૨૨ સિંગલ
ભાગ-૧૧
દમણમાં અનુ, કૃપા અને મનાલી હર્ષ માટે છોકરી શોધવા નીકળે છે. રજાનો દિવસ છે એટલે ભીડ પણ સારી હતી. હર્ષ માટે કોઈકને કોઈક તો મળી જ રેહશે એવું બધા નું માનવું હતું ( એ તો સમય જ કહેશે મળશે કે નહિ!!!).
મનાલી : હું તો થાકી આના માટે શોધીને. કોઈપણ છોકરીને હર્ષ બતાવો, સીધી ના જ પાડી દે છે.
અનુ : “હા બે. કૃપા, તારી બહેન છે ને તે કેવી રહેશે હર્ષ માટે?”
કૃપા : “જા ને, મારી બહેન છે. મારી દુશ્મન નહી. હું મારી બહેન ને પ્રેમ કરું છું.”
મનાલી : “અઘરો કેસ છે આનો. બોલતા તો બોલી લીધું કે અહિયાં જ શોધી લઈશું. પણ ક્યાંથી?”
અનુ : “એક કામ કરીએ. પહેલા તો એને જ પૂછીએ કે એ કેમ સિંગલ છે.”
બધા હર્ષ ને પૂછે છે.
હર્ષ : “કેમ સિંગલ છું એમ પૂછો છો?”
મનાલી: “હા ગુરુ, થોડું આશીર્વચન કહો.”
હર્ષ : “હા તો સાંભળો બાલીકે, આજનું આ યુવાધન અને એમાં પણ આ સ્ત્રીઓ....”
મનાલી : “બાબા, થોડું ગુજરાતીમાં કહો ને તો સમજ પણ પડે.”
હર્ષ : “આ જનરેશન અને એમાંની છોકરીઓને સારા હાઈટ-બોડી વાળો છોકરો જ વધારે પસંદ આવે છે. બાહ્ય શરીર નું મહત્વ વધી ગયું છે. માણસ અંદરથી કેવો છે એ જોવા કોઈ તૈયાર નથી.”
અનુ : “ચલ જા યાર, એવું હોત તો હું અક્ષતના પ્રેમમાં ના પડતે.”
હર્ષ : “એ તો આજે પણ મારા માટે સૌથી મોટો સવાલ છે કે તે અક્શાતને પસંદ કેમ કર્યો. દેખાવ માં મારા કરતા જાય એવો છે. સાવ માયકાંગલો, શર્ટ પહેરે તો હેન્ગર પર લટકાવ્યું હોય એમ લાગે. બાટલીના કાચ જેવડા તો જાડા ચશ્મા પહેરે છે.
અનુ : “એ દિલ નો બહુ સારો છે.”
હર્ષ : “એ જ તો વાત છે. અજાણી છોકરીને કેમ ની ખબર પડે કે હું દિલનો સારો છું કે નહિ. એટલો ટાઇમ કોઈની પાસે નથી એટલે બધા બોડી જોઇને જ દિલ કેવું હશે એ અનુમાન લગાવી દે. પછી ધોકો ખાય. આખી દુનિયાના બધા છોકરાઓ ને એક સરખા જ ગણે અને એમાં પછી બધા ને ‘ભાઈઝોન’ માં નાખે. એમાં મારા જેવા હલવાય જાય અને હિમાલય જવાનો વારો આવે.”
“ચાલો તમને બધા ને હું એક સવાલ પુછુ છું. માત્ર મને જોઇને જ જવાબ આપવાનો છે.
સવાલ એ છે કે, માત્ર મને જોઇને કોઈ છોકરી મને પસંદ કરે કે નહિ? અને કરે તો શું જોઇને?”
હર્ષના સવાલ પુછ્યાના બે મિનીટ પછી પણ કોઈ જવાબ ના મળ્યો એટલે હર્ષ જ ફરી બોલ્યો “ચાલો રેહવા ડૉ. મને જવાબ મળી ગયો. તમારા મૌન એ મને જવાબ આપી દીધો. મને ખબર જ છે કે હું કેવો દેખાવ છું.
મનાલી (ધીમા અવાજે) : “હાશ, સસ્તામાં પત્યું. બાકી મસમોટું ભાસણ સાંભળવું પડતે.”
હર્ષ : “ચાલો તમે તમારી ચેલેન્જ પૂરી કરો. છોકરી શોધી લાવો મારા માટે.”
ત્યાં હર્ષે એક છોકરી સામે આંગળી ચીંધીને અનુને કીધું.
હર્ષ : “જો, તમે બધા મારા સાચા મિત્રો હોવ તો મારું પેલી (આંગળી ચીંધેલી) છોકરી સાથે કરાવી આપો.”
અનુ : “જા બે. તું ક્યાં અને એ ક્યાં. એ અનારકલી ને તું એકદમ ગવાર.”
હર્ષ : ‘શું યાર!!! કેટલી મસ્ત લાગે છે. ઓહોહો, શું ચાલ છે, શું અદા છે!!!”
કૃપા : “અને તમારી શું ખરાબ નજર છે!!!”
હર્ષ : “જો નજર નું તો આવું છે ને એ બધા પાસે અલગ અલગ હોય.”
કૃપા : “હા, છોકરી જરા શોર્ટ્સ પહેરે એટલે તમને લાયસન્સ મળી જાય એના ઉપર કમેન્ટ કરવાનું.”
હર્ષ : “તો અમે થોડું કહીએ છીએ કે શોર્ટ્સ પહેરીને ફરો. તમે શોર્ટ્સ પહેરીને બહાર ફરસો, બધા જોશે, અને બધા જોશે એટલે એ કમેન્ટ કરવાના જ. તમે ક્યાં આખી દુનિયા ને અટકાવવા જવાના. જેમ શંકા એ સ્ત્રીના સ્વભાવમાં છે એમ ખુબસુરતીના વખાણ કરવા એ અમારી ફરજ છે. અને એમ પણ જો, તું સારા કપડા પહેરીને બહાર નીકળે અને કોઈ તને જોય જ નહિ, કોઈ કઈ પણ કમેન્ટ જ ના કરે, તો તને ચાલે?”
અનુ : “ચલ-ચલ, બસ કર હવે તું. પેલી છોકરીને તો ભૂલી જ જા. એના કઈ એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે તારી સાથે સેટિંગ કરે. કોઈ બીજી શોધ.”
મનાલી : “અનુ, જો પેલી એ કેટલા મસ્ત કપડા પહેર્યા છે!!”
અનુ : “હા યાર, પ્લાઝો પહેર્યો છે. મસ્ત લાગે છે.”
મનાલી : “મારી બર્થડે માં મારા બોયફ્રેન્ડને કહીશ. એ અપાવી આપશે.”
અનુ : “આપણે સુરત જઈશું, ત્યાં મારી એક ફ્રેન્ડ.....”
હર્ષ (બંનેને વાત કરતા અટકાવતા) : “ઓ બહેનો, તમે ક્યાં શોપીંગ ન વાત માં કૂદી ગયા. મારા માટે છોકરી સોધો ને. નહિ તો હું આખી જીન્દગી કુંવારો જ રહીશ..”
મનાલી : “એ તો તું રહેવાનો જ છે. એટલે અમે શોપીંગની વાતમાં ઘુસી ગયા.”
અનુ : “ઓયે, કૃપા ક્યાં ગઈ?”
મનાલી : “અરે, હમણા તો સાથે હતી. ક્યાં જતી રહી હશે?”
ત્યાં જ કૃપા એક છોકરીને લઈને બધા ની વચ્ચે આવે છે. બધા સાથે ઓળખાણ કરાવે છે અને હર્ષને વાતચીત શરુ કરવા માટે આંખ મારીને ઈશારો કર્યો, પણ હર્ષને કઈ સમજ ના પડતા એ પેલીને તાકીને જોવા સિવાય કઈ કરતો નથી.
મનાલી : “હર્ષ, યે તુને નહિ ઘડી લી હૈ ના? પાર્ટી તો બનતી હૈ યાર.”
હર્ષ : “ના, આ તો....નહિ, યે પુરાની....”
મનાલી (હર્ષ ને વચ્ચે થી જ અટકાવતા) : “ટાઇમ ક્યાં હુઆ?”
હર્ષ : “અમ્મ્મ, દોઢ. મતલબ કી ઢાઈ.”
છોકરી : “ઓહ, ઢાઈ બજ ગયે? યુ મીન 2:૩૦?”
હર્ષ : “નો, ઇટ્સ ૧:૩૦.”
છોકરી : “ઓ, ઉસે ઢાઈ નહિ દેઢ બોલતે હૈ.”
હર્ષ : “ઓ, ઓકે. મેં થોડા કન્ફૂઝ હો ગયા થા.”
છોકરી : “ચાલો, મેં ચલતી હું. મુજ્હે લેટ હો રહા હૈ. બાય.”
છોકરી જતા જ મનાલી અને અનુએ હર્ષને જોરથી માર્યું અને કૃપા તો હસી હસી ને જમીન પર પડવા જેવી થઇ ગઈ. હર્ષ વીલા ચહેરે બસ છોકરી ને જતો જોઈ રહ્યો.
અનુ : “બે સાલા, તારુ તો દેઢ અને ઢાઈ માં જ ફૂસ થઇ ગયું.”
મનાલી : “અત્યાર સુધી હું ખાલી એમ જ બોલતી હતી કે હર્ષ નું કઈ નહિ થાય, પણ આજે તો સોના ના પતરા પર લખી આપું કે આનું કઈ નહી થાય.”
કૃપા (હસતા - હસતા) : “દેઢ અને ઢાઈ ,એમાં આ ડબલ નહિ થાય.”
હર્ષ : “નસીબ જ ફૂટલાં. એમ પણ એ છોકરી કઈ એટલી સારી નહોતી લાગતી.”
મનાલી : “ઓ જા ને દોસ્ત, ચાખ્યા વગરની દ્રાક્ષ ખાટી જ લાગે.”
અનુ : “છોકરી આવી ત્યારે તો મનમાં લડ્ડુ ફૂટતા હતા.”
કૃપા : “કેટલા ? દેઢ કે ઢાઈ?”
ત્રણે હર્ષની ઉડાવતા ઉડાવતા જમવા ભેગા થયા. ઘરેથી લીધેલા થેપલા તો હતા જ અને હર્ષની ઈજ્જત ની ચટણી થઇ જ ગઈ હતી. અનુ એ વાત ની શરૂઆત કરી.
અનુ : “અક્ષત, આજે હર્ષને બહુ મોટી શિખામણ મળી.”
અક્ષત : “શું?”
અનુ (હર્ષની સામે જોઇને હસતા હસતા) : “2:૩૦ ને હિન્દીમાં ઢાઈ કહેવાય અને ૧:૩૦ ને દેઢ.”
અક્ષત : “એમાં નવું શું છે?”
હર્ષ : “બસ અવે બહુ થયું. મારી જેટલી મઝાક ઉડાવી હોય એટલી ઉડાવી લો પણ સામે એ પણ વિચારો કે છોકરી પણ કેવી હોય છે. માત્ર દેઢ ને ઢાઈ ખોટું બોલે એમાં જતી રહી. આટલામાં જ છોકરો પસંદ કરી લે.”
કૃપા : “ઓહોઓ, જો તો ખરા કોણ બોલે છે એ?”
અનુ : “તો તમે છોકરાઓ જે ફિગર જોઇને છોકરીને પસંદ કરું એનું શું?”
તીર્થ : “યાર, એ તો હવે......”
કૃપા : “તું તો બોલતો જ નહી તીર્થ. મારી ફ્રેન્ડ પર પણ તારી નજર બગડી હતી. એક દિવસ બિચારી શોર્ટ્સ પહેરીને શું આવી તું લટ્ટુ થઇ ગયો એની પાછડ.”
તીર્થ : “કૃ, એવું કઈ નહોતું.”
કૃપા : “મને બધી ખબર છે. તમે લોકો છોકરીઓને સમજતા હોય એટલી ડફોળ નથી હોતી.અમને ભગવાને એની સામે એક અલગ જ સેન્સ આપી હોય છે.”
અક્ષત (ખાંસી ખાતા) : “બરાબર છે. (હસતા હસતા તીર્થ સામે જોઇને) બુદ્ધિ ની જગ્યાએ શંકા કરવાની સેન્સ આપી છે.
અનુ ( એકદમ ગુસ્સામાં) : “એટલે હું બુદ્ધુ છું ,એમ?”
અક્ષત : “હું તારી વાત નથી કરતો. હું તો એમ જ છોકરીઓની.....”
હર્ષ : “મતલબ અનુ છોકરી નથી!!!????”
અનુ : “સીધે સીધુ શું બોલવું છે એ બોલ.”
હર્ષ :”અક્ષત એવું કહેવા માંગે છે કે, છોકરી પાસે બુદ્ધિ ના હોય અને બીજી બાજુ કહે છે કે તું હોશિયાર છે.” “મતલબ ક્યાં તો તું બુદ્ધુ છે ક્યાં તો તું છોકરી જ નથી.”
અક્ષત (હર્ષને ચીમટો ભરતા) : “કરી લીધું ને નારાયણ, નારાયણ. શકુની છે તું સાલા.”
હર્ષ : “હાશ, હું સિંગલ છું.”
બસ અહિયાં જ દમણ ટ્રીપ પૂરી થઇ. અનુ અક્ષત સાથે અને કૃપા તીર્થ સાથે લડી. અનુ, મનાલી અને કૃપા એક ગાડી પર અને હર્ષ, તીર્થ અને અક્ષત બીજી ગાડીમાં દમણથી પાછા ફર્યા. હર્ષનું તો કઈ ના થયું પણ અનુ અને અક્ષત વચ્ચે દીવાસળી પ્રગટાવી આપી હતી. હવે એ દીવાસળી માત્ર દીવો જ સળગાવશે કે આગ લગાડશે એ તો પછી જ ખબર પડશે.