17.
લાલ કલરનું ફેન્સી બોક્સ, બોક્સ માં સુંદર મજાનું ઇંવીટેશન કાર્ડ, કાર્ડ સાથે ભાવનગરની પ્રખ્યાત મીઠાઈનું બોક્સ, કાર્ડ પર ગોલ્ડન શાહીથી બહુ સુંદર 'word art' વડે લખાયેલું હતું ' સિમ્પલ વેડ્સ લકી '. સિમ્પલ ને ખબર હતી કે ભૂત નું રહેણાંક પીપળો જ હોય. તેથી તે મારુ અને માધવીનું ઇંવીટેશન કાર્ડ પણ સાથે જ લાવી હતી. તેણે માધવીને ફોન કોલ કરીને બોલાવી લીધી હતી એટલે અમે ચારે હોટેલ સંકલ્પમાં ભેગા થયા ચારે એટલે સિમ્પલ નો 'લકીવન' લકી પણ સાથે આવેલો.
"તુમ દોનોં કો જરૂર આના હૈ" સિમ્પલ અમને બંનેને કાર્ડ આપતા બોલી
"જી જરૂર આયેંગે " હું અને માધવી એક સાથે બોલ્યા.
"Sorry મેં તો intro કરવાના ભૂલ હી ગઈ. યે હે માનવ ઓર યે માધવી" અમે લકીની સામે smile Exchange કરી
"ઓર યે હૈ મેરે હોને વાલે husband લકી" લકી એ hi કહ્યુ.
લકી એટલે ટિપિકલ પંજાબી ગભરુ જવાન, તેની hieght લગભગ 6 ફૂટથી પણ વધારે હશે. classic red turban, fairish look, smart personality, બન્ને ગાલમાં ખંજન, ટ્રિમ કરેલી દાઢી અને માસૂમ મુસ્કાન. તેણે coffie mug એવી અદાથી પકડ્યો હતો કે જાણે તે કોઈ showનો anchor હોય.
"તુમ વાકયીમેં લકી હો મેરે યાર" મેં કહ્યું
"Why So?" પહેલી મુલાકાતમાં પહેલું જ વાક્ય આવું સાંભળવા મળે તો જરા અમસ્તી જીજ્ઞાશા તો જાગે જ.
"તુમ્હારી વાઇફ ચાહે જીતના ભી સજ સવરલે લેકિન હંમેશા સિમ્પલ હી રહેગી" મેં કહ્યું અને સૌ હસી પડયા.
સિમ્પલ સાથે થોડા સમયમાં જ મારુ અને માધવીનું દિલ મળી ગયું હતું. તે તેની ઉંમર કરતાં ઘણી વધારે Mature હતી. બિલકુલ મારી જેમ જ. તેથી જ તો તે હંમેશા મારો અને માધવીનો શિકાર બની જતી. અમે ભેગા થતા, હસતા, જમતા, મજા કરતા અને છુટા પડી ફરી મળવાની રાહ જોતા. હજી ગત અઠવાડિયે જ અમે એક નાની એવી Picnic જેવું ગોઠવ્યું હતું
" વેસે મેં પહેલેસે હી તુમકો warning દે દૂ, યે જરા સી ભી સિમ્પલ નહીં હૈ." માધવી પણ ચાલતી ગાડીમાં ચડી ગઈ. આમ પણ નારીશક્તિનું અનામત હોય ને
"Oh my god , મેં તો ડર ગયા I Think I have to rethink" લકી પણ wink કરતા બોલ્યો.
"કયા Rethink, બોલો ?" સિમ્પલના ગુલાબી ગાલ ધીમે-ધીમે લાલ થવા લાગ્યા.
"મુજે ડર લગ રહા હૈ, મે સોચતા હું કે શાદી મે ટ્રેડીશનલ પંજાબી પેહનું યા વેસ્ટર્ન ઓઉટફિટ કયું કે તુમ્હારે દોસ્ત leg pooling કરતે હૈ. ક્યાં પતા કલ મે પંજાબી આઉટફિટને આયા તો યે લોગ ક્યા કરેંગે?" અમેં હસી પડ્યા. સિમ્પલ તો રોકે રોકાઈ નહી
" નહીં યાર, તું સચ મેં લકી હૈ. હમારી દોસ્ત સોના હૈ." મેં તેના હાથને પકડતા કહ્યું.
"અરે સાલે, પહેલે તું મેરી વાઈફ કે સાથ Date કરેગા ઓર બાદમે તું હી મુઝે બતાયેગા કે વો મેરે લિયે બેસ્ટ હૈ" લકી એ ગુસ્સે ભરાતા કહ્યું.
"લકી.... ક્યા હુઆ?" સિમ્પલ વચ્ચે બોલી
"તું ક્યાં સમજતા હૈ કે તું નહિ બોલેગા તો મુજે પતા નહીં ચલેગા?" તે એકલો હસી રહ્યો હતો અને બાકીના અમે ત્રણે તેને દંગ થઇ ને તેને જોઈ રહ્યા હતા
"ચહેરે તો દેખો સબકે, ઓય કાકે કયા સિર્ફ તું હી ખીંચાઈ કર સકતા હૈ?" લકી પંજાબી ઢંગથી હિન્દી બોલી રહ્યો હતો.તેની સ્પષ્ટતાથી અમને રાહત થઈ અને અમે સૌ તેની સાથે હસ્યાં.
" ઔર વેસે ભી મેરા તો એક હી સપના થા કી મેં જબ ભી શાદી કરુંગા સિમ્પલ સે હી કરૂગા. મેં તો બચપન સે હી ઇસકા આશિક થા. પર ઉસે કભી ભી કેહ નહીં પાયા. ઔર એક દિન અચાનક પાપાજીકા કોલ આયા. ' સુણો બેટા જી, તેનું સિમ્પલ નાલ વ્યાહ કરના હૈ. મેને જુબાન દે દી હૈ.' જિંદગી મેં પહેલી બાર પાપાજી કે commitement પર proud feel હો રહા થા. પાપાજી કો કોન સમજાયે કે મેં તો સિમ્પલ સે શાદી કરને કે લીએ મરે જા રહા થા. તુમ માનોગે નહીં call કે કટ હોતે હી મૈને ભાંગડા પાયાસી" તે એકલો બોલતો ગયો અને અમે હસતા ગયા.
સિમ્પલે શરમાઈને તેના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું હતું. જો કે આ Cover Up નો જાજો ફાયદો નહોતો. તે પણ હસી રહી હતી જે બધાને સાફ સાફ દેખાઈ રહ્યું હતું. થોડી વાર બાદ તેણે જઇને લકીની પીઠ પર Punch માર્યો અને અમે હસી પડ્યા.
"પર it is quite surprising આપ યહાઁ કેસે?" માધવી બોલી
"અરે આપ વાપ કી Formality છોડો, ઔર યે સબ ઇન સે પુછો" લકીએ સિમ્પલ તરફ ઈશારો કર્યો
"Well મમ્મી કી તબિયત દિન બ દિન બીગડ રહી હૈ. ઇસ હાલત મેં ઉનકો પંજાબ નહીં લે જાયા સકતા. વેસે ભી mumma કો aero-phobia તો હૈ હી. so ઉનકો by road યા by Train લે જાના safe નહીં. ઇસી લીએ મેને લકી સે request કી કે વો અપની family કો યહાઁ લે આયે."
"Well done, you are great man"મેં લકીને hug કરતા કહ્યું.
" અરે એ તો મેરા ફર્ઝ થા."
"પાપાજી સે લડ કર આયા હૈ તબ જા કે યહાઁ પર સબ આયે હૈ. યે ભી તો બતાના" સિમ્પલ ગર્વથી બોલી.
"શીખ માનવ, તું પણ કંઈક શીખ" માધવીએ મને ટલ્લો મારતા કહ્યું.
"હા મારે તો બધું જ Fix છે. મારા તરફથી લગ્નની અડધી તૈયારી તો થઈ ચૂકી છે" મેં કહ્યું.
"મને પૂછ્યા વગર આટલું બધું કરી નાખ્યું? તો બાકી શું રાખ્યું?" માધવી બોલી.
" મારા તરફથી લગ્નની હા કહી દીધી છે. બસ હવે એક છોકરી શોધવાની બાકી છે!" મે ગંભીર મુદ્રામાં કહ્યું. મારું અનુમાન એવું હતું કે તે તે લાલચોળ અંગારા જેવી થઈ જશે.પરંતુ થોડીવાર માટે તે સાવ સૂનમૂન બેસી રહી. મેં મારું ધ્યાન તેના પરથી હટાવી લકી અને સિમ્પલ પર શિફ્ટ કર્યું. એટલે હિટલરે કરેલા બ્લીત્ઝક્રિગની માફક તેણે ચિતાની ઝડપ ભેર મારા પડખાને હચમચાવીને ચોંટિયો ભર્યો.
"ઓય શું કરે છો?'' મે દર્દ થી કણસતા કહ્યું
"આવા ખોટા બકવાસ જોક હવે નહીં કરતો. નહીંતર તને મજા નહીં આવે." માધવી તેની પકડ હળવી કરતા બોલી
"બેટા મે તો લકી હી હું લેકિન તેરા પતા નહીં."લકી તાળી પાડતા બોલ્યો
ઘણા સમયથી ગુજરાતમાં રહેતા હોવાથી લકી અને સિમ્પલ બંને ગુજરાતી તો સમજી શકે છે કદાચ બોલી પણ લેતા હશે પરંતુ અમે જ હરખપદુડા થઈને હિન્દીમાં બોલીએ એટલે તેમને માથાકૂટ જ નહીં.
"They are not ..... " સિમ્પલ એ વાક્ય શરું કર્યું અને ન જાણે શું થયું કે તે બાકીના શબ્દો ગળી ગઈ. "They are just good friend." તેણે વાક્યનો Subtitude શોધી લીધો. પરંતુ તેનો મર્મ અમે ચારેય સમજી ગયા હતા .
" I am sorry દોનો કી chemastry દેખ કે મુજે એસા લગા કી યે દોનો સિર્ફ દોસ્ત નહી હો સકતે" લકી બોલ્યો
હું અને માધવી બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા. તે તેની લાક્ષણીકતાથી વિપરીત કેટલાય વિચારોમાં સફર કરી રહી હતી લકી અને સિમ્પલે તેને ઘણા બધા પ્રશ્ન વિચારવા મજબૂર કરી દીધી હતી. તેનો મારી સાથે શું સંબંધ છે? શું કામ મારી દરેક બેવકૂફી પર તેને હસવું આવે છે? શું કામ મારી દરેક પ્રોબ્લેમમાં તે મારી સાથે ઉભી રહે છે? શું કામ મારી સાથે રડે છે, હસે છે? રોજે રોજ દુનિયા બદલાય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અમારો સંબંધ એવો ને એવો જ રહ્યો છે. એનું કારણ શું છે? અમે હજારો વાર સાવ એકલા roomમાં હતા. બંન્ને જવાન હતા, opposite Attaction નો law તો અમને પણ લાગુ પડતો હતો. છતાં કેમ ક્યારેય પણ અમે એકબીજાને એવો સ્પર્શ પણ નથી કર્યો. બન્નેનો દિવસ એકબીજા વગર બેકાર વીતે છે. ગમે તે પરિસ્થિતિમાં બંને ભલે ને પાસે હોય કે દૂર, ક્યારેય પણ અલગ નથી થતા. માધવી મને રોજ પજવે છે. અને જો તે પજવે નહીં તો મને જમવાનું હજમ નથી થતું. વર્ષોના આ અનામી સંબંધને નામ શું દેશું? માત્ર ફ્રેન્ડશીપ? તેના વગર વીતેલા સાત દિવસ જાણે સાત જન્મ હોય તેવું લાગતું હતું. એવું તો શું છે કે જેનાથી આવું મહેસુસ થાય છે? તે નીરાલી સાથે વર્ષોથી નથી મળી, તેના વિશે તો આવું કંઈ પણ મહેસૂસ નથી કરતી કે બીજા કોઇ પણ Classmate, Friend કે colleauge વિશે આવી ભાવના કેમ નથી થતી?"
માધવી નો ચહેરો સાવ Expressionless હતો. તેનામાં કંઈ પણ બોલવાની હિંમત નહોતી. સિમ્પલે લકીને ઈશારા વડે પુછ્યું કે તે આ શું કર્યું? લકીએ તેના કાન પકડ્યા અને અને ઈશારા મારફતે Sorry કહ્યું.
"માધવી It's ok" મેં તેનો હાથ પકડતા કહ્યું. પહેલી વખત માધવી મારા હાથના સ્પર્શને અજાણ્યો સમજી રહી હતી. તેની આંખોમાં પ્રશ્નોના વાદળ ઘેરાયા હતા. તેની માનસીક અવસ્થામાં કોઈ ફર્ક પડ્યો નહોતો.
"માધુ...?" મેં તેના હાથને દબાવતા કહ્યું.
"I have to go.માધવીએ પોતાનો હાથ છોડાવ્યો. તે ઉભી થઇ અને ચાલવા લાગી. તેણે પાછળ ફરીને એક વાર પણ જોયું નહીં. જોતજોતામાં તેની ગાડી દૂર ચાલી ગઈ અને Hotel ના loungeમાં અમે ત્રણેય એકબીજાની સામે મુક બધીરની માફક જોઈ રહ્યા.
***
"તુ શું કરે છો?" માધવીનો રેસ્ટોરન્ટ માંથી ગયા બાદ આજે બે દિવસ બાદ કોલ આવ્યો.
"તું ક્યાં છો. બે દિવસથી ન તો કોઈ ફોન કોલ, ન તો કોઈ text. મને તારી ચિંતા થતી હતી" હું એક શ્વાસે બોલતો ગયો
"I'm alright. તુ ક્યાં છો અને અત્યારે શું કરો છો?" માધવી બોલી
"ઓફિસમાં છું"
"તો ઓફિસ છોડ અને હું Address text કરું ત્યાં આવી જા" તેણે કોલ કર્યો અને એ થોડીવારમાં મારા મોબાઈલ પર text આવી ગયો.
***
"માધવી તે મને આ હોસ્પિટલમાં શા માટે બોલાવ્યો છે? Everything ok?" મેં ચિંતાના સ્વરે પૂછ્યું
"હા બધુ સારું જ છે હવે."
"કોઈ બીમાર છે?"
"તુ ચાલને, બહુ સવાલ ન કર." અમે શહેરના ફેમસ cg હોસ્પિટલમાં loungeમાં બેસેલા હતા. દર્દીઓની સાથે આવેલા તેમના સગાવહાલા દોડાદોડ કરી રહ્યા હતા. Nurse તથા ડોકટર એક પછી એક આવતી લોકલ બસની માફક અમારી પાસેથી પસાર થઇ રહ્યા હતા. અહીં શહેરના મલ્ટી સ્પેશ્યાલીસ્ટની ફોજ હોય તેવું cash counter પાસેના sign boardને વાંચીને લાગતું હતું. હોસ્પિટલનું પ્રિમાઈસીસ ખૂબ જ આધુનિક તેમજ સુંદર એન્જિનિયરિંગના નમૂના સમાન હતું.
વિશાળ હોસ્પિટલ છતાં neat and clean, થોડા થોડા સમયાંતરે હોસ્પિટલની ચાલતી સાફ-સફાઈ હોસ્પિટલના દર્દીઓ માટે ફાયદાકારક હતી. આમ પણ હોસ્પિટલમાં ઘણા બધા bed હોવાથી દર્દીઓને સારી સગવડ મળી રહે છે. વત્તા મોટાભાગના સ્પેશિયાલિસ્ટ અહીં ઉપલબ્ધ છે.
અમે એકથી બીજે વૉર્ડ જઈ રહ્યા હતા અને વારેવારે હોસ્પિટલનો નકશો જોઈ લેતા છતાં અમને અમારો વૉર્ડ શોધવામાં ઘણી તકલીફ પડી. તેનું મુખ્ય કારણ હતું Modern architecture. અમે અંતે અમારા વોર્ડમાં પહોંચી અને Waiting placeમાં બેસી ગયા. માધવી બરાબર મારી પાસે બેઠી હતી અત્યાર સુધીમાં માધવી કશું બોલી નહોતી એટલે મને વધુને વધુ બેચેની થવા લાગી હતી
"માધુ..." મેં તેના હાથ પર મારો હાથ મુકતા કહ્યું.
" હં.." તેણે કોઈપણ સંવેદન વગરનું હં કહ્યું. પરંતુ તેણે પોતાના હાથ મારા હાથથી અલગ ન કર્યો. એટલે મને હાશકારો થયો . જો તે હજી ગુસ્સામાં હતો તો પોતાનો હાથ ઝાટકાભેર ખેંચી લેત
"શું થયું બાબુ?" મેં તેની આંખોમાં આંખ પોરવતા કહ્યું.
"ઉંહુ..."તેણે પોતાનું માથું ડાબેથી જમણી બાજુ હલાવ્યું.
"તો..?" મેં પૂછ્યું
"કંઈ નહીં" માધવીએ એ વાત પર પૂર્ણવિરામ મૂક્યું. તે પછી હું પણ કશું બોલ્યો નહીં. અમે થોડીવાર વૉર્ડની દીવાલ પર લગાડેલા અલગ અલગ પોસ્ટર જોઈ રહ્યા હતા. ડોકટરની ચેમ્બર બહાર બહુ ફેન્સી નેમ પ્લેટ હતી. તેમાં ડોકટરનું નામ સુંદર અક્ષરે લખાયું હતું "મિહિર જોશી" અને તેના પર ઘણી બધી ડિગ્રીઓ અંકિત હતી અને તેમાંથી ઘણી બધી તો વિદેશમાં પ્રાપ્ત કરેલી હતી. મતલબ ડોકટર તો ફોરેન રીટર્ન છે.
ઘણાં સમયના મૌનને સ્વયં માધવીએ જ તોડ્યું.
"તને આ તકલીફ કેટલા સમયથી છે?"
"હું સવા વરસનો હતો. મમ્મી કહે છે. હું બહુ મસ્તીખોર હતો."
" હજી છો." માધવી જરા હસીને બોલી.
" હસતો રમતો બાળક હતો. હું ત્યારે ચાલતા પણ શીખી ગયેલો. ખબર છે? તે સમયે TV પર પહેલીવાર રામાયણ રીલીઝ થઈ હતી. હું લાકડીનો નાનકડો ટુકડો ખભે રાખી હનુમાનજીનો વેશ ધારણ કરતો તે પણ આખો દિવસ ખભા પર લાકડી, અર્ધનગ્ન શરીર અને મુખમાંથી નીકળતા " જય શ્રી રામ જય શ્રી રામ" ના નારા."
માધવી હસી પડી. "એટલે બાલ હનુમાનનો કોન્સેપ્ટ ઓરીજનલી તારો છે એમને" ધીમે ધીમે માધવીનો ગુસ્સો આઈસ્ક્રીમ માફક પીઘળી રહ્યો હતો.
"હા, એક દિવસ મને તાવ આવ્યો. એટલે મને ડોકટર પાસે લઈ જવામાં આવ્યો. અમે ત્યારે પપ્પાના વતન સિહોરમાં રહેતા હતા. આજથી 26 વર્ષ પહેલાં ગામમાં એક જ ડોકટર હતો. તેથી તે એ વાતનો બહું ફાયદો ઉઠાવતો. તે કોઈના ઘેર વીઝીટ કરવા જતો. ત્યાં પાડોશમાં કોઈ ઘરમાં બીમાર હોઈ તો તેના સ્વજન તે ડોકટર ને તપાસી દેવા વીનંતી કરતા ત્યારે આ ડૉક્ટર તેને કહેતો કે ' હું એપોઇન્ટમેન્ટ નોંધાવ્યા વગર કોઈને ત્યાં નથી જતો. તમે મારા ક્લીનિકે જઈને કેસ લઈ આવો તો હું તમારા દર્દીને તપાસી દઉં.' "
" અરે આ તો હદ થઈ ગઈ. હું ત્યાં હોત તો તેને સીધો કરી નાંખેત" માધવી બોલી
" પરંતુ ત્યારે બીજું કોઈ હતું પણ નહીં ને. આને હાંકી કાઢેત તો પછી બીમાર પડીએ ત્યારે ? ડૉક્ટરે મને તપાસ્યો. અને પેનેસીલીનનું ઈન્જેકશન આપ્યું. તે એક ઈન્જેકશને મારી જિંદગી બદલી નાખી. ઈન્જેકશન દેવાથી રીએક્શન આવ્યું. રીએક્શન ને ક્યોર કરવા તેણે સતત 3 દિવસ સુધી મારા પર પ્રયોગ કર્યા. એનું પરીણામ એ આવ્યું કે કેસ બહું કોમ્પ્લિકેટેડ બની ગયો હતો. તેણે મારા મમ્મી પાસેથી બધા પ્રેસક્રિપ્શનસ તથા દવાનાં બિલ કબજે કરી લીધા અને પછી પોતાના હાથ ઊંચા કરી દીધા." મેં કહ્યું.
" Oh god! દુનિયામાં કેવા કેવા નાલાયક લોકો હોઈ છે"
"માધવી છોડને તે બધી વાતો. મને તેના પ્રત્યે કોઈ ફરિયાદ નથી."
ત્યાર બાદ અમે બન્ને મૌન ડોકટર ચેમ્બરની સામે જોતા રહયા. માધવી વારે વારે પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ પર સમય જોઈ લેતી. તેને રાહ જોવી જરા પણ ગમે નહીં મેડમને special treatment જોઈએ. એને કોણ સમજાવે કે ladies first એટલે સમગ્ર નારી જાતી નહીં કે માત્ર 'માધવી શાહ.' અંતે અમારી ઇંતેજારીનો અંત આવ્યો ડોક્ટરના ચેમ્બરમાંથી બઝર વાગ્યું અને કમ્પાઉન્ડરે મારું નામ પોકાર્યુ "માનવ શાસ્ત્રી"
અમે અંદર પ્રવેશ્યા ત્યારે ડોકટર પીઠ ફરીને ઊભા હતા અને ફોન પર કોઈની સાથે લમણા જીક કરી રહ્યા હતા
"For god sake, stop talking now. I am at hospital. I will call you later." ડોક્ટરે પોતાનું વાક્ય પૂરું કર્યું અને સામા છેડેથી શું જવાબ આવશે તેની પરવા કર્યા વગર કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો
"જી બોલો શું તકલીફ છે?" ડોક્ટરે પોતાના મોબાઇલ ને Switch Off કરી અમારી તરફ ફરીને કહ્યુ. હું અને માધવી એક બીજાની સામે જોતા જ રહ્યા અમે તેને જોઈને દંગ રહી ગયા હતા.
આ ડોક્ટર મિહિર જોશી એટલે બીજું કોઈ નહીં માધવીના આદર્શ દંપતીમાંનો શ્રેષ્ઠ પતી. જી હા નેહા અને મિહિર, શ્રેષ્ઠ દંપતી. હવે અમે બંન્નેને ખાતરી હતી કે સામા છેડે બીજું કોઈ નહીં નેહા જ હોવી જોઈએ.
"હવે બોલો પણ ખરા. એકબીજા સામે પછી જોતા રહેજો." મીહીર ગુસ્સામાં બોલ્યો
"શું? " મને વિષયવસ્તુની જાણ ન હોવાથી હું બોલી ઉઠ્યો.
"તમને શું તકલીફ છે ? કે પછી મારો તમાશો જોવા આવ્યા છો." ડૉક્ટરે પોતાના સ્ટેટસની પરવા કર્યા વગર કહ્યું
"મને તો કોઈ તકલીફ નથી" મેં કહ્યું .
"Sir આને કશો ખ્યાલ નથી. હું તેને લાવી છું ."માધવી બોલી
"આ તારી પત્ની છે " મિહિરે પૂછ્યું
"ના હવે" અમે બંન્ને સાથે બોલ્યા
"નસીબદાર છો. અહીંયા મારે તો હું હોસ્પિટલમાં આવું છું તેમાં પણ શંકા કરે છે. મને કહે છે કે આજે તારો round નથી તો તું શું કામ ગયો છે ? હવે તો હદ થઈ ગઈ છે" મીહીર કોઈ પણ જાતની પરવા કર્યા વગર બોલતો જ ગયો. તે પોતાના અંગત પ્રશ્નો સાવ અજાણ્યા માણસ સામે રજુ કરતા પણ સંકોચાયો નહીં
"Sir માનવને તપાસોને. તેનામાં કોઈ ફેરફાર લાવી શકાય તેવી સંભાવના છે. આજકાલ તો મોર્ડન સાયન્સ એટલું વિકસી ગયું છે કે ગમે તે સંભવ છે."માધવી બોલી
"અરે તું મને શું સમજે છો?" ડોક્ટર ક્રોધાવેશમાં એક સ્ત્રીનું સન્માન પણ ભૂલી ગયા હતા
"ઓ સાહેબ સ્ત્રી સાથે કેમ વાત કરવી એ તો છે જુઓ" મેં કહ્યું
"હું ડોક્ટર છું. કોઈ ભગવાન નથી અને આવા કેસમાં તો સ્વયં ભગવાન ચાહેને તો તે પણ કશો ફેરફાર કરી શકે નહીં. હું તો સામાન્ય માણસ છું. " તે ઘરનો ગુસ્સો માધવી પર ઉતારવા લાગ્યો હતો.
હદ તો ત્યાં થઇ ગઇ કે તેણે મને તપાસવા ની વાત તો દૂર પરંતુ મને જોયો પણ નહોતો અને ગુસ્સો કરવા લાગ્યો. ક્રોધનો સૌથી ખરાબ પોઇન્ટ એ છે કે તે વિવેકબુદ્ધિનો નાશ કરી નાખે છે. તેથી જ તો આ વિદેશમાં ભણેલો ડોકટર સાવ અભણની માફક ઈશ્વરને ચેલેન્જ આપે છે. તેને ખબર નથી કે જે સમગ્ર સૃષ્ટિની રચના કરી શકે. તેને આવા સામાન્ય કામ માટે ચેલેન્જ કરવાની ન હોય.
"Sir તમારા માટે કોલ છે." ચેમ્બરના ખૂણામાં ઊભેલો કમ્પાઉન્ડ કદાચ વધારે પડતો ધાર્મિક હશે. તે સાહેબના ગુસ્સાથી નારાજ તો હતો, તેવું તેનો ચહેરો કહી રહ્યો હતો. પરંતુ તે કશું કહે તો તેની નોકરી પર આવી બને. મીહીરે પોતાનો ફોન બંધ કર્યો એટલે નેહાએ બિચારા કમ્પાઉન્ડરના ફોન પર call કર્યો
"Hello" મિહિર પોતાનો ગુસ્સો કંટ્રોલ કરીને બોલ્યો
" Now what ? I have told you, I am at hospital. Please let me do my job." નેહાના આક્રમણ સામે આત્મરક્ષણ કરતો મીહીર બોલ્યો.
તે બંને ઘણી વાર એક-બીજા સાથે આક્ષેપોની કબડ્ડી અને જવાબદારીનો ખો-ખો રમીને કંટાળી ગયા હતા અને અમે સાંભળીને પાકી ગયા હતા. તેથી અંતે મેં મીહીરને કહ્યું કે નેહા સાથે હું વાત કરું. મને એવું ન કરવા ઈશારો કર્યો પરંતુ મને ખબર હતી કે હું શું કરી રહ્યો છું
"I will talk to you later, first of all talk to Mr Manav shastri" મિહિર કેસપેપરમાંથી મારું નામ વાંચીને બોલ્યો
"Hello madam, sorry આપની વાતોમાં ખલલ કરી રહ્યો છું પરંતુ હું માધવી એનજીઓનો મેમ્બર છું. અમે સ્લમ એરિયામાંથી બીમાર બાળકોની સેવા કરીએ છીએ અને આજે હું એવા 50 બાળકોને અહીં હોસ્પિટલમાં ચેક-અપ કરાવવા લાવ્યો છું. જેના સંદર્ભે આપના પતી ડોક્ટર મીહીરને પણ આવવું પડ્યું છે. Please madam તમે થોડી વાર પછી call કરોને તો મારા છોકરાઓનુ ચેકઅપ જલદી થઈ જાય. બિચારા સવારના ભૂખ્યા આવ્યા છે. Sorry તમને Disturb કરવા બદલ." મેં મીહીરના હાથમાં મોબાઈલ મુકતા કહ્યું
" નેહા હું તને પછી ફોન કરું OK?" મીહીરે જરા ધીમા સ્વરે કહ્યું.
"Sorry આટલું સરસ કામ કરે છે ને પાછો કહેતો પણ નથી. Anyway I'm proud of you" નેહાએ કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર ફોન મૂકી દીધો.
"THANK YOU AND SORRY TOO." મિહિર બોલ્યો. મેં કોઈ જવાબ આપવાને બદલે એક સ્મિત કર્યું.
***
અમે ડૉક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હું વેઇટિંગ પ્લેસની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે માધવીએ મને થોડી વાર વેટિંગ પ્લેસમાં બેસવાનો આગ્રહ કર્યો. આમ પણ આટલા બધા સમય બાદ પહેલીવાર તે મારી સાથે બોલી હતી. તો હું તેની વાત કેમ ન માનું
"રૂમ આખો ખાલી થઇ ગયો હતો. અમારા પછી માત્ર એક પેશન્ટ હતું. તે પણ ડોક્ટરની ચેમ્બરમાં ચાલ્યું ગયું હતું. એટલે હવે ત્યાં હું અને માધવી માત્ર અમે બન્ને જ હતા. લૌન્જ લગભગ 14 x 20નો હશે. બરાબર મધ્યમાં પાંચ વ્યક્તિઓ બેસી શકે તેટલી બેન્ચની છ કતાર. દરેક કતારની પાછળ ચાલવાવાળા માટે ખાસી એવી space છોડી બીજી કતાર શરૂ કરાઇ હતી.
હું પહેલી હરોળમા જઈને બેસી ગયો અને માધવી મારી સામે ઉભી રહી. મેં તેને બેસવાનો આગ્રહ કર્યો પરંતુ એને તો ઉભુ જ રહેવું હતું
"બોલ ને કંઈક" માધવી બોલી.
"મને એમ કે તારો મૂડ નહી હોય એટલે હું મૌન રહ્યો હતો આમ પણ નારાજ માણસ કશું બોલે નહીં ને" મેં કહ્યું
" માનવ i'm sorry"
"લે તને પણ Sorry કહેતા આવડે છે. મને એમ કે માત્ર મને જ Sorry આવડે છે.
"તુ શરૂ થઈ જતો નહીં. પહેલા સાંભળ. હું તને Sorry એટલા માટે કહું છું કે કાફેમાંથી ગયા પછી મેં તારી સાથે વાત ન કરી. એમ કરી મેં તને ચિંતામાં મૂકી દીધો હશે. પરંતુ તે પણ મને કોલ ના કર્યો" તે બોલી
"માધવી તારું ચીત્ત સ્થીર નહોતું. તેથી મારી હિંમત ન થઈ. આમ પણ સંબંધ ગુમાવવાથી બહેતર છે સંબંધ શીથીલ રહે, નહીં" મેં તેની આંખમાં આંખ પોરવતા કહ્યું
"એવું નથી માનવ, હું તને છોડી શકુ? પરંતુ લકીની વાતે મારા મનમાં ઘણા બધા સવાલોના વમળ પેદા કરી દીધા હતા અને જ્યાં સુધી તે સ્થિર નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ વિચારોના સમુદ્ર મંથનમાંથી જે જવાબો રૂપી અમૃત આવશે ને તે મારે આપણા બંને માટે સાચવી રાખવું છે. જેથી આપણો આ એહસાસ કાયમ અમર રહે."
"મતલબ મંથનહજી શરૂ છે. મારે રાહ જોવી પડશે? માધવી મારે કોઈ અમૃત સાથે લેવાદેવા નથી પરંતુ તને તો ખબર જ હશે કે દરેક મંથનમાં અમૃત સાથે ગરલ પણ આવે છે. શું આપણો તે એહસાસ આ ગરલ પીવા માટે તૈયાર છે? કોઈના કૈં પણ કહેવાથી આપણે આપણા સંબંધ પર સવાલ કરવાનો?"
"માનવ સવાલ તો એ જ છે કે આપણા સંબંધનું નામ શું છે?"
"મારા સબંધનું નામ તો "માધવી" છે તારા સબંધનું નામ તને ખબર" મેં માધવીની આંખોમાંથી વરસી રહેલી ઝીણી ઝરમરને લૂછી
"I love you માનવ" જે રીતે વૃક્ષને વેલ વીંટળાયેલી હોય તેમ માધવી મને ભેટી પડી.તે રડી રહી હતી અને મારી પીઠ પર પ્રેમથી થપ્પડ મારી રહી હતી
***