The Accident
Part 15
Mahebub Sonaliya
ડોમીનોઝનું ફર્નીચર ફેન્સી હતું પરંતુ આરામદાયક નો હતું. રવીવાર હોવાથી લગભગ બધા જ ટેબલ ઓકપાયડ હતા. મને એકલો તથા ખાલી ટેબલ સાથે જોઈને ઘણા લોકો વારે ઘડીએ પૂછતા હતા કે તેઓ મારી જગ્યાએ બેસી જાય પરંતુ મારો એક જ જવાબ હતો.'હું કોઈ ની રાહ જોઈ રહ્યો છું. તે આવતી જ હશે'
આ સાંભળી તે લોકો ઉદાસ ચહેરે પાછા ચાલ્યા જતા. કદાચ મનમાં કહેતા હશે કે 'આ માણસ ખાલીખમ બેઠો છે. તેની સાથીદાર આવે ત્યાં સુધીમાં તો અમે જમીને પણ ચાલ્યા ગયા હોત' I feel sorry about that. પણ જો હું લોકસેવામાં એકવાર પણ આ ટેબલ ખાલી કરી આપું ને તો પછી મને ટેબલ ક્યારે મળશે તે તો ઈશ્વર જ જાણે.
ઘણા ઇન્તેજાર બાદ જેમ વરસાદના ઠંડા-ઠંડા ટીપા ખુબ મજા આપતા હોય છે તેમ મારે સિમ્પલના આવવાની રાહ જોવાની હતી. મારા મનમાં એવો પણ ભય હતો કે કદાચ તે આવશે જ નહીં. કારણ કે હું તો તેના માટે સાવ અપરીચીત જ હતો. કદાચ તેણે મારુ દિલ રાખવા માટે ખોટે ખોટી હા પાડી દીધી હોઈ. અને જો એવું હશેને તો આ રાહ જોઈ રહેલા લોકો મને જોખી જોખીને ગાળો આપશે. જોકે બધું આપણા વિચારવા પ્રમાણે જ થાય એવું પણ નથી. બીચારી કોઈ કામમાં ફસાઈ ગયી હશે.કદાચ એવું પણ બને કે તેને સાવ ભૂલાઈ જ ગયુ હોય.
કેટલીબધી અટકળનો અંત માત્ર એક બારણું ખૂલતાં જ આવી ગયો. સિમ્પલ ખરેખર સિમ્પલ પારીધાનમા અતી સુંદર લાગી રહી હતી. તેણે સાવ સરળ શણગાર કર્યો હતો. બ્લુ કલરની પંજાબી કુરતી અને લાલ પ્લાઝા ટ્રેડીશનલ કપડા છતાં શરીર પર કોઈ જ ઓર્નામેન્ટ નહીં. પ્રેવેશ કરતાંની સાથે તેણે બધાં ટેબલ પર નજર ફેરવી અને તેનું ધ્યાન મારી તરફ જતાં તેણે વેવીંગ કર્યું. આવતાની સાથે જ તેણે મોડા આવવા બદલ માફી માંગી અને જસ્ટિફિકેશન પણ આપ્યો અને મેં કહ્યું એની કોઈ જરૂર નથી. After All મારી પહેલી date છે એટલો તો ઇંતજાર વાજબી છે.
અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા અને બીજા ટેબલની રાહ જોઇ રહેલા લોકો અમને બંનેને જોઈ રહ્યા હતા. એક માણસ તો મારા કાનમાં આવીને કહી ગયો કે તે આ છોકરી માટે અમને રાહ જોવડાવી તે 100% વાજબી છે. સિમ્પલે મને ઇશારાથી પૂછ્યું કે તે વ્યક્તિ શું કહે છે પરંતુ માત્ર Smile કરી
"હા અબ કુછ બોલો ભી" સિમ્પલે આયસ બ્રેકીંગનું કામ શરૂ કર્યું
"Thank you" મેં કહ્યું
"કિસ ચીઝ કે લિયે?"
"Because you are my saviour" મેં હસતા હસતા કહ્યું
" forget It, Its ok."
"આપકા કાફી યંગ હો. Dont you think so? You are too young to get married."
"મુજે પતા લેકિન I have to do this." તેણે કહ્યું.
"ઐસા ક્યુ?" મેં કહ્યું.
" દેખો યાર તુમ બુરા મત માનના લેકિન મેં અબ ઐસે phase સે ગુઝર રહી જહાં મેરી ઇચ્છાએ કોઈ માયને નહીં રાખતી."
"Orthodox family?"
તેણે મારા સવાલ નો જવાબ આપવાને બદલે પોતાની વાત શરૂ રાખી
"મેને કલ રાત તમહારી પ્રોફાઈલ દેખીથી. I have to say that you are best person. You can be best husband for any lucky girl. ઔર મુઝે તો યકીન નહીં હોતા યે પ્રોફાઈલ તુમને નહીં બનાઈ હૈ. બલકે તમારી ફ્રેન્ડને બનાઇ હૈ. વો તુમ્હારે બારે મેં સબ કુછ જાનતી હૈ"
"હા વો તો હે. ઇસી લિયે તો વો હમ પર નજર રાખે હુએ હૈ" મેં કહ્યું
"what, this is too much yaar કહા પર?"
" વો સામને LG કા showroom દીખ રહા હૈ વહાં સે હી વો હમે દેખ રહી હોગી"
"Ok ઉસે હમ પર નજર રખને દો, મેં તુમ્હે કુછ કહેના ચાહતી હું મતલબ કુછ દીખાના ચાહતી હું" તેણે કહ્યું
"નહી અભી નહીં બાદ મેં પહેલે Pizza" મેં કહ્યું .
તેણે Pizza pie ઉપાડી બોલવાનું શરૂ કર્યું .
"ક્યા તુમ યે દેખ રહે હો?" તેણે મને તેની આંગળી પર ચમકી રહેલી ડાયમંડની રિંગ બતાવી.
"Wow કોન હે વો Lucky Man?"
'મેરે પાપા કે દોસ્ત કા લડકા હૈ.અગલે મહીને હમારી શાદી હૈ."
"તુમ્હેં નહી લગતા યે બહુત જલદી હો રહા હૈ? તુમ સિર્ફ ઉન્નીસ સાલકી હો."
"હા પતા હૈ પર છે મહિને પહેલે અગર તુમ મુજે મિલે હોતે ઔર યે date છે મહિને પહેલે હુઈ હોતી તો મેં બેજીજક તુમસે શાદી કરી લેતી. લેકિન..." એની આંખોમાથી આંસુઓ નીકળવા લાગ્યા. મેં તેને ટીશ્યુ પાસ કર્યું અને થોડા સમય પછી પાણી આપ્યું. થોડીવાર તેને સ્વસ્થ થવા દઈ પછી મેં કહ્યું
" You OK , Feeling better?"
તેણે nodding કર્યું.
મેં તેને સમજાવ્યું કે હું અહીં માત્ર મારી મીત્રની જીદના કારણે આવ્યો છું. હું સમજી શકું છું કે તું મારાથી ઘણી નાની છો. જો તું સામે ચાલીને પણ મને પ્રપોઝ કરે ને તો પણ હું એમ કરવાની ના પાડુ અને પછી મે તેને જે કહેવું હોય તે કહેવા કહ્યું અને તેને દિલ ખોલીને વાત કરવાનો મોકો મળી ગયો.
"હમ બેઝિકલી ચંદીગઢ સે હૈ. પાપા સાઇન્ટીસ્ટ હૈ તો પૂરા ભારત ઘૂમતે ઘૂમતે યહા 'C S M' મેં આયે હૈ. મેરા એક ભાઈ હૈ જો ઉંમર મેં મુજસે 2 સાલ છોટા હૈ. ઔર મમ્માં housewife હૈ. બડી ખુશહાલ થી. હમારી જિંદગી.અપને વતન સે દૂર થે લેકિન હમ જહાં ગયે ઉસ જગાકો હી અપના વતન માન લિયા. ઇસી લીએ કહીં ભી કોઈ પ્રોબ્લેમ નહીં હુઇ.
છે મહિને પહેલે મમ્મા કો Carcinoma Detect હુઆ. તબ સે હમારી જિંદગી પુરી તરહ સે બદલ ગઇ. મેરે કંઈ ખ્વાબ થે. મે તો ઇસ સાલ ન્યૂ ડેલ્હી ચલી જાનેવાલી થી. મુજે અપને સપને પુરે કરને થે ઓર વો ભાવનગર મેં પુરે નહિ હોને વાલે થે. મુજે ભી દુસરી લડકીયો કઈ તરહ આઝાદ હવાકી તરહ ઘૂમના થા. મઝે કરને થે લેકિન મમ્મી કી આખરી ઈચ્છા યહી હૈ કી વો મેરી શાદી દેખ કર ઇસ દુનિયા કો હસતે હુએ અલવિદા કહે'' તે ફરીથી રડમસ થઇ ગઈ. મેં તેના ખભા પર હાથ મૂક્યો
"પપ્પા મેરી શાદી કે લિયે નહીં માન રહે થે. મેને બહુત મહેનત કરકે ઉનકો મનાયા. મેને વો પ્રોફાઇલ બનાઇ. કંઈ લડકે આએ ઓર ચલે ગયે લેકિન હમારી બાત કહી નહી બની. મુજે જો ભી કરના થા પાપાને મુજે કરને દીયા.ભાવનગર સે અચ્છે પંજાબી દુલ્હે કી તો ઉમીદ નહીં રખ સકતે. જબ મેં થક ગઈ તબ પાપાને મેરે સર પર હાથ રખ કર કહા "તુમ્હારી કોશિશ અગર પૂરી હો ગઈ હો તો મેં કોશિશ કરું?' પાપા ને એક કોલ લગાયા ઓર મેરી બાત બન ગઈ. પાપા કે દોસ્ત કા બેટા લકી અહેમદાબાદમેં જોબ કર રહા હૈ. હમ દોનોને એક સ્કૂલ મેં પઢાઈ કી હૈ. જબ મેં સાત સાલ કી થી તબ તક હમ સાથ થે લેકિન ઉસકે બાદ હમ ચંદીગઢ છોડ કર ચાલે ગયે. ઔર ફિર કભી મેને ઉસે નહિ દેખા. લેકિન મમ્મી કે લિએ મેને રીશતે કે લીએ હા કરદી" તેની આંખોમાંથી હર્ષ અને દુઃખ બંને એકસાથે નીતરી રહ્યા હતાં
મે તેને Hug કરીને તેને સાંત્વના આપી અને તે મને વિટળાઈને વધારે રડવા લાગી. આ દ્રશ્ય મેગા સીટીમાં કદાચ નોર્મલ હશે પરંતુ ભાવનગરમાં છોકરો છોકરીને Hug કરે, અને એ પણ જાહેર સ્થળમાં એટલે કયામત આવી જાય. બ્રેકિંગ ન્યુઝ થઈ જાય. બધા લોકો ચાતક નજરે અમારી સામે જોઈ રહ્યા હતા. સિમ્પલને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં તેણે મને દૂર કર્યો અને ટોળું વિખેરાઈ ગયુ.
"એક બાત તો તય હૈ માનવ, મે જહાં ભી જાઉંગી યા ચાહે તુમ કહીં ભી ચલે જાઓ, ચાહે કોઈ ભી સિચ્યુએશન હો મેં હર સિચ્યુએશનમે તુમ્હારી દોસ્ત બનના ચાહુંગી. ફ્રેંડ?" તેણે મારી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો.
"Sure " મેં Hand shake કરતા કહ્યું
"એક ઓર બાત બોલું? તુમ્હારે લિયે તુમ્હારી વો ફ્રેંડ હી સહી મેચ હૈ. તુમ ઉસે પ્રપોઝ ક્યું નહીં કરતે?"
મેં કશો જવાબ આપ્યા વગર એક મુસ્કુરાહટ સાથે આ મુલાકાતના અંત કર્યો