સર્પ પ્રેમ 4 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર્પ પ્રેમ 4

સર્પ પ્રેમ

The Mystery continued

Ep.4

શ્યામનાં આદેશ મુજબ એનો નાનો ભાઈ રાધે કઈ રીતે પોતાની ભાભીને સબક શીખવાડવાનું એ નક્કી કરી ચુક્યો હતો..સવારે જેવાં શારદાદેવી મંદિરે ગયાં એવો જ રાધે પોતાની કપડાં સુકવતી ભાભી ની નજીક ગયો અને અનિતા ને પાછળથી પકડી લીધી..રાધે ની આ હરકત થી ચમકીને અનિતા એ રાધે ને પોતાને છોડી મુકવા માટે કહ્યું. પણ રાધે તો પોતાની ભાભી ની જવાની ને ક્યારનોય ભોગવવા માંગતો હોવાથી એ અનિતા ની કોઈ આજીજી સાંભળવાના મૂડ માં નહોતો.

"બહુ ચગી હતી ને તું..આજે તને પાછી જમીન પર ના લાવું તો મારું નામ રાધે નહીં.."આટલું કહી રાધે એ અનિતા ને બળપૂર્વક જમીન પર નાંખવાનો પ્રયત્ન કર્યો.

અચાનક અનિતાના હાથમાં એક સ્ટીલની ડોલ આવી ગઈ જે અનિતા એ જોરથી રાધે નાં પેટ પર ફટકારી દીધી..અને ત્યાંથી પોતાની ઈજ્જત બચાવવા દોટ મૂકી..માર ની પીડામાંથી કળ વળતાં રાધે અનિતા ની પાછળ દોડીને ગયો..આજે કોઈપણ સંજોગોમાં એ અનિતાને બક્ષવાનાં મૂડ માં નહોતો.

અનિતા દોડતી દોડતી નદી કિનારે ભેખડો ની તરફ દોડતી ગઈ..રાધે પણ એની પાછળ દોડતો દોડતો ત્યાં સુધી પહોંચી ગયો હતો...રાધે એ દૂર જતી અનિતા ને જોરથી બુમ પાડી કહ્યું.

"અરે ઓ ભાભી..તમારાં દેવર ને આટલો પણ ના તડપાઓ.."આટલું કહી એ પાછો અનિતા પાછળ દોડવા માટે તૈયાર થયો..એકાએક રાધે ને એનું માથું ભમતું હોય એવો ભાસ થયો અને એ ચક્કર ખાઈને જમીન પર હેઠો પડી ગયો.

સાંજે જ્યારે રાધે ને ભાન આવ્યું ત્યારે એનાં હાથ પગ એક લોખંડના પલંગ સાથે બંધવામાં આવ્યા હતાં અને એને સંપૂર્ણ નગ્ન કરી લોખંડના પલંગ પર નગ્ન સુવડાવવામાં આવ્યો હતો..રાધે સમજી ગયો હતો કે એની સાથે હવે શું થવાનું હતું..આવનારી ક્ષણો નો ડર એનાં ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો.

"એ ભાભી..એકવાર હું છૂટી ગયો તો તને અને તારાં યાર ને જીવતાં નહીં મુકું.."ડર અને ગુસ્સાનાં મીશ્રીત ભાવ સાથે રાધે ઊંચા અવાજે બુમો પાડી રહ્યો હતો.

અચાનક રાધે એ અનુભવ્યું કે કોઈ એની પાછળ આવીને ઉભું હતું..રાધે સમજી ગયો કે એ વ્યક્તિ એની જોડે શું કરવાનો હતો.

"એ તું મને ઓળખતો નથી..જો મને એવું કંઈ કર્યું છે તો તારી લાશના ટુકડે ટુકડા કરીને ગલી નાં કૂતરાં ને નાંખી દઈશ.."રાધે જોર જોરથી બોલી રહ્યો હતો .

રાધે જોરજોરથી બુમો પાડી રહ્યો હતો,માં બેન ની ગંદી ગંદી ગાળો બોલી રહ્યો હતો પણ પાછળ ઉભેલી વ્યક્તિને એનો કોઈ ફરક જ નહોતો પડતો..અચાનક એ વ્યક્તિએ જોરથી રાધેનુ માથું પકડી એને પલંગ સાથે અફડાવી દીધું અને પછી એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનું શરૂ કર્યું.

દર્દ અને પીડા થી રાધે કણસી રહ્યો હતો..એની ચીસો પણ મોટેથી સંભળાઈ રહી હતી પણ પેલો વ્યક્તિ રાધે ની કોઈ વાત સાંભળ્યા વિના એની સાથે બેરહમીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો..આખરે પીડા ની પરાકાષ્ટા એ પહોંચીને રાધે બેહોશ થઈ ગયો.

જ્યારે આંખ ખુલી ત્યારે રાધેનાં હાથ પગ ખુલ્લાં હતાં અને એનાં કપડાં બાજુમાં પડ્યાં હતાં..રાધે મહાપરાણે ઉભો થયો અને કપડાં પહેરી પોતાનાં ઘર ભણી ચાલતો થયો.પોતાની ભાભી ની ઈજ્જત લૂંટવા આવેલ રાધે ની ખુદ ની જ ઈજ્જત આજે લૂંટાઈ ગઈ હતી.શરમ અને પીડા ની બેવડી વેદના ની સાથે એ ઘરે પહોંચ્યો.

ઘર નાં આંગણામાં ઢળેલાં ખાટલામાં બેસેલી અનિતા અત્યારે પોતાનાં દિયર રાધે ને ધીરે ધીરે ચાલીને ઘરમાં આવતો જોઈ ઉભી થઈ અને ચહેરા પર એક મજાકભરી સ્મિત સાથે રાધે ની તરફ આગળ વધી.

"શું થયું દેવરજી..કેમ આમ ચાલો છો..?"અનિતા રાધેની આવી દશા ની મજાક ઉડાવતાં બોલી.

"ભાભી,આ બહુ ખોટું થયું છે..મજા નહીં આવે.."અનિતા ની વાત સાંભળી રાધે ચિલ્લાઈને બોલ્યો.

"દેવરજી..આમ ગુસ્સો નહીં કરવાનો..લોકો આવી જશે તો ખબર પડી જશે કે તમારી સાથે શું થયું છે.."હસીને અનિતા એ કહ્યું.

"લોકો ને કઈ રીતે ખબર પડશે એ તો બોલ..?"આવેશમાં આવી રાધે બોલ્યો.

રાધેનો સવાલ સાંભળી અનિતા એની નજીક આવી અને એનો કોલર નીચો કરી બોલી "તમારી ગરદન પર પણ નાગરાજ નું પ્રેમ ચિહ્નન છે..તમને પણ સર્પ પ્રેમ નો ડોઝ મળી ગયો છે એ સમજતાં બધાં ને વાર નહીં થાય..અને હવે મારાં પ્રત્યે તમારું વલણ બદલી નાંખો કેમકે હવે તો તમે પણ મારી નાની બેન થાઓ.."રાધેને આવું કહી અનિતા વધુ ઉશ્કેરી રહી હતી.

રાધે એ પોતાની ગરદન પર નજર કરી સર્પ દંશ નાં ચિહ્નન જોઈ બોલ્યો."મને ખબર છે આ તું અને તારો યાર કરી રહ્યાં છો..હું તારાં એ યાર ને તો એને મારી સાથે જે કર્યું એની સજા આપીને જ રહીશ.."

"સારું તો કાલે સાંજે પહોંચી જજે..જ્યાં આજે તારી આબરૂ લૂંટાઈ હતી ત્યાં..પછી તને ખબર પડશે કે મારાં નાગરાજ તારી શું દશા કરે છે.."રાધે ની મર્દાનગી ને લલકારતી હોય એમ અનિતા બોલી અને ત્યાંથી નીકળી ને ઘરની અંદર ચાલી ગઈ.

"તારાં નાગરાજને કાલે તને પણ મારી સાથે આ બધું કરવાનો અંજામ કેવો હોય એની ખબર પડી જશે.."દાન કચકચાવીને રાધે બબડયો.

***

સાંજે બધી નાગપ્યારી સ્ત્રીઓ અને ગામની બીજી અન્ય સ્ત્રીઓ એક જગ્યાએ એકત્ર થઈ હતી..અને હવે આગળ શું કરવું એ વિશે ની ચર્ચા કરી રહી હતી.

"હવે મને લાગે છે કે આપણે પણ નાગમતા અને નાગરાજ ની શરણમાં જતાં રહીએ.."અનિતા એ પોતાનાં મનની વાત રજૂ કરી.

"હા આપણે બધે ત્યાં જતાં રહીએ એમાં જ આપણી જીંદગી ને સાચો મોક્ષ નો માર્ગ મળશે.."બકુલા નામની સ્ત્રી બોલી.

"હા તો હું કહું છું કે આપણે નાગરાજ સાથે કાયદેસર લગ્ન કરીએ..મતલબ કે લગ્ન વિધિ પછી જ જઈએ તો એ વધુ ઉચિત રહેશે.."અનિતા એ કહ્યું.

"ખૂબ સરસ વિચાર છે..તો બે દિવસ પછી આપણે બધી આપણાં નાગરાજ સાથે લગ્ન કરી એમનાં સાનિધ્યમાં ચાલી જઈશું.."શકુ એ જણાવ્યું.

"હ તો કાલે આપણે ગણિકા હવેલી જઈને લગ્નમંડપ અને જરૂરી બીજી તૈયારી કરી દઈએ અને હું પંડિત ની વ્યવસ્થા કરી દઉં છું.."અનિતા એ કહ્યું.

ત્યારબાદ બધી નાગપ્યારી સ્ત્રીઓએ પણ કમલી ની સાથે જ ગણિકા હવેલી જવાનું નક્કી કરી લીધું હતું..અને બે દિવસ પછી એ બધી પાનેતર પહેરી ગણિકા હવેલી જશે જ્યાં નાગરાજ સાથે વિધિ પૂર્વક એમનાં લગ્ન પણ થશે એવું આયોજન કરી એમને એક પંડિત ને પણ આ વિશે જણાવી દીધું હતું.

ગણિકા હવેલી ને પણ એ મુજબ શણગારવામાં આવી હતી..અંદર એક સુંદર લગ્ન મંડપ બનાવાયો હતો..બે દિવસમાં જ બધી નાગપ્યારી પોતાનાં સ્વામી જોડે હંમેશા માટે રહેવા જવાની હતી એ વિશે વિચારી અતિ ઉત્સાહીત હતી..નાગરાજ સાથેનાં લગ્નનાં સુખરૂપી પ્રસંગ વિશે વિચારી બધી નાગપ્યારી સ્ત્રીઓ પોતપોતાનાં ઘરે જઈને ઊંઘી ગઈ.

***

આ તરફ નાગપ્યારી પોતાનાં લગ્ન ની તૈયારી કરી ચુકી હતી ત્યાં કાંતા ની દીકરી પારુલ સવારે જ ભુજંગ ની દુકાને કરિયાણું લેવા પહોંચી ગઈ..પારુલ ને જોતાં જ ભુજંગ નાં મોમાંથી લાળ ટપકવા લાગી..જેવી પારુલ એની દુકાને આવીને ઉભી રહી એટલે ભુજંગ બોલ્યો.

"વાહ રે..પારુલ આજે તો તારી માં એ તને મોકલી..ખૂબ સારું કામ કર્યું તે આમ પણ તારી માં હવે કંઈ કામ ની નથી રહી.."

"હા તો આ રહી ચબરખી એમાં લખેલું બધું આપી દો.."પારુલે એક કાગળની ચબરખી આપતાં કહ્યું.

"તેલ,ચોખા, મગ,સાબુ,પાવડર,કોલગેટ, અને આ શું ખજૂર..વાહ કાંતા એ તો બહુ લાંબુ લિસ્ટ મોકલાવ્યું છે.."પારુલ ને પગથી માથા સુધી વિકૃત નજરે જોઈ ભુજંગ બોલ્યો.

"હા, ભુજંગ..તું જલ્દી બધું આ બેગમાં ભરી આપ મારે કામ છે ઘરે.."પારુલે એક કપડાંની બેગ ભુજંગ સામે ધરતાં કહ્યું.

"પારુલ રાની.. તારી માં એ આ બધું તો મંગાવ્યું તારી જોડે પણ એનાં બદલામાં ભુજંગ શું લે છે એતો કીધું છે ને.."લુચ્ચું હસતાં ભુજંગે કહ્યું.

"હા કીધું છે માં એ અને મેં જોયું પણ છે કે તું આ બધી વસ્તુના બદલામાં શું માંગે છે.."પારુલે કહ્યું.

"તો તો ખૂબ સરસ..તો ચાલ અંદર..તું તારું કરીયાણું લઈ લે અને હું મારે જોઈતી વસ્તુ.."ભુજંગ અતિ ઉત્સાહમાં આવી બોલ્યો.

"ભુજંગ હજુ થોડી રાહ જોવી પડશે..આજે અત્યારે તો ઘરે કામ છે કેમકે કાલે નાગપ્યારીઓનાં લગ્ન છે નાગરાજ જોડે તો એમનાં લગ્ન ની તૈયારીઓ કરવી પડશે.."પારુલે નિઃસાસો નાખતા કહ્યું.

"તો પછી પારુલ ક્યારે..?"પારુલ નો નકારમાં જવાબ સાંભળી ભુજંગે સવાલ કર્યો.

"આજે સાંજે સાડા છ વાગે આવી જજે નદી કિનારે આવેલ ટેકરી ઉપર બનેલાં ખંડેરમાં.."કામુક અવાજે પારુલ બોલી.

"સારું પારુલ રાની.. આટલી રાહ જોઈ છે તો થોડી વધુ રાહ જોઈ લઈશ.."પારુલ નાં ગાલ પર હાથ ફેરવી ભુજંગે કહ્યું.

"હું તમારી રાહ જોઈશ.."પારુલે આંખો નીચી કરી માદક અવાજે કહ્યું.

"અરે ઓ કાળુ લે આ ચબરખી અને અંદર લખેલું બધું આપી દે અને સાથે સાથે થોડી બદામ પણ નાંખજે.."પોતાની અંદર કામ કરતાં કાળુ ને આદેશ આપી ભુજંગ બોલ્યો.

ભુજંગનાં કહેવાથી કાળુએ બધો સામાન બેગમાં પેક કરી દીધો એટલે આપેલો સામાન લઈને પારુલ પોતાનાં ઘર ભણી નીકળી ગઈ.

પારુલનાં જતાં જ ભુજંગ પારુલ સાથે હવે પસાર થનારા હસીન પળો નો વિચાર કરતો કરતો ખ્યાલોમાં ખોવાઈ ગયો.

***

સાંજે સાડા છ વાગતાં જ ભુજંગ કોઈને કીધાં વગર ચોરી છુપીથી નદી કિનારે આવેલ ટેકરીઓ જોડેની જૂની ખંડેરમાં પહોંચી ગયો..આ ખંડેર માં કોઈ આવતું નહોતું એટલે ભુજંગ ને પારુલે અહીં બોલાવ્યો એ વિચારી આનંદ થઈ રહ્યો હતો.

"અરે ઓ પારુલ..અરે પારુલ રાની... ક્યાં છે તું..જો હું આવી ગયો.."ભુજંગે પારુલ ને અવાજ લગાવતાં કહ્યું.

ભુજંગ ની વાત નો પારુલ દ્વારા કોઈ પ્રત્યુત્તર ના મળતાં ભુજંગ થોડો વિચારમગ્ન થઈ ગયો..એને લાગ્યું કે પારુલ એને ઉલ્લુ બનાવી ગઈ છે..પણ પાછળ થી કોઈનાં પગલાં નો અવાજ સાંભળતા જ ભુજંગ મનોમન અતિ પ્રસન્ન થઈ ગયો અને ખુશીમાં ને ખુશી માં એને પારુલ સાથેનાં સહવાસ ની કામના માં પોતાનો શર્ટ ઉતારી દીધો.

એટલામાં કોઈએ આવીને ભુજંગ ને પાછળથી સ્પર્શ કર્યો એટલે એને પ્રેમ થી કહ્યું..

"આવી ગઈ જાનેમન.."અને એ પાછળ ફર્યો.

ભુજંગે જોયું તો પાછળ પારુલ નહીં પણ રાધે હતો..રાધેનાં હાથમાં અત્યારે એક કુહાડી હતી..અને એની આંખો માં અત્યારે આગ ઝરતી હતી.આ બધું જોઈ ભુજંગ બોલ્યો.

"એ રાધે મને લાગે છે તું પણ મજા કરવા આવ્યો છે મારી જેમ.."

"હું મજા કરવા નહીં પણ તને મારવા આવ્યો છું..તે કાલે મારી જોડે જે કંઈપણ કર્યું એની સજા તને આજે હું આપીશ.."આટલું કહી રાધે એ જોરથી ભુજંગ પર કુહાડીનો ઘા કરી દીધો.

ભુજંગ સતેજ હતો એટલે એ નીચે બેસી ગયો અને રાધે ની કુહાડી ખંડેર ની જૂની દીવાલ જોડે અથડાઈ જેથી દીવાલ નો થોડો ભાગ તૂટી ગયો.

"એ રાધે શું કરી રહ્યો છે..મેં તારું શું બગાડ્યું છે..?"રાધે સામે આજીજી કરતો હોય એમ ભુજંગ બોલ્યો.

"સાલા કાલે મારી સાથે.. એટલું કહી રાધે એ જોરથી બીજો ઘા કરી દીધો.

રાધે નો આ ઘા પણ ભુજંગે વિફળ બનાવી દીધો..ભુજંગ નાં બચી જવાથી રાધે વધુ ક્રોધે ભરાયો અને જોરથી..

"ભુજંગ હવે તું ગયો.."કહી કુહાડી ને એની છાતીનાં મધ્યમાં બળપૂર્વક હુલાવી દીધી.

આ વખતે રાધે નો ઘા બરોબર નિશાના પર લાગ્યો હતો અને કુહાડી ભુજંગ ની છાતી માં ઘણે અંદર સુધી ઉતરી ગઈ.ભુજંગ નીચે પડી ગયો અને રાધે જોડે પોતાને છોડી દેવા વિનંતી કરવા લાગ્યો.. આ દરમિયાન રાધે ની નજર ભુજંગનાં હાથ પર રહેલાં સાપ નાં છૂંદણા પર પડી આવું જ નિશાન એને ગઈકાલે જે વ્યક્તિ એ એનાં જોડે ગંદુ કૃત્ય કર્યું હતું એનાં હાથ પર જોયું હતું.

આ નિશાન જોતાં જ રાધે નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એને ઉપરાઉપરી દસ થી બાર વખત કુહાડીનાં ઘા ભુજંગ પર કરી એને મોત ને ઘાટ ઉતારી દીધો.

પોતાનાં ગુસ્સામાં અત્યારે રાધે એ એક વ્યક્તિ ની હત્યા કરી દીધી હતી છતાં એને આ વાતનો લેશમાત્ર પણ પસ્તાવો નહોતો..એને લોહીથી ખરડાયેલો પોતાનો ચહેરો ત્યાં પડેલાં ભુજંગનાં શર્ટ વડે સાફ કર્યો અને પછી ભુજંગ ની લાશ પર થૂંકીને ત્યાં થી નીકળી ગયો.

ભુજંગ ની સાથે પોતે ગામ ની બધી નાગપ્યારીઓનાં નાગરાજ ને પણ ખત્મ કરી દીધો હતો એવું રાધે મનોમન માની રહ્યો હતો..કેમકે એને પહેલાંથી જ ભુજંગ પર શક હતો..એટલે આજે ભુજંગ ની હત્યા પછી આ બધું નાટક બંધ થઈ જશે એમ માની રાધે ઘરે જઈને સુઈ ગયો.

બીજાં દિવસ ની સવાર એક નવું કયું પ્રકરણ રચવાની હતી એની તો ફક્ત નસીબ ને ખબર હતી અને ખબર હતી નાગરાજ ને..!!

વધુ આવતાં ભાગમાં..

શું હતું આ સર્પ પ્રેમ પાછળની ઘટનાઓનું સત્ય? ભુજંગ જ નાગરાજ હતો કે પછી શું સાચેમાં નાગરાજ અસ્તિત્વ ધરાવતાં હતાં..?? નાગપ્યારી સ્ત્રીઓના લગ્ન ની વિધિ પૂર્ણ થઈ શકશે? ..રાધે નું શું થશે..?? જાણો સર્પ પ્રેમ નાં આવતાં હપ્તે આવનારાં છેલ્લાં ભાગમાં.

આ નોવેલ અંગે આપનો કોઈપણ કિંમતી સુઝાવ કે મંતવ્ય આપ મને મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..

આ સિવાય આપ માતૃભારતી પર મારી નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ વાંચી શકો છો.

- જતીન. આર. પટેલ