બકા'લું ૪ Pawar Mahendra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બકા'લું ૪

બકાલુ ૪

     (વેલેન્ટાઇન ડે સાપુતારામાં ઉજવવાનું રદ થતાં કાવ્યા હોસ્પિટલ મળવા જાય છે ...)

   કાવ્યા સાપુતારાનાં ગાર્ડનમાંથી કેવી રીતે આવી અે કશું યાદ ન'હોતું બસ અેને પાર્થિવ કઇ હાલતમાં હોસ્પિટલમાં હશે, સાથે કોણ હશે ? તેવા વિચારો  કરતી  કાવ્યાં સાપુતારાથી  અાહવા  આવી, પાર્થિવને મળવા હોસ્પિટલ દોડતી પહોંચી ગઇ..

કાવ્યાં હોસ્પિટલનાં પલંગમાં પાર્થિવ પાસે બેસી ગઇ અને હાથમાં હાથ નાખી રડવા લાગી અને કહેતી હતી,બસ પાર્થ તારી બિમારીઅે પણ વેલેન્ટાઇન ડે ના દિવસે જ કેમ યાદ કર્યું  ? અેને અેક બે દિવસ પછી યાદ કરવા કે હોસ્પિટલમાં મળવાનું ગોઠવ્યું હોત' તો ! કે પહેલે થી તમારો પ્લાનિંગ હતો ?
...
પાર્થિવ થોડો સ્મિત કરતો કાવ્યાં ને જવાબ આપે છે અેવું નહિં કાવુ અે તો બિમારી જોડે મારો ઘણાંય વર્ષોનો નાતો છે અેટલે મને ગમે જયારે  વધારે ખુશ હોઉં કે નિરાશ ત્યારે અે યાદ કરે અેટલે હું આ હોસ્પિટલમાં મુલાકાત લેવા આવું છું .... આપણો મળવાનો પ્લાનિંગ થયો ને તમે પણ રાજી થઇ ગયા, તે દિવસથી જમવાનું ને દવા લેવાનું પણ મને ભાન નહિં રહેતાં અહિં અાપણી મુલાકાત ગોઠવ‍ાઇ ગઇ ...

પાર્થિવના બાપ-દાદાના સમયથી શાકભાજીનો ધંધો ચાલતો હતો તે ખાલી જીવન ગુજરાનમાં જ પૈસા વપરાઇ જતા,દુકાનના પૈસાથી ઘર ચલાવવામાં પણ ફાફા હતા ને કોઇ સારી હોસ્પિટલ માં જઇ અોપરેશન કરવા માટે તેમના પાસે દશ હજાર પણ કાઢવા મુશ્કેલ હતા તે અોપરેશન કયાંથી કરે  ?  તે વિચારતો હતો કે જેટલા દિવસો જિવું અેટલાં લાઇફનાં છેલ્લા દિવસો સમજી જીવી લેવા ....પણ કાવ્યાંનો પાર્થિવના જીવનમાં પ્રવેશ થતાં તેને જિંદગી વધારે પ્યારી લાગવા લાગી હતી...

  અધુરા અરમાનો ઉમ્મીદ સાથેની મૈત્રી કાવ્યાને વધારે લાગણી  ઉપજાવતી હતી...કાવ્યાને ચિંતા હતી કે પાર્થિવની બિમારીઅે મારી બિમારી છે અને જો આ બિમારીનું જોર વધે તેના પહેલાં મારે કોઇ ઉપાય શોધી ને તેને ખતમ કરી મારે મારા પાર્થિવને બચાવવો જોઈએ ....

      જીવનનો મતલબ અે જ છે કે કાંઇ મેળવીને ખોવું,કાંઇ ખોઇને મેળવવું અે સૌ જાણે જ છે પાર્થિવને બચાવવા માટે મને નોકરી મળી છે ‍‍અને તેના અોપરેશન માટે કરકસર કરીને, હું પૈસા બચાવી મારા પાર્થનું જરૂર અોપરેશન કરાવીશ ‍અેવી રીતનું કાવ્યા વિચારે છે સમયસર દવા લેતાં પાછી પાર્થિવની તબિયત સામાન્ય થઇ જાય છે....

    દિવસો વિતતા જાય છે અને પાર્થિવ અને કાવ્યાં નો પ્રેમ પાણીની ધારની જેમ અવરિત વહેતો જ જાય છે...

         અેક દિવસ કાવ્યાં પાર્થિવને કહે છે. પાર્થ મને દરરોજ અોફિસ અને રૂમનાં જીવનથી કંટાળો લાગે છે, મને બહું ફરવાની ઇચ્છા થઇ છે , તમને જો ટાઇમ હોય તો ક્યાંક ફરવા જશું કે જ્યાં હું અને મારો પાર્થ અેના સિવાય કોઇ નહિં હોય...મને તો તમને વધારે ખુશ રાખવા અને દુ:ખી કરવા પણ બીક લાગે છે. જો વધારે ખુશ રાખું તો પણ પ્રોબ્લેમ અને અોછું તો પણ સરખું જ ...

     પાર્થિવ કાવ્યાંને કહે છે પહેલી વખતે સ્થળની પસંદગી મારા તરફથી હતી આ વખતે તમે રાખો જે સ્થળ પંસદ આવે તે મને ગમશે ....

કાવ્યાં કહે ચાલો તો આવતી કાલે હું સી.અેલની રજા મુકી આપણે ગીરાધોધ ફરવા જશું ચાલશે ?

પાર્થિવ: હા ચોક્કસ ...

પાર્થિવ પોતાનાં  મિત્રની બાઇક સાંજે જ માગીને મસ્ત ક્લીનિક પ્લસ શેમ્પૂથી ધોઇ નવી નકોર કરી મુકિ આપી...

   સવાર પડતાં જ પાર્થિવ પેટ્રોલ પુરાવી ને કાવ્યાંને તેડવા ચાર રસ્તાઅેથી બાઇક ઉપર બેસાડી ગીરાધોધનાં રસ્તો પકડી લીધો ...

કાવ્યાં આજે પહેલાં કેટલાય દિવસો કરતાં અલગ જ દેખાતી હતી સુંદરતાંની ચાંદની આજે ક્યાં અહિ પૃથ્વી ઉપર ઉતરી આવી હોય અે સુંદર લાગતી હતી...હોઠોની લાલીઅે શુદ્ધ માદકતા ઝરતી હતી,કાજળ ભરેલા નયનો મનોહર લાગતા હતા,સુડોળ કાયા અને પહેરેલ વસ્ત્રોમાં સાક્ષાત્ આજે રંભાનું રુપ અહિં  કાવ્યાંઅે ધારણ કરેલ હોય તેમ લાગતું હતું જેમ પદ્માવતીના રુપને જોઇ ખીલજી ભાન ભુલ્યો હતો તેમ કાવ્યાંના રુપને જોઇ હરકોઇ વારિ જવા તૈયાર થાય તેમ આજે કાવ્યાનું રૂપ લાગતું હતું...

    ક‍‍ાવ્યાં પાર્થિવના ખભા ઉપર હાથ મુકિ બાઇક બેસી હતી..પાર્થિવ પોતાની ધુનમાં બાઇક ચલાવતો હતો ને અેક બાજુ અરીસામાં કાવ્યાને જોયા કરતો હતો .પાર્થિવે બાઇકના અરીસા બન્ને અેવી રીતે ગોઠવેલા હતા કે અેક અરીસામાં પાછળના વાહનો દેખાય ને બીજા અરીસામાં ખાલી કાવ્યાંનો ચહેરો જ દેખાતો હતો...

    ગીર‍ધોધનો દોડ કલાકનો રસ્તો ને જાણે દસ જ મિનિટમાં પહોંચી ગયા હોય તેવું પાર્થિવને લાગ્યું ..

    સામે ગીરાધોધનો પ્રવાહ પડે છે ને ત્યાં નદિના મોટા મોટા પથ્થરો ઉપર બેસી શું ! કુદરતની કળા સોળે કળાઅે ખીલી ઉઠે છે અેવું ગીરાધોધ અહિં કુદરતના ખોળે બેઠું છે...
    
  ગીરાધોધ ગીરા જે  અણબોલયેલા વેણ પણ અહિં મુખમાંથી સરી પડે તેવો નદિનો પ્રવાહ અને ત્યાંથી ખુબ ઉંચેથી પાણીનો પ્રવાહ પડતો હોય, મેઘધનુષ ગાયબ થવાનું નામ ના લેતું હોય  તેવા પાણીનાં છાંટા કાયાને સ્પર્શી જાય તેવા અદ્ભૂત કુદરતી સૌદર્ય કાવ્યાં અે પહેલી વખત અા નજારો જોયો હતો .. સાથે તેની સુંદરતા વધારે ખીલી ઉઠી હતી તે વાતોનાં વંટોળમાં કલાકો પસાર કર્યા પણ ખબર ન પડી..

        કાવ્યાં વાતો કરતાં કરતાં પાર્થિવને કહે છે હે ! પાર્થ હું આજે બહું જ ખુશ છું મારી ઇચ્છા છે કે થોડો સમય તમે મને ખોળામાં માથું મુકવા દો પ્લીઝ .. પાર્થિવ કહે છે કાવુ મારી તમને ક્યાં ના છે તેમ કહિ કાવ્યાંને પોતાનાં ખોળામાં સુવા માટે હા પાડે છે કાવ્યાં વાતો કરે છે અને પાર્થિવ કાવ્યાં હા મા હા મિલાવી વાતોને આગળ વધાવે છે ...

પાર્થિવ :કાવુ તમારી વાતો પુરી થઇ હોય તો હું પણ અેક વાત કહું ?

કાવ્યાં : હા..

પાર્થિવ : મારે તમને અેક કહેવી છે  પણ તમે ખોટું ના લગાડો તો , નહિં તો તમારી વાતો ચાલુ રાખો મને વાંધો નહિં

કાવ્યાં : પહેલાં કહો તો ખરા પછી ખોટું માનવું કે ના માનવું તે વારો આવે ! તમે કેટલા હોશિયાર કે પહેલાં જ શબ્દોનાં બંધને બાંધી દો છો ..

પાર્થિવ: આંખ બંધ કરી તમારા કાન નજીક લાવો લાવો વાત કહું

કાવ્યાં: લો આંખ બંધ કરી, ને આ કાન ...

પાર્થિવ: (કાન નજીક મો રાખી ધીમે થી ) આઇ લવ યુ ... આ અેક ગાલે કિસી?....

     ( કાવ્યાં ની પ્રતિક્રિયા ....ક્રમશઃ )