હમ તુમ્હારે હૈ સનમ - 22 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 22

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૨)

સારા ને અરમાન બાઇક પાર નિકાહ માટે લઇ જતો હોય છે. અચાનક સારા ની આંખ ખુલે છે. એને અનુભવાય છે કે આ તો એક સ્વપ્ન હતું. પણ એ સ્વપ્ન જોઈ ને પણ એ ખુશ થાય છે. અહીં આબિદ અલી અને નાનીમાં જેતપુર પહોંચે છે. અરમાન ને વાત કરે છે કે એનો નિકાહ છે આવતા રવિવારે પણ અરમાન એ આયત ની જેમ જ વાત માનતો નથી. એ કહે છે આવતા સોમવારે જ હું વિશ્વાસ કરીશ કે તમે કહો છો એ સાચું છે કે નહીં.

સવારે આયત ચા બનાવી ને અમ્મી અબ્બુના રૂમમાં જાય છે આયત ના અમ્મી સુતા હોય છે.

"અમ્મી ચા... અબ્બુ ક્યાં છે?"

"એ લિવિંગ રૂમમાં જ કાલે સુઈ ગયા છે... જા ત્યાં જઈને આપી આવ"

આયત લિવિંગ રૂમમાં જાય છે. એના અબ્બુ કાલની વાત મન પાર લઇ ને ત્યાં જ સુઈ ગયા હોય છે. આયત અંદર પ્રવેશતા જ જુવે છે એના અબ્બુ બેહોશ હાલત માં છે. મોઢામાંથી ફીણ નીકળે છે. આયત જોરથી રાડ પાડે છે. એના બીજા ભાઈ બહેન અને અમ્મી આવી જાય છે.

"હાય અલ્લાહ... શું થઇ ગયું અબ્બુ ને અચાનક..."

આયત એના નાની બેન ને મોકલી ને મોટાબાપુ ના ઘરે સમાચાર મોકલાવે છે. બધા મળી એમને જૂનાગઢ ની હોસ્પિટલ એ લઇ જાય છે. એક માણસ ને બાઇક લઈને આબિદ અલી ને જાણ કરવા મોકલે છે.

આબિદ અલી અને અરમાન રાજકોટ જવા નીકળતા જ હોય છે કે અહીં એ વ્યક્તિ આવે છે અને સમાચાર આપે છે. બધા જેતપુર થી જૂનાગઢ હોસ્પિટલ તરફ રવાના થાય છે.

સુલેમાન ને સટ્રેચર પર સુવાડી ને આઈ.સી.યુ. માં લઈ જાય છે. અહીં આયતના ઘરે મૌલવી સાબ એને હિંમત આપવા આવે છે.

"મૌલવી સાબ દુઆ કરો મારા અબ્બુ ઠીક થઇ જાય..."

"હા બેટા તું નમાજ પઢી ને અલ્લાહ ને દુઆ કર બધું આસાન થઇ જશે..."

એટલામાં સારા આવે છે. આયત એને જોઈને ભેટી પળે છે. પણ આજે સારા ની આંખોમાં કંઇક અલગ જ હોય છે.

"આયત અંદર રૂમમાં ચાલ મારે તને એક વાત કરવી છે.."

"પણ અહીં જ કહી દે ને..."

"ના અંદર ચાલ..."

આયત અને સારા અંદર જાય છે.

"આયત મને તો પહેલે થી જ ખબર હતી કે આવું જ થવાનું છે.. મારા અબ્બુના એક બાબા છે જેમને મને કહ્યું કે જો આયત અને અરમાન ના નિકાહ થશે તો એના અબ્બુ નહિ બચે..."

"પણ આવું કઈ રીતે સકય છે?"

"તારે માનવું હોય તો માન નહિતર કહી નહિ... પછી કહેતી નઈ કે મેં જાણ નહોતી કરી. અને એ બાબા ની વાત ક્યારેય ખોટી નથી પડતી..."

"એવું જ છે સારા તો હું નહિ કરું..."

"ક્યારે છે તારો નિકાહ ? આ રવિવારે ને?"

"હા રવિવારે હતો પણ હવે નહીં કરું..."

"એમ નઈ આયત તું મોટાઓ ને કે, દરગાહ જા દોરો બાંધ અને કસમ લે... નહિતર કઇ નઈ થાય..."

"હા તો કહું છું સારા... નહીં કરું મને મારા અબ્બુ ની બલી ચડાવી ને લગ્ન નથી કરવા..."

"તો તું નહીં કરે ને ?"

"હું તો બંને બાજુ મરી ગઈ... સારા... શું કરું..."

અહીં ડેલી ખખડે છે. આયત ડેલી ખોલે છે. સામે શાહીલ હોય છે.

"ભાઈજાન શું ખબર છે અબ્બુ ના..."

"આયત હજી કઈ સારા સમાચાર નથી એ આઈ.સી.યુ. માં છે. બસ તું દુઆ કર... અને હિંમત રાખ..."

આ વાત સાંભળી સારા આયત ના મગજ પર વધુ હાવી થાય છે.

"તો તે શું નિર્ણય કર્યો?"

"મેં કહ્યું તો ખરા સારા કે નહીં કરું..."

"આ સમય બેસી રહેવાનો નથી ચાલ દરગાહ પર અને માંગ દુઆ ..."

સારા આયત ને દરગાહ પર લઈને જાય છે.એના ભોળપણ નો ફાયદો ઉઠાવી એ દરગાહ પર મન્નત લેવડાવે છે કે જો એના અબ્બુ ઠીક થઇ જાય તો એ અરમાન સાથે નિકાહ નહીં કરે. અને સારા આ જોઈ ને મનોમન ખુશ થાય છે.

અહીં હોસ્પિટલમાં સમાચાર આવે છે કે હવે ખતરો ટળી ગયો છે. પણ અટેક ભારે હતો એટલે હાથ પગ ચાલતા સમય લાગશે અને બે વર્ષ સુધી સુલેમાન બોલી નહીં શકે. અને સુલેમાન ને થોડા સમય એડમિટ જ રાખવો પડશે.

"સારું તો અક્રમ બેટા તું અહીં રહેજે અમે આયત અને છોકરાઓ પાસે રહીશું કાલે સવારે આવી જઈશું..." નાની અક્રમ ને કહે છે. અક્રમ ડોક્ટર હોવાથી એ અહીં ઉપયોગી નિવળે.

રુખશાના આ સાંભળી ને ઉભી થઇ ને આબિદ અલી ને ગળે વળગી જાય છે.

"તમે ઘરે ન જશો.. મને એક સહારા ની જરૂર છે." બધા આ વર્તન થી અચંબિત થાય છે પણ એમ સમજે છે કે પતિ ની આવી હાલત છે એટલે આવું કરે છે.

અરમાન અને એના નાની આયત ના ઘર તરફ રવાના થાય છે અને સુલેમાન અક્રમ આબિદ અલી અને રુખશાના હોસ્પિટલમાં જ હોય છે.

રાત્રે રુખશાના આબિદ અલી ને ચોંટી ને બેસે છે.એમના ખભા પર માથું રાખી ને સુવે છે.

"કેટલા વર્ષો પછી આજે આમ સુવાનો મોકો મળ્યો મને..." રુખશાના બોલી.

"તું આમ સીધી બેસ.. આ હોસ્પિટલ છે...."

"હોસ્પિટલ છે તો શું થયું. વર્ષો પછી મારો પ્રેમ મારી સાથે છે..."

"રુખશાના અલ્લાહ થી ડર , તારો પતિ અંદર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે... દુઆ કર..."

"એને છોડો ને તમે... એને પાંચ છોકરા તો પેદા કરી લીધા હવે શું કરવું છે એને... આજે તો ખુદા એ મોકો આપ્યો છે. લઇ જાઓ મને તમારી સાથે..."

"રુખશાના હું મારા જીવનમાં ખુશ છું.. તું હવે જે સંબંધ છે એ જ નિભાવ અને દૂર બેસ..."

"ખોટું ન બોલો... મારી બેન અનિશા મારા થી દસ વર્ષ મોટી છે. એ ડોશી સાથે તમે શું મજા કરી હશે.. મજા તો એને કરી ને પેલા અકબર સાથે ને પછી તમારી સાથે..."

અક્રમ આ બંને ની નજદીકી દૂર થી જોવે છે. એ ત્યાંથી નીકળે છે.

"ક્યાં જાય છે બેટા?"

"માસા કેન્ટીનમાં ચા પીવા..."

"ચાલ અમે પણ તારી સાથે આવીએ છીયે..."

"ના ના આબિદ અલી.. તમે બેસો ને અક્રમ લેતો આવશે આપણાં માટે... જા અક્રમ લેતો આવજે..."

અક્રમ આ અજીબ વ્યવહાર જોઈ ને જાય છે.

"રુખશાના તું કંઇક શરમ કર.. છોકરાઓ જોઈ ને ખોટું સમજશે..."

"સમજવા દો... હું તો આજે પણ તમારી જ છું..."

આબિદ અલી ગુસ્સે થઇને ઉભા થઇ જાય છે.

"કેમ અક્રમ થી ડરી ગયા... એમ સમજો છો કે એ અનિશા ને જઈને કહેશે? કેહવા દો એને પછી મજા આવશે..."

"રુખશાના જીબ પર લગામ રાખ..."

એમ કહી ને આબિદ અલી બહાર ચાલ્યા જાય છે. અહીં સારા આયત ના રૂમમાં અરમાન એ આપેલા લવ લેટર વાંચતી હોય છે. આયત રૂમમાં આવતા જ જુવે છે.

"આ શું કરે છે સારા...?"

"એક પેજ બાકી છે વાંચી લઉ..."

"પણ તું મારા લેટર કેમ વાંચે છે?"

"સાચું કહું આ વાંચી ને એની સાથે પ્રેમ થઇ જાય છે..."

"ચાલ લાવ હવે મને આપ અને આવી ફાલતું વાત ન કર..."

"બીજા નથી...?"

"ના આજ છે. પણ હવે આવશે... મને ખબર છે એ મળશે નહીં તો લેટર લખશે..."

"આયત તારા લગ્ન બીજા કોઈ સાથે થઇ ગયા તો?"

"આવો પ્રશ્ન કેમ પૂછે છે?"

"બસ એમ જ જવાબ તો આપ..."

"ક્યારેય નહીં બને..."

"અને એના બીજા સાથે થઇ જશે તો?"

"તને લાગે છે એ બીજી કોઈ છોકરી સામે આંખ ઉઠાવી ને જોવે પણ ખરો?"

"ઘમંડ ન કર આયત..."

"ઘમંડ નથી સારા.. વિશ્વાસ છે...પણ એતો કે તું આવા સવાલ કેમ કરે છે?"

"બસ એમ જ આયત... પણ તૂતો કહેતી હતી કે એના લગ્ન બીજા સાથે થશે તો તું એનું મોઢું ચૂમી લઈશ..."

આયત એને ધ્યાન થી જુવે છે. એની પાસે આવે છે અને કહે છે.

"એ તો તારા માટે કહ્યું હતું સારા.. કે તું એની સાથે લગ્ન કરીશ તો હું તારું મોઢું ચૂમી લઈશ..."

નીચે ડેલી ખખડે છે. આયત છત પરથી જ કહે છે.

"સારા સમાચાર આવ્યા છે..."

"તને કેમ ખબર આયત..."

"એ આવ્યો છે. ખરાબ સમાચાર હોય જ નહીં..."

નીચે જઈને આયત દરવાજો ખોલે છે. આયત ના નાની ને અરમાન સામે હોય છે. આયત અરમાન ને જોઈ ને સ્મિત આપે છે અને નાની ને ગળે મળે છે.

આયત બધા ને લિવિંગ રૂમમાં બેસાડે છે.

"હું ચા બનાવી ને લાઉ..." સારા અરમાન ને કહે છે.

અરમાન આશ્ચર્યથી એની સામે જુવે છે.

"તું બનાવીશ? જા તો લઇ આવ.. પણ સાકાર ઓછી..."

"હું એટલા પ્રેમથી બનાવીશ કે સાકાર ની જરૂર જ નહીં પડે..."

આયત ચા બનાવવા જાય છે. અરમાન આયત ને કહી ને હાથ પગ ધોવા બહાર જાય છે. અહીં આયત નાની ને બધી વાત પૂછે છે કે એના પિતાની તબિયત કેવી છે.

અરમાન હાથ પગ ધોઈ ને ઉભો થાય ત્યાં સારા ટુવાલ લઇને એની સામે ઉભી હોય છે. અરમાન એને નાની બેન સમજી ને જ એની પાસેથી ટુવાલ લે છે. સારાના મગજમાં અરમાન સાથે લગ્ન નું ભૂત સવાર છે પણ આયત અને અરમાન આ વાત થી અજાણ છે.

(ક્રમશ:....)