સંપૂર્ણ ચાણક્ય નીતિ – ચાણક્ય
[ લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ચાણક્ય નીતિ’ના પુસ્તક ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.
જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.
મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.
મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને.
સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.
વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે.
દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.
મોટામાં મોટો ગુરુ મંત્ર છે : કોઈ સાથે તમારું રહસ્ય ન વહેચો. એ તમારો વિનાશ નોતરી શકે છે.
તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો : "હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઇ શકીશ? જયારે તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉતર મેળવી શકો પછીજ એ કાર્યની શરૂઆત કરો.
એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે.
ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે.
તમે કોઈ કાર્યની શરૂઆત કરો, તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મુકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે.
ભગવાન મૂર્તિઓમાં નથી. તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે.
તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી.
પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.
શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે. શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે.