ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને
લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું ્છોભીલુંપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ
'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે? સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા. ભલુ થયું ભાંગી જંંજાળ... જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા.
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ
આઈ કિસ અ ગર્લ
Katy Perry નું સોંગ રેડીયો પર આવતું હતું ને રૂપા સાંભળી રહી હતી. એણે પણ સાથે સાથે ગાવાનું શરૂ કર્યું ને અચાનક હસી પડી એને પરિ યાદ આવી હતી...એની ગમતી છેડતી યાદ આવી હતી. जब से तुम्हारे नाम की मिसरी होंठो से लगाई हैं मीठा सा गम हैं और मीठी सी तन्हाई हैं !! મન બોલે શું આ જ જોઈએ છે તને કે પરિ ને જોઇએ છે તેથી તું એની સાથે સેહમત થઈ રહી છે.યંગસ્ટર્સ આનું નામ.. નવું કરવાની તમન્ના ... જિગ્નાસા વૄત્તિ ને પણ ન્યાય આપવાનો." ડેર" માં જ માનવાનું એમાં ડરવાનું શું..? જેવા પડશે તેવા દેવાશે..!!
રૂપા ને પરિએ જ્યારથી સ્કાય ડાઇવીંગ કર્યું ત્યારથી વધુ નજીક આવેલા. એનો હાથ પકડ્યો ને ત્યારથી ઉષ્માથી તેનું શરીર ગરમ થઈ ગયેલું. પણ પ્રથમ નો ફોન નંબર એણે કેમ રાખેલો તે ના સમજાયું. મળે ત્યારે પૂછીશ જ. પૂછ્યાં પછી જાણવાં મળ્યું કે શી વોઝ "બાય" મિન્સ એને પુરૂષો ને સ્ત્રી બંનેનો સમાગમ ગમતો હતો. આ દેશ ની હવા નો વાંક છે કે ભારતિયો બદલાઇ ગયા છે...ધેર ધેર રાવણ છે. એમાં દ્રોપદી જીરવાતી નથી ને સીતા સચવાતી નથી. રૂપા પરિના વિચારોમાં ખોવાઈ ગઈ. તેની જેમ તે પણ દેખાવડી હતી. પ્રથમ ની ચોઈસ હોઈ શકે પણ મેઘા ને જાનકી ને તો રૂપા ને પ્રથમ ની જોડી ગમશે તેથી જ તો નંબર આપેલો. બંનેના નાટકિયા સ્વભાવ ને એક્ટીંગ ક્રેઝ પણ પૂરા થશે તો પરિ ...તેને તો હું ક્યારથી જાણૂં છું ...હમણાંની ઓળખ ઓછી છે કંઇ..!!
એવું તો નથી જ કે મેઘા ને જાનકી મોર્ડન નથી. હાય બાય તો તેમના ક્યાં ઓછા હોય છે..!! રૂપા -અલય ને પરિએ ભેગા થઈ ને અક્ષર ને સમજાવ્યો કે લુક ઓન્લી ધીસ વે ઇટ વીલ વર્ક જસ્ટ સહમત થા ને અમે જેમ કહીએ તેમ કરજે. લગ્ન થાવાના છે તે તો નાટક હતું બધાએ પોતપોતાની ભૂમિકા બરોબર ભજવી પણ ખરી. વર-કન્યા પધરાવો સાવધાન વખતે જ રૂપા ન દેખાણી કે ના તો અક્ષર દેખાયો. અલય રૂપા-પરિને લઈને ભાગેલો કેમકે તે બંનેના કોર્ટ માં લગ્ન હતા. હવે કોઈ પણ મોર્ડન ગણાતા દેશી કુટુંબમાં બે છોકરીઓના લગ્ન રાજીખુશીથી કયા પેરેન્ટસ કરાવે તેથી આ બધુ નાટક કરેલું આ બાજુ જાનકી ને મેઘા તો હાંફળાં ફાંફળા થઈ રૂપા ને શોધતા હતા. પણ થવાનું હતું તે થઈ ને જ રહ્યું...બંનેને માંડવામાં રડતા જોઈને
બધા ગેસ્ટ પણ પ્રશ્નાર્થ ચિહ્ન સંગ બાજુમાં આવ્યા..કેમ શું થયું ? ...અરેરે બહુ ખોટુ થયું !
દિકરા પ્રથમે પરાણે પાટલે બેસવાની ચોખ્ખી ના પાડી હોવા છંતા કોઈએ એક ન સાંભળી. આમ તો જુવાન છોકરો ને પિતાજી તો મિત્ર જેવા જ હોવા જોઈએ. 'કપાળ મારું !! કેહતા પ્રથમે ઉભરો એની મમ્મી પર કાઢ્યો. પોતાની મમ્મીની અડિખમતા ને રિવાજોને પકડી રાખવાની વાત ... "ચાલ ભાગી જઈએ તો આ બધી જ જંજટમાંથી છૂટીએ. " તે નિર્ણય લેવાયો પણ ઘરે એજ નિર્ણય સૂરસૂરિયો થઈ ગયો.
જાનમાં હજાર આવશેનો બોમ્બ ફાટ્યો ત્યાંથી ફોટો ગ્રાફર -મહારાજ- જમણવાર- ડેકોરેશન- પીણાં ( સાદા નહીં હો પ્રીમિયમ જ જોઈએ) વગેરેથી ચાલુ થયેલો વરઘોડો વ્યવ્હાર માં શું શું કરવું ત્યાં પહોંચ્યોં હતો. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી વર-કન્યા ને મળવાની મનાઈ ફરમાવી હતી.
"અરે પણ આ બધી બબાલ કોના માટે છે મમ્મી...?" પ્રથમ બોલ્યો ત્યાંજ ચુપ કરાવી દીધો. " તને નહીં સમજાય બધાને ત્યાં ચાંદ્લો કરી આવ્યા છીએ તો આપણે પણ બધાને બોલાવવાના જ હોય ને ?"
"ચાંદલો ભેગો કરવા ?????" ફરી પ્રથમને ચૂપ કર્યો.."એ બધું તને નહીં સમજાય " મમ્મી રૂમમાંથી બહાર નીકળી ને ફોન લગાવ્યો. સામે રૂપા રડી રહી હતી. મમ્મી-પપ્પા લગ્નમાં આવવાની ના પાડે છે કહી ને રીતસરનો મોટો ભેંકડો તાંણ્યો. પ્રથમને ના સમજાયું કે આને ચૂપ કેમ કરવી...ફોન પર પપ્પીઓ થતી સાંભળી ગયા ભાઈ...હાથમાંથી લઈને બારીની બહાર ફોન ફેંકી દીધો. ને એક લાફો માર્યો. પ્રથમ કાંઈ કરી ના શક્યો...આશ્રર્યજનક વિસ્મઈ રડમસ ચેહરે બારી ની ફોન ની ચિંતા કરવા લાગ્યો. બારીની બહાર મારા હાથમાં ફોન આવ્યો..!!
ઘણા ના લગ્ન જુદા સમાજ માં થવાથી કોઈએ આપઘાત કર્યો. કોઈએ ભાગીને લગ્ન કરી લીધા. કોઈએ એકના એક છોકરા-છોકરીમાં મતભેદ ઉભા કરાવી માન હાણી કરાવી ને છેવટે છૂટાછેડા કરાવ્યા. શું આવા હોય પપ્પા ને મમ્મી ??? લોભી-લાલચુ-પોતાનું જ ધાર્યુ કરાવવા વાળા -જીદ્દી-મન્યુપુલેશન કરાવે તેને પ્રેમ ના કહેવાય !! પીંખાઈ જતુ હોય શિશુ ને શાંતિ ના હોય ને કહે હું ધાર્મિક છું. ક્યારેક સ્વાવલંબી ને પછેડી એટલી સોડ તાણવાનું શીખી જવાય તો પોતાનાથી અલગ રેહતા બાળક માટે છાતી ગજ ગજ કેમ ના ફૂલે તે આ નવદંપતી ને કોઈ કેમ સમજાવે ? વડીલ જ્યારે ખોટા ત્યાં જુવાનપેઢી ક્યાંથી હોય સમજ્દાર...ને શિશુ ને શું મળે છે તાલીમ તે તો કોઈ કેમ ના વિચારે ??
બસ આટલો મારો મેસેજ પહોંચતો કરશો ને સમજવાનું વર-કન્યા ના માતાપિતાએ પેહલા છે પછી વર- કન્યાએ છે કે ક્યારેક પુટ યૌર ફૂટ ડાઉન, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ..!! આ બધું વિચારીને લગભગ પાંચેક મિનિટમાં જ અંદર આવીને જોયું તો પ્રથમે કાંડુ કાપેલ ને બેડ આગળ ભાઈ ઇમરજ્ન્સી ફોન કરી રહ્યા હતા... !! સિમ્પલ સોલ્યુશન ને બદલે લાઈફ ને કેમ કોમ્પ્લીકેટેડ કરે છે લોકો ? તે વિચારવાનું છોડી ને મદદમાં લાગી ગઈ. શર્ટમાં તેનો ફોન મૂકી શાંત થવાનો ઇશારો કર્યો. ફોન ફેંકતા તો ફેંકી દીધેલો પણ રૂપા કહી રહી હતી કંઈક ને પ્રથમ સમજે તે પહેલા તો ફોન બારીની બહાર. પ્રથમ ને હમણાં જ ફોન પર ખબર મળેલી રુપા ને પરિ બેય એક્બીજાને ચાહે છે ને મેઘા ને જાનકીના જાણ બહાર છે. પણ લગ્ન એટલે કરાવવાના હતા કે બંનેનો એક સરખો શોખ પૂરો થાય. પણ આટલે સુધી વાત પહોંચ્યા પછી ખબર પડી તો લગ્ન માં કોઈ ક્યાંથી આવે ?તે સ્વાભાવિક છે જ...અને આમેય બંને એ ભાગીને જ લગ્ન કરી પૈસા બચાવવાનું નક્કી કરેલ છે. સારું છે આ તો એલ. એ છે બાકી લાસ વેગસ માં તો ડ્રાઈવ ઇન લગ્ન ને ડિવોર્સ રોજનું છે. છેવટે બંનેની મરજી પ્રમાણે રૂપા ને પરિના સંબંધ ને લગ્ન ની મહોર લાગી ગઈ.પ્રથમને બંને વચ્ચે સરખામણી નહોતી કરવી તો પણ મનમાં થતી રહી. એક તરફ ઇમોશનલ 'યેડુ ' પરિ ને બીજી તરફ ઠાવકી ને ઠરેલ હતી રૂપા. પણ ત્યાં જ અક્ષરની વાત સાંભળી બધા તેને તાત્કાલિક સારવાર કરાવવા લઈ ગયા.મૂળભૂત કારણ તો હોલીવૂડ માં રોલ સારો ન મળવાથી કાંડુ કાપેલું ધેટ શોઝ સ્ટીલ હી વોઝ ઇમ્યોચેર !!
તે પાછો ફર્યો હાશ ની અનુભતિ અનુભવીને. પ્રથમને બધો ખુલાસો કરી દીધેલો તેથી વાતે વાતે તેણે ઘણી વાર ના પાડી ને લગ્ન રોકવા પ્રયત્ન પણ કરેલ પણ રૂપાએ ખાસ કહ્યું હતું કે જ્શન મનાવજો પાર્ટી રાખજો ને બધા ભેગા મળી આનંદ કરજો. બસ પ્રોમીસ લઈ લીધેલું તો તે જ પ્રમાણે પાર્ટી થઈ ને રહી...દૂર ખૂણે ટપકેલાં આંસુ રાખ ને ખંખેરતા પાર્ક માં.... ત્યાં આ વર્ષે ફૂલો આવી ગયેલા રંગબેરંગી ઝીણાં ઝીણાં તાજા કૂંમળા ને ઝાંકળના ચુંબનો ચમકતા હતા..રૂપા ને પરિ ખુશ હતા.
---રેખા શુક્લ