્વર અને ત્યાંના મંદિર વિશે ચોખવટ કરી . પણ આ વખતે જય ને બારી પરથી હટી જવા માટે કહ્યું . તેણે બીજા ઘણા લોકો ને રામેશ્વર મંદિર વિશે પૂછ્યું . પણ બધા એ એમ કહ્યું કયું મંદિર , કેવું મંદીર આવી કાઈ જગ્યા જ નથી ભારત માં .હવે આ બધું જય ની સમાજ ની બહાર લાગતું હતું .જય ત્યાં સ્ટેશન પર બાંકડા પર બેસી ગયો .
                   જય એવી દુનિયા માં હતો જ્યાં ભગવાન અને મંદિર નું નામો નિશાન ના હતું. લોકો માં દયા ના હતી . કેટલાક લોકો દુઃખી હતા પણ તેના દુઃખ સાંભળવા વાળું કોઈ ના હતું . જય ત્યાંથી દૂર જવા માંગતો હતો . તેને આવી દુનિયામાં નહોતું રહેવું .ત્યાંથી તે ચાલવા લાગ્યો . ચાલતા ચાલતા તેને એક ઘંટડી ની અવાજ સંભળાઇ .અવાજ ની દિશા માં તે આગળ વધ્યો . અવાજ એક સ્મશાન માંથી  આવી રહ્યો હતો . જય તે સ્મશાન માં પ્રવેશ્યોય
 . ત્યાં એક નાનું મંદિર હતું .આ જોઈ ને તે આશ્ચર્ય ચકિત થઈ ગયો .આ શું બની રહ્યું હતું તે તેની સમજ માં નહોતું આવતું .તેણે આખ બંધ કરી મંદિર ની ઘંટડી વગાડી .
             અચાનક જય ની આંખ ખુલી .જય સઘળો બેઠો થયો . તે નાળિયેર ના ઝાડ નીચે સૂતો હતો . શુ આ એક સપનું હતું ? હા આ એક સપનું હતું . પણ આ સપના માજ તેને પોતાના એક સવાલ નો જવાબ મળી ગયો . જય ના બકેટલીસ્ટ માં એક સવાલ હતો કે " ભગવાન છે કે નહીં ? અને જો છે તો તેની ભૂમિકા શુ છે આ દુનિયા માં ." જય એ આ સવાલ આગળ ટિકમાર્ક કરી . જય એતો નહોતો જાણતો કે ભગવાન છે કે નહીં .પણ એ ચોક્કસ જાણી ચુક્યો હતો કે જો ભગવાન નું અસ્તિત્વ ન હોય તો શુ થાત .
                  જય ના બકેટલિસ્ટ ના બે સવાલ ના જવાબો મળી ગયા હતા પણ આ બધા એક ધારણા ઓ પર  આધારિત હતા .છતાં તે સત્ય લાગતા હતા .પણ તેનો એક સવાલ એવો હતો જેનો જવાબ કોઈ ધારણા ને આધારે  મળવો પણ અસંભવ હતો . આ એક સવાલ એવો હતો જેનો જવાબ પૃથ્વી પર કોઈ જીવિત વ્યક્તિ પાસે ના હોય આ જાણતો હોવા છતાં જય હવે થોભવા નહોતો માંગતો . 
                  જય સપના માંથી તો જાગી ચુક્યો હતો પણ સપના માં  જોયેલ સ્મશાનમાં આવેલું મંદિર અને તેમાં વાગતી ઘંટડી નો અવાજ તેને હજુ સંભળાઈ રહ્યો હતો . તે જાણવા માંગતો હતો કે શું હકીકત માં આવી કોઈ જગ્યા છે . જય પૂવર આઇસલેન્ડ ને વિદાય આપી એક રીક્ષા માં બેઠો . જયને પોતાનું સ્વપ્ન યાદ આવતા ત્યાંથી રેલવે સ્ટેશન નજીક ઉતરી ગયો . જય રસ્તા પર  ચાલવા લાગ્યો .જયને થોડે દુર એક સ્મશાન દેખાયું . પણ સ્મશાન માં કોઈ મંદિર ન હતું . હજુ પણ જય ના મનમાં મંદિર ની ઘંટડી નો અવાજ સંભળાઈ રહ્યો હતો . આજુ બાજુ નજર કરી તો જય ને એક વિશાળ વૃક્ષ દેખાયું આ વૃક્ષ એ જગ્યાએ જ હતું જ્યાં સપના માં જય ને મંદિર દેખાયું હતું .આ વૃક્ષ ખૂબ વિશાળ અને ચારે તરફ ફેલાયેલું હતું . વૃક્ષ ની નજીક જતાજ  જય ને એક એવી શાંતિ અનુભવાઈ જે તેણે ક્યારેય નહોતી અનુભવી . જય એ પોતાની બંને આંખ બંધ કરી દીધી .આ કોઈ જાદુ જેવું લાગતું હતુ .  હવે તેને કોઈ સવાલો ની ચિંતા ન હતી મન એકદમ હળવું થઈ ગયું હતું .
                 જયે પોતાની આખો ખોલી . અચાનક તે વૃક્ષ પરથી એક પાંદડું ખર્યું .તે પાંદડું જય ને સ્પર્શયું .જેવું તે જય ની આંગળી ને સ્પર્શયું જય થી ચીસ નીકળી ગઈ . કારણકે તે પાંદડા ના સ્પર્શ થી જય ને 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો હોય એવો અનુભવ થયો .પાંદડું જમીન પર પડ્યું .તે જમીન માંથી બાષ્પ નીકળવા લાગી .જયે  પોતાને ચૂંટકી ભરી ને જોયું આ સ્વપ્ન તો નથી ને . પણ આ એક હકીકત હતી .આજુ બાજુ ની જમીન જાણે લાવા ફાટી નીકળ્યો હોય એમ ઓગળવા લાગી. જય થી પણ આ ગરમી સહન નહોતી થતી . જય ચીસો પાડવા લાગ્યો .જય ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન તે પહેલાજ જય ના પગ જાણે ઓગળવા લાગ્યા ધીમે ધીમે જયનું આખું  શરીર તે ગરમ લાવામાં ભળી ગયું .પણ જય નો જીવ હજુ તે પીગળેલા લાવામાં હતો તે તેના પીગળેલા શરીર થી જુદો ના પડી શક્યો  . જય નું પીગળેલુ શરીર આગળ વધી રહ્યું હતું .સામે એક સફેદ પ્રકાશથી બનેલો  દ્વાર હતો.જય નું પીગળેલુ શરીર આ દ્વાર માં પ્રવેશ્યું .અને આગળ વધતું રહ્યું . 
                જય નું પીગળેલુ શરીર કોઈ નવી દુનિયા માં પ્રવેશ્યું હતું . ધીમે ધીમે તે લાવા ઠંડો પડ્યો . જય નું શરીર આ નવી દુનિયામાં ફરી આકાર ધારણ કરી રહ્યું હતું . ધીમે ધીમે જય ના શરીર એ સંપુર્ણ આકાર ધારણ કરી લીધો .પણ 
 જય પોતાની સ્મૃતિ ગુમાવી બેઠો હતો .તેને કાઈ યાદ નહોતું પોતે કોણ છે ? શુ છે? અહીંયા કઈ રીતે પહોંચ્યો ? શુ થયું છે તેની સાથે? 
         
           આગળ ની સ્ટોરી ટૂંક સમય માં ઉપલબ્ધ થશે .

બીજા રસપ્રદ વિકલ્પો