અધુરા અરમાનો-૩૯ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો-૩૯

અધુરા અરમાનો-૩૯

આશિકોની આંખોમાં આંસું જ કેમ હોય છે!

પ્રેમ જીંદગી છે તો એ જ પ્રેમ મૃત્યું પણ છે.

ન્યૂયોર્કની સુમસામ સડકના કિનારે ફૂટપાથ પર એકવારનો સેજલનો સ્વામી, એના મનનો રાજા સૂરજ બિચારો બાપડો થઈને પડ્યો હતો. એવામાં મળસ્કે જ દૂરથી દોડી આવતી ગાડી દેખાઈ. એ ગાડીને નીચે આવીને મરી જવું એવો ખ્યાલ સ્ફૂર્યો. હાથ ખંખેરીને ઊભો થયો. કિન્તુ એકવાર- છેલ્લીવાર સેજલને જોઇ લેવાના વિચારે ઉભો જ રહી ગયો. અને ગાડી સડસડાટ કરતી વહી ગઈ.

સૂર્ય ધીમે-ધીમે આકાશમાં ચડી રહ્યો હતો. અને એ સાથે જ સૂરજ પહોંચી ગયો ચોથા માળે સેજલના ઘેર જ. કિન્તુ જેને જોયા, મળ્યા વિના એક ઘડીએ ચેન નહોતું પડતું એવી સેજલ સૂરજથી તંગ આવી ગઈ. એની દરરોજની આવી હરકતોથી એનું માથું પાકી ગયું. એણે અને એના પતિએ સૂરજને જોઈ તરત જ પોલીસને જાણ કરી. સૂરજ પર કનડગત અને શારીરિક અડપલા કરતો હોવાનો કેસ નોંધાવીને એને જેલના હવાલે કરી દીધો! બિચારો સુરજ! ક્યાં કાળમાં જન્મ્યો હતો કે શું લખાવીને આવ્યો હતો કે એને જિંદગીની આવી ભયાનકતા ભોગવવી પડી? પ્રિય મિલનની છેલ્લી આરજુએ એને કેવી કરૂણતાની આગમાં હોમી દીધો!

એક દિવસની વાત છે.

સમી સાંજનો મશરૂમ વખત હતો.

સૂર્ય ધરતીના પાલવમાં ડૂબુ ડૂંબું થઈ રહ્યો હતો. સેજલ એ સૂર્યને બારીમાંથી ડોકિયું કરીને નિહાળી રહી હતી. સૂર્ય ક્ષિતિજમાં ડૂબી જવાની તૈયારીમાં હતો. માત્રને માત્ર એની એક કૉર ઝાંખી ઝાંખી દેખાતી હતી. અચાનક દિલમાં કંઈક સળવળાટ થયો. પોતે પીળાશ પડતા સૂર્યના સરીખું રતન ખોઈ બેઠી હોય એમ એના હૈયામાં ફાળ પડી. અતીતના સ્મરણનું વિસ્મરણ થઈ ગયું હતું એ સેજલને અચાનક અતીતનો આયનો ચોખ્ખોચણાક દેખાવા લાગ્યો! એને પોતાનો ભૂતકાળ, ભૂતકાળનો ભવ્યાતિભવ્ય પ્રેમ અને સામાજિક વિટંબણાઓમાં જકડાયેલો સુરજ સાંભરી આવ્યો. એનું આખું સ્મૃતિપત્ર જાગૃત થઇ ઉઠ્યું. પોતે જેને પાગલ માનીને, ખોટા આરોપને લઈ જેલના હવાલે કરાવ્યો હતો એ બીજું કોઈ નહીં કિન્તુ પોતાનો જ પ્રિયતમ સૂરજ હતો એવું એને ભાન થઇ આવ્યું. "અરરરરર! છેક અહીં સુધી આવેલા પોતાના મનમોર, સૂરજને પોતે હાથે કરી જેલને હવાલે કરાવ્યો?" એ વિચાર આવતા ધ્રુજી ઉઠી. એનું દિલ ડંખી ગયું.

"અરરરર ! મારો સાહ્યબ સૂરજ કેવી કઠિનતામાં, કેવી વિટંબણાઓમાં સબડતો હશે?" એવો વિચાર આવતાંની સાથે જ એ ઘડીકવારમાં તો ચોથા માળેથી ઝટ નીચે આવી ગઈ. પેલી ખિસકોલીની જેમ જ!

સૂરજ જે જેલમાં હતો એ જેલ તરફની દિશામાં એણે હરણફાળ ભરવા માંડી.

આ તરફ દિવસોની જેલની યાતનાઓ અને સેજલના વિયોગે સૂરજને ભાગવામાં વિવશ કર્યો. જો એ જેલ છોડીને ભાગી નીકળ્યો. કિન્તુ છેલ્લા દોઢેક મહિનાથી ધરાઈને અન્ન ન ખાધું હોય એ સૂરજ દોડી-દોડીને કેટલું દોડી શકે? સેજલના વિયોગે રિબાતા સૂરજને ઊભા થવાની હામ નહોતી રહી તો પછી એ કેટલું દોડી શકે? છતાં હૈયામાં સેજલને મળવાની જેટલી તીવ્ર તાલાવેલી હતી એટલા જ જોરથી દોડવા માંડ્યો. ભરી બજારમાંથી, ભરચક ભીડ વચાળેથી એ એમ દોડતો હતો જાણે રણમાં દોડી રહ્યો ન હોય! આખરે ભાન ભૂલીને દોડતો સૂરજ ગટરની ખુલ્લી ખાઇમાં- કે જે ગટરનું કંઈ કામ ચાલતું હોવાથી ખુલ્લી હતી- એમાં એ ગબડી પડ્યો.

જેવો પડ્યો એવો જાણે અજગરે ગળ્યો!

સૂર્ય ડૂબતાની સાથે જ ભાગવા માંડેલી સેજલ બે કલાકમાં તો એ રસ્તે આવી ચડી જે રસ્તે આવેલી જેલમાં એણે સૂરજને પૂરાવ્યો હતો. દોડતા દોડતા ક્યારે જેલ આવી ગઈ એને ક્યારે ક્યાંય પાછળ રહી ગઈ એનુયે એને હવે ધ્યાન નહોતું રહ્યું. એ માત્ર દોડી જતી હતી, શિકારીથી બચવા ભાગતી મૃગલીની જેમ જ તો. દોડતી સેજલના શરીરે એવો તો પરસેવો વળી રહ્યો હતો કે એના કપડાંમાંથી પાણી ટપકવા માંડ્યું હતું. દોડતી દોડતી એ ઢગલો થઈને ઢળી પડી. એના શરીરમાં એટલી હાંફ ચડી હતી, એવું તો એનું દિલ ધબકવા લાગ્યું હતું જાણે કે એકસાથે ચાર-ચાર જમણો ચાલતી ન હોય!

રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી એ એમ જ રસ્તા વચાળે શબવત પડી રહી.

ગટરમાં પડ્યો ત્યાં લગી સૂરજને ભાન હતું કે પોતે ગટરની પાઈપમા તણાવા લાગ્યો છે. કિન્તુ સહેજવારમાં એ ભાન ભૂલી ગયો. દરિયાના ભયંકર તોફાનો વચાળે માનવી બેભાન બનીને વમળાવા લાગે એમ સૂરજ ગટરમાં ફંગોળાઈ જતો હતો. છેવટે એ ન્યૂયોર્કના દૂરના છેવાડે આવેલા દરિયા કિનારે તણાઈ આવ્યો.

કાળી ભમ્મર મધરાત જામી હતી. ભયંકર સૂસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો. જંગલી જાનવરોની જાતજાતની ચિચિયારીઓ રાતને વધારે ને વધારે બિહામણી બનાવી રહી હતી.

નિરભ્ર ગગન, આછા તારોડીયા, વિશાળ ધરતીની ગોદને ગજવતું જંગલ, જંગલને અડીને જ આવેલો વિશાળ દરિયો! દરિયાની તીક્ષ્ણતમ ભેખડો, અને એ ભેખડોના ભયંકર ભોયરાઓ! એમાંથી નીકળતી હૈયાને ચીરી નાખે એવી ચિચિયારીઓ! ઉંચા ઉંચા ઉછાળા મારતા મોજાઓનો ઘુઘવાટ! દરિયો જાણે ધરતીને ઓગળી જવા માગતો હોય એમ કાળયવન બનીને મહોં ફાડતો કિનારે ધસી આવતો હતો.

એક બાજુ અફાટ દરિયો બીજી બાજુ ભયંકર જંગલ. વળી, કાળરાત્રીનો અંધારપટ. એની વચ્ચે ધરતીનો માંડ બચેલો થોડોક ભાગ- કિનારો. અને એ કિનારા પર બેભાનીમાં મરણની છેલ્લી ક્ષણોને માણસો સૂરજ પડ્યો હતો.

સૂરજ શબવત બનીને એવી હાલતમાં પડ્યો હતો જાણે કે મરી ગયો ન હોય! માત્ર એનું શરીર હાલતું હતું. શ્વાસો જાણે બંધ થઇ ગયા હતા. હાલકડોલક થતું શરીર આખરે કાદવમાં ખૂંપી ગયું. સુરજને કંઈ જ ભાન નહોતું. એ કાદવની કળણભૂમિમાં પડ્યો પડ્યો માત્ર દર્દની ભયાનકતાથી કણસી રહ્યો હતો. હૃદયમાં ઉભરાયેલી પ્રચંડ વેદના અને શરીરને લાગેલા તીવ્રતમ જખમોથી જ્યારે એના ગળામાંથી દર્દનાક ચિત્કાર નીકળી ગઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે હજુ જીવી રહ્યો છે.

એવે વખતે રાત્રિના એ ભયંકર અંધકારમાં પાસેના જંગલમાં અચાનક કોઈ ઝાડવું પડયાના કડાકા સંભળાયા. અને ઝાડવે ઝાડવે બેઠેલી કાળરાત્રી જાણે સૂરજને ગળી જવા માગતી હોય એમ લાગ્યું. એ વખતે કાદવમાં કકળાટ થયો. દરિયામાં ભયંકર મોજા ઉછળ્યા. મોજાઓ શમ્યા ન શમ્યા ને એવામાં બીજો ભયંકર અવાજ આવ્યો. એ અવાજ આળસ છોડીને જાગી ગયેલા મગરે પાણીમાં પૂંછડું પછાડ્યું હતું એનો હતો. મગરના હિલચાલનો અવાજ થતાં જ કિનારે બેઠેલી માછલીઓ ટપોટપ પાણીમાં પડી અને જીવ લઈને ભાગવા માંડી.

દર્દ, પીડા અને યાતનાઓથી ભાગી ગયેલું સૂરજનું શરીર અડધું પાણીમાં અને અડધુ કિનારે કાદવમાં શબવત પડી રહ્યું હતું. એના પર જળ બિલાડી નાચગાન કરીને વહી ગઈ. જળસાપ શરીરને વીંટળાઈને મજા માણી વહી ગયા. મોટી મોટી માછલીઓ એના શરીરને રમાડી ગઈ. છતાં સૂરજની હાલત મડદા પેઠેની બની રહી હતી.

કુદરતની કેવી ક્રુરતા!

સૂરજની કેવી ક્રુર દશા? આત્મા શરીરમાં હોવા છતાં શરીર જડવત! સૂરજ સાથે કુદરતની કેવી ક્રૂર મજાક!

મોજાઓ શાંત પડ્યા. પેલો મગલ સુરજના શરીર નજીક ચાલ્યો આવતો હતો. નજીક આવ્યો. આવીને એને સૂરજના શબશમાં શરીરને બે-ચાર વાર આમતેમ ઊથલાવ્યું. પણ કંઈ જ વળ્યું નહિ. આખરે કંટાળીને એણે સૂરજના શરીર પર પૂંછડીનો જોરદાર ફટકો માર્યો. ફટકાથી સૂરજ એવો તો ચિત્કારી ઉઠ્યો કે આખું જંગલ જાગી ગયું. જંગલના પક્ષીઓએ રડી ગયા.

ઘણીવાર પછી સૂરજને સહેજ કળ વળી. એના રોમ-રોમમાંથી ખુનની સરવાણી વહી રહી હતી. ખુનની એ સરવાણીઓ પાણીમાં ભળી. એ પાણી મગરની જીભે અડ્યું અને મગર સૂરજ ભૂખ્યો બન્યો. એ હજુ તો શરીરને હલાવવાની વ્યર્થ કોશિશ કરતો હતો ત્યાં જ મગરે એને મોં માં જકડી લીધો. ઘેરથી ભાગી છૂટયા બાદ પહેલીવાર સૂરજને એ સમય પરિવાર સાંભર્યો. કિન્તુ જીગરમાં નાચતા યમરાજે પળવારમાં જ એ સંભારણાને દાબી દીધું.

ને છતાંય સૂરજ આબાદ હતો.

-ક્રમશ: