Hum tumhare hain sanam - 24 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 24

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૪)

આયત અને અક્રમ હોસ્પિટલના બાકળે બેઠા હોય છે.

"મને ખબર છે ભાઈજાન તમેં શું કહેવા માંગો છો. મારી અમ્મી જે આગમાં બળે છે એ આગમાં બધા ને બાળશે. પહેલા મારા અબ્બુ ને અને હવે મને અને અરમાન ને... પણ આનો જો એ જ રસ્તો છે તો હું કહીશ અરમાન ને કે ન આવે... કાલે એ જશે એને મારી કસમ આપીશ... કેટલા વર્ષ એક કે બે?"

"બસ એક જ... "

"ભાઈજાન અગિયાર મહિના પડયા રહેશે. હુતો એના વગર એક મહિનામાં જ મરી જઈશ..."

"મને ખબર છે.... આયત..."

"ભાઈજાન તમને કઈ જ ખબર નથી.. એતો હું ને મારો અરમાન જ જાણીએ છીયે..."

"હું સમજી શકું છું તમારી હાલત..."

"ચાલો ભાઈજાન હવે ઘરે જવાનો સમય થયો છે. હું અબ્બુ ને જોતી આવું..."

આયત ઉભી થઇ ને એના અબ્બુ ને જોવા જાય છે. ત્યાં રુખશાના આવે છે.

"આબિદ અલી ને જોયા તે?"

"એ રાજકોટ ચાલ્યા ગયા... " અક્રમ ગુસ્સામાં જવાબ આપીને નીકળી જાય છે.

અહીં અરમાન એના નાની પાસે બેઠો હોય છે.

"નાની એ કહો આ બાબા જે કહે છે કોઈ બીમાર થઇ જશે, કોઈ મરી જશે એ સાચું હોય છે?"

"બેટા એ તો બાબા પર નિર્ભર કરે. ઘણા બાબા સાચા પણ હોય છે..."

"આવું ન બોલો નાની... હું એના વગર મરી જઈશ...."

"આવું કેમ બોલે છે. હિંમત રાખ સુલેમાન સાજો થતા જ તારા લગ્ન કરાવીશ..."

"ના નાની.. એક બાબા એ આવી જ વાત કહી છે કે મારા અને આયત ના લગ્ન નહીં થાય..."

"હે... એવું ક્યાં બાબા એ કહ્યું... એ બાબા નું નખ્ખોદ જાય એની હિંમત કેમની થઇ આવું બોલવાની..."

"આવું ન બોલો નાની એ બાબા બહુ હિસાબ લગાવવા વાળો છે... "

"એ બાબા નહીં હોય બેટા કોઈ ફ્રોડિયો હશે... તું આવી વાતો મન પર ન લે... "

"નાની ક્યારે આવશે આયત... બહુ રાત થઇ ગઈ છે...."

"આવતી જ હશે ... જા તું ટીવી જો... ક્રિકેટ મેચ ચાલે છે..."

અરમાન બીજા રૂમમાં ટીવી જોવા જતો હોય છે. એ જુવે છે સારા નમાજ પઢી ને પાણી દમ કરી ને પી રહી છે. અચાનક એને અંતરાસ જાય છે. અરમાન દોડીને અંદર જઈને એને ગળે લગાવી લે છે અને પાછો નાની પાસે આવી ને બેસી જાય છે.

"તું બેટા મેચ જોવા ન ગયો... ? એ આવતી જ હશે રસ્તામાં હશે..."

"હા નાની એના વગર મન નથી લાગતું..."

સારા ત્યાં આવે છે.

"નાની મેં બધા વાસણ સાફ કરી લીધા છે અને બધું ગોઠવી દીધું છે. હવે હું જાઉં કાલે આવી જઈશ..."

"હા બેટા જા... અલ્લાહ તારું ભલું કરે..."

"ચાલો અરમાન મને મૂકી જાઓ રાત થઇ ગઈ છે..."

"હું તને મુકવા આવું?"

"હા તો તું નહીં તો કોણ જશે બેટા... તારી નાની બેન છે મૂકી ને આવ..." નાની બોલ્યા.

અક્રમ ગુસ્સામાં એને મુકવા જાય છે. સારા એની સાથે સાથે ચાલે છે.

"તમે અંતરાસ નો ટુચકો તો શીખી લીધો પણ કોઈ બીજી છોકરી પર એ ના કરતા નહીંતર એ પણ મારી જેમ તમારા પ્રેમમાં પડી જશે અને પછી તળપશે..."

"સારા તું હવે હું જ્યાં સુધી આયતના ઘરે છું આવતી નહીં સમજી... નઈ તો મારો ગુસ્સો તે જોયો નથી..."

અરમાન આટલું કહી સારાને ઘરે મૂકીને જાય છે. સારા અંદર આવે છે. એના અમ્મી ને બધા જમવા બેઠા હોય છે.

"સારા આવી ગઈ બેટા.. ચાલ આવીજા જમી લે સાથે..."

"ના અમ્મી હું જમીને આવી..."

આટલું કહીને સારા પોતાના રૂમમાં જતી રહે છે.

"આયત ના અબ્બુ ની આવી હાલત છે એટલે સારા નો મૂડ સારો નથી હોતો... તમે પણ જોઈ આવો એમને..." સારા ના અમ્મી એના અબ્બુ ને કહે છે.

"હું ગયો હતો પણ અરમાન અને એના નાની જ હતા... બીજું કોઈ નહોતું..." સારા ના અબ્બુ એ જવાબ આપ્યો.

અહીં રૂમમાં અરીસા સામે બેઠા બેઠા સારા પોતાને જોયા કરે છે. કાનમાં ઇયરીંગ, હાથમાં ચુડી, હોઠો પર લિપસ્ટિક, આંખમાં કાજલ લગાવી ને અરીસામાં આટલી રાત્રે તૈયાર થઇ રહી હોય છે. એટલામાં સારા ના અમ્મી આવે છે. એને જોઈ ને અચંબિત થઇ જાય છે.

"શું વાત છે? આજે એવું તો શું જોઈ ને આવી છો? કરાવી દઉં તારા લગ્ન લિયાક્ત સાથે કે પછી મારી બેન નો દીકરો છે આસિફ એની સાથે?" સારા ના અમ્મી એને જોતા જ બોલે છે.

"અમ્મી એ આસિફ માટે હું નથી બની... આવી વાત ન કરતા..."

"તો કોના માટે આટલી તૈયાર થાય છે. કોઈને મળી ને આવી છે?"

"હા અમ્મી મળીને પણ આવી છું ને હા પણ કહીને આવી છું..."

"હે? કોણ છે એ ? આપણા સમાજ નો તો છે ને? તારા અબ્બુ આપણા સમાજ બહાર કઈ કરવા નહીં દે.."

"અમ્મી આવું ન બોલો... આયત ના અમ્મી પણ આવું જ બોલે છે જુવો એની શું હાલત થઇ છે... એ આપણાં સમાજ નો નથી પણ છે તો મુસ્લિમ જ...."

"હા પણ નામ તો કહે..."

"ના અમ્મી એ જયારે હા કહેશે ત્યારે કહીશ...."

"બીજું શું કહી ને આવી છે?"

"અમ્મી કઈશ તો તમે ગુસ્સે થશો..."

"બોલ તો ખરા..."

"એ બે લગ્ન કરશે પહેલા મારી સાથે...."

આટલું સાંભળતા જ સારા ના અમ્મી એને એક થપ્પડ મારે છે.

"અમ્મી કેમ મારો છો , હું તો મજાક કરતી હતી કે હું આવું બોલીશ તો તમે શું કરો છો એ જોવા..."

સારાના અમ્મી એને ગળે લગાવી લે છે. અહીં આયતના ઘરની ડેલી ખખડે છે. આયતની નાની બહેન દરવાજો ખોલે છે. આયત ના અમ્મી અને આયત હોસ્પિટલએથી પાછા ફર્યા હોય છે.

"અમ્મી અબ્બુ ક્યાં છે?"

"તારા અબ્બુ હોસ્પિટલ એ છે... "

આયત અને રુખશાના ઘરમાં આવે છે. રુખશાના નાની પાસે જાય છે.

"સલામ અમ્મી જી..."

"વાલેકુમ સલામ... તું આવી ગઈ? સુલેમાન આવ્યો?"

"હા હું આવી, સુલેમાન તો હોસ્પિટલમાં છે.... દસ બાર દિવસ રાખવો પડશે એને..."

"તો તું કેમ આવી ગઈ? ત્યાં એની પાસે કોણ છે..."

"હું શું કરું ત્યાં રહી ને બહુ સેવા કરી લીધી બે દિવસ હવે તો ડોક્ટરનું કામ છે એ કરશે... અને અક્રમ છે ત્યાં..."

"તારો પતિ આ હાલતમાં છે ને તું આવી ગઈ શરમ નથી આવતી તને...?"

"પણ ત્યાં રહી ને કઈ કામ હોય તો ને અને અહીં ઘરનું પણ જોવાનું ને..."

"આબિદ અલી ગયો?"

"આબિદ અલી ગયો નઈ સંતાઈ ને નીકળી ગયો. બીજા માટે કોણ આટલા દિવસો રે હોસ્પિટલમાં , અરમાન ગયો?"

"ના એ ટીવી જોવે છે બાજુના રૂમમાં..."

"લો... આને જલ્સા છે. ઘરવાળા ઘરે નઈ ને ચોર ને કોઈ રોકવા વાળું નહીં..."

"રુખશાના આવું ન બોલ અરમાન મારી સાથે આવ્યો ને મારી સાથે જ જશે..."

અહીં આયત જમવાનું બનાવે છે એના અમ્મી માટે. અરમાન ત્યાં આવી ને બેસે છે.

"હોસ્પિટલ થી આવી ગઈ? કેમ છે માસા ને?"

"સારું છે..."

"શું કે છે ડોક્ટર ક્યારે સારું થશે..."

"ટાઈમ લાગશે..."

"આમ કેમ વાત કરે છે આયત .. "

"તો કેવી રીતે વાત કરું અરમાન ... ?"

"મારી કોઈ ભૂલ થઇ છે આયત?"

"ના અરમાન તમારી ભૂલ નથી થઇ.. બસ કાલે તમે ઘરે જતા રહેજો..."

"આવું કેમ કે છે? હું જઈશ તો પછી નહીં આવું..."

"અરમાન પેહલા હું તમારા ગુસ્સાથી ડરતી હતી હવે તમારી ધમકી થી ડરું છું... આપણે બહુ ખરાબ રીતે ફસાઈ ગયા છીયે અરમાન..."

"એટલે શું કહેવા માંગે છે તું?"

"રાત્રે ઉપરના રૂમમાં આવજો અમ્મી સુઈ જાય પછી. તમને બધી જ વાત કહીશ...."

આયત એના અમ્મી ને જમવાનું આપવા જાય છે. રુખશાના એની અમ્મી સાથે વાતોમાં ગુસ્સો કરી રહી હોય છે.

"અમ્મી જમવાનું લાવી છું લો જમી લો..."

રુખશાના હાથના એક જ ઝપાટે બધું ખાવાનું નીચે ફેંકી દે છે.

"આ તારી નાની ને ખવડાવ... મારે કઈ નથી જમવું..."

"બેટા તું આ બધું જમવાનું નીચે થી ઉઠાવી લે... એ ગુસ્સે છે. હોસ્પિટલમાં પણ તમાશો કરી ને આવી છે... તું જમી લે બેટા જા..."

આબિદ અલી એની પત્ની અનિશા સાથે રાજકોટ પોતાના રૂમમાં બેઠો હોય છે. હોસ્પિટલમાં જે બન્યું એ વિષે ની વાત એ અનિશા ને કરે છે.

"અનિશા રુખશાના ને મનાવવાની બધી કોશિસ નાકામ ગઈ... એતો બસ રાહ જોઈ ને બેઠી હતી કે સુલેમાન મરે ને એ મારી ગળે વળગી જાય..."

"આટલી બધી નફરત? એના પતિ ની મોત ની રાહ જુવે?"

"અનિશા એ બધા સામે જ સુલેમાન ને પ્રેમ કરે છે એમ કહે છે પણ એ વાસ્તવમાં કંઇક અલગ જ છે..."

"હા એ તો મને ખબર જ છે. બદલાની આગમાં એ કોઈને નહીં મૂકે..."

"અનિશા એના મનમાં શું ચાલે છે એ કોઈ નથી જાણતું તારી અમ્મી પણ નહીં..."

"તમને ત્યાં જોઈ ને તો બહુ ખુશ થતી હશે... શક નથી કરતી એની ફિતરત જાણું છું..."

"અનિશા અરમાન ને આયત આનો ખોટો શિકાર બન્યા છે..."

"આબિદ અલી મારે તમારી સાથે લગ્ન જ નહોતા કરવા જોઈતા..."

"આવું ન બોલ અનિશા ... તે ન કર્યા હોત તો પણ હું એની સાથે ન કરેત... એને મને ચિટ કર્યો હતો..."

"આબિદ અલી બધાએ એક એક વાર તો બધાને ચિટ કર્યા છે. બસ બધા ને પોતાની ભૂલ જ નથી દેખાતી...."

"પણ હવે આનો રસ્તો શું છે?"

"આબિદ અલી તમે કહો છો ને કે મારી અમ્મી ને એની ખબર નથી, મારી અમ્મી અને મારી બધી બહેનો ને એની ખબર છે. એના મનમાં શું ચાલે છે એ અમે જાણીએ છીએ... સુલેમાન ની હાલત શું છે?"

"એ તો બિચારો જીવતા જીવ મરી ગયો છે. જો ધ્યાન નહીં આપવામાં આવે તો મરી જશે... અને રુખશાના એ જ રાહ જોઈ ને બેઠી છે..."

"ક્યારે મરશે સુલેમાન?"

"એટલે? શું કહેવા માંગે છે તું?"

"એમ કહું છું ક્યારે મરશે સુલેમાન... સુલેમાન ના મરતા જ એના શોક નો સમય પૂરો થયાની તારીખ ના બીજા જ દિવસે ગોઠવો પ્રોગ્રામ... એની સાથે બેસી ને કરો સોદો... એ અરમાન ને આયત આપે તો હું એને આબિદ અલી આપી દઈશ..."

અહીં રુખશાના સુતી છે. એને સ્વપ્ન આવે છે કે રાત્રે એની ડેલી ખખડે છે. એ ખોલતા જ શાહીલ સામે હોય છે એ રડતા રડતા કહે છે કે કાકા હવે નથી રહ્યા. રુખશાના આ સાંભળી એને બધા સગાંવહાલાં ને કહેવા કહે છે. એટલા માં એની નીંદર ખુલે છે. એ ચેક કરવા ડેલી એ જાય છે. પણ ત્યાં કોઈ જ નથી હોતું, રુખશાના વારંવાર ડેલી સામે જુવે છે કે હમણાં કોઈ અવાજ આવે. પણ કોઈ અવાજ ન આવતા એ અંદર જાય છે. અરીસા સામે ઉભા ઉભા એ પોતાના ચહેરા ને જુવે છે. મનોમન વિચારે કે એ સ્વપ્ન સાચુ થાય ને આબિદ અલી પાસે ચાલી જાય.

અહીં અરમાન અને આયત ઉપરના રૂમમાં છે. અરમાન દીવાલ ને ટેકો લગાવી ને ઉભો છે અને આયત પલંગ પર બેઠી છે.

"અરમાન તમને ખબર છે માસા સાથે મારી અમ્મી ની સગાઈ હતી?"

"હા એ મને ખબર છે."

"તમને એ ખબર છે કે એ સગાઇ કેમ તૂટી હતી?"

"ના ... પણ વાત શું છે?"

"તમે બેસી જાઓ આ એક લાંબી વાત છે."

"ના હું અહીં જ ઠીક છું તું બોલ આયત..."

"અરમાન હવે હું નાની નથી, એટલે હું સમજી શકું છું. કે હું તમને પ્રેમ નથી કરતી તમારી પૂજા કરું છું. બસ આજ રીતે મારી અમ્મી ની સગાઇ પઁદર વર્ષ ની ઉંમરે માસા સાથે થઇ હતી. અમ્મી પણ એમની પૂજા કરતી હતી. પછી એમના થી એક ભૂલ થઇ , ભૂલ નહીં પાપ... જો મર્દ કરે તો ભૂલ અને એક સ્ત્રી કરે તો પાપ... મારી અમ્મી તમારા અમ્મી પાસે રહેવા આવતી એ સમય એ તમારા અમ્મી ના પહેલા પતિ એ એને પૈસા, ખાવા પીવાની , મોજ શોખ ની લાલચ આપી ને ભોળવી લીધી. ગરીબ ઘરની છોકરી એની જાળમાં આવી ગઈ. પછી એ મારી અમ્મી ને હોટેલ લઇ ગયો. ના સંબંધ જોયો કે ના ઉંમર બસ તૂટી પડ્યો..."

"તું મારા અમ્મી ના પહેલા પતિ ની વાત કરે છે ને?"

"હા... એમની જ. પછી એને મોકો મળી જતો. એ અમ્મી ને આમ જ પોતાની હવસ પુરી કરવા ઉપયોગ કરતો. એક દિવસ તમારા અમ્મી એ એ બંને ને જોઈ લીધા. એ છોકરાઓને લઈને તમારા અબ્બુ આબિદ અલી પાસે આવી ગઈ... આબિદ અલી મારા અમ્મી ને નાની પાસે મુકવા જતા હતા એ સમયે એમને કસમ આપી ને અમ્મી ને કારણ પૂછ્યું. અમ્મી એ સાચું કારણ કહી દીધું. આ સાંભળી ને આબિદ અલી માસા એ અમ્મી સાથે લગ્ન ની ના કહી દીધી. અમ્મી ને પોતાના એ પાપ નું ભાન ન હતું એ તો એમ જ સમજી કે આબિદ અલી એ અનિશા માસી ના કહેવાથી લગ્ન ન કર્યા. એ પછી અનિશા માસી અને આબિદ માસાના લગ્ન થયા , આ આગ હજી પણ મારા અમ્મી ના મનમાં બળી રહી છે. બધા માટે ચોવીસ વર્ષ પસાર થયા પણ અમ્મી હજી એ ભૂલી નથી"

"આયત મને આ વિષે જાણ ન હતી... આ ના સિવાય છે કઈ?"

"હા બધું તો આના પછી જ છે ને... તમને ખબર છે તમારા અમ્મીના પેહલા પતિ નું નામ શું હતું?"

"અકબર..."

"હા એ અકબર એ તમારા અમ્મી ને તલાક આપી અને બીજા લગ્ન કર્યા તમને ખબર છે એ અકબર સાથે તમારો કોઈ સંબંધ છે?"

"એ નાલાયક સાથે મારો કોઈ નાતો નથી... "

"તમે નાલાયક ન કહો. એ પાપ છે. હું નાલાયક કહું તો ચાલે. તમને કોઈએ કહ્યું છે એની અને તમારી વચ્ચે શું સંબંધ છે?"

"ના... શું સંબંધ છે?"

(ક્રમશ:...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED