અનંત દિશા ભાગ - ૬ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત દિશા ભાગ - ૬

" અનંત દિશા "

ભાગ - ૬

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...

છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે જોયું પાંચમા ભાગમાં કે અનંત માટે લાગણીઓ કેમ મહત્વની બની હતી... દિશા સાથે થયેલી વાતો એ એના મનમાં શું ભાવનાઓ જગાડી હતી...

હવે આગળ....

આજનો રવિવાર જિંદગીનો ખૂબજ યાદગાર દિવસ હતો ! દિશા સાથે ખૂબજ સારી રીતે વાત કરી શક્યો... જાણે હું બદલાઈ રહ્યો હતો... મારું મન દિશા તરફ વળી રહ્યું હતું. મારા મનને, દિલને જાણે એ સ્પર્શી ગઈ હતી ! રાત્રે જમીને ફરી સૂવાની તૈયારી કરવા લાગ્યો અને થયું લાવ ને આજે ફરી એ ખુશ થાય એવી કોઈ રચના એના માટે રચી નાખું. તરત જ મોબાઇલ હાથમાં લીધો અને લખવાનું ચાલુ કર્યું...

" યાદગાર દિવસ આપવાની જ રાહ હતી,

આમજ સાથ આપવાની જ ચાહ હતી,

જેમ ચાંદ સંગ રહે છે ચાંદની આમજ,

શું તમે રહેશો મારા સંગ આમજ...!!!

Jsk...Gn... Tc... Sd... "

બસ આ મેસેજ મોકલ્યો અને દિશાના વિચારોમાં હું ખોવાઈ ગયો. ક્યારે ઊંગ આવી ખબરજ ના રહી....

સવારમાં ઉઠી ને ફરી મોબાઇલ હાથમાં લઈ નેટ ઓન કર્યું. જોયું તો દિશા નો મેસેજ આવેલો હતો," Good night, જય શ્રી કૃષ્ણ, ખુબ જ સરસ રચના, એક્દમ જોરદાર, osm." પણ સમય રાત્રે ૨:૧૫. મનમાં સવાલ થયો, આટલો લેટ? પછી થયું કદાચ ઊંગ ખુલી હશે એટલે મેસેજ કર્યો હશે.

આટલું વિચારીને ફરી હું મેસેજ કરવા તૈયાર થયો...

" શુભ સવાર તો મારી થઈ જ ગઈ ત્યારે,

જ્યારે મેસેજ આવ્યો તમારો આપમેળે,

શું આમજ સાથ આપતા રહેશો મને..!?

મારું જીવન જીવંત થતું રહેશે એની મેળે...!!!

Good Morning.... જય શ્રી કૃષ્ણ... "

આ મેસેજ સેન્ટ કરતાની સાથેજ તરતજ એમનો Reply આવ્યો...

દિશા "વાહ, અદ્ભૂત રચના, osm, really ખુબ જ સરસ લખો છો! વેરી ગુડ મોર્નિંગ... જય શ્રી કૃષ્ણ... "

હું "ખુબ ખુબ આભાર... બસ એમજ લખાઈ જાય છે રચનાઓ... ખાસ તમારા માટે! "

દિશા " મારા માટે ખાસ...! એટલે ? તમે જ્યારે પણ આવું કહો છો ત્યારે મનમાં સવાલો ઉભા થાય છે. આ તો કેવું? કોઈ અજનબી માટે રચનાઓ...!!!"

હું "એટલે હું તમારા માટે અજનબી છું, એમને...?"

દિશા "અરે તમને તો ખોટું લાગી ગયું ! જવાદો એ વાત... મારો અર્થ એવો નહોતો."

હું "એક કામ કરીએ તો ? આપણે જાણીતા બનીએ તો...!"

દિશા "આ પહેલીમાં બોલવાનું બંધ કરો... શું કહેવા માગો છો? સીધું કહો, સમજાય એવું કાંઈ."

હું " ચાલોને આપણા આ સંબંધનો બનાવીએ કોઈ હેતું,

ના ક્યારેય તૂટે એવો કોઈ બનાવીએ સેતુ...!!!!"

દિશા "ફરી નવી પહેલી ! આ તમે કેવા છો ? હમેશાં પહેલીઓ જ કરતા હોવ છો !!!"

હું "શું તમે મારા મિત્ર બનશો...?? Can we became Frdzzz...!!"

દિશા "હા, ચોક્કસ... આમપણ તમારા સાથે આટલી વાત કર્યા પછી મારા મનને પણ શાંતિ મળતી હતી ! હું પણ આવુંજ કાંઈક વિચારતી હતી..."

હું "અરે વાહ ! ચાલો, તો આજનો દિવસ યાદગાર બન્યો... આપણે એને આપણી મિત્રતા ના નામે કરી દઈએ."

દીશા "ચોક્કસ...પણ..."

હું "શું થયું...!!! કોઈ તકલીફ છે...??"

દિશા "આપણા આ સંબંધમાં થોડી લિમિટેશન રહેશે."

હું "ઓકે... તમને જે ના ગમે તમે કહેજો... મને નહીં ગમે હું કહીશ... આમજ સાથે રહીશું એકબીજાની."

દિશા "Thanks... ચાલો હું કામ કરું, ફરી મળશું...જય શ્રી કૃષ્ણ."

હું "મિત્રતામાં sorry અને Thanks માટે જગ્યા નથી. જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ શુભ રહે...!"

દિશા "ઓકે... હું ધ્યાન રાખીશ... S2U"

આમ વાત પતાવીને હું વિચારોમાં ખોવાઈ ગયો. વાહ ! જે વાત બહુ દિવસથી મનમાં હતી એ કહી દીધી. અનંત જાણે અનંત દિશા મય થઈ ગયો... આજે હું જોરદાર ખુશ હતો ! અને આ ખુશીની ભાગીદાર કોણ બને એ તો નક્કી જ હતું... હા, એ જ... મારી વિશ્વા ! મારું વિશ્વ...! આટલું વિચારતા ફટાફટ તૈયાર થઇ,ચા નાસ્તો પતાવીને જોબ પર જવા માટે નીકળ્યો. અને તરતજ કાન માં હેન્ડસ ફ્રી લગાવીને વિશ્વા ને ફોન જોડ્યો આ ખુશીમાં સામેલ કરવા.

વિશ્વા "જય શ્રી કૃષ્ણ. કેમ છે."

હું "જય શ્રી કૃષ્ણ. એક્દમ મજામાં."

વિશ્વા "બહુ દિવસે યાદ કરી, આજકાલ ક્યાં ખોવાયો છે ?"

હું "અરે એવું કાંઈ નથી.તને લાગે છે કે એક પળ માટે પણ હું મારા વિશ્વ ને ભૂલુ !?"

વિશ્વા "એ વાત તો સાચી મારા બચ્ચા."

હું "એક વાત કહેવા ફોન કર્યો હતો. એક ખુશીના સમાચાર છે, વાત છે... એટલે તારી સાથે શેર કરવા ફોન કર્યો હતો !"

વિશ્વા "ખુશીની વાત ! વાહ... તારા લગન છે કે શું ?"

હું "અરે યાર જ્યારે જુવો ત્યારે એકજ વાત! નથી કઈ લગ્ન નક્કી થયા. શું તું પણ ડિયર ?"

વિશ્વા "બોલ ને હવે શું વાત છે? કહેવું કહેવું ને પાછું માન માગે છે !"

હું "હમણાંથી રોજ દિશા સાથે ચેટમાં વાત થાય છે."

વિશ્વા "ઓહો, આ વાત છે ! એટલેજ, હમણાંથી તું મને ભુલી ગયો છે !"

હું "ના ના એવું કાંઈ નથી. તને હું ના ભુલી શકું ડિયર. તારી, મારી જિંદગીમાં જે જગ્યા છે એ કોઈ ના ભરી શકે !!!"

વિશ્વા "બહુ ડાહ્યો હવે, શું વાત થઈ? એ તો કે ..."

હું "મેં આજે સવારે એને પૂછ્યું કે શું આપણે મિત્રો બની શકીએ? તો એણે હા પાડી. હું ખુબજ ખુશ છું કે એણે હા પાડી !"

વિશ્વા "ઓહો! તું તો એવા કૂદકા મારે છે જાણે લગ્ન માટે હા પાડી હોય. હા હા હા.."

હું "શું યાર વિશ્વા તું પણ મારા લગ્ન પાછળ પડી છે, હું તારાથી નથી જીરવાતો...!? Huh."

વિશ્વા "ના મારા બચ્ચા ! તને ખરાબ લાગ્યું ! સોરી હો !"

હું "ના, તારા થી ખરાબ લગાડી ને હું ક્યાં જઈશ? તું આમ જ મને સાથ આપતી રહેજે!"

વિશ્વા "હા મારા બચ્ચા, હું અહીંજ છું. હંમેશા...Btw હવે તમે મિત્રો બન્યા એ સારી વાત છે. પણ દિશાને સાચવજે, ક્યારેય દુખી ના કરતો અને આ તારો ગુસ્સો તો કરતો જ નહીં !"

હું "હા ડિયર, ચોક્કસ એવું કરીશ, હું હવે પહોંચવા આવ્યો... આવજે."

વિશ્વા "ઓકે... સાચવીને કામ કરજે... Bye."

આમ વિશ્વા સાથે દિશાની વાત શેર કરી એક્દમ આનંદની અનુભૂતિ થઈ. આમપણ જ્યારે જ્યારે હું ખુશ હોવ ત્યારે પહેલા મને વિશ્વા જ યાદ આવે. દુખમાં તો ચોક્કસ યાદ આવે. આમપણ મારી જિંદગીના ઘણા વર્ષો એની સાથેજ એના સ્નેહમાં પસાર કર્યા છે.

આમજ વિચારોમાં અને કામમાં ક્યાં દિવસ પસાર થયો કઈ ખબરજ ના પડી. સાંજે ઘરે નીકળવાની તૈયારીમાં હતો ત્યાંજ મારા મોબાઇલ ની રીંગ વાગી.જોયું તો, વિશ્વા. તરતજ ફોન કાપી મેં સામેથી ફોન કર્યો. મનમાં વિચાર આવ્યા કે સવારે તો વાત થઈ હતી. ફરી, અત્યારે કેમ ફોન આવ્યો બધું ઓકે તો હશે ને ?

વિશ્વા "કેમ છે તું...? જય શ્રી કૃષ્ણ..?"

હું "સીધું કેમ છે તું સવાલ..!! મને શું થયું છે હે ?"

વિશ્વા "આ તો સવારે ખુબ ખુશ થઈ ને ફોન કરતો હતો તો થયું જીવે તો છે ને ? હા હા હા"

હું "શું યાર ! તું પણ ! આમ, કાંઈપણ બોલવાનું?"

વિશ્વા "અરે મેરા બચ્ચા ! તું તો નારાજ થઈ ગયો. Btw મારું તને કોલ કરવાનું એક સ્પેશિયલ કારણ છે."

હું "હા તો એમ બોલને સીધું, બીજી બધી વાતોમાં હેરાન કર્યા વગર."

વિશ્વા "અરે મને મજા આવે તને પરેશાન કરવાની, તું એટલો confuse થાય કે એક્દમ ક્યૂટ લાગે , જાણે નાનું બાળક ! "

હું "હા હવે...મારી મજા લીધા વગર શું કામ હતું એ બોલ."

વિશ્વા "આજે બપોરે દિશા નો ફોન આવ્યો હતો. બહુ બધી વાતો કરી. આટલી બધી વાતો બહુ દિવસે કરી એણે."

હું "ઓહ... દિશા... શું કહેતી હતી..!! બધું ઓકે ને..?"

વિશ્વા "બોલવા તો દે, વચ્ચે જ ટપકી પડ્યો... ઓહ દિશા કરતો, તારામાં આ ધરપત ક્યારે આવશે...!!"

હું "હા હવે, બહુ સારું... બોલ. હું સાંભળું છું"

વિશ્વા "ખાસ તો એ કહેવા એણે મને ફોન કર્યો હતો જે આજે સવારે તે મને કહ્યું. તમારી મિત્રતા.. એ ખુબજ ખુશ હતી તારાથી, એ ખુબજ પ્રભાવિત થઈ તારી વાતોથી અને તારી આ રચનાઓથી !!!"

હું "ઓહ ! સાચેજ ?"

વિશ્વા "હા... બહું વર્ષોથી હું એને ઓળખું છું. આજે ઘણા સમય પછી મેં એને આટલી ખુશ જોઇ ! સાચું કહું તો મને યાદજ નથી કે છેલ્લે મેં એને ક્યારે આટલી ખુશ જોઇ હશે..."

હું "ઓહ ! એવું ? પણ એવું કેમ..!!??"

વિશ્વા "સમય એની સાથે એક રમત રમી ગયો એના લીધે કદાચ...! પણ હા, એ તને સમય આવ્યે ખબર પડી જશે. અત્યારે મેં તને ખાસ એટલા માટે ફોન કર્યો હતો કે, તને કહી દઉં કે એનું ધ્યાન રાખજે. હું જાણું છું તને. તારું નાની વાતમાં ગુસ્સે થવું, નારાજ થવું એ બધું એની સાથે ના કરતો. આમપણ એની સાથે જિંદગી એ બહુ બધું કર્યું છે ! એટલે તને ખાસ કહું છું; કે, કાંઈપણ તકલીફ હોય તો પહેલાં મને કહેજે, એને પરેશાન ના કરતો. "

હું " હા, હું સમજી ગયો. હું, મારો પ્રયત્ન કરીશ. "

વિશ્વા " ખુબ સરસ મેરા બચ્ચા, મારી સાથે રહી ને ડાહ્યો થઈ ગયો. હા હા હા "

હું " હા હવે, ડાહી. "

વિશ્વા " સારું, ચાલ તો મારે હવે રસોઇ નો સમય. જય શ્રી કૃષ્ણ. "

હું " ઓકે, સાચવજે... જય શ્રી કૃષ્ણ . "

આટલી વાતચીત કર્યા પછી હું ઘરે પહોંચ્યો અને એજ રૂટીન બધું પતાવીને બેડમાં આરામ કરવા આડો પડ્યો. મનમાં આજની દિશા અને વિશ્વા સાથે થયેલી વાતો યાદ કરતો હતો. પણ દિશા જાણે કોઈ કોયડો હોય એવુંજ લાગતું હતું . એની નજીક જઈ ને પણ દૂર લાગતું હતું. આમ તો , હું હવે વિશ્વા સાથે દિશાનો પણ મિત્ર હતો. તો પણ, દિશા શું છે ? એના મનમાં શું છે ? એના જીવનમાં શું છે ? કાંઈજ સમજાતું નહોતું... ઉપરથી બધું વધુ ગૂંચવાતું હોય એવું લાગતું હતું. છતાં, એક વાતનો આનંદ હતો કે મારા જીવનમાં વિશ્વા પછી આ બીજી એકમાત્ર વ્યક્તિ હતી જેની સાથે મેં મિત્રતા કરી હતી ! પણ કેમ આટલો હું ખેંચાતો જતો હતો... એ તો હું પણ જાણતો નહોતો. એક્દમ મનમાં વિચાર આવ્યો ! લાવને દિશાને મેસેજ કરી જોવું , કદાચ મારી આ વ્યગ્રતા નું કાંઈક સોલ્યુસન આવે. ફોન હાથમાં લીધો અને મેસેજ કર્યો...

" વાહ યાર શું વાત છે તારી યારીમાં,

સદા આવે મને યાદ તારી આ યારીમાં,

છતાં મનમાં ઘણા સવાલો ઉભા થયા,

શું તું કરીશ સમાધાન મનનું આ યારીમાં...?

Good Night, જય શ્રી કૃષ્ણ... "

આ મેસેજ કરી પછી ફરી વિચારોમાં ખોવાઈ ગયો. ક્યારે ઊંગ આવી ખબરજ ના રહી...

***

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા???

અનંત દિશા ને જીવનના સવાલો પૂછી શકશે ???

કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...

વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...

ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz

આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp :- 8320610092

Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...

સદા જીવંત રહો...

સદા સંબંધો મહેકાવતા રહો...

જય શ્રી કૃષ્ણ...