મારી નવલિકાઑ ૭ Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી નવલિકાઑ ૭

बदलते रिश्ते (બદલતે રિશ્તે)

https://youtu.be/HbzSEaEjbB0

" સુખના સુખડ જલે રે મારા મનવા,

દુખના બાવળ બળે રે મનવા ,દુખના બાવળ બળે "
વેણીભાઈ પુરોહિત.

"પાદરડું ખેતર 'ને પગમાં વાળા,

અંધારી રાત ’ને બળદિયા કાળા,

વઢકણી વહુ ’ને પડોશમાં સાળા,

એટલા ના દે જો દ્વારકાવાળા."

જીવનમાં સુખી થવું કોને ન ગમે? આપણા બધાની દોટ જ સુખ તરફની હોય છે. પણ સુખી થાય છે કેટલા?

" સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ: સુખં વાન્યકથાર"

સુખના અર્થે જ લોકો કર્મ કરે છે, છતાં પામે છે સુખના નાશને.

શિવાભાઈ ચતુરભાઈ ગામના આગેવાન પટેલ. રઈબાનો એકનો એક પુત્ર લાડકોડમાં ઉછરેલો. બાપા નાની ઉંમરમાં મુકી ગુજરી ગયા હતા.બાપ દાદાની સારી એવી જમીન વારસામાં મળેલી.રઈબાએ તેમના છ ગામના ગોળમાંથી ચંચળને પસંદ કરીને તેમના શિવાને ખૂબ ધામધૂમથી પરણાવેલો. ગામને પાદરે ૫૦ -૬૦ વીઘા જમીન અને પૈસે ટકે સુખી તેથી ગામનું મુખી પદ સંભાળે. તેમના પત્ની મુખીયાણી, ચંચળ સ્વભાવની તેજ અને વળી તેમાં પરણીને સાસરે આવવાથી મુખીયાણી થઈ. ' હલકાને હવાલદારી મળી 'શિવાભાઈ નરમ સ્વભાવના, શાણા અને સમજુ. ગામમાં બધાની સાથે ઘરવટ રાખે, જ્યારે ચંચળ તેના સ્વભાવ મુજબ ચંચળ, ચ્હા કરતાં તપેલી ગરમ. તેને કોઈની સાથે બને નહિં.

આ પ્રસંગ લગભગ ૭૦-૭૫ વર્ષ પહેલાનો છે.૧૯૪૦-૧૯૪૫ નો. જ્યારે દ્વિપત્ની પ્રતિબંધ ધારો અમલમાં નહોતો. સામાન્ય પાટીદાર લોકોમાં આવાં બે લગ્ન / નાતરાનો રિવાજ ચલણી - સામાન્ય - હતો. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું હતું. વિશ્વયુદ્ધની માઠી અસરો ધીમી ગતિએ જનજીવન પર પોતાનો પંજો વિસ્તારી રહી હતી. અનાજનું રેશનીંગ, પેટ્રોલ, કેરોસીનની અછત, કાળા બજારનો ઉદ્દભવ. ત્યારે કાપડની મીલો ધમધોકાર ચાલતી હતી. મોંઘવારીનો આંક દિવસે દિવસે ઊંચો જતો હતો. પેપરોમાં મીલોની મોંઘવારીના આંક જોઈ આજુબાજુના ગ્રામવાસીઓ મીલોમાં નોકરી મેળવવા શહેરમાં ઉભરાવા લાગ્યા હતા. શહેરમાં આમ અચાનક વસ્તી વધારો થવાથી લોકોના વસવાટ માટે તાત્કાલિક વ્યવસ્થા શક્ય નહોતી.આખરે આપણો ગુજ્જુ જન્મજાત ગુણ ' કરકસર અને કંજુસાઈ, ત્રેવડ ત્રીજો ભાઈ ' મદદે આવ્યા. સામાન્ય મધ્યમ વર્ગ ઘરમાં એક કમાનાર અને પાંચ ખાનાર શું કરે? નોકરી તો ઝટ મળે નહિ, અને ધંધો કાંઈ આવડે નહિ, અને વળી ધંધા માટે જોઈતી મૂડી મળે નહિ. માણસ જ્યારે મુસીબતોથી ઘેરાય છે, ત્યારે તેનું મગજ તેજ ગતિથી ચાલે છે.આખરે તેણે રસ્તો શોધી કાઢ્યો. પોતાના વિશાળ મેડીબંધ મકાનોમાં સાંકડે માંકડે રહેવાનું પસંદ કર્યું, અને પોતાના મકાનોના એક બે કે ત્રણ રૂમો ભાડે આપવા માંડ્યા. કારણ કે મોંઘવારી તો તેમને પણ નડતી હતી, મોંઘવારીનો ભાર તો તેમને શીરે પણ હતો. આમ મકાન ભાડે આપી વધારાની આવક ઊભી કરી.મકાનોની તંગી સામે મીલોની મોંઘવારીનું ' ગાજર' લટકતું હતું. શહેરમાં મકાન મળવું દુર્લભ થઈ ગયું. મોં માંગ્યા ભાડે મકાન મળતા નહોતા

ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરીનું સુત્ર બદલાઈને નવું સુત્ર ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી થયું હતું. ખેતીમાં મહેનત વધુ અને મળતર પણ લાંબા ગાળે અને ઓછું, જ્યારે નોકરીમાં ઓછી મહેનતે તાત્કાલિક લાભ મળતો હતો.આ દારુણ પરિસ્થિતિમાં યુવા વર્ગ શહેર તરફ વળ્યો.

શિવાભાઈ ઉદ્યમી અને શ્રમજીવી ખેડુત હતા, ૫૦-૬૦ વીઘા જમીન હતી,અને ખાધે પીધે સુખી હતા.એકનો એક દીકરો ચીમન બાપની મિલકત ઉપર મુસ્તાક હતો.ખેતીમાં ઝાઝી ગતાગમ નહિ અને તદ્દન નફીકરો,અને આળસુ. મિત્રોને ખેતીને ગામ મુકી શહેરમાં જતા જોઇ તેનું મન પણ શહેરની તડપન અનુભવી રહ્યું. નાદાન મિત્રોની સોબતે પિતા શિવાભાઇની આજ્ઞા ઉથાપી તેણે પણ શહેર પ્રતિ પ્રયાણ કર્યું. ભણતર કે વિશિષ્ટ આવડતના અભાવથી મીલમાં સામાન્ય નોકરી તો મળી. ઘેર તો બા- બાપુની પાસે પૈસા માંગવા પડતા હતા, અહિ તો મહિનાની આખરે પગારની રકમ હાથમા આવી. હોટલ,સિનેમા,નાટક ચેટક અને અન્ય મનોરંજનના સાધનો સાથે નાદાન મિત્રોની નિરંકુશ દોસ્તી. મન ઓછું કાબુમાં રહે? દોડવું હતું ને ઢાળ મળ્યો.' ચમનમેં બહાર આયી '

ચંચળ બાએ વહુને આણે બોલાવીને પાંચ વર્ષના વહાણા વાયા અને હજુ ઘેર ઘોડિયું બંધાયું નહોતું. આથી ચંચળબા અને શિવાભાઇનો જીવ ઉચો રહેતો.વાર તહેવાર, એકાદશી, પૂનમ, વ્રત તપ, દોરા ધાગા, મંત્ર તંત્ર,બાવા જતી બધું જ કરી છૂટ્યા પણ ઈશ્વરે તેમની એક પણ ના સુણી. ઈશ્વર તેમને દાદ જ નહોતો દેતો. આખરે દોષનો ટોપલો વહુ શાંતાને માથે આવ્યો. શિવા ચતુરનો વંશ વેલો આટલેથી અટકી જાય તે કેમ ચાલે ? ચંચળબાએ વટહુકમ જાહેર કર્યો શાંતાવહુમાં જ ખામી છે, મુકો તેને બાજુપર નવી વહુ લાવો. તે બિચારી શું કરે,તેનો શું દોષ ? આ તો સાસુની સુપ્રીમ કોર્ટ. તેની આગળ કોઈ દાદ ફરિયાદ થાય નહિ. મૂંગે મોઢે સંમતિ આપ્યા સિવાય છૂટકો જ કયા હતો.?

પતિ-પત્નીનું મિલન સ્થાન. રાત્રીનો નીરવ નિબિડ અંધકાર. ચિમનને તેણે દબાતા ચંપાતા. શોક્યની વાત કરી, તે પણ મા-બાપના પક્ષે જઈ બેઠો. હવે તો છેલ્લો ઉપાય કૂવો, હવાડો કે અગ્નિસ્નાન બીજું શું ? કોઈ ઉપાય સુઝતો નહોતો.મન મુંઝાતું હતું. રસ્તો જડતો નહોતો!

શ્રાવણની અંધારી રાતે વિજ ઝબૂકે તેમ તેને એક વિચાર આવ્યો. શોક્ય ઘરમાં આવવાની જ છે તો કમુ શું ખોટી? તેની નાની બહેન કમુનું હજુ ઠેકાણું પડતું નહોતું, બા-બાપુજી બહુ પરેશાન રહેતા હતા, શોક્ય તરીકે બીજી અજાણી આવે અને રોજ કજિયા કંકાસ થાય તેના કરતા કમુ શું ખોટી? જમીન જાગીર સચવાય અને વંશ વેલો પણ જળવાય. લાવ ચંચળબાને ને વાત કરી જોઉં, જો માને તો.

સવારે ચંચળબા નાહિ ધોઈ પરવારી ભગવાન સ્વામિનારાયણની સેવામાં બેઠા પૂજાનો સામાન, કંકુ ચોખા, ફુલ, ઘીનો દીવો વગેરે સર્વ પૂજાની સામગ્રી તેમની બાજુમાં ગોઠવી તે તેના કામે વળગી. ચિમન તેની પથારીમાં સવારનાં સોનેરી સ્વપ્ના માણી રહ્યો હતો. સસરા શિવા ચતુરને તેમની સવારની ચ્હા તથા નાસ્તો આપી તે નાવ્હા ગઈ. ચંચળબા સવારે નાહ્યા વગર મોંમાં પાણીનું ટીપુંય મોંમાં મુકતા નહોતા. ન્હાહીને આવી ચંચળબાને તેમનો ગરમ મશાલાનો ઉકાળો બનાવી તેમની પાસે મુક્યો, અને શાક સુધારવા બેઠી. ચંચળબાએ ઉકાળો પી અને કપ બાજુએ મુક્યો, એટલે ધીરેથી તેણે વાતની શરૂઆત કરી.

' બા જય સ્વામિનારાયણ!

'જય સ્વામિનારાયણ.

એક વાત કહું ?

હા કહોને બેટા!

હું મુઈ રહી વાંઝણી, મને છોકરાં થાય તેમ નથી. હશે જેવી બાપાની મરજી! તેમને તમે બીજા લગ્નની વાત કરો છો ત્યારે મારી નાની બહેન કમુને ધ્યાનમાં લો તો કેવું ? મારા બા-બાપુજી પણ તેને માટે ઠેકાણું ગોતે છે, પણ હજુ કાંઈ પત્તો ખાતો નથી. તમે કહેતા હો તો હું મારી બાને વાત કરું !

ચંચળબા જરા વિચારમાં પડ્યા અને તેની સામે તાકીને જોવા લાગ્યા.'આય કુહાડા પગ પર' આજે આ આવી વાત કેમ કરે છે?

' બા બીજી ઘરમાં આવે અને રોજે કઢાપો થાય તેના કરતાં અમે બે બહેનો સુખ શાંતિથી રહીશું, તમને પણ શાંતિ અને ઘરમાં પણ શાંતિ.'

' સારૂં તારી બા ને વાત કરજે.'

શાતાએ ચંચળબાની સુપ્રીમકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી અને લાંબી વિચારણાને અંતે તે મંજુર કરવામાં આવી.અને કમુ- કમળાનું નવી વહુ - શોક્ય તરીક આગમન થયું. 'એક મ્યાનમાં બે તલવાર' એક ઘરમાં બે સગી બહેનોનો - બહેનોના સબંધ બદલાયા અને નવા શોક્ય તરીકે ઘરસંસાર શરૂ થયો.

રિશ્તા બદલાયા. બે બહેનો વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. બહેનોનાં સુખનાં સુખડ સુકાયાં; દુઃખના બાવળિયા ફુટી નીકળ્યા.આંખના અમી સુકાયા અને આંખોમાં ઈર્ષાગ્નિના તણખા ઝરવા લાગ્યા.

૦-૦-૦-૦-૦

" નિશા છો ને ભયંકર હો ,ઉષા રંગ લાવે છે,

પતનનું હર પગથિયું નવું ઉત્થાન લાવે છે."

જીવનની શરૂઆત સુંદર રીતે થઈ. પાનખર ગઈ અને વસંતની શરૂઆત થઈ. ઘરનો સઘળો ભાર મોટી બહેન તરીકે શાતાએ ઉપાડી લીધો. કમુને ફક્ત ચિમનની સુખ સગવડ સાચવવાનું કામ જ સોંપ્યું. મા-બાપને ત્યાં રહેતા તેમ બે બહેનોને જોઈ અડોશ પડોશની સ્ત્રીઓમાં ચર્ચાનો વિષય થઈ પડ્યો.

૦-૦-૦

" સગા એ વ્હાલાં નથી હોતા અને વ્હાલાં એ સગા નથી હોતા "એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી. સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ એ તો કુદરતનો ક્રમ છે. કમળાને સારા દિવસો રહ્યા અને પુત્ર પ્રાપ્તિ થઇ. કુટુંબમાં આનંદ છવાઈ ગયો. કમળાની સુવાવડની શાંતાએ સારી સેવા ચાકરી કરી. દિવસે દિવસે બાળક મોટો થયો. તેને માટે જાતજાતના અવનવા રમકડા લાવે, કપડાં લાવે, તેને મન ભાવતી વસ્તુ બનાવી ખવડાવે. બાળક તો પ્રેમનું તરસ્યું છે જ્યાં પ્રેમ જુએ ત્યાં દોડીને જાય. શાંતા તેને અધિક લાડ પ્યાર કરે અને તેને પોતાના છોકરા જેમ જ તેનું લાલનપાલન કરે. આમ તે શાંતા સાથે જ દિવસ પસાર કરે.

'શેક્સપિયરની પ્રખ્યાત ઉક્તિ ' જેલસી ધાય નેમ ઇઝ વુમન ‘ (નારી તારૂં નામ જ ઈર્ષા ) પડોશની સ્ત્રીઓને કમળાને ઉશ્કેરવાનું કારણ મળી ગયું." કર્મની બલીહારી, જેવાં જેનાં નસીબ, પૂર્વજન્મના પાપનું ફળ બીજું શું ? " સગા એ વ્હાલાં નથી હોતા અને વ્હાલાં એ સગા નથી હોતા "

કમુ, છોકરાને શાંતાથી સાચવજે, કોઇ કામણ ટૂંપણ ના કરે,તે તો વાંઝણી છે,તેને છોકરા સાચવતા શું આવડે ? છોકરો જેમ જેમ મોટો થશે તેમ તે તારા કહ્યામાં નહિ રહે."

ઈર્ષાની ચિનગારીને ભડકો થતા વાર થોડી જ લાગે? ઝેરનાં બીજ રોપાયા, ઝેરના બીજને માવજત કે ખાતર પાણીની જરૂરત નથી હોતી. વિષવેલ પાંગરવા માંડી. નાની નાની સામાન્ય બાબતોમાં એકબીજા ઉપર દોષારોપણ થવા લાગ્યું.

૦-૦-૦

" સગા એ વ્હાલાં નથી હોતા અને વ્હાલાં એ સગા નથી હોતા "એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી. સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ એ તો કુદરતનો ક્રમ છે. કમળાને સારા દિવસો રહ્યા અને પુત્ર પ્રાપ્તિ થઇ. કુટુંબમાં આનંદ છવાઈ ગયો. કમળાની સુવાવડની શાંતાએ સારી સેવા ચાકરી કરી. દિવસે દિવસે બાળક મોટો થયો. તેને માટે જાતજાતના અવનવા રમકડા લાવે, કપડાં લાવે, તેને મન ભાવતી વસ્તુ બનાવી ખવડાવે. બાળક તો પ્રેમનું તરસ્યું છે જ્યાં પ્રેમ જુએ ત્યાં દોડીને જાય. શાંતા તેને અધિક લાડ પ્યાર કરે અને તેને પોતાના છોકરા જેમ જ તેનું લાલનપાલન કરે. આમ તે શાંતા સાથે જ દિવસ પસાર કરે.

એક દિવસની વાત.શાંતા બાળકને લઈને બાગમાં ગઈ.બાગમાં છોકરાંઓ હિંચકે ઝુલતા હતા.લસરપટ્ટીએ લસરતા હતા, તો કોઈ વળી ચકડોળમાં ગોળ ગોળ ફરતાં હતાં. બાળ સુલભચેષ્ટાએ કમુના બાળકને પણ હિંચકે ઝુલવાની, લસરપટ્ટીએ લ્સરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.શાંતાએ

એક બાળક સાથે તેને લસરપટ્ટીએ લસરાવ્યો તેને મઝા આવી.બે ત્રણવાર લસર્યાબાદ તે જાતે જ લસરવા લાગ્યો, અને તેની પાછળ આવતા બીજા બાળક સાથે અથડાવાથી તે પડી ગયો. સહેજ છોલાયું અને તે રડવા લાગ્યો.તેને છાનો રાખી ઘેર લાવી દવા ચોપડી. રડતા બાળક્ને જોઈ કમુએ પૂછ્યું શું થયું ? કોણે માર્યું ?

બાળક કૈ બોલે તે પહેલાં તેણે આંગળી ઉંચી કરી અને કાંઈ કહેવા જાય ત્યાં શાંતા સામે આવી. કમુને બહાનું મળી ગયું કે શાંતાએ જ બાળક્ને માર્યું છે. ઈર્ષાની ચિનગારીને ભડકો થતા વાર થોડી જ લાગે? અને ઘરમાં મહાભારત રચાયું. 'સુખના સુખડ જલે રે મારા મનવા, દુખના બાવળ બળે ‘

https://youtu.be/HbzSEaEjbB0

.' શાંતાએ નાની બહેનને માટે આપેલો સ્વૈચ્છીક ભોગ નકામો ગયો.

શિવા ચતુરના સુખનાં સ્વપ્નાં રોળાઈ ગયા. બે બહેનોના ઘર અલગ થયા. ચિમનની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ.

" ईन्सान घर बदलता ह

लिबास बदलता है

रिश्ते बदलता है

दोस्त बदलता है

फिरभी परेशान क्यों रहता है?

क्यों व्हो खुद को नही बदलता "

मिर्जा गालिबने कहा हैः

" उम्र भर गालिब

यही भूल करता रहा,

धूल चहेरे पे थी,

और आईना साफ करता रहा. "

સમાપ્ત.

લેખકઃ ઉમાકાન્ત વિ.મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ.

ટૉટૉવા એન જે (૦૭૫૧૨)

ન્યુ જર્સી ( યુ.એસ.એ.)

ફોનઃ (૧) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨. 973 942 1152

(૨) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯. 973 341 9979

(મો/ વો) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

e-mail