પરાઈ પીડ જાણનાર... HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

પરાઈ પીડ જાણનાર...

"મિસ પ્રત્યુષા કાલે જ તમારે જોઈન થવાનું છે. સવારે દસ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું છે. પહોંચી જજો હેડ ઓફિસે, ત્યાંથી તમને બીજી સૂચના મળશે. તમને લેટર પણ મળી ગયો હશે."

હજુ તો પ્રત્યુષા આંખો ચોળતી ચોળતી ઉભી થઇ ત્યાં તો કૉલ આવ્યો. એ બહુ ખુશ થતી થતી મા પાસે ગઈ.

"મા કાલે મારે રિપોર્ટિંગ કરવાનું છે. આ બાપુ પણ અત્યારમાં કયા જતા રહ્યા. ખબર છે કે એમના વગર હું ચા નહિ પીઉ તો પણ સવાર સવાર માં અદ્રશ્ય થઈ જાય છે. "

"આ રયો મારી સોનબાઇ હું કયે જાવાનો તારા વગર હે બસા."

ઘરના મોટા વરંડા માં પોતાનું ટ્રેકટર મૂકતો શામજી બોલતો હતો. ગામડા ગામના મોટા દસ બાય દસ ના ખડકી દીધેલા રૂમો ને એનાથી ચાર ગણું ફળિયું. ફળિયા વચ્ચે નારીયેલી ને જામફળી ના ઝાડ બીજા કોઈ ઝાડ જોવા ન મળે. કારણ શામજી ની લાડકી સોનબાઈને આ બે વધુ ભાવે એટલે શામજી જતનથી દર વર્ષે એક ઝાડ વાવે. કોઈ પૂછે કે આટલા ઝાડ તો છે હવે કેટલાક વાવવા તો કહે,

"મારી સોનબાઇ ને બોવ ભાવે ઓણસાલ જામફળ તો ઉલી જાહે તો મારી સોનબાઇ શુ ખાય? એટલે આ બીજી વાવી દવ એટલે એમાં જામફળ આવવા મંડે તો એવડી ઇ ખાઈ હકે."

શામજી આવ્યો એટલે સોનબાઈની માએ ચા મૂકી બને બાપદીકરી સાથે જ ચા પીવે. પ્રત્યુષા ઉઠે નહિ તો શામજી ચા વિનાનો જ કામે નીકળી જાય ને ફરી એના ઉઠવાના સમયે પાછો આવે. બને બાપદીકરી સાથે ચા ન પીવે તો  ચેન ન પડે.

આજે બેઠા એટલે પ્રત્યુષા એ વાત કરી,

"બાપુ મારે આજે જ સાંજે નીકળવું પડશે. કાલે સવારે રિપોર્ટિંગ કરવાનું છે."

શામજી ને ચા ન ભાવિ પણ તોય પી ગયો. પ્રત્યુષા એની આંખો પામી ગઈ. એ નખરાળી છોકરી બોલી,

" મા સામાન બધો અનપેક કરી દે જે, મારે નથી જવું ક્યાંયે હું અહી જ રહીશ. બાપુ પાસે જ."

શામજી ચમકીને જાગ્યો હોય એમ વિચારમાંથી બહાર આવ્યો ને બોલ્યો,

" ના, બેટા ના. અય શુ દાટયું છે ગામડામાં, આ મેં તો ઢોર ભેગા રઈને ઢોર જેવી જંદગી ગુજારી,તારેય એવું કરવું સ ? "

પ્રત્યુષા બોલી તો આંખમાં આ ઝળહળીયા કેમ આવ્યા.

તો કહે, " ઇ તો વસારુંસ કે હવે પાસી ચા કેદી પીવા જળહે, તારા વના તો હું ચા પીતો નથ ને એટલે."

"પણ બાપુ હું પણ ક્યાં પીઉ છું તમારા વગર, ખબર આટલા વર્ષ મા મેં ક્યારેય ચા નહિ પીધી હોય હોસ્ટેલ મા. ચા પીવ ને તમે યાદ આવો."

બાપ દીકરી ચાની ચૂસકી માણતા માણતા ઓતપ્રોત થઈ ગયા કે સમય નું ભાન જ ન રહ્યું. મા બોલાવવા ન આવી હોત તો હજી પણ કેટલો સમય જતો રહેત.

ચાલ બેટા તારે શુ લઈ જવાનું છે એ કહી દે એટલે હું પેક કરી દઉં. પછી સાંજે વહેલી નીકળી જજે અંધારા મા જવું નહિ. પ્રત્યુષા બોલી, " મારી બીકણ મા તું એક પોલીસ ઇન્સ્પેકટર ને કહે છે કે અંધારા માં ન જવાય એમ! મારે તો અંધારા માં જ જવું પડશે કામ કરવા ત્યારે તું સાથે આવીશ."

અત્યાર સુધી નરમ ઘેંસ જેવો ભાસતો શામજી એકદમ મક્કમ બનીને બોલ્યો,

" હાવ હાસુ મારી સોનબાઇ, આ તારા મા સે ને થોડા બીકણ તો સે જ હો. પણ તારે એવું નથ થાવાનું હો. તું તો મારી લખમીબાઈ સે લખમીબાઈ. એટલા હારુ જ તને ભણાવી, કે કોઈના બાપથિય નઈ બીવાનું. ને હવે તો તું મારી ઇનીસ્પેક્ટર દીકરી થઈ ગઈ, ઇ કોઈથીય ન બીવે."

મા આંખોમા એક કોઈ જુએ નહિ એવી અગમ્ય ગમગીની લઈને અંદર સામાન પેક કરવા જતી રહી.

પ્રત્યુષા નાનપણથી જ હોસ્ટેલ મા રહી. ભણવામાં બહુ હોંશિયાર એટલે શામજીએ મન મક્કમ કરીને પણ પોતાનાથી દૂર મોકલવાનો નિર્ણય કર્યો. કારણ કે ગામડામાં તો આગળ ભણી શકે એમ હતું નહીં તો તેને શહેર ની હોસ્ટેલ મા મુકવાનું જ વિચાર્યું. પોતે જાતે બધું જોઈ કરી આવ્યો ને દીકરીને, પોતાના કાળજાને પોતાનાથી દૂર મૂકી આવ્યો. દર પંદર દિવસે એ શહેર જાય પ્રત્યુષા ની હોસ્ટેલ સામે એકાદ કલાક બેસે ને પાછો આવી જાય. આવીને જમે નહિ એટલે પ્રત્યુષા ની મા ને ખબર પડી જાય કે શહેર થઈને આવ્યા છે. એ પણ બહુ આગ્રહ ન કરે, કારણ કે એ જાણતી હતી કે એની વાતની કોઈ અસર થવાની નથી.

આમ ને આમ વર્ષો વીતતા ગયા ને પ્રત્યુષા શિખરો સર કરતી ગઈ. પરીક્ષાઓ પાસ કરતી ગઈ ને ઇન્સ્પેકટર બની ગઈ. આજે જ એને હાજર થવાનું હતું.

શામજી એને ક્યારેય મુકવા ન જતો એકલીને જ બધે મોકલતો. શિખામણ આપે કે , " જો દીકરા બીવાનું નઈ. પણ સાવધાની રાખવાની ને કઈ જરૂર પડે તો એક ફોન કરવાનો મને, આ ધારીયું ઇવા હારુ જ રાયખુંસ." ને એમ કહી દીકરીને એકલી જવા હિંમત આપે. હા પણ પ્રત્યુષા જાય પછી શામજી એની પાછળ ચોરીછુપીથી જાય હેમખેમ પહોંચી જાય પછી પાછો આવી જાય. ગમે એમ તોય બાપનો જીવ ને...

 પ્રત્યુષા પણ હવે ઘડાઈ ગઈ. કોઈથીય ડરે નહિ. જવાબ આપી દે બધાને ને જરૂર પડે તો એકાદ તમાચો પણ ચોડી દે.

પ્રત્યુષા હાજર થઈ ગઈ ને ઘરે ફોન પણ કરી દીધો કે આજથી જ નોકરી પર લાગી જવાનું છે. અહીં જ કવાર્ટર રહેવા મળ્યા છે. શામજી ને ત્યારે નિરાંત વળી ને શાંતિથી જમવાનું ભાવ્યું.

આમને આમ સમય વીતતો ચાલ્યો પ્રત્યુષા રજાઓમાં આવે ને મન ભરીને બાપુ ને સોનબાઇ એકબીજાનો સાથ માણે. યુવાનવયે પહોંચેલી દિકરીમાં આવેલું પરિવર્તન જમાનાની ધૂળ ચાખીને આધેડ થયેલો શામજી પામી ગયો.

આ વખતે પ્રત્યુષા લાંબી રજા પર આવે ત્યારે વાત કરીશ એમ શામજીએ વિચાર્યું. લાંબી રજાઓ લઈને એની સોનબાઇ આવી. શામજી એને ખેતરે સાથે લઈ ગયો ને વાત ઉચ્ચારી,

" હે સોનબાઇ, હવે તો તને નોકરિય મળી ગઈ સે, આ ગામમાં બધા પુસ્યે રાખે કે હવે લગન કએ કરવા તારા, ને હૂંય કઈ દવ કે મારી સોનબાઇ હામી ભરે તયે. તી કોઈ સોકરો સે ન્યા તારા જેવો નોકરીવારો તો મને કેજે હું જોઈ લવ. જો તને ગમતો હોય કોઈ તો એય કઈ દે એટલે સીધો ન્યા જ જાવ માગું લઈને."

પ્રત્યુષા તો પોતાના અભણ બાપુ ને જોઈ જ રહી. એ આટલી આધુનિકતા દાખવસે એની કલ્પના પણ ન હતી પ્રત્યુષા ને. પ્રત્યુષા થોડી શરમાઈ પણ કઈ બોલી નહિ. આગળ નીકળી ગઈ.

ઘરે આવીને બધા જમવા બેઠા ત્યારે શામજીએ ફરી વાત ઉચ્ચારી. હવે પ્રત્યુષા બોલી કે એની સાથે જ નોકરી કરતો એક યુવાન એને ગમે છે. પ્રેમ છે એવું નહિ પણ પોતાને યોગ્ય લાગ્યો ને સરખી જોબ છે તો વિચારો મળતા આવે છે બસ એટલું જ.

શામજીને ચિંતા માં નાખીને પ્રત્યુષા તો ફરી શહેરમાં જતી રહી પણ શામજી ને ક્યાંય ચેન ન પડે...
                                                      (ક્રમશઃ)