M.K. Gandhi (The Management GURU of Modern India) A Short Case Study Abhijit A Kher દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

M.K. Gandhi (The Management GURU of Modern India) A Short Case Study

#GreatIndianStories

મારું આ પુસ્તક મારા માટે એક કેસ સ્ટડી જેવું છે જે મેં મહાત્મા ગાંધી પર કરી છે, અને મારું ધ્યય માત્ર આજના આધુનિક ભારતના દરેક ગ્રેજ્યુએટ યુવાન વ્યક્તિઓ ને તે બાબતે થોડા અવગત કરાવવાનો છે.

સાદી ભાષામાં, ગાંધીજી ને સમજવા કોશિશ કરીએ,

ગાંધીજીએ એક અંધકારમય ભારતમાં એક આશાની પહેલી જ્યોત સળગાવી હતી, જેના અજવાળા થકી બીજા લોકોને તે અજવાળું વધુ પ્રકાશમય કરવાં માટે ની પ્રેરણાઓ મળી. પછી ભલે તેમન રસ્તાઓ જુદા રહ્યા હોય, આઝાદી માટેના; પણ જે ગુલામ ભારતમાં આઝાદી શું કહેવાય તેના મૂળભૂત માયના તેમનેજ સમજાવ્યા હતા. અને તેથી જ તે સમયના આઝાદ હિન્દના નેતા તેવા લોક લાડીલા નેતા સુભાષચંદ્ર બોઝે તેમને “ફાધર ઓફ ધ નેશન” તરીકે કહેલા.

હું ગાંધીજી અને નેતા સુભાષચંદ્ર બોઝના રાસાયણીક સંબંધોને એક સુયોગ્ય આઝાદીના પ્લાનિંગ તરીકે જ જોવું છુ,(“કરો યા મારો”(Do or Die) નો ગાંધીજીનો કોલ, જો મિત્રો સમજી જાવને, તો તમને ગાંધીજી અને સુભાષજી નું ગણિત સમજાય જાય. હું તેને “યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય”(Right Decision at Right Time) તરીકે જોવું છુ) જેમાં અલગ અલગ નેતાઓ બહારથી ગાંધીજી જોડે અસહમત દેખાશે; પણ વાસ્તવમાં તેવો બધા એક પેજ પર જ હશે. કેમકે તેમનો દુશ્મન અંગ્રેજ પણ ખૂબ ચકોર હતો.

હવે સવાલએ છે કે શુ ભારતમાં આઝાદીની ચળવળ ગાંધીજી ભારત આવ્યા પહેલા થઈ જ ન હતી? ના, તે સત્ય નથી, કેમકે ગુલાબ ભારતમાં ઈ.સ. ૧૮૫૭ માં પહેલો બળવો અંગ્રેજ હુકુમત સામે થયો હતો, પણ તે નિષ્ફળ રહ્યો હતો,(એકતાનો, સંઘટન અભાવ વિગેરે વિગેરે કારણો હતા)

ભારતની આઝાદીએ આજના વિશ્વમાં એક વ્યવસ્થીત પ્લાનિંગનું કારણ છે જેને આજના અંગ્રેજો પણ માને છે, જેને ગાંધીજીએ ખૂબજ ચાલાકી થી અમલમાં લાવી ને પૂરું કરીયું હતું.

હું કેમ ગાંધીજી ને એક મેનેજમેન્ટ ગુરુ માનું છે તેનું કારણ એ કે તેમને યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ નો ઉપયોગ કર્યો હતો(Right Man, at Right Place)

ગાંધીજી દૂરંદેશી હતા, અને એક સારા લીડર તરીકે ના તેમનામાં એ ગુણ પણ હતો... શુ મિત્રો એમાં કઇ ખોટું હતું, શું તમે સારા મેનેજર બની શકો?, વગર કોઈ પરિણામ ની ચિંતા કર્યા વગર, પરિણામ નું મૂલ્યાંકન શું આવશે, ના તમે તે ન કરી શકો.

તે તો વ્યક્તિના અનુભવ પર નિર્ભર કરે છે, તમે ખાલી મેનેજમેન્ટ ના સ્નાતક થવાથી નથી થતું, આ દેશના ઘણાં ખરા ઉધોગપતિ, સારા રાજનેતા તો અભણ પણ છે, અને ભણેલા તેમની નીચે કામ કરે છે,

વધુમાં આજ મેનેજમેન્ટની સંસ્થાઓ ભારતના મહાન ચિંતકો ને ભૂલીને વિદેશી ચિંતકો વિષે ભણાવે છે, હું રાજાશાહી ની તરફદારી નથી કરતો, હું માત્ર તે સમય ની સુંદર આર્થિક વ્યવસ્થા, કે જેમાં કર ની શાનદાર પ્રથા, જેમાં નૈતિક મૂલ્ય નું જતન હતુ, હું રામાયણ, મહાભારત, ચાણ્યક ના વખત ની વાત કરું છુ.

આજે આધુનિક ભારતમાં આજ વાત એટલેકે નૈતિક મૂલ્ય વિશે વિદેશી લેખકોના લેખોને પ્રાધાન્ય આપવામાં આવે છે, મને તેમાં એક ભારતીય હોવાથી બહુ દુઃખ ની લાગણી અનુભવાય છે, કેમકે આપણે પોતાનોજ સમૃદ્ધ વારસો, દિવ્ય વ્યક્તિઓ ,દિવ્ય મહાન આત્માઓ જેમકે શ્રી કૃષ્ણ, આચાર્ય ચાણક્ય, વિગેરે ને ભૂલી ગયા છીએ.

એક કહેવત છે કે જેવું વાવો, તેવું ઉગે, મતલબ એ કે જો તમે આંબો ઉગાડીયો હોય ને મિત્રો, તો તે મીઠી કેરી જ આપે, નાકે ખાટા મીઠા બોર.

આજે ઘણા બધા મોટીવેશનલ વક્તા(દેશી અને વિદેશી)ને તમે સાંભળતા હશો, તેમની પુસ્તકો વાંચતા હશો...

છેલ્લે તાત્પર્ય એજ આવે છે કે માનવે હંમેશા પોતાના ચારિત્ર્ય નિર્માણ માટે જરૂરી છે, એવા ગુણ જેવાકે ઈમાનદારી, નિષ્ઠા, માનવીય મુલ્ય જ કામ આવે છે આ વાત એટલીજ સાર્થક છે જેટલી દેશના નિર્માણ માટે કે પછી વ્યક્તિ ના પોતાન ધંધા માટે હોય.

મિત્રો, માનવી એટલુંતો ગહન રીતે એમ માનવો જ જોઈએ કે દરેકે દરેકે વસ્તુ; પછી તે જીવંત કે નિર્જીવ હોય તે ઈશ્વરે જ બનાવી છે, અને એક નો અનાદર તે ઈશ્વરના અનાદર બરાબર સાબિત થાય. કોઈનું આજે તમે ખરાબ કરશો, તો કાલે તમારો વારો હોય, મિત્રો.. આ એક કુદરતી નિયમ છે અને ભારતીય સનાતન ધર્મનો મૂળભૂત નિયમ પણ, જે આજ થી 5000વર્ષ પેલાથી ચાલ્યો આવે છે. ભૂતપૂર્વ ભારતીય સંસ્કૃતિ છેક આજ ના ઇન્ડોનેશિયા થી માડી આજના અફગાનિસ્તાન, બલોચિસ્તાનથી પણ આગળ ફેલાઈ હતી...શ્રીલંકામાં પણ...

પરિવર્તન એ કુદરતનો નિયમ છે જેમાં ભારત પર ઘણા વિદેશી આક્રમણખોરો એ ભારતમાં લૂંટ મચાવી હતી, ભારતના લોકોને ગુલામ બનાવી તેમને ધર્મ પરિવર્તન કરાવ્યા, પછી અંગ્રજો એ 200વર્ષ સુધી રાજ કર્યું...

બદલામાં તેમને શુ મળ્યું.."અપાર ધન દોલત" આના થી વિશેષ મારા ધ્યાન પર કશું નથી આવતું...

હવે મજાની વાત મિત્રો જુવો, અને પાછા ઉપર ની કહેવત પર થોડું તમારું દિમાગ ચલાવો, અને હવે હું જે તમને કહેવા માંગુ છુ તે ખૂબજ તટસ્થ રીત કહું છુ અને આજ વાત મહાત્મા ગાંધીજી સમજતા હતા.

જે લોકોએ ભારતમાં લૂંટ મચાવી હતી તે દેશોના આજ ના હાલ શું છે?, કદાચ તમને એ દેશો બહારથી સમૃદ્ધ લગતા હશે, પણ તેમાં માનવીય મૂલ્ય, માનવતા ક્યાં જોવા નહીં મળે. સાચું કે;

આજે અતિ આધુનિક કે ધાર્મિક કટરતા ધરાવતા દેશોમાં લોકો ખુલ્લેઆમ બંધુક, આત્મઘાતી હથિયારો લઈને ખુલેઆમ ફરે છે, વળી હથિયારો ના ખુલ્લા બજાર પણ છે, લોકો નાની નાની બાબતો માં જેવીકે કોઈ એક માન્યતા ધરાવતા સમૂહ, ને બીજી માન્યતા ધરાવતા લોકો પોતાના વિચારો ધોપે છે, અને એકજ ધર્મમાં અનેક ફાંટાવાળા લોકો એકબીજાની કતલેઆમ કરે છે....

ઘણા ખરા દેશો તો અમદાવાદથી પણ નાના છે તો પણ આજ વસ્તુ જોવા મળે છે... ઇતિહાસમાં હું માત્ર એક ખૂખાર લુટેરાંનિ જ વાત કરું તો તે છે ચંગીઝ ખાં, તેને જે માનવ સંહાર કર્યો હતો, કદાચ કોઈ મનમાં પણ વિચારી ન શકે, ...અને તેને લોકો ને લોહિયાળ જ ઇતિહાસ આપ્યો, તેના નકશાકદમ પર મુગલો ચાલ્યા, અને અંતે આજે પણ તેમના મૂળ દેશોમાં અશાંતિ ફેલાયેલી છે,..જેવું તમે વાવશો, તેવું લણશો... એ લોકોએ ભારતમાંથી ધન દોલત તો લૂંટી પણ સારા સંસ્કાર વગરની, અને ભારતીય સનાતન ધર્મ એક વસ્તુ જરૂર કહે છે કે સંસ્કાર વગર ની સંપત્તિ એ વિનાશ જ વેરે....

જેને(સનાતન ધર્મના મૂલ્યોને) ગાંધીજી ખૂબજ સારી રીતે જાણતાં હતા, તેથી જ તેવો ભારતની આઝાદી હથિયારો ના જોરે નહી, પણ અહિંસાના માર્ગે મેળવવા માંગતા હતા, લોકોમાં એ વાત સમજવા માંગતા હતા કે કદાચ તમને હથિયાર વડે આઝાદી મળી પણ જાય, તો પણ તે નકામીજ સાબિત થાય; અને અંતે તે ભારતને આંતરિક લડાઈમાં ધકેલી દેત, લોકો આઝાદી ની કિંમત ન સમજેત...

વારુ, જવા દો, હું મૂળ મુદા પર આવું છુ,

કેમ ગાંધીજી એક સારા વહીવટ કરતા હતા, અને હું કેમ એક સિવિલ એન્જિનિયર તરીકે કેમ તેમને ભારતીય વ્યવસ્થાના ગુરુ કહેવા માંગું છુ,

ફરી તમને એક સિવિલ એન્જિનિયરની સાદી ભાષા માં સમજાવું, ધારોકે, ગાંધીજી એક બિલ્ડર છે અને તેમને એક ભારત નામની એક બહુમાળી બિલ્ડીંગ બનાવી, એક બિલ્ડર હોવાના નાતે બિલ્ડીંગ કેવું બનાવું જેમકે તેની ઉચાઇ કેટલી રાખવી, તેના બાંધકામનો એરિયા કેટલો હશે, વળી તેમાં સજીવ અને નિર્જિવ વસ્તુનો ભાર કેટલો લાગશે તે બધાની ચિંતા તો કરીજ હોય, કેમ કે તે તેના પાયા પ્રકાર માટે જરૂરી છે, જો બિલ્ડીંગના પાયા જ મજબુત નહી હોયતો બિલ્ડીંગ થોડાક ભુકંપના કંપન, કે આસ પાસ ના કંપન કે પછી તેના પોતાના વજન થીજ પડી જાય, તો તેમ કેમ ચલાવી લેવાય, અને ગાંધીજી તેમ ન જ ચાલવા દે.

તેથીજ ગાંધીજી એમજ વિચારે કે મારે સારામાં સારા સ્ટકચરવાળા પાસે હું તેની ડિજાઈન તૈયાર કરાવું, એટલેકે સ્ટકચરલ કન્સલ્ટનને તે કામ આપે, બિલ્ડીંગબહાર થી સુંદર અને લોકોને આકર્ષે તે માટે સારા આર્કિટેક કન્સલ્ટન તેવો રાખે,

હવે ટુકમાં સમજો, અહિયા

ગાંધીજી-દેશના નિર્માતા

સરદાર પટેલ -સ્ટકચરલ કન્સલ્ટન

પંડિત નેહેરુ- આર્કિટેક કન્સલ્ટન

હવે ગાંધીજીની ટીમને વિસ્તારથી સમજો, જેને મેં થોડોક પ્રાસંગિક બનાવી ને મેં સમજવવા પ્રયત્ન કરીયો છે, દરેકે ના કિરદાર વિશે થોડું જાણો.

પંડિત જવાહરલાલથી સમજો,

પંડિત જવાહરલાલ ને ભારતીય ઇતિહાસ વિશે ઊંડું જ્ઞાન હતું, તેમને ભારત એક ખોજ(The Discovery of India)નામ નું એક વિખ્યાત પુસ્તક લખેલું હતું, જેના પર થી ટીવી સિરિયલ પણ બની છે, તમે આજના યુવાનો તે ટીવી સિરિયલને સોસિયલ મીડિયામાં જોઈ શકો છો.

એક સાદી ભાષામાં એક સારા લીડર ને સમજવો હોય, તો તેમની વાંચન પ્રત્યની રુચિ થી જાણી શકાય.

એક સામાન્ય માન્યતા છે કે "બધાજ લીડર સારા વાચક હોય છે"

ચાલો, હું પંડિત સાહેબનું આધુનિક ભારતમાં યોગદાન બતાવું,

આજનું આર્થિક પ્રગતિ કરતુ ભારત, તે તેમની દેન છે, કેમકે "તેમને તે સમયના ભારતને બિનજોડાણવાદી નીતિને(Non Alignment Movement) અંતર્ગત રાખીને અને તેનેજ ભારતની વિદેશ નીતિ બનાવી, જેથી કરી નવું આઝાદ ભારત અમેરિકા રશિયા જેવા દેશની વચ્ચે ના ઠંડા યુદ્ધમાં ન પડે, વળી તેમની તટસ્થ નીતિ થી ભારત કોઈ પણ બીજા દેશ ના યુદ્ધમાં નહોતું પડતું. તેથીજ તે સમય ભારતે પોતાનું પૂરું ધ્યાન પોતાના ઉત્કર્ષ અને પગભર થવા માટે આપી શક્યું.

આખી દુનિયામાં તે સમયે ચાલતા આંતરિક ડખા, યુદ્ધ થી ભારતને ચાલાકી પૂર્વક દૂર રાખવામાં મદદ મળી..

આજે પંડિત નહેરુ ને માત્ર બે બાબતો માટે યાદ કરવામાં આવે છે, (૧) કાશ્મીર (૨) 1962 ના ચીન- ભારતના યુદ્ધ માટે(ભારતની હાર થઇ હતી તે યુદ્ધ માં)

હા, ચોક્કસ તેના માટે ખુદ પંડિત જવાહરલાલ ને પણ અફસોસ હશે, કેમકે એક લીડર તરીકે તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ તેમના માટે અને દેશ માટે નુકસાન સાબિત થઇ ગયો... પણ હું તેમ પણ જરૂર કહીશ કે તેવો ભારત ને જેમ બને તેમ યુદ્ધ થી દૂર રાખવા માંગતા હતા, અને શાંતિપૂર્વક દરેક બાબત હલ કરવા માંગતા હતા...

ખેર, પણ પંડિત જવાહરલાલ એક આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા હતા, તે ભારતીય ઈતિહાસમાં એક સનાતન સત્ય છે અને રહેશે.

હવે, ચાલો ભારતના પ્રથમ ડેપ્યુટી પ્રધાનમંત્રી શ્રી સરદાર પટેલ વિશે, થોડું જાણીએ.

ભારતના લોકો તેમને "લોખંડી પુરૂષ"તરીકે ઓળખે છે, અને "અખંડ ભારતના નિર્માતા" તરીકે તેમની બીજી ઓળખ છે.

સરદાર પટેલ સાહેબ, ગાંધીજી માટે હમેશા આદરભાવ રાખતા હતા, ગાંધીજી તેમને ભારતના પ્રથમ કક્ષાના રક્ષક તરીકે જોતા હતા, વળી તે બાબત કદાચ તે સરદાર પટેલ ને સમજાવામાં સફળ થયા હતા, કેમકે પંડિતજી ની જે છબી હતી તે એક આંતરરાષ્ટ્રીય નેતા જેવી હતી, જેને ગાંધીજી બાખૂબી ઉપયોગ કરવા માંગતા હતા..

જે વાત સરદાર પટેલ પણ જાણતા હતા, પણ તેમને ભારતના ભવિષ્યને પેલા પ્રાધન્ય આપ્યું, જેના માટે દરેક ભારતીયને તેમના પ્રત્યે માન હોવું જોઈએ.

લીડર હંમેશા દુર્ગામી પરિણામો ની ચિંતા કરતા હોય છે, જેને પોતોના જીવન કાળ માં જ ભવિષ્યને કેમ કરી સુંદર બનાવી શકાય, પછી તે કોઈપણ હોય, તે કદાચ રાજનેતા, એક ઉધમી, સમાજસુધારક, રણનીતિક વિષયક, કે ઘરનો વડીલ લજ કેમ ન હોય....

તમે કદાચએમ કહેશો કે આજનુ આધુનિક ભારત તો હાલ ના નેતાઓ ની દેન છે પણ તે લોકો ને ખબર નથી કે જેમ એક સંસ્કારી માણસની ઓળખાણ તેના માં બાપ ઉપર થીજ આવે છે, તેનામાં સારા સંસ્કાર કાઈ રાતોરાત તેનામાં નથી આવી જતા, તેવીજ રીતી દુનિયાની કોઈ પણ સુ-સંસ્કૃતિનો પરિચય પણ તેના ભૂતકાળનું જ પ્રતિબિબ હોય છે,

મિત્રો, ભારતમાં જેટલી ભાષા, જેટલા રાજ્યો છે, તેટલીજ વિવિધતા પણ છે, છતાં લોકો વિવિધતામાં એકતાનો આનંદ માણે છે, વધુમાં મુક્ત મને અને ખુશીથી રહે છે,

શું આટલા મોટા દેશ ને એક રાખવો, અને તેમાં પણ લોકોનો વિશ્વાસ ટકાવી કે જાળવી રાખવો તે કાઈ સહેલો નથી, કે બગલ બચ્ચાના ખેલ નથી,..

તમે કહેશો કે ચીન, રશિયા જેવા દેશો તો આપણાં કરાતા પણ આગળ છે, જે લોકો આ દેશમાં રહે છે તેમને ક્યારેક એવી કલ્પના કરી છે જો તેવો;આજના ચીન ના સામ્યવાદી સરકાર ના રાજમાં, ખૂલી ને દેશ ની નીતિ, કે ધાર્મિક સ્વતંત્રતા વિશે બોલી શકે, બોલવાનું તો દુર પણ તેમને બોલુ કે ના બોલું તે પણ 100વાર મનમાં વિચાવું પડે છે, આજનું રશિયા પણ એક સમય સોવિયેત સંઘ હતુ.(વર્ષો પહેલા તેનો વિસ્તાર આજ થી ઘણો વધારે હતો, સાથે તાકાત પણ (સેન્યે, આર્થિકપણે તાકાતવર હતું) આજે માત્ર રશિયા જ તરીકે ઓળખાય છે, તેના જુના ઘણા રાજ્યો આજે નવા નામે એક દેશ તરીકે ઓળખાય છે.

ભારત આઝાદ થયો, તે પહેલેથીજ રશિયા એક તાકાત વર દેશ હતો,..તેજ રીતે આજનો અમેરિકા દેશ પણ, જે ભારતની આઝાદી પહેલાથી જ તે દેશમાં લોકશાહી રહી હતી અને આજે પણ છે (જે 200વર્ષ જૂની લોકશાહી કહી શકાય, તે પણ ભારત આઝાદ થયો તે સમય ની વાત છે,...)

ખરું કહુ તો અમેરિકાના લોકોએ લોકશાહી ને આટલા વર્ષોથી પચાવી છે, અને હાલની ભારતની લોકશાહી ને માત્ર 72 વર્ષો જ થયા છે..તે પણ લોકશાહી ના પંથે,. નહિ કે સૈનિક શાસન માં...

શ્રી કૃષ્ણ ભગવાન, જેમને હું એક સારા રાજકારણી માનું છુ ,જે એક સારા રાજકીય સલાહકાર પણ હતા, અને સારા વહીવટકર્તા પણ, તેવો પણ ખરા અર્થમાં એક મેનેજમેન્ટ ગુરુ હતા, કે જેમને આજના ભારત વિષય પર પણ તેમનું ગહન ચિંતન હતું, તેમને રાજ્ય ને કઈ રીતે એક રાખી ને ચાલી શકાય તે બાબતે ઘણું શીખવાડ્યું છે, તેમને એક રાજા(હાલ આપણે તેમને વડાપ્રધાન કહીશું) કેવો હોવો જોઈએ અને તેને રાજકીય, ધાર્મિક રીતે(અહીં ધર્મ એટલે કર્મ=સારી નીતિ), આર્થિક સંતુલન કેમ રાખવું, પ્રજાના હિતોની રક્ષા, અને એક દેશને મજબૂત કેમ રાખવો તેના વિશે જે ગહન વિચારો છે તે અદભુત છે, જે આજના વિદેશી વહીવટ કરતાના પુસ્તક કરતા પણ સારી છે, ધુર્ભાગ્ય પણે આજના આધુનિક ભારતના મેનેજમેન્ટ ના વિધાર્થીઓ ને એક વિષય તરીકે ભણાવવામાં નથી આવતો,..મારુ તો માનવું છે કે તેમના ઉપર એક ખાસ ડિગ્રી પણ આપવી જોઈએ...(હું વિદેશી લેખકો, વિચારકોનો વિરોધી નથી.. પણ મારો વિરોધ આજની શિક્ષણ પ્રથા પર છે).

વળી, આચાર્ય ચાણ્યક પણ શ્રી કૃષ્ણ જેવાજ હતા, તેમને લખેલ અર્થશાસ્ત્ર આજેપણ મેનેજમેન્ટ ને લાગુ પડે છે, પણ તેમ ના વિશે પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં ઉદાસીનતા જ(અહીં વાત મેનેજમેન્ટ માટે છે) પ્રવર્ત છે.. દુઃખ ની વાત છે.

મહાત્મા ગાંધી,

તેમને દેશ ને એક કરવાનું કામ કર્યું, જેમકે તેવો પોતે દેશ ના ખૂણે ખૂણે ઘૂમીને દેશની હાલત, દેશના લોકો ની સ્થિતિ જોઈ, જે અત્યંત દયનિય, ગરીબ, અભણ હતી, તેમને(ભારતની પ્રજા)એ માત્ર ને માત્ર ગુલામી જ જોઈ હતી, પેલા રાજા મહારાજ ની જોઈ હતી, અને હવે 200વર્ષો થી રાજ કરતા અંગ્રેજો ની ગુલામી જોવી પડતી હતી, તેમાં પણ ભારતીય પ્રજા ની સ્થિતિ વધુ ખરાબ કરવામ વધુ ભાગતો દેશમાં વર્ષોથી ચાલી આવતા જાતિવાદ નો પણ ખરો.

આજે પણ દેશના મોટાભાગના યુવાનો, તેમને જાણ્યા વગર તેમને વિશે ખોટી માન્યતાઓ ધરાવે છે, જેમકે, ગાંધીજી જાણી જોઈ ને દેશ ને ગુલામ રાખવાનું કામ કર્યું, જો બધાજ ભારતીયો(તે સમયે ભારતની જન સંખ્યા 36 કરોડ હતી) જો બધા મળી ને અંગ્રેજો પર હુમલો કરે તો એક દિવસમાં આઝાદી મળી જતી.

મારે તેમને કહેવું છે કે તમે ક્યાં આધાર પર એક લીડરને તમે તેમનુ આકલન કરો છો? શુ તમે તે સમય ની પરિસ્થિતિ થી વાકેફ હતા?

જવાબ ના, ના, અને ના માં જ મળશે, ખાતરી સાથે મિત્રો, ગાંધીજી જયારે ભારત પાછા આવ્યા હતા ત્યારે તેમને પહેલાતો તેમને આખા દેશ નું ભ્રમણ કર્યું હતું અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો , આજની ભાષા માં કહીએ તો સર્વે કર્યા હતો.

ચાલો, મેનેજમેન્ટના વિધાર્થીઓ તમને હું ગાંધીજી વિશે સાપેક્ષ ઉદાહરણ સાથે સમજાવું.

જેમ એક માર્કેટિંગ કમ્પની, પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકતા પેલા તેનો સર્વે પોતાના કર્મચારીઓ જોડે કરાવે છે ખરું ને; તેમ, ક્યા એરિયામાં શું જરૂરિયાત છે, ક્યાં ખપત થશે, શું કરવું પડશે, કે જેથી કરી ને લોકોને તેમની પ્રોડક્ટ તરફ આકર્ષી શકાય,.. લોકોનું જીવન ધોરણ પણ જોવામાં આવે છે, તેમની ખરીદ શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે પછી અલગ અલગ સ્તર તેનું માર્કેટિંગ કરવામાં આવે છે, લોકોને પ્રોડક્ટ ની ગુણવત્તા માટે જાગૃત કરવામાં આવે છે, જેથી લોકોમાં તેનું(પ્રોડક્ટનું) આકર્ષણ તેમનું તેમ જ રહે, અને તેનોજ આગ્રહ કરે...

હવે, ફરી હું ગાંધીજી પર આવું છુ.

એક સમય માની લો કે ગાંધીજી એક કંપનીના માલિક છે, જેમની પ્રોડક્ટ છે, "આઝાદી" આ પ્રોડક્ટની ખાસિયત એ છે કે, તેને ભારત જેવા દેશમાં કેમ ની લાવી, જેથી કરી ને વધુમાં વધુ લોકો તેને પામવા અને તેમના જીવનધોરણ ની ગુણવતા સુધારે..

(ગાંધીજી એક વાણિયા તો ખરાજ, તેમાં બેમત નહિ, પણ દેશનો વ્યાપાર તેમને ક્યારે કર્યો ન હતો)

આ માલિકે(ગાંધીજીએ) પોતે દેશ છોડી ને વિદેશમાં પણ ધંધો કર્યો હતો, પણ ત્યાંના લોકો અને ભારતના લોકોમાં જમીન આસમાન નો ફરક હતો,..

તેમને પોતે અને તેમના મિત્રો થકી આ "આઝાદી" નામની પ્રોડક્ટ નો સર્વે પૂર્ણ કર્યો હતો...

તેમના તારણ આ મુજબ હતા,

બજારમાં જે પ્રોડક્ટ(“ગુલામ આઝાદી”) હાલ વહેચાય છે તે બનાવટી બનાવી ને વેંચતા હતા, વળી તેમાં વપરાતો કાચો માલ તો ભારતના ખેતરો માંથી જ જતો હતો,.. તેને નીચા ભાવે ખરીદી ને ઉચા ભાવે લંડનમાં બનાવી ને ભારત અને ભારત જેવા બીજા દેશોના બજારમાં વેંચતા હતા, અને હલકી (આઝાદી)વસ્તુ ને કે જેમાં ગુણવતા નો અભાવ, હતો, તેને ભારતના બજારમાં ખપાવીને; ભારતના માણસો ના સ્વાસ્થ્ય ની જરાપણ પરવા કર્યા વિના તેવો ભારત ના અભણ લોકોનેજ વહેચતા હતા, અને ભારત ના લોકો આ હાનિકારક વસ્તુ ને ખાયને કમજોર અને બીમાર રહેતા હતા.

(ભાઈ, ગાંધીજી એક ભારતીય પેલા હતા, વળી, સુખી પરિવારમાંથી આવતા હતા, એટલે એમતો તેમનામાં સારા સંસ્કારો નું ઘડતર તો પેલાથીજ ઉચ્ચ કક્ષા નું હતું.)

એક માલિક તરીકે તેમને ખબર હતી કે જો તે ભારત માં પોતાની પ્રોડક્ટ લાવા માગતા હોય તો પેલા તો તેમને ખુબજ શાંતિપૂર્વક કામ લેવું પડશે. કારણકે એકતો પ્રોડક્ટ હતી ભારતીય, અને એકદમ સ્વદેશી વળી તેને સીધીજ બજારમાં મોટા મોટા હોડિંગ સાથે લોન્ચ કરવા જાય તો કદાચ ભારતના બજારમાં રહેલા મોટા વ્યપારીઓ(અંગ્રેજો અને કેટલાક ભારતીય રાજાઓ) તે ચાલવા ના દે, કારણકે તેમની પ્રોડક્ટ હતી "ગુલામ આઝાદી" કારણ સાફ છે કે તેમની મોનોપોલી તુડી જાય"આઝાદી" સામે.

પણ ગાંધીજી તેમ થોડી હાર માનવા ના હતા, તેમને નક્કી કર્યું કે જ્યા સુધી લોકોમાં મારી પ્રોડક્ટ વિશે સજાગતા નહિ આવે ત્યા સુધી તે "આઝાદી"નામ ની પ્રોડક્ટની કોઈ કિંમત નથી, મારે લોકોને મારી પ્રોડક્ટ બાબતે ગળે શુધી વિશ્વાસ બેસાડવો છે કે તે ક્યારે એક વાર લીધા પછી જીવનભર તેને ભોગવે, અને બીજાને દોરવે તે જંખવા..

તેથી, ગાંધીજીએ તેમની પ્રોડક્ટ ઘરે ઘરે જઈ ને સાદાં કવરમાં કે પેકેડમાં આપવાનું ચાલુ કર્યું, શરૂવાતમાં, તો લોકોને મફતમાં આપી, લોકોનો અભિપ્રાય લીધો, લોકોની તે પ્રોડક્ટમાં રસ પડવા લાગ્યો, ધીરે ધીરે લોકોને સારા નરસા નું ભાન થવા લાગ્યું, તેવો બીજા વ્યપારીની એવીજ પ્રોડક્ટ જે "ગુલામ આઝાદી" ના નામે પ્રચલિત હતી તેની તુલના કરવા લાગ્યા, "આઝાદી" સાથે, પણ તો પણ ભારતીય બજાર માં એક માન્યતા હતી કે વિદેશ ની વસ્તુ હમેશા સારી જ હોય, તે થીજ ભારતના ગરીબ તો ગરીબ પણ ગર્ભશ્રમન્ત પણ "ગુલામ આઝાદી" ના મોહમાં થી છૂટતા ન હતા(આધુનિક ભારતમાં પણ આજ સ્થિતિ છે!!!), .. કામ અઘરું હતું, પણ હાર માને તે બીજા એ ગાંધીજી નહી, અને આખરે તેવો તેમાં વિજેતા બન્યા.

આજે આધુનિક ભારતના લોકોને એ વાતનો અફસોસ છે કે મહાત્મા ગાંધીએ સરદાર પટેલ ને કેમ વડાપ્રધાન માટે સપોર્ટ ના કર્યા?, અને પંડિત જવાહરલાલ ને કેમ ભારતના પહેલા પ્રધાનમંત્રી બનાવવા માં આગ્રહ રાખ્યો, ભારતના લોકોનો બીજો એક વિરોધ એવો છે કે જે બહુજ સામાન્ય અને મોટો પણ તેટલોજ છે તે છે આજના કશ્મીર ની ગૂંચ અને ચીન સાથે થયેલા જંગમાં હારનું કારણ પણ પંડિત જવાહરલાલ જ હતા,

મિત્રો, એક સારા વ્યક્તિ એક વાત કહી છે કે,

"એક લીડર, બધાને ખુશ રાખી શકે નહિ, જો તમારે બધાને ખુશ જ રાખવા હોય તો આઇસક્રીમ વેચો, બધા તમને સારા માણસ કહેશે"

લીડર બનવું કાઈ નાની સૂની વાત નથી, પછી ભલે તે એક કંપની નો માલિક કજ કેમ ન હોય,કે કારન્તિકારી હોય.

મારે આધુનિક ભારતિય યુવાને કહેવું છે કે શુ તમારા પોતાના ઘરમાં તમારા વડીલ(જેની પણ પાસે ઘરની જવાબદારી છે) શું તેમના બધાજ નિણર્ય હર સમય તમારી તરફેણમાં જ હોય છે?, જવાબ ના મા જ હશે, મિત્રો, તમે કદાચ તેમના નિર્ણય અણગમતો લાગતો હશે, પણ તે વાત તો માનવી પડશે કે તેમને તમારા કરતા દિવાળીઓ વધુ જોઈ છે.....તેમના માં સમય ની સાથે પરિપક્વતા પણ છે જે તમારા માં ન પણ હોઈ શકે.

ટુકમાં, એમ સમજો વ્યક્તિ/પરિસ્થિત ને સમજો,

ઉદાહરણ તરીકે,

“કોઈ પણ વ્યક્તિ વિશે બોલવાનું થાય, તો તેમની ગેરહાજરીમાં કંઈપણ બોલી નાખવાનું,? મારો કહેવાનો માત્ર મતલબ એ છે કે તમે પોતાની જાત ને પૂછો, કે હું જેના વિશે અભિપ્રાય આપી રહ્યો છુ, તેના વિશે મારી જાણકારી કેટલી છે, જો ન હોય તો કહો, માફ કરો હું આ બાબતમાં કશું કહી ના શકુ. જો આંશિક માહિતી હોય તો, મારા જાણકારી માં આટલીજ માહિતી છે, જો હું ખોટો કે ખોટી હોય તો મને સુધારવા મહેરબાની, જો માહિતી પુરે પૂરી હોય તો એક જવાબદાર ભારતીય બની ને ટિપ્પણી કરો, તેપણ જેના વિશે હોય, તે સમય અને સંજોગો ને પણ ધ્યાન પર લેવા પડે,...”

માત્ર, ભાંગરો જ ન વાટવાનો, તે તો કોઈ પણ અભણ વ્યક્તિ પણ કરી શકે,..વાત તે નથી... મારુ પુસ્તક એક મેનેજમેન્ટ ને લગતું હોવાથી, વાંચનાર દરેક ગ્રેજ્યુએટ/મેનેજમેન્ટના વિધાર્થીઓ(આમતો દરેક ભારતીય માટે છે પણ સમજે બીજા તો પણ સારું!!!!) ને કેહવું છે કે તમે જલ્દી કોઈ પણ નિણર્ય પર કે વગર આધાર વગર; કોઈ પણ કેસ સ્ટડી ના કરો... ભલે તે એક વ્યક્તિ હોય, કમ્પની હોય, કે તમે પોતે હોય...ટૂંકમાં મારુ તારણ "માત્ર ને માત્ર તેટલું જ છે, હમેશા તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખો અને તેની ટેવ પાડો, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, કે પછી જે તે સમયની પરિસ્થિત હોય; કેમ કે ભૂતકાળમાં થી પણ તમારે શીખવાનું છે અને ભવિષ્ય ને મજબૂત બનાવાનું છે.

વળી મારી વાત કરું તો મહાત્મા ગાંધી માટે જવાહરલાલ કેમ પ્રધાનમંત્રી ની પસંદી હશે, તેના કારણો મારી નજરમાં આ મુજબ છે,

જવાહરલાલ નહેરુ પણ એક વકીલ હતા, વળી તેવો તે સમય ના ધનિક કુટુંબ માંથી હતા, નહેરુ ને હંમેશા સારા રાજકીય સંબંધ હતા,અંગ્રેજો જોડે, ભારત ને આઝાદી મળિયા પછી બીજા દેશોની મદદ સહેલાઇ મળી રહે તે જરૂરી હતું, જેમકે રાજકીય, આર્થિક કે પછી રક્ષા બાબત હોય, તેમનો દબદબો બીજા ઘણા દેશોના રાજકીય નેતાઓ જોડે ખુબ હતો, જયારે સરદાર પટેલ છબી એક હાર્ડ લાઈનરની હતી, જે અંગ્રેજો ને ગમતું ન હતું(અંદરખાને). પણ વાઘ ના મોમાં હાથ નાખવાની હિંમત એ અંગ્રજોમાં ન હતી, ગાંધીજી જવાહરલાલની ખૂબી જાણતા હતા, અને તેમને ખબર હતી કે જો નવા જન્મેલા આઝાદ ભારત ને પોતાની આઝાદી ટકાવી રાખવી તે ત્યારેજે સંભવ થશે જયારે ભારતના બીજા દેશો જોડે સારા સંબંધ હશે, તોજ ભારત પ્રગતિ કરશે...

આમ જોવા જઈએ ગાંધીજીએ તો સરદાર પટેલ ને જાણી જોઈ ને પ્રધાનમંત્રી પદ થી દૂર રહેવા સમજાવ્ય હશે, અને જેનો તેમને સરદાર પટેલના દબંગ વ્યક્તિત્વ નો ઉપયોગ એક નાયબ પ્રધાનમંત્રી બનાવીને સારી રીતે કરી લીધો...

અંતમાં, મારે તમને એટલુજ કહેવું છે કે તમારે નિણર્ય લેવાનો છે કે તમારે શુ બનવું છે "લીડર" કે "આઇસક્રીમ વેચનાર' ??????....

“જય ભારત, જય હિન્દ”