Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા)

મિત્રો....ખુબ ખુબ ધન્યવાદ...

એક વાર્તા વિચારાય છે...લખાય છે...પબ્લીશ થાય છે ને તમે વાંચો છો...શબ્દો ની આ યાત્રા નથી તો શું છે? આપને બધા આ યાત્રા માં સામેલ છીએ..જોડણી, શબ્દો ની પસંદગી માં કોઈ ભૂલ હોય તો મિચ્છામી દુક્કડમ...

અત્યાર સુધી એવું થયું કે...એન્જલ ને બધું અઠવાડિયા પહેલાનું યાદ આવે છે. બર્થડે પાર્ટી પછી તે તેના માતા પિતા નો સંવાદ સાંભળે છે...

હવે પછી આગળ...

એન્જલ તેના માતા પિતા સામે જુએ છે ને તેઓ બંને એન્જલ ની સામે સ્તબ્ધતા થી તાકી રહે છે. કોઈ કોઈની સાથે વાત કરી શકતું નથી. નેત્રહીન એન્જલ ની માં રડ્યા કરે છે. પિતા એન્ટોનિયો ઉદાસ ચેહરે એન્જલ ને પાસે બોલાવે છે. બાપ દીકરી ભેટે છે ને સમાજ નું એક વાસ્તવિક ચિત્ર બને છે. કાયદા પ્રમાણે માં બાપ વગર ના બાળકો એકલા ના રહી શકે અને એમ પણ જો કોઈપણ માં કે બાપ અપંગ હોય તો નાના બાળક ની સંભાળ ના લઇ શકે. એન્જલ મીઠી નઝરે તેના પિતા ની સામે જુએ છે ને જાણે કહેતી હોય કે..” ડેડી, ચિતા ના કરો ..હું ઝટ મોટી થઇ જઈશ ને મોમ્માં પાસે પાછી આવીશ.”

“ ડીયર એન્જોલીયો, હું તારા વગર રહી નહિ શકું. મારે સુદાન જવાનું છે. ત્યાં મારે થોડુક કામ છે અને તે પૂરું કરી ને તરતજ મારી દીકરી પાસે પાછો આવી જઈશ.” એન્ટોનીઓ તેની દીકરી ને કહે છે પણ તેને ખબર છે કે તે કદીયે પરત નહિ આવી શકે. આ દિલ નો ભાર તે અંતર માં છુપાવી દે છે.

“ ડેડી, ચિતા ના કરો. સુનાદ્ર અંકલ ને ત્યાં થોડા ઈયર્સ રહી જઈશ. ૧૮ વર્ષ ની થઈશ ત્યારે અહી પાછી આવીશ. અને હા..સુનાદ્ર અંકલ કહેશે તો મોમ્માં ને ત્યાં માલ્ટા બોલાવી દઈશ...ઓકે?” મીઠા સવારે નાની એન્જલ બોલી.

એન્ટોનિયો તેના રોકી રાખેલા આંસુ રોકી શકતો ના હતો. આંખ ની કોરે આવેલા અશ્રુ બિંદુઓ એન્જલ ને વિદ્યય આપી રહ્યા હતા. ઘર ની દરેક વસ્તુઓ એન્જલ ને નીચી નઝરે જોઈ જોઈ રહી હતી. એન્જલે પોતાની નઝર પણ નીચી કરી દીધી હતી. એન્ટોનિયો રોબર્ટો ના હાથ માં એક કાળી બેગ સોંપે છે. અને ઈશારા થી કૈંક સમજાવે છે. એન્જલ ના હાથ માં ની તેની ગુલાબી બેગ તેના સુનાદ્ર કપડા , બે ત્રણ પુસ્તકો અને ડેડી મોમ્માં ના ફોટા નું આલ્બમ સાચવી રહી હતી. બસ આજ એન્જલ ની જીવન મૂડી બનવા ની હતી પણ તેની જાણ એન્જલ ને ન હતી.

બધું નક્કી કર્યા પ્રમાણે રોબર્ટો આવી ગયો હતો. આ સમયે કોઈ સીધી ફેરી ન હતી એટલે એક નાની મોટર બોટ ભાડે કરી . ૨૦૦૦ યુરો ભાડું નક્કી કર્યું.

કેટાનીયા ( ઇટલી ) થી વેલ્લેટા ( માલ્ટા ) નું અંતર લગભગ ૮ કલાક માં પૂરું થાય પણ...કોણ જાણે કુદરત ને આ મંજુર ના હતું. વહેલી સવારે મોટર બોટ માલ્ટા જવા ઘુઘવાટ સાથે ઉપડી પણ સમુદ્ર ના ઘુઘવાટ સામે કોઈનું ના ચાલે. મેડી સીલી ના કેટાનીયા પોર્ટ થી નીકળેલી બોટ, માલ્ટા બાજુ વળવાની બદલે લીનોસા નામના નાના ટાપુ બાજુ વળી ગયી. મેડિટેરીયન સમુદ્ર માં ઉદ્ભવેલો વંટોળ કોઈ ને ચેતવ્યા વગર પ્રગટ થઇ ગયો હતો. ન્યુમા નામનો મેડીકેન હરિકેન બહુજ ઓછો પ્રગટ થતો. પણ સમુદ્ર ના પાણી નું તાપમાન વધઘટ થતા આ થઇ ગયું.

‘સી-ગલ’ મોટર બોટ માં ફક્ત ૬ વ્યક્તિ. એન્જલ, રોબર્ટ અને ચાર હોશિયાર અને અનુભવી નેવી સી મેન . આ બધા રોબર્ટ ના મિત્રો. રોબર્ટ એક રીટાયર્ડ નેવી ઓફિસર. દુનિયા ફરેલો પણ હવે જાતે સેવા માંથી નિવૃત્તિ લીધી હતી. એન્ટોનિયો નો ખાસ માણસ. એટલે જ તો એન્જલ સાથે રોબર્ટ ને મોકલ્યો. સવાર ના ૧૧ વાગ્યા તેમ છતાં નેવિગેશન નહોતું મળતું. ચક્રવાત ની સંભાવના વધી ગઈ હતી. અનુભવી સીમેન પણ એક વખત વિચારવા લાગ્યા કે કંઇક ખોટું થઇ રહ્યું હતું. ચારેકોર અંધારું થઇ ગયું. વાદળા આકાશ માં થી આંખો કાઢતા હતા. વીજળી ના ચમકારે એન્જલ ને એક વખત તો ઘભરાવી દીધી. પણ એક નીડર ડેડી ની નીડર દીકરી ડરી નહીં. ખુબજ હાલક ડોલક થતી બોટ મહા પરાણે જમીન ને જોઈ શકી. ઇલેક્ટ્રોનિક નેવિગેશન બંધ થઇ ગયું હતું. મેગ્નેટિક ફિલ્ડ ના કારણે કદાચ આવું થાય. હવે તો ફીઝીકલ રીતેજ પોર્ટ ઉપર પહોચાય.

એન્જલ ની આંખો સામે તેના ડેડી અને મુમ્માં દેખાવા લાગ્યા. તેઓ કાયમ એન્જલ ને કહેતા

“ બેટા, પ્રાર્થના કરતી વખતે સ્વાર્થી નહિ બનવું. પણ, પ્રાર્થના બધા માટેજ કરવી.”

તે વાત એન્જલ ના મન માં કાયમ ઘર કરી ગયી હતી. સારા બાળકો ની આજ નિશાની છે. એન્જલ, ઈશ્વર ને યાદ કરી ને, બધા માટે પ્રાર્થના કરવા લાગી.

જાણે ઈશ્વરે એન્જલ ની પ્રાર્થના સાંભળી હોય તેમ બોટ નું ની કંટ્રોલીંગ સીસ્ટમ ફરી કાર્યરત થઇ ગઈ. ગમે-તેમ ખુબજ મહેનતે લીનોસા ટાપુ સુધી બોટ પહોંચી ગયી. હવે આગળ વધાય તેમ ના હતું. પોર્ટ નજીક ની મોટેલ માં આશરો લીધો. થાકેલી પણ દ્રઢ નિશ્ચય વાળી એન્જલ પોતાનો સામાન ગોઠવી ને જાતે ફ્રેશ થઇ ગઈ. મોટલ ની વેઈટ્રેસે ગરમ દૂધ નો ગ્લાસ આપ્યો તો નમ્રતા પૂર્વક થેન્ક્સ કહી ને હાથ માં લીધો. ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે દૂધ પીતા તેને પિતા યાદ આવ્યા.રોજ સુતા પહેલા ડેડી એક ડીઝાઇન વાળા લાંબા રંગીન ઇટાલિયન ગ્લાસ માં કેસર વાળું દૂધ આપતા. અને, તે સુઈ ના જાય ત્યાં સુધી માથે હાથ ફેરવતા જીવન ની સાચી વાર્તા કહેતા. એન્જલે કોઈ દિવસ પરી કથા નથી સાંભળી. બસ જીવન ની સચ્ચાઈ ની વાર્તા એન્ટોનીઓ કહેતા.

રાત્રી થંભી ગઈ. કોઈ પણ રીતે એન્જલ માટે સવાર પડેજ નહીં. સુવા માટે આંખ બંધ કરે ને ઘર યાદ આવે. જીવન મંત્ર યાદ કરી ને સુવા ની કોશિશ કરી. શું છે એન્જલ નો જીવન મંત્ર?

“ સુતા પહેલા રડવું નહિ, ને રડ્યા પછી સુવું નહિ.

યાદ કરી ને રોવું નહિ ને રોઈ ને યાદ કરવા નહિ.

સમય ને સંજોગ ભેગા ચાલે, તેને જુદા પાડવા નહીં.

ઈશ્વર નું ધારેલું સતત થાય , એવું કદી ભૂલવું નહિ.”

રોબર્ટે નિર્ણય લીધો કે જર્ની આગળ વધારવી. લીનોસા થી માલ્ટા નજીક માં. પણ, સાથી મિત્રોએ સમજાવ્યું કે રાત્રે ના નીકળવું. સવાર ના નીકળે તો સારું. કદાચ સમુદ્ર ના પાણી શાંત થઇ જાય! કોઈ પણ સાહસિક સમજુ પણ હોય છે. આંધળું સાહસ ના કરે તે સમજુ સાહસિક. એન્જલ ની જવાબદારી રોબર્ટ ની હતી. એન્ટોનીઓ ને એક વિશ્વાસ આપ્યો હતો. એન્જલ ને રોબર્ટ અંકલ ઉપર પૂર્ણ ભરોસો હતો ને રોબર્ટ ને ઈશ્વર ઉપર.

ભરોસા નું ચક્ર આમજ ચાલ્યા કરે છે.

તોફાની રાત સવારે શાંત પડી ગઈ.

મનુષ્ય નું જીવન પણ તોફાન અને શાંતિ ની વચ્ચે પસાર થાય છે.

જીવન ની હોડી પણ આમજ હાલક-ડોલક થતી બીજે કિનારે પહોંચી જાય છે. ક્યારેક ના પણ પહોંચે!!!!

બસ ...આવુજ કદાચ એન્જલ અને રોબર્ટ ના નસીબ માં અગાયું થી લખાયેલું હશે. રોબર્ટે વિચાર્યું કે સવાર ની રાહ જોવી નથી. કદાચ ઇટાલિયન પોલીઝિયા પાછળ પડે ને રખે ને એન્જેલિયા ને તકલીફ પડે!

વહેલી પરોઢે રોબર્ટ એન્જેલીયા ને જવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. સફર કોઈ પણ હોય માનસિક તૈયારી વગર નીકળવું ના જોઈએ. સંજોગો ને સમય કોઈના સગા થતા નથી. પૂર્વ તૈયારી રૂપે, રોબર્ટે લાઈફ જેકેટ, પીવાનું પાણી, એક તાડપત્રી, ટોર્ચ, થોડાક બિસ્કીટ અને કેક લીધા હતા. નાની મોટર બોટ ભાડે કરી. ત્રણ ગણું ભાડું આપ્યું ને જાતે ચલાવવા વિનંતી કરી. માલિક ને ભરોસો આપ્યો કે એન્જેલીયા ને માલ્ટા પહોંચાડી તે પરત આવશે.

ક્રમશ...

આગળ વાંચશું ...શું એન્જલ સહીસલામત માલ્ટા પહોંચે છે? ઇટલી નો પોલિસિઆ રોબર્ટો ને પકડે છે? વાંચો અને વાંચવો...