સર્પ પ્રેમ 3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર્પ પ્રેમ 3

સર્પ પ્રેમ

The Mystery continued

Ep.3

અનિતા જોડે રાતે બનેલી ઘટના વિશે શ્યામ ને જાણ કરવી જરૂરી તો હતી..પણ શારદાદેવી એવું નહોતાં ઇચ્છતાં કે શ્યામ પોતાનો કામધંધો મુકી પાછો પોતાની બૈરી માટે લખનપુર આવી જાય.

સવારે શ્યામ હજુ ઉઠીને તૈયાર થવા બાથરૂમમાં જ જતો ત્યાં શારદાદેવી નો ફોન એની ઉપર આવ્યો..આટલી વહેલી સવારે માં નો કોલ આવેલો જોઈ શ્યામને નવાઈ લાગી એટલે એને જલ્દી થી ફોન રિસીવ કરી કહ્યું.

"જય શ્રી કૃષ્ણ માં..આટલી સવાર સવારમાં ફોન કરવાનું કારણ..?"

"દીકરા આતો વાત જ એવી હતી કે તને જણાવવું જરૂરી હતું એટલે મારે તને સવારે ફોન કરવો પડ્યો.."શારદાદેવી એ કહ્યું.

"હા.. બોલ એવી તે શું વાત છે..?"શ્યામે પૂછ્યું.

ત્યારબાદ રાતે જે કંઈપણ બન્યું એ વિશે શારદાદેવી એ શ્યામ ને રજેરજ જણાવી દીધું..પણ સાથે સાથે એ પણ કહ્યું.

"જો દીકરા તારે આવવાની કોઈ જરૂર નથી..મને લાગે છે કે વહુ ની તબિયત ખરાબ છે.આ સિવાય હમણાં થી એ રમણ ની વહુ કમલી જોડે ઘણો સમય બેસી રહે છે..કમલી નું તો ચસ્કી ગયું જ છે પણ એની વાતો સાંભળી અનિતા નું મગજ પણ ભમી ગયું હોય એવું લાગે છે..એતો હું વૈદ્ય જોડે જતી આવીશ તું તારે કામ માં ધ્યાન આપ.."

"સારું..માં..તું કહે છે તો હું નથી આવતો..હા કોઈ જરૂર હોય તો બેજીજક ફોન કરી દેજે..અને હું પણ અનિતા ને ફોન કરી આ બધાં નખરાં બંધ કરી દેવાનું કહું છું."શ્યામે કહ્યુ.

"સારું ત્યારે..જય માતાજી.."આટલું કહી શારદાદેવી એ ફોન કટ કરી દીધો.

શારદાદેવી અને શ્યામ ની વાતો શરદાદેવીની બાજુમાં ઉભેલો રાધે સાંભળી રહ્યો હતો..ફોન મુકાતાં જ એ બોલ્યો.

"માં..મને લાગે છે કે આ સાલી છીનાલ એનાં કોઈ યાર જોડે મજા લઈ રહી છે અને આપણી સામે નાટક કરી રહી છે.."

"એ રાધે થોડું મોં સાચવીને બોલ..એ તારી ભાભી છે..અને મેં તને કહ્યું નથી પણ એ દિવસે આપણે જ્યારે અનિતા નાં ઓરડામાં પ્રવેશ્યાં ત્યારે એ સાપ ની પુંછડી બારીમાં જોઈ હતી..અને અનિતા નાં ગળા પરનાં ચિહ્નો જોઈ સમજી જવું જોઈએ કે એ ખોટું તો નથી બોલી રહી..હું વહુને લઈને વૈદ્ય જોડે જતી આવું છું અને તું તારાં આવારા દોસ્તો જોડે રખડવા જા.."ગુસ્સામાં શારદાદેવી એ રાધે ને કહ્યું.

"સમય આવવા દે બધું સત્ય બહાર લાવી ને જ રહીશ.."આટલું કહી રાધે પગ પછાળી ત્યાંથી નીકળી ગયો.

રાધે નાં જતાં ની સાથે શારદાદેવી પણ અનિતા ને લઈને ગામમાં આવેલાં એક વૈદ્ય ને બતાવવા લઈ ગયાં.

***

આ તરફ એજ દિવસે ગામ ની બીજી સ્ત્રીઓ સાથે બેસેલી કમલી પોતાનાં અને એ સર્પ નાં સંબંધો વિશે વાત કરી રહી હતી..અત્યારે પેલાં ત્રણ ઈંડા પણ એની જોડે જ હતાં.

"અલી..કમલી આ શું છે..?"કમલી નાં ખોળામાં રહેલાં ત્રણ ઈંડા જોઈ ગામની એક સ્ત્રી બકુલા એ પૂછ્યું.

"આ મારાં અને મારાં પતિ નાગરાજ નાં પ્રેમ ની નિશાની છે.."કમલી એ શરમાઈને કહ્યું.

"મતલબ..તું એમ કહેવા માંગે છે કે આ ઈંડા તારાં ગર્ભમાંથી જન્મ્યાં..?"મંજુલા કરી અન્ય એક સ્ત્રી એ સવાલ કર્યો.

"હા..નાગરાજ દ્વારા મને જે પ્રેમ મળતો રહ્યો છે એનાં ફળસ્વરૂપ આ ત્રણ બચ્ચાં મારાં પેટે અવતર્યા..થોડાં દિવસ મને ઊલટીઓ થઈ..પેટમાં મરોડ આવી અને ત્રણ દિવસ પહેલાં સવારે પ્રસવ પીડા ઉપડી અને આ ત્રણ સુંદર ઈંડા જેમાં નાગરાજના બચ્ચા છે એને મેં જન્મ આપ્યો.."શરમાઈને કમલી એ જણાવ્યું.

"અરે ઓ કમલી..તો હવે તું નાગરાજ ને જ તારો પતિ માને છે તો પછી રમણ નું શું થશે..?"ત્યાં હાજર કાંતા એ પૂછ્યું.

"એનું થવું હોય એ થાય..આમ પણ મારાં હોવાં ના હોવાનો એને કોઈ ફરક ક્યાં પડતો હતો.."કમલી એ જવાબ આપ્યો.

"પણ કમલી આ બધી વાતો તો મારાં માન્યા માં જ નથી આવતી."બકુલા એ કહ્યું.

"કોઈના માનવા ના માનવાથી મને કોઈ ફરક નથી પડતો..હું તો બસ એટલું માનું કે એ નાગરાજે મને એમનાં પ્રેમનો પ્રથમ પ્રસાદ આપ્યો છે..અને તમને ખબર ના હોય તો કહી દઉં નાગરાજે મને બે દિવસ પહેલાં સપનામાં આવી કહ્યું કે હવે એ પોતાનાં પ્રેમ બીજાં લોકો ને પણ આપવા માંગે છે.અને એની શરૂવાત એમને અનિતા ને પોતાનો પ્રેમ આપી કરી દીધી છે.."કમલી જાણે કોઈ સંત મહાત્મા બોલતાં હોય એમ બોલી રહી હતી.

ત્યાં હાજર બધી સ્ત્રીઓને પણ એની વાત ધીરે ધીરે સાચી લાગવા લાગી હતી..અને એ બધી પણ કમલી ની મજાક ઉડાડવા ને બદલે એને નાગમાતા નો દરજ્જો આપી માન આપી રહ્યાં હતાં.

આ દિવસ ની ઘટના પછી તો જાણે આખા ગામમાં એક પછી એક સ્ત્રીઓ સાથે નાગરાજ દ્વારા જબરજસ્તી કરવાની ઘટનાઓ બનવા લાગી..ટૂંકા ગાળામાં તો ગામની લગભગ બાર જેટલી સ્ત્રીઓને નાગરાજ નો પ્રેમ મળી ચુક્યો હતો..આ બધી સ્ત્રીઓ એને બળાત્કાર કે જબરજસ્તી કહેવાના બદલે એને એક બીજાં નામથી બોલાવતી.."સર્પ પ્રેમ.."

નાગરાજ પોતાને પ્રેમ આપી રહ્યાં છે એવું માનવામાં આ સ્ત્રીઓને કોઈ સંકોચ નહોતો..આ બધામાં અનિતા પણ આવતી હતી..અનિતા ની સાથે શકુ,કાંતા,રમલી, લીલા,બકુલા,રાધા જેવી બીજી સ્ત્રીઓ જેનાં પતિ કામધંધા અર્થે મુંબઈ હતાં એ બધી હવે જાહેરમાં નાગરાજ જ એમનાં પતિ છે એવું કહેવા લાગી હતી..આવી સ્ત્રીઓ એ હવે એક મંડળ રચ્યું હતું જેને તેઓ "નાગપ્યારી" કહીને સંબોધતાં.

આ બધી નાગપ્યારી સ્ત્રીઓએ કમલી ને નાગમાતા નો દરજ્જો આપી પોતાની મોટી બેન માની હતી..કેમકે આ શુભકાર્ય ની શરૂવાત એનાં થકી જ નાગરાજે કરી હતી.નાગરાજ ની અસીમ કૃપા પણ સૌપ્રથમ એની ઉપર થઈ હતી અને એ નાગરાજ નાં બચ્ચાં ની માં બનવાની હતી એટલે એજ આ સ્થાન ની હકદાર છે એવું એ બધી સ્ત્રીઓને લાગતું.

એક દિવસ કમલી જ્યારે બધી નાગપ્યારી અને ગામની અન્ય સ્ત્રીઓ સાથે બેસી હતી ત્યારે એને અચાનક કંઈક થઈ ગયું..એ ધુણવા લાગી અને સાપ ની જેમ પોતાની જીભને અંદર બહાર કરી પોતાનો અવાજ થોડો ભારે કરી બોલી.

"હું નાગરાજ વાત કરું..હવે તમારે એક એવી જગ્યાની જરૂર છે જ્યાં તમારાં પર કોઈ બીજાં પુરુષનો પડછાયો પણ ના પડવો જોઈએ..એવું કોઈ સ્થાન શોધી મને ત્યાં પ્રસ્થાપિત કરો."આટલું કહી કમલી બેભાન થઈ ગઈ.

બીજી સ્ત્રીઓએ કમલી પર પાણી છાંટી એને જગાડી તો એનાં હાવભાવ પરથી એ સાફ હતું કે જે કંઈપણ હમણાં એને કર્યું એ વિશે એને કંઈ ખબર નથી...અને બધાં ની તરફ જોઈને કમલીએ પૂછ્યું.

"મને શું થયું હતું..?

"કમલી તારાં શરીરમાં નાગરાજે પ્રવેશ કર્યો હતો અને એમને એવી કોઈ જગ્યા શોધવાનું કહ્યું છે જ્યાં કોઈ પર પુરુષ નો પડછાયો આપણી પર પડે જ નહીં..પણ એવી કોઈ જગ્યા ક્યાં શોધીશું..?"અનિતા એ કમલી ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"આવું થયું એની તો મને કંઈ ખબર જ નથી..પણ હું જ્યારે બેભાન હતી ત્યારે મેં કાંતા રહે છે એ હવેલી જોઈ..ખબર નહીં કેમ પણ વારંવાર મને એ ગણિકા હવેલી જ દ્રશ્યમાન થઈ રહી હતી."કમલી એ પોતે બેહોશી વખતે જોયેલી વાત કહી.

"મને લાગે છે નાગરાજે તને એ સંકેત આપ્યાં છે કે આપણે બધી નાગપ્યારી સ્ત્રીઓએ ગણિકા હવેલીમાં નાગરાજ ને અને નાગમાતા ને ઉતારો આપવો જોઈએ..ત્યાં કોઈ પુરુષ પણ આવતો નથી તો એ જગ્યા આપણાં બધાં માટે યોગ્ય રહેશે.."અનિતા એ કહ્યું.

"હા અનિતા સાચું કહી રહી છે..આપણે એવું જ કરીશું.."બધી સ્ત્રીઓએ એકસાથે કહ્યું.

"અરે મારાં માટે એથી વધુ સારી વાત કઈ હોઈ શકે..હું વર્ષો થી એ વિશાળ હવેલીની દેખરેખ રાખી થાકી ગઈ છું..નાગરાજ અને નાગમાતા નાં આગમનથી મુજ પામર સ્ત્રી નું ઘર પણ પાવન બની જશે..હું તમારાં સ્વાગત ની તૈયારી આજે રાતે જ ચાલુ કરી દઉં..આમ પણ નાગરાજ મારાં પણ સ્વામી છે.."કાંતા એ હરખભેર કહ્યું.

"હા તો મારી બહેનો તમે કહો એમ..તમે મને જ્યાં ઉતારો આપશો ત્યાં હું મારાં નાગરાજ સાથે રહેવા તૈયાર છું..અને આજે રાતે નાગરાજ પણ મને મળવા આવશે ત્યારે હું એમને મારી સાથે રોકાવા કહી દઈશ..એટલે આપણે એમની છત્રછાયામાં આપણી જીંદગી પસાર કરી શકીએ.."કમલી એ કહ્યું.

"નાગરાજ ની જય..નાગમાતા ની જય.."કમલી ની વાત સાંભળી ત્યાં હાજર સ્ત્રીઓનાં જયજયકારનાં નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

બીજાં દિવસે નક્કી થયું કે ધામધૂમથી વરઘોડો કાઢી વાજતેગાજતે નાગમાતા ને લઈને કાંતા રહે છે એ ગણિકા હવેલી પર જવાનું છે..અને એ મુજબ બીજાં દિવસે બધી સ્ત્રીઓએ એક જગ્યાએ એકત્ર થવાનું નક્કી કર્યું અને ત્યાંથી વિખૂટી પડી.

***

ગામ ની સ્ત્રીઓ દ્વારા નક્કી થયેલી આ વાત વિશે મુંબઈ રહેતા શ્યામ અને રમણ ને ખબર પડતાં એ બંને ધુંવાપુંવા થઈ ગયાં અને ઘરે પોતપોતાની પત્નીઓને ફોન કરી ધમકાવી દીધી..સાથેસાથે એવું પણ કહ્યું કે જો એ આવું કંઈપણ કરશે તો એમની બહુ ખરાબ દશા થઈ જશે.

પોતપોતાનાં પતિઓના ફોન દરેક સ્ત્રી પર આવી ગયાં હતાં પણ દરેક નાગપ્યારી આજે પોતાનાં નાગરાજ અને નાગમતાનાં વધામણાં માં જોડાવવા માટે લાલ સાડી પહેરી સજીધજી પોતપોતાનાં ઘરેથી નીકળી ગઈ હતી..નાગપ્રેમનાં રંગે રંગાયેલી એ દરેક સ્ત્રીને અત્યારે કોઈની પડી નહોતી..ના હતી કોઈની બીક ના સમાજનાં કહેવાતાં લોકોની શરમ ની ચિંતા.

બધી કમલીના ઘરે એકત્રિત થઈ..કમલીનાં સાસુ સસરા ધાર્મિક પ્રકૃતિનાં હતાં એટલે કમલી ને રોકવાનું પાપ કરી એ નાગરાજ નો ગુસ્સો અને શ્રાપ વ્હોરવા માંગતા નહોતાં એટલે એમને મને કમને આશીર્વાદ આપી કમલી ને વિદાય આપી.

એક મોટી બગી માં કમલી ને બેસાડવામાં આવી..અત્યારે કમલી ની બાજુમાં એક કરંડીયો હતો..જેનાં પરથી સ્પષ્ટ થઈ જવું હતું કે કમલી એ કહ્યા મુજબ નાગરાજ એની વાત માની ને એમની સાથે હવે હંમેશા રહેવા માટે રાજી થઈ ગયાં હતાં..નાગરાજ ની હાજરી જોઈ અત્યારે દરેક નાગપ્યારી સ્ત્રી હરખાઈ રહી હતી.

ત્યારબાદ ઢોલ નગારા નાં તાલ સાથે વાજતે ગાજતે "નાગરાજ ની જય..નાગમાતા ની જય" નાં ઉદઘોષ સાથે એમની એ શોભાયાત્રા આગળ વધી..આખા ગામની યાત્રા કર્યા બાદ એ ટોળું સીધું ગણિકા હવેલી પહોંચ્યું જ્યાં કાંતા પોતાની દીકરી પારુલ સાથે રહેતી હતી..કાંતા એ ભાવપૂર્વક એ દરેક નું સ્વાગત કર્યું અને હવેલી ની મધ્યમાં એક મોટા આસન પર નાગમાતા કમલી અને કરંડીયા માં હાજર નાગરાજ ને બેસાડ્યા.

નાગપ્યારી સિવાય બાકીનાં લોકો પાછા વળી ગયાં એટલે કાંતા એ હવેલી નો મોટો દરવાજો બંધ કરી દીધો..બધી નાગપ્યારી સ્ત્રીઓનો ચહેરો અત્યારે ખૂબજ ખુશ હતો..બધી સાથે મળી વાતો કરી રહી હતી એવામાં કાંતા પર એક કોઈનો ફોન આવ્યો..ફોન ની સ્ક્રીન જોતાંજ કાંતા નાં ચહેરાનો રંગ ઉડી ગયો.

કાંતા ઝડપભેર ઉભી થઈ અને પોતાનાં રૂમમાં ચાલી ગઈ..અનિતા ને કંઈક અજુગતું થયું હોય એવું લાગતાં એ પણ કાંતા ની પાછળ પાછળ એનાં રૂમમાં પ્રવેશી..થોડીવાર પછી કાંતા અને અનિતા પાછાં આવ્યાં ત્યારે કાંતાના ચહેરાનો આખો હાવભાવ બદલાઈ ગયો હતો..જ્યારે અંદર પોતાનાં રૂમમાં ગઈ ત્યારે કાંતાનાં ચહેરા પર જે ચિંતા હતી એ અત્યારે ગાયબ હતી.

ઘણો સમય ત્યાં એકબીજા સાથે વાતો કર્યા બાદ કમલી ને ત્યાં પોતાનાં નાગરાજ સાથે મૂકીને બાકીની સ્ત્રીઓ પાછી વળી.

***

લખનપુર ગામમાં નાગપ્યારી સ્ત્રીઓ દ્વારા નીકળેલી આ શોભાયાત્રા નો વીડિયો રમણ નાં દોસ્ત કૈલાશે રેકોર્ડ કરી રમણ ને સેન્ડ કરી દીધો..રમણે જેવો પોતાનાં મોબાઈલ પર વીડિયો જોયો એવો જ એ ઉકળી ગયો.

રમણ તરત જ શ્યામ જોડે ગયો અને એને આ વીડિયો બતાવ્યો..શ્યામે પણ જેવો વીડિયો જોયો એવી જ એનાં મોંઢેથી પાંચ દસ ગંદી ગાળો એકસામટી નીકળી ગઈ.

"આ તારી ભેંસ ને તો જ્યારે સમજવું હશે ત્યારે સમજશે..પણ આ અનિતા ને મેં કાલે ચોખ્ખું કીધું હતું કે સાલી માપમાં આવી જાય..પણ મને લાગતું નથી એ એમજ માનશે.."શ્યામે રમણ ની તરફ જોઈને કહ્યું.

"તો શું કરીશું..આપણે બે દિવસ પછી લખનપુર જઈએ..પછી ખબર પડશે એ બંને હરામજાદીઓને.."રમણે કહ્યું.

"હા આપણે તો બે દિવસ પછી જઈશું જ..પણ હું તો કાલે જ અનિતા ને સબક શીખવાડી દઈશ.."શ્યામે કહ્યું.

ત્યારબાદ શ્યામે પોતાનો ફોન કાઢ્યો અને પોતાનાં નાના ભાઈ રાધે ને કોલ લગાવ્યો.રાધે દ્વારા કોલ રિસીવ થતાં જ શ્યામ બોલ્યો.

"રાધે..શ્યામ વાત કરું.."

"હાં બોલો ને મોટાભાઈ..શું કામ હતું..?"રાધે એ કહ્યું.

"રાધે..તારી ભાભી ને બહુ પાંખો આવી ગઈ છે..લાગે છે એને કાપવી પડશે..હું બે દિવસ પછી આવવાનો છું..પણ એ પહેલાં એને એની ઔકાત સમજાવી દેજે.."શ્યામે કહ્યું.

"ચોક્કસ..તમે કહ્યું એવું થઈ જશે..કાલે જ ભાભી ને ખબર પાડી દઉં કે સાચો મર્દ કોને કહેવાય..."લુચ્ચાઈભર્યું હસતાં રાધે બોલ્યો.

"જય માતાજી.."આટલું કહી રાધે એ કોલ કટ કરી દીધો.

"ભાભી..કાલે તો તને એવી મસળીશ..એવી મસળીશ કે એનાં શરીરમાંથી અત્તર ની ખુશ્બુ આવવા લાગશે.."એકલો એકલો આવું બોલતો રાધે જોરજોરથી હસવા લાગ્યો.

વધુ આવતાં ભાગમાં..

શું હતું આ સર્પ પ્રેમ પાછળની ઘટનાઓનું સચ?રાધે પોતાની સગી ભાભી જોડે શું કરવાનો હતો..? વિશાલ નાં અનિતા તરફ નાં ઝુકાવ નું પરિણામ શું આવશે..? કાંતા અને પારુલ ની જીંદગી કયારે યોગ્ય દિશામાં આગળ વધશે..? કાંતા પર કોનો ફોન આવ્યો હતો..? જાણો સર્પ પ્રેમ નાં આવનારાં ભાગમાં.

આ નોવેલ અંગે આપનો કોઈપણ કિંમતી સુઝાવ કે મંતવ્ય આપ મને મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..

આ સિવાય આપ માતૃભારતી પર મારી નોવેલ બેકફૂટ પંચ, અને ડેવિલ એક શૈતાન પણ વાંચી શકો છો.

- જતીન. આર. પટેલ