22 Single - 12 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - ૧૨

હર્ષે whatsapp સ્ટેટસ પર “ન્યુ રેસીપી” કરીને એક સ્ટેટસ મુક્યું.

અનુ એ જોઇને તરત જ પૂછ્યું: “આ શું છે લા?”

હર્ષ : વિચાર વિચાર. નવી જ રેસીપી છે.

અનુ : “કલ્યાણ થયું. આમાં મને ટામેટા. દાણા જેવું કૈક દેખાય છે.”

હર્ષ : “સરસ, થોડુક સાચું છે પણ હજી પણ એક શાક છે.”

અનુ : “બોલી દે ને ભાઈ, એમ પણ તારા કોમ્બિનેશન મારા દિમાગમાં તો કોઈ દિવસ આવવાના નથી.”

હર્ષ : “ફણસી.”

અનુ : “શું? ફણસી?” “ફણસી, ટામેટા અને વટાણા???”

હર્ષ : “યસ, સહી પકડે હો.”

અનુ : “છીછીછી, ખાક સહી પકડે હો. આ તો કઈ કોમ્બિનેશન કહેવાય. કૈક હદ હોય યાર.”

હર્ષ : “લે એમાં શું, કૈક નવું એમ. દરરોજ એક નું એક ખાઈને થાકી જવાય એટલે કૈક નવું તો જોઈએ જ ને.!!”

(હર્ષ આ જ ફોટો એમના ગ્રુપમાં મોકલે છે. અનુ અને હર્ષ, હવે ગ્રુપ માં જ વાત શરુ કરે છે.)

અનુ : “શાક કેવું લાગ્યું એ તો કહે.”

હર્ષ : “સારું હતું, ચાલે.”

અનુ : “ખબર નહી પોતાની જાત ને શું સમજે છે. સારું છે પેલો સેફ સંજીવ કપુર આને ઓળખતો નથી. બાકી એ તો ચુલ્લુ ભર પાણી માં ડૂબી મરે.”

કૃપા : “હા હા હા, ફણસી. હર્ષભાઈ ની ગર્લફ્રેન્ડ નું શું થશે એ વિચારીને મને તો હસવું આવે છે.”

અનુ : “બે તું પેલા તારું સ્ટેટસ હટાવ, નહિ તો બધા મારવા આવશે તને.”

હર્ષ : “તું જા અનુ, જયારે હોય ત્યારે નેગેટીવ વાત કરતી હોય. એક છોકરી છે જે હમેશા મારા જમવાના વખાણ કરતી હોય.”

કૃપા (હસતા હસતા) : “કઈ રીતે? ગાળ દઈને?”

અનુ : “હે? છોકરી? તારી મમ્મી પણ તને કીચનમાં ઘૂસવા નથી દેતી તો આ વળી કોણ છે? એની એવી તો શું મજબૂરી કે તારા જમવાના બનાવવાના વખાણ કરે છે ?”

કૃપા : “એ છોકરી ને નહિ આવડતું હોય એટલે હશે.”

હર્ષ : “છે હવે એક છોકરી, તારે શું!! તમને શોધવાની કીધી પણ તમારાથી ક્યાં કઈ થાય જ છે ક્યાં?!!!”

અનુ : “સાચે યાર, છોકરીઓ આજકાલ બગડી ગઈ છે. તારા જમવાના વખાણ કરતી હોય એવી છોકરી ના લીધે અમારી આખી નારીજાતિ નું નીચાજોવું થાય છે.”

કૃપા : “એ છોકરી સાથે જ હર્ષભાઈ નું સેટિંગ કરાવી આપીએ. બાકી એમના ડબલ થવાના ચાન્સ ઝીરો છે.”

અનુ : “બિચારી છોકરી.”

(અક્ષત ગ્રુપમાં જોઈન થયો.)

અક્ષત : “અલ્યા, આ પાછુ ઐક નવું લાવ્યો. ફણસી સાથે દાળ. સારું જે જમવાનું મળે છે એનાથી શું પ્રોબ્લેમ છે એ તો ભગવાન જાણે. કે આના પર બધો ગુસ્સો કાઢે છે.

અનુ : “દાળ નથી. બેબી, વટાણા છે.”

અક્ષત : “બધું એક નું એક જ એ તો. માં એવી જ બેટી.”

કૃપા : “હા હા હા, આના કરતા તો મારો તીર્થ સારો. એને બધી જ સમજ પડે.”

અક્ષત : “બે હર્ષયા, આ કૃપા કહે તીર્થ ને બધી ખબર પડે. જરાક પેલી વાત કહે તો એને.”

હર્ષ : “કઈ પેલી સ્કૂલવાળી?”

અક્ષત : “હા, બૌ મોટી તીર્થ ને બધી ખબર પડે વાળી આવી.”

હર્ષ : “જયારે અમે ૮માં ધોરણ માં હતા ત્યારની વાત છે. સ્કૂલમાં રીઝલ્ટ લેવા ગયા હતા. તીર્થ એની નાની બહેન ને લઈને આવ્યો હતો. જયારે એણે જોયું કે એની બહેનનો ક્લાસ માં પહેલો રેન્ક આવ્યો તો ભાઈ ખુશ થઈને એની બહેનને કિસ કરી લીધી. પછી ખબર પડી કે એણે જે છોકરી કિસ કરી એ એની બહેન નહોતી. કોઈ બીજી છોકરી હતી. આખા સ્કૂલ ની સામે.બીજી છોકરીને કિસ કરી લીધી.”

અક્ષત : “પોતાની બહેન ને ના ઓળખી શક્યો ને તું કહે એ ને બધી ખબર પડે. એ વખતે આસપાસ વાળા બધા જે હસ્યા હતા. પેલી નાની છોકરી તો બીચારી એટલી રડે.”

કૃપા : “જાવ ને એવું કઈ નથી થયું. તીર્થ મને કહી જ દે.”અનુ : “કૃપા, એવું માનવાની કઈ જરૂર નથી કે બધું તને કહી જ દે. આ પુરૂષજાત જયારે એમના ઘમંડ ની વાત આવે ત્યારે કશું ના બોલે.”

અક્ષત : “જો આ ફરી ચાલુ કર્યું. ક્યારે કયાથી કઈ વાત જતી રહે એ સમજ જ નથી પડતી.”

અનુ : “બેબી, મેં ઘર છોડ કે જા રહી હું.”

અક્ષત : “જો. હજી ઘર નથી અન્યું ને આ મેલોડ્રામા ઘર છોડવાની વાત કરે છે. હજાર વખત કીધું છે, સીરીયલ ઓછી જો, રીપીટ એપિસોડ આવે એ પણ જોયા જ કરે. ને અહિયા ત્રાસ આપે.”

હર્ષ : “ભાઈઓ, તમારું બેબી-બાબા પતિ ગયું હોય તો હું કૈક બોલું.”

અક્ષત : “એક તો તારા મગર-મચ્છ જેવા બાપા ‘ના’ ની ‘હા’ કરે તો કૈક થાય ને!!!”

અનુ : “તે મારા પાપા ને મગર-મચ્છ કીધા?”

અક્ષત : “જે છે એ જ કું ને. ઘર ની બહાર નીકળે તો આપણે શાંતિ થી વાત કરી શકીએ. મળી શકીએ. એ ઘર માં ને ઘરમાં જ પડી રહે તો શું કું બીજું?”

અનુ : “i hate u અક્ષત. આજે જ આપણું બ્રેકઅપ.”

અક્ષત : “લે તું મારા બાપા ને ગમે તે કહે એ ચાલે. હુ જરા પણ બોલું એમાં બ્રેકઅપ??”

આ લડાઈ દરમિયાન હર્ષ શાંતિ થી ફણસી-વટાણા-ટામેટા નું શક બ્રેડ સાથે જામતો હતો. જમીને વાસણ ઘસીને વોટ્સએપ ખોલ્યું ત્યારે અનુ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગઈ હતી અને હવે અક્ષત ની બેન્ડ વાગવાની હતી.

હર્ષે વોટ્સએપ બંધ કરીને યુટ્યુબ ચાલુ કર્યું. સિંગલ હોવાનું સુખ આજે ફરી એણે મેહસૂસ કર્યું. દરરોજ લડી લડીને જીવવું કરતા જલસા કરીને મરવું વધારે સારું.

હર્ષના કોલેજ અને સ્કુલના ગ્રુપમાંથી લગભગ બધા જ ‘મિંગલ’ હતા. વળી અમુક તો એનાથી આગળ ૨૪ વર્ષની ઉમરે ઘોડે ચઢતા હતા. આવા જ એક કોલેજના મિત્રની કંકોત્રી હર્ષ પર આવી. બધા મિત્રોને પણ મળી લેવાશે એમ વિચારીને હર્ષ લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયો.

બધા કોલેજના મિત્રો ટોળે મળીને ગપ્પા મારતા હતા. કોઈક વળી ત્રાંસી આંખે મસ્ત તૈયાર થઈને આવેલી છોકરીઓને જોતા હતો તો કોઈ છોકરી આંખ ના કાઢે ત્યાં સુધી તાકી તાકીને જોતા હતા. એક તો વળી સીધો હિંમત કરીને છોકરીનો નંબર લેવા પણ જઈ આવ્યો. છોકરીએ જયારે એના જમણા હાથની ત્રીજી આંગળી માં ‘હાર્ટ’ શેપ ની વીંટી બતાવી ત્યારે વીલા મોં એ પાછો આવ્યો. પણ બોસ, એનામાં હિંમત તો હતી જ. સાવ હર્ષ જેવું નહિ.

વાત વાતમાં કોઈ એ હર્ષને એની ગર્લફ્રેન્ડ વિષે પૂછ્યું અને હર્ષે કહી દીધું કે હું સિંગલ છું. બસ પછી તો પત્યું, બધા એ ભેગા થઈને હર્ષની ખેંચી. હર્ષે પોતે સિંગલ હોવા ઉપર પોતાની જાતને ગર્વ હોવાનું કીધુ તો બધા પેટ પકડીને હસ્યા. એકે તો ફરી પ્રિન્સી ને પણ યાદ કરી લીધી. જેટલી વખત રાહુલ ગાંધીના અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ હાર્યું છે એના કરતા વધારે છોકરી ઓ એ હર્ષને રીજેક્ટ કર્યો છે. પણ આજે મિત્રો એ કરેલો મઝાક હર્ષને દિલ પર વાગ્યો. અહિયાથી એક છોકરીઓનો નંબર લઈને જ ઘરે જઈશ એમ મનમાં ગાંઠ વાળી.

હર્ષે પોતાના દિલ ની વાત એના મિત્ર રાહુલને કીધી. રાહુલ પણ કઈ ઓછો નહોતો. એને પણ હર્ષની મઝા લેવી જ હતી.એટલે એણે પણ હર્ષને સાથ આપવાનું નક્કી કર્યું.

હર્ષ જયારે લગ્ન ના મંડપમાં કોઈ સારી છોકરીને શોધતો હતો ત્યારે રાહુલનો ફોન આવ્યો અને એને એક જગ્યાએ આવવાનું કીધું. હર્ષ ત્યાં પહોચ્યો એટલે રાહુલે એક છોકરી સામે ઈશારો કરી એની સાથે વાત કરવા હર્ષને ઉશ્કેર્યો. છોકરી દેખાતી મસ્ત હતી. હર્ષ માંડ હિંમત ભેગી કરીને એની સામે પહોચ્યો. હર્ષના ધબકારા એકદમ વધી ગયા હતા. એકદમ ટેન્શન જેવું લાગવા લાગ્યું. આટલું ટેન્શન તો દશમાં કે બારમાં ના રીઝલ્ટ વખતે પણ નહોતું. છોકરી સામે જઈને સ્માઈલ આપી ‘હાય’ કીધું. છોકરીનો શું જવાબ હશે એ ટેન્શનમાં હર્ષને સખત બાથરૂમ લાગી. પ્રેસર એકદમ વધી ગયું. રોકી શકાય એવી કોઈ શક્યતા નહોતી. વૈજ્ઞાનિકો એ શોધી કાઢ્યું છે કે જયારે બાથરૂમ બહુ જ લાગે ત્યારે તમારું મગજ પણ ત્યાં જ જાય. હર્ષનું એવું જ થયું. છોકરી ના શું હાવભાવ છે એ સમજી શકવા અશમર્થ હતો. એમ પણ છોકરી કઈ બોલે એ પહેલા જ હર્ષ વોશરૂમ તરફ ભાગ્યો. હળવો થયો ત્યારે થોડી હાઇશ થઈશ. બહાર આવીને ફરી એ છોકરી શોધવાનો પ્રયત્ન કર્યો પણ નસીબ એના ખેલ ખેલી ગયું હતું. છોકરી ક્યાય દેખાઈ જ નહી.

રાહુલે હર્ષનો આ વોશરૂમ તરફ દોડતા જવાનો વિડીઓ ઉતારી લીધો હતો અને એમના કોલેજના ગ્રુપ માં મૂકી દીધો. હર્ષ બિચારો!! તરત જ કોલેજના બધા ગ્રુપમાંથી લેફ્ટ થવું પડ્યું.

જમ્યા વગર બહાર નીકળ્યો એટલે ભૂખ તો બરાબર લાગી જ હતી. બહાર સામે જ એક સારી હોટેલમાં હર્ષ ગયો. રાહુલ તરત એની પાછળ આવ્યો. હજી જમવાનું ઓર્ડર કરે એ પહેલા જ રાહુલને કોઈનો ફોન આવ્યો અને એ વાત કરવા ઉભો થઈને બહાર જતો રહ્યો. હર્ષે ઓર્ડર આપ્યો અને ખાઈપણ લીધું ત્યાં સુધી રાહુલ ના આવ્યો. આવ્યો ત્યારે મોઢું પડેલું હતું. હર્ષે કારણ પૂછ્યું તો ગર્લફ્રેન્ડ નો ફોન હતો અને રાહુલ એને કીધા વગર લગ્નમાં જતો રહ્યો એ વાતે મોટો ઝઘડો કર્યો અને વાત બ્રેક-અપ સુધી લઈ ગઈ.

હર્ષ એની વાત સાંભળતા જ હસી પડ્યો. ‘હાથના કર્યા હૈયે વાગે’ એ કહેવત રાહુલને તરત જ લાગુ પડી.

હર્ષ : “જોયું ને ભાઈ, તે મારી મઝાક ઉંડવી અને પેલી એ તને જ ઉડાવી દીધો. હિસાબ સાફ. ‘સિંગલ’ વ્યક્તિની કોઈ દિવસ મઝાક નહી કરવી. ફ્રેન્ડ ના લગ્નમાં કીધા વગર આવ્યો એમાં તો બેન્ડ વગાડી દીધી પેલી એ. સાલાઓ, તમે એ જ દાવના છો. જ્યાં સુધી લાત ના પડે ત્યાં સુધી મારી વાત ની મઝાક માં લઇ લીધી, હવે બાયલા જેવો બેઠો છે મારી સામે.”

રાહુલ : “છોકરીઓ નો આ જ પ્રોબ્લેમ છે. પોતે જે કરે એ ચાલે. ત્રણ જ દિવસ પહેલા અમારે રાત્રે ૯:૩૦ વાગ્યે વિડીયો કોલ કરવાનો હતો. સવારથી એ વાત નક્કી હતી. મેં ૧૦:૩૦ સુધી રાહ જોઈ, એ ઓનલાઈન જ ના થઇ. પછી કહે કે, એક ફ્રેન્ડ નો અચાનક ફોન આવ્યો તો એની સાથે શોપીંગ પર ગઈ હતી. સોરી તો એણે કહેવાનું જ નહિ. અરે, સોરી તો છોડ, એક મેસેજ કરીને તો કહી દેવાય તો હું રાહ ના જોવ.”

હર્ષ : “હા હા હા, ભાઈ તેરા તો પુરા હિ કાટ દિયા.....!!!”

રાહુલ : “સાચી વાત છે. સિંગલ હોવું એ ખરેખર બહુ સારું જ છે.”

હર્ષ : “હા, એ તો છે જ. તમે જ છોકરીઓ ને ‘સોરી’ કહેવાની ટેવ પડાવી છે. તો ભોગવો હવે.”

રાહુલ : “હા, પણ આજે તો થઇ જ જાય.”

હર્ષ : “શું થઇ જ જા?”

રાહુલ : “બસ, હવે શાંતિ ની જીન્દગી જીવવી છે.”

હર્ષ : “એટલે?”

રાહુલ : “બ્રેક-અપ.”

હર્ષ : “શું વાત કરે છે? ખરેખર?”

રાહુલ : “હા, આજે તો ફૂલ એન્ડ ફાઈનલ.”

હર્ષ : “તો તો બોસ, આ પાર્ટી આપણા તફથી. એડવાન્સ માં ‘સિંગલ ગેંગ’માં તારું સ્વાગત છે.”

રાહુલ : “yas, બસ એને એક મેસેજ કરી દઉં અને પછી બધી જગ્યાએ થી બ્લોક. વાત જ પૂરી.”

રાહુલે તરત જ એની ગર્લફ્રેન્ડ ને મેસેજ કરીને બ્રેકઅપ કરી દીધું અને હર્ષની ‘સિંગલ ગેંગ’ માં જોડાઈ ગયો. જો કે આ ‘સિંગલ ગેંગ’ માં અત્યાર સુધી તો માત્ર હર્ષ જ હતો. હર્ષે એને સિંગલ ગેંગનો એક બહુ જ મહત્વનો નિયમ સમજાવી દીધો. જયારે પણ કોઈ છોકરીને જોઇને એની સાથે વાત કરવાની, ચેટીંગ કરવાની, એનો નંબર લેવાની કે એની સાથે સેટિંગ કરવાની ઈચ્છા થાય ત્યારે મનમાં ‘હનુમાન ચાલીસા’ બોલી લેવાની. બીલ ચુકવતા પહેલા બંને એ ‘હનુમાન ચાલીસા’ પૂરી કરી. હર્ષના કહેવા પ્રમાણે આવું કરવાથી હવે એમને સિંગલ રાખવાની બધી જ જવાબદારી એમના ગુરુ ‘બજરંગ દાદા’ ની છે. જો કે અત્યાર સુધી દાદા એ એમની જવાબદારી હર્ષના કેસમાં તો બહુ જ સારી રીતે નિભાવી છે. શું કહેવું છે તમારું?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED