અનંત દિશા - ભાગ - ૨ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત દિશા - ભાગ - ૨

" અનંત દિશા " ભાગ - ૨

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...

છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...

હવે આગળ....

હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...

સાંજે આમતેમ મિત્રો સાથે ફર્યો અને ઘરે આવ્યો. જમીને ફ્રી થયો. થાક તો હતો જ આખા દિવસની દોડાદોડી નો, તો મમ્મી ને કહ્યું હું સુવા જાઉં છું.

મોબાઇલ હાથમાં લીધો અને સમય જોયો તો હજુ ૯ જ વાગ્યા હતા. મોબાઇલમાં થોડું સોશિયલ મીડિયા જોયું પણ આજે ખબર નહીં કેમ? આ મોબાઇલ ના રસિયાને મોબાઇલ પણ સંતોષ ના આપી શક્યો...!!!!

ફરી આજની એ ઘટના મમળાવી. વિશ્વા થી લઈ દિશા સુધીની અને ફરી ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી...!!!

બીજા દિવસે અલાર્મ વાગ્યું ત્યારે ઊંઘ ઊડી. ફટાફટ તૈયાર થયો, ચા નાસ્તો કરી ફરી હું એજ રૂટીન કામ માટે નીકળ્યો.

હું વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એંજીનિયર છું અને એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઇઝર સાથે પ્રોગ્રામર છું.... ફરી પાછો એ જ ઇલેક્ટ્રિકલ ચક્કરમાં પડવા એટલે કે ઇન્ડિયન સર્કિટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં નોકરી જવા માટે બાઇક લઇને નિકળ્યો. મારી એક ટેવ છે, કે હું જ્યારે પણ બાઇક ચલાવું ત્યારે હેન્ડ્સ ફ્રી કાનમાં હોય અને એની ઉપર હેલ્મેટ પહેરી ગીતો સાંભળતો અને મનમાં યાદો વાગોળતો મસ્તી થી રસ્તામાં જતો હોવ છું. એ મુજબ આજે પણ નિકળ્યો.

વાંચેલી એક રચના મનમાં યાદ આવી....

જો આમ જ કોઈ નું મન કળી શકતું હોય તો,

લાગે જાણે જિંદગીનો આ એક ઉપહાર છે,

એ વાત ખાસ છે, એટલે જ તું આસપાસ છે...

મારી કંપની કડી પાસે છે. હું ત્યાં પહોંચી ગયો અને એ જ રોજના કામ શોર્ટ સર્કિટ... એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ ના પ્રોગ્રામિંગ માં લાગી ગયો. લગભગ દસેક વાગ્યા હશે ત્યાં યાદ આવ્યું, અરે મેં તો વિશ્વા ને ફોન પણ ના કર્યો કે એ પાછી આવી કે નહીં? તરત જ ફોન ઉપાડ્યો અને ફોન જોડ્યો... સામે વિશ્વા હતી..

હું "હેલો વિશ્વા, જય શ્રી કૃષ્ણ"

વિશ્વા "જય શ્રી કૃષ્ણ"

હું "ક્યારે ઘરે પાછી આવી? તે ફોન કે SMS પણ ના કર્યો..!!"

વિશ્વા "હું સાંજે ૬ વાગે આવી ગઈ હતી, પણ તે તો યાદ જ ના કરી પછી."

હું "અરે ડિયર ધ્યાન બહાર ગયું, નહીં તો હું હમેશાં તારું ધ્યાન રાખું જ છું ને!"

વિશ્વા "હા, એ તો મેં જોયું કાલે તારું ધ્યાન ક્યાં હતું. Btw ક્યાં હતું???"

હું "અરે ડિયર! એવું કાંઈ નહોતું. મારું તો કામ જ તારું ધ્યાન રાખવાનું..!!"

વિશ્વા "હા એ તો જોયું તે કેવું ધ્યાન રાખ્યું."

હું વાત બદલવા... "અરે, તારી આ મિત્ર શું કરે છે?"

વિશ્વા, "એ કમ્પ્યુટર ક્લાસ માં instructor છે. કમ્પ્યુટર શીખવે છે."

હું "ઓહ! ઓકે. પણ ખુબ સરળ સ્વભાવ લાગ્યો એનો."

વિશ્વા "બકા મારી besty છે તો સારી જ હોય ને!"

હું "હા, એ તો છે જ, તું પણ ક્યાં કમ છે..!! ચાલ હું ફોન મૂકું મારે કામ છે."

બસ આટલી વાત કરી ફોન મૂક્યો અને ફરી યાદ તાજી થઈ. એ જાણવાની ઇંતેજારી વધી કે ૩૦ વર્ષ થયા છતાં હજુ લગ્ન કેમ નયી કર્યા હોય !?

ફરી હું મારા કામમાં એટલે કે સર્કિટ પ્રોગ્રામિંગ માં પડી ગયો.

આજે પણ રોજની જેમ કામ બહું હતું એટલે થાકી ગયો હતો. રોજ ની જેમ જ કાનમાં હેન્ડસ ફ્રી ભરાવી ગીતો સાંભળતો ઘરે આવતો. મનમાં વિચારો નું ઘોડાપૂર ઉમટ્યું હતું...આ તે કેવી જિંદગી ! બસ આમ જ સવાર પડે છે ને સાંજ પડે છે...મશીન જોડે રહી ને ક્યાંક હું પણ મશીન ના બની જાઉં...!!! ત્યાંજ ફોન આવ્યો , જોયું તો વિશ્વા . એ જ મારું નાનું અદ્ભુત વિશ્વ એટલે જ વિશ્વા ! મારી ખાસ મિત્ર...સદા મારી અદ્ભુત કાળજી લેતી..!!! આમ જોઈએ તો એણે જ મને કાળજી શું હોય એ શીખવાડ્યું ...

મેં વિશ્વા ફોન કટ કર્યો અને કોલ બેક કર્યો કર્યો.

હું " હેલો, જય શ્રી કૃષ્ણ."

વિશ્વા " જય શ્રી કૃષ્ણ, કેવો રહ્યો દિવસ? "

હું " એવોજ, અતિ વ્યસ્ત, થાકી ગયો. "

વિશ્વા " મારો પણ એવોજ, સાચવજે, bye ."

હું " ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. "

આમ જ કોઈકોઈ વખત ઘરે થી જોબ પર જતા અથવા જોબ થી ઘરે આવતા વિશ્વા સાથે વાત થઈ જતી...એમ જ ફરી ગીતો સાંભળતો ઘરે આવ્યો.

દરરોજની જેમ ફ્રેશ થયો. જમવાનું તૈયાર હતું એટલે જમી લીધું.અને નીકળી પડ્યો બહાર મિત્રો ને મળવા...થોડી જિંદગી જીવવા...થોડીવાર એમની જોડે બેઠો, અલક મલકની વાતો કરી અને પછી લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ઘરે આવ્યો... ફરી એ જ whatsapp, insta, facebook ના ચક્કરમાં પડ્યો ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી... જાણે આ અનંત ઊંઘ માં જ અનંત સફરમાં ચાલ્યો ગયો...

બસ આમને આમ દિવસો પસાર થતા હતા... કાંઈજ નવું નહોતું. આ અઠવાડિયુ આ રીતે જ પસાર થઈ ગ્યું... પણ હા દિશા વારેવારે યાદ આવતી હતી! અને જાણે એના રહસ્યો ની દુનિયા મને ખેંચી રહી હોય એવો આભાસ થતો હતો...

ફરી મારી રજાનો દિવસ આવ્યો... સવારમાં લેટ શાંતિ થી ઉઠયો. આમ તો રજાના દિવસે મારું એવું જ શેડ્યૂલ હોય બધું લેટ ચાલે... હું લગભગ ૯ વાગે રેડી થયો અને ન્યૂઝ પેપર વાંચવા બેઠો, થોડું વાંચ્યું હશે ત્યાંજ મોબાઇલ માં રીંગ વાગી જોયું તો વિશ્વા... મેં ફોન કટ કરી કોલ બેક કર્યો.

હું " good morning, જય શ્રી કૃષ્ણ. "

વિશ્વા " good morning, જય શ્રી કૃષ્ણ, કેમ છે? આજે તો રજા ને, શું પ્લાન છે? "

હું " હું એક્દમ મજામાં, તું કેમ છે? હું તો જસ્ટ હમણાં જ તૈયાર થયો હજી કોઇ પ્લાન નથી. જો તું આવે તો ફરવા જઈએ.. "

વિશ્વા " અરે યાર આજે બહું કામ છે અને પેલી મારું લોહી પી ગઈ છે. "

હું મનમાં ઝબક્યો "પેલી.... કોણ પેલી??? શું થયું???"

વિશ્વા "અરે દિશા ની વાત કરું છું. થયું કઈ નથી. આ તો હું લાસ્ટ વીક ત્યાં ગઈ હતી તો મેં કહ્યું કે મેં નવું ટોપ લીધું છે બ્લૂ કલર નું, તો કે મને આપજે કોઇ વાર, હવે એનો કાલે કોલ આવ્યો હતો કે મારે કાલ સાંજે બહાર જવું છે તો મને મોકલાવ ને."

હું "ઓહો! તો એમ વાત છે એટલે મારી વિશ્વા ટેન્શન માં છે. હું સમજી ગયો... લાવ, હું જ આપી આવું .આમપણ હું ફ્રી છું અત્યારે અને એ બહાને દિશા ને......"

વિશ્વા "oye મિસ્ટર સીધા જવાનું, ડ્રેસ આપવાનો, સીધા પાછા.. જો એની કોઈ ફરિયાદ આવી તો તારું આવી બન્યું."

હું "અરે હા ડિયર, તારી besty ને હું તકલીફ ના આપું."

વિશ્વા "હા એટલો તો હું તને જાણું છું. ચાલ મને મળ આપણી એ જ જગ્યાએ હાઈકોર્ટ સામે."

હું " ઓકે, હું જસ્ટ ૧૫ મિનિટ માં પહોંચ્યો, તું પણ આવ... Bye... જય શ્રી કૃષ્ણ."

વિશ્વા "bye, જય શ્રી કૃષ્ણ."

મમ્મી ને બપોર સુધી માં આવાનું કહી હું નીકળ્યો. થોડી વારમાં જ હું હાઈકોર્ટ પહોંચી ગયો. જોયું તો વિશ્વા હજુ આવી નહોતી. હું વિશ્વાના વિચારોમાં પડ્યો. કેટલો સરળ સ્વભાવ છે એનો. ક્યારેય મારા ઉપર ગુસ્સો નથી કરતી અને એક હું છું જે ગમે ત્યારે એના ઉપર ગુસ્સો કરી એને દુખી કરી નાખું છું! આમ મારું મગજ ગમે ત્યારે કોઈ ને કોઈ વિચારોમાં ચડી જતું ! થોડીવારમાં એક રીક્ષા આવીને ઊભી રહી અને વિશ્વા એમાંથી ઉતરી ને મારી પાસે આવી.

વિશ્વા "સોરી યાર થોડી લેટ પડી ગઈ."

હું "ઇટસ ઓકે ડિયર, થાય કોઈવાર, હું ક્યાં કઈ બોલ્યો."

વિશ્વા "તું બોલે તો તો માર પડે." એમ કરતાં બંને હસી પડ્યા.

હું "હા, તો હવે કામની વાત કરો, શું લઈ જવાનું છે? અને એ ક્યાં મળશે?" મેં હાથે કરીને દિશાના નામ નો ઉલ્લેખ ટાર્યો.

વિશ્વા "ઓહો, સાહેબને તો મળવાની બહુ તલપ છે ને કાંઈ, શું વાત છે??"

હું "અરે એવું કાંઈ નથી, આ તો તે કહ્યું તારે કામ છે એટલે થયું તને જલ્દી ફ્રી કરું."

વિશ્વા "ઓકે... ઓકે... જો આ બેગ લે અને દિશાને આપી દેજે. આ એના ક્લાસ નું એડ્રેસ અને એનો ફોન નંબર છે. એ અત્યારે ત્યાંજ મળશે. ત્યાં પહોંચીને એને ફોન કરજે એ લઈ જશે."

હું " ઓકે, થઈ જશે મેડમ, બીજું કંઈ?" અને અમે ફરી હસી પડ્યા.

વિશ્વા "ઓકે ઓકે...આ તારા નાટક ઓછાં કર! હવે હું જાઉં. મારે મોડું થાય છે. Bye...જય શ્રી કૃષ્ણ."

હું "સાચવજે મારી વિશ્વા ને, જય શ્રી કૃષ્ણ."

બસ હવે હું બાઇક લઇને નિકળ્યો ફરી એક નવા અધ્યાય ની શોધ મા! મનમાં એક ના સમજી શકાય એવી ખુશી હતી! આજે દિશા ને ફરી મળાશે એની! આવું મારી જોડે પહેલી વાર થયી રહ્યું હતું! એક બેચેની...કોઈ ને મળવાની આટલી તલબ...એક મીઠી ઉલજન...હું સમજી જ નહતો શકતો કે મને આ શું થયી રહ્યું હતું !!! પણ હું બહુ ખુશ હતો ! હવે તો મારી પાસે એનો ફોન નંબર પણ હતો. બસ આજ વિચારો કરતા કરતા હું દિશાના ક્લાસ ની સામે પહોંચી ગયો.

મેં દિશાને ફોન લગાડયો...

દિશા "હેલો."

હું "હેલો, હું અનંત- વિશ્વા નો મિત્ર. અહીંયા તમારા ક્લાસની નીચે ઊભો છું."

દિશા "ઓકે, તમે શું લઈને આવ્યા છો? કેવા કપડાં પહેર્યા છે?"

હું "બાઇક લઇને, બ્લૂ જીન્સ અને વ્હાઇટ શર્ટ."

દિશા "ઓકે, ત્યાંજ ઊભા રહો હું મારા પ્યૂન કાકા ને મોકલું છું. એમને આ બેગ આપી દેજો."

હું "ઓકે, આવજો."

દિશા "થેન્ક્સ, આવજો."

મનમાં પેલું ગીત સરી પડયું "दिलके अरमा आंसूओ मे बह गए..."

ત્યાંજ પેલા કાકા આવ્યા. એમને પેલી બેગ આપી અને હું બાઇક લઇ ગીતો સાંભળતો સાંભળતો પાછો ઘરે આવી ગયો. બપોરનું જમવાનું પતાવી પાછો બેડ માં આરામમાં પડ્યો... અને ફરી Fb, insta, whatsapp ના ચક્કરમાં પડ્યો... મનમાં એક ઝબકારો થયો લાવને દિશાનો નંબર સેવ કરી જોવું ખબર તો પડે એ whatsapp વાપરે છે કે નહીં... એમ વિચારી નંબર સેવ કર્યો અને whatsapp ખોલ્યું તો દિશા whatsapp વાપરતી હતી પણ dp માં ફુલ અને પતંગિયાં હતાં. બસ આમને આમ ક્યારે ઊંઘ આવી ખબરજ ના પડી...

સાંજે ફરી મોબાઇલમાં રીંગ વાગી જોયું તો વિશ્વા હતી, મેં ફોન કટ કરી કોલ બેક કર્યો.

વિશ્વા "હેલો, ડિયર."

હું "બોલો ને ડિયર."

વિશ્વા "દિશાનો ફોન આવ્યો હતો એણે તને થેન્ક્સ કહ્યું છે."

હું "હા- હા, જોયું એનું થેન્ક્સ, હું ત્યાં ગયો તો મળવા પણ ના આવી. થેન્ક્સ પણ ના કહ્યું."

વિશ્વા "અરે ડિયર, એ ક્લાસ માં હતી તો સોરી પણ કહ્યું છે."

હું "ઇટસ ઓકે, ચાલ્યા કરે, તું કેમ છે??"

વિશ્વા "હું એક્દમ ઓકે, પણ તું ઉદાસ કેમ છે??"

હું "અરે એવું કાંઈ નથી, Btw મેં દિશાનો નંબર સેવ કર્યો છે, એ whatsapp વાપરે છે એ જોયું, મન થયું હતું મેસેજ કરું પણ પછી ના કર્યો."

વિશ્વા "ઓહો હો, whatsapp માં વાત કરવી છે સાહેબ ને એમ ને??, Btw વાંધો નહીં કરજે."

હું "અરે ના ના, એમ થોડો મેસેજ કરાય એ કેવું વિચારે."

વિશ્વા "ઓકે, હું પૂછી લઈશ પછી કરજે."

હું "ઓકે ડિયર, જય શ્રી કૃષ્ણ."

વિશ્વા "જય શ્રી કૃષ્ણ."

બસ આટલી વાત પતાવી અને ફરી વિચારોમાં ખોવાયો કે હવે શું થશે... સવાલો એ જાણે મન ઘેરી લીધું હતું... ફરી એ જ વિચારોમાં સમય પસાર કર્યો અને એક યાદગાર દિવસ પૂર્ણ કર્યો...

કેવી લાગી મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા???

શું દિશા અનંત સાથે whatsapp માં વાત કરશે???

કેવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...

વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...

ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz

આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp :- 8320610092

Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...

સદા જીવંત રહો...

સદા સંબંધો મહેકાવતા રહો...

જય શ્રી કૃષ્ણ...