મૃગજળ - 2 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ - 2

મૃગજળ

ભાગ - ૨

ભાગ - ૧ તમે જોયું કે તેજસ કે જે ડિપ્લોમા ટેક્સટાઈલ સ્ટડી કરે છે જે ચાલુ પરીક્ષા એ પોતાના ફોઈ ની ખબર લેવા ફોઈ નાં ત્યાં જાય છે અને ત્યાં એની મુલાકાત એની બહેન કિન્નરી જોડે થાય છે. નિખિલ જે તેજસ નાં મામા નો છોકરો છે તેં એની પરીક્ષા ની માહિતી લેવા માટે કોલ કરે છે સાથે બેસેલી કિન્નરી તેજસ ને ડિસ્ટર્બ કરવા નિખિલ ને નાં કહે છે અને તેજસ ને પરીક્ષા ની તૈયારી કરવા કહે છે, નિખિલ ને પરીક્ષા ફી ભરવા કોલેજ જવાનું હોય છે એટલે એ તેજસ ને પોતાની સાથે આવવા કહે છે, તેજસ સ્ટેશન પર આવે છે પણ સાથે સાથે કિન્નરી પણ આવે છે, નિખિલ કિન્નરી જોડે વધારે વાત કરતો નથી અને ટ્રેન મા બેસી જાય છે... હવે આગળ

* ટ્રેન મા ( ભિલાડ એક્સ્પ્રેસ )

હવે મને તુ એ કહે જે રાતે સુ થયું હતું ? તેં શું કહ્યું એને (કિન્નરી) મારા વિશે ? કઈ ઊલટું સુંલતૂ તો નથી કહ્યું ને તેં મારા વિશે કઈ ? જલદી કહે મને" મે (નિખિલ) કહ્યું.

અરે ભાઈ કઈ ઊલટું સુંલતૂ નથી કહ્યું મે એને તારા વિશે. પહેલા તારો કોલ આવ્યો હતો ને મારા પર લ, ત્યારબાદ એ પૂછવા લાગી કે કોણ હતુ ? તો મે કીધું નિખિલ છે મારો ભાઈ , મારા નાના મામા નો છોકરો. પછી તારી વિશે બધું પૂછવા લાગી તો મે તારા વિશેની બધી માહિતી આપી દીધી ." તેજસે જવાબ આપ્યો.

શું શું કીધું તેં એને મારા વિશે ? તેજસ તુ મને માર ખવડાવશે હો કોઈ દિવસ." મે કહ્યું.

મે ખાલી એટલું જ કીધું કે તે કેટલી તકલીફો વેઠતા જઇને ભણ્યો, તો મારી ફોઈ એ પણ એમાં હામી ભરી. પછી મે કીધું કે તારી અને નિખિલ નાં લગ્ન ની વાત પણ કરી હતી મારી મમ્મી એ મામી જોડે પણ મામીએ એમ કહી નાં પાડી કે મારો છોકરો સીધો સાધો છે ને તમારા નણંદ ની છોકરી તો મોડર્ન ટાઇપ ની છે બન્ને મા અસમાન જમીન નો ફેર છે એટલે બન્ને ની જામે, અને બીજું એ કહ્યું કે તુ એને યાદ કરે છે," તેજસે જવાબ આપ્યો.

( બન્ને જોર જોર થિ હસવા લાગ્યાં.)

તારા લાઈફ ની સ્ટોરી સાંભળ્યા બાદ તો એ રડી પણ પડી હતી." તેજસ બોલ્યો.

અરે ભાઈ આવુ નાં કર પ્રોબ્લેમ થશે પછી અને મારો અને એનો મેળ નહીં જામે તો અગાઉ થિ ધ્યાન રાખજે, પરીક્ષા ની બરાબર તૈયારી કરજે અને સારા માર્ક્સ લાવજે, પરીક્ષા પુરી થાય પછી ઘરે આવજે ઓકે? " મે કહ્યું.

સારું, પરીક્ષા પુરી થશે પછી હું ઘરે આવીશ.." તેજસે કહ્યું.

સુરત સ્ટેશન આવતાં તેજસ ઉતરી ગયો, બન્ને એ એકબીજાને અલવિદા કહ્યું.

હું ત્યારબાદ કોલેજ ગયો, મારી મેથ્સ - 3 ની ATKT ની પરીક્ષા ની ફી ભરી ને સાંજે પાછો ઘરે ફર્યો પણ આખો દિવસ તાપમાં ફરવાને કારણે અને આખો દિવસ મે કઇ ખાધું નાં હતુ એટલે મને ઊલટીઓ થવા લાગી, ઘરે આવીને લીંબુ શરબત પીધા બાદ થોડી રાહત જણાઈ. રાતે મે તેજસ ને કોલ કર્યો.

એજ દિવસ રાત્રે 10 વાગ્યે...

હેલો, કેમ છે ? જમ્યો કે નહીં ? એન્ડ કેવી ગઇ પરીક્ષા ?" મે પૂછ્યું

બસ મઝામાં, હજી હમણાં જ જમ્યો અને મસ્ત ગઇ પરીક્ષા" તેજસે કહ્યું. (આટલું બોલ્યા બાદ એ હસવા લાગ્યો.)

તને કેમ હસી આવી રાહી આટલી બધી અપના વચ્ચે તો એવી હસવા વાળી વાત થઈ નથી." મે બોલ્યો.

મને કોઈ બીજી વાત યાદ આવી ગઇ એટલે મને હસવું આવ્યું." એને કહ્યું.

એવી તો શું વાત છે મને પણ જણાવ તો આપણે બન્ને સાથે હસિએ ," મે કહ્યું.

તારા ફોન નાં પહેલા કિન્નરી નો ફોન આવ્યો હતો," એ હસતાં હસતાં બોલ્યો.

મે એની વાત પુરી થતાં પહેલા વચ્ચે બોલ્યો "ઓહ".

અરે મારી વાત તો સંભાળ, એ કહેવા લાગી મને કે કેવો સ્વાર્થી માણસ છે, હું કેટલી જલદી આવી હતી આજે એ પણ મારા મન પસંદ કપડા પહેરીને , જોવા ની તો વાત બાજુ પર એને તો મારી સાથે ઠીક થિ વાત પણ નાં કરી, એને કહેજે એટલો attitude સારો નહીં. એવું કહેતી હતી તારા વિશે," તેજસ બોલ્યો.

શું વાત કરે છે ? એને શુ ખબર કે છોકરી સાથે વાત કરતા મારી ફાટે છે." મે કહયું.

(અમે બન્ને જોર જોર થિ હસવા લાગ્યાં.)

પાછો કોલ આવે તો કહેજે કે મારી છોકરીઓ સામે ફાટે છે એટલે હુ ત્યાં થિ જતો રહ્યો." મે તેજસને કહ્યું.

ચોક્કસ," તેજસે કહ્યું.

આજે તો આખો દિવસ તડકામાં રખડ્યો અને કઈ ખાધું પણ નોઁહતૂ તૌ આજે બરાબર ની ઊલટી થઈ મને, ચાલ જવા દે કાલ નાં પેપર ની તૈયારી કર હુ કાલે ફરી કોલ કરાઈ તારું પેપર પટે પછી." મે કહ્યું.

ઓકે, અને દવા લઈ લે જે જો વધારે ઊલટી થતી હોય તો, કદાચ એનો મારા પાર ફરી ફોન આવશે," તેજસે કહ્યું.

એને કઈ ચાપલાઇ નાં કરતો ઓકે કે એને આમ થાય છે તેમ થાય છે ઓકે ? ચાલ bye, tc.. મે કહ્યું.

ઠીક છે કઈ નહીં કહું એને ઓકે.. ચાલ bye, tc. તેજસે કહ્યું.

30 મિનિટ પાછી તેજસ નો ફરી મારા પર ફોન આવ્યો, હું સમજી ગયો હતો કે એ પોપટે બધી વાત કરી દીધી હસે.મે ફોન રિસીવ કર્યો.

ભાઈ તું વ્યસ્ત તો નથી ને ? તેજસે પૂછ્યું.

નાં, બોલ શું વાત છે ? મે પૂછ્યું.

કિન્નૂ નો ફોન આવ્યો હતો મારા પર તો મે તારી તબિયત વિશે એને કહી દીધું બધું." તેજસે કહ્યું.

ધત તારી , મને ખબર જ હતી તારા પેટ મા કોઈ વાત રહેતી જ નથી, નાં કીધું હતુ ને તને કહેવા પણ તું તો(કહેતાં કહેતાં હું અટકી ગયો) જાવા દે, બોલ શું કીધું એણે ? મે પૂછ્યું.

કહેતી હતી તડકામાં આમ રખળે અને ઉપરથી કાઈ જમે નાં તો આમજ થાઈ ને, પોતાની કઈ પડી જ નથી શું કહેવાનું એમને યાર. ઓકે એમને કહેજે કે દવા લઈ લે, કાલે હું ફરી કોલ કરીશ એમની તબિયત પૂછવા ઓકે. બસ એટલુંજ કીધું એને.." તેજસે કીધું.

મરી ગયા હવે તો. આ તો જાને ઘરવાળી હોય એમ રોપ જમાવે છે પ્રોબ્લેમ મા નાખશે મને યાર.."મે કહ્યું.

મે તો ખાલી એને એટલું જ હતુ કે કોઈ આપણી જાત ની છોકરી હોય તો એનાં જોડે સેટિંગ કરાવી આપ જે એકલો એકલો ફર્યા કરે છે એ કોઈ સાથે હોય એનાં તો સારું, પણ મને શું ખબર ભાઈ કે એજ પોતે જોડાઈ જશે." તેજસે કીધું.

તુ મરાવસે મને એકાદ દિવસ, ચાલ કોઈ વાત નહીં જોઈયે આગળ શું થાય એ, ભગવાન જે કરે તેં સારું જ કરે છે, ચાલ bye હુ આરામ કરું, gn.. tc.. bye

ઓકે, તબિયત સંભાળ જે, gn.. tc.. bye

( આખો દિવસ આમ જ જતો રહ્યો.)

* બીજા દિવસ રાત્રે જમ્યા બાદ

નિખિલ પર તેજસનો કોલ આવે છે.

હા બોલ તેજસ કેવું ગયું તારું પેપર ? મે પૂછ્યું.

પેપર તો મસ્ત ગયું, તારી તબિયત કેમ છે એ કહે મને? કોઈનો કોલ આવ્યો તો મારા પર તારી તબિયત વિશે પુછવા કહ્યું મને થોડી વાર પછી પાછી કોલ કરશે એ મને," તેજસે કહ્યું.

હવે તબિયત સારી છે મારી અને એને કહેજે કે મારે કોઈની હમદર્દી ની જરૂર નથી ઓકે ?" મે કહ્યું.

ભાઈ જો કોઈ આપણી અટકી કેર કરે તો એને આવુ નાં કહેવાય અપના થિ તો પણ તુ ચાહે છે તો હુ કહી દઈશ એને. ઓકે.. બાય.." તેજસે કહ્યું.

ઓકે, બાય.."મે કહ્યું.

ચાલ જલ્દી ફોન મૂક એનો ફોન waiting મા આવે છે.

મે ફોન તરત જ કાપી નાખ્યો.

(કિન્નરી નો તેજસ પર કોલ આવે છે.)

કેવી છે એમની તબિયત ? કિન્નરીએ અધીરાઈ ને પૂછ્યું.

સારી છે પહેલા કરતા, સંભાળ એને કીધું કે આમ મારા વિશે ફોન કરીને પૂછવાની જરૂર નથી, મને કોઈની હમદર્દી ની જરૂર નથી એમ કહેવા કીધું નિખિલે તને. “તેજસે જવાબ આપ્યો.

ઓકે નહીં કરું બસ, પણ ચાપલા તારે કહેવાની શી જરૂર કે મે પૂછ્યું હતુ એમ બદમાશ.."કિન્નરીએ કહ્યું.

(બન્ને હસે છે.)

ઓકે હવે નહીં કહું એને આપણા વચ્ચે શુ વાત થાય છે એ ઓક, ચાલ bye, gn., tc.. તેજસે કહ્યું.

ઓકે., ચાલ bye, gn. Tc.,"કિન્નરીએ કહ્યું.

તેજસ ફોન મુકી દે છે..

( વધું આવતાં અંકે)

( પર્સનલ ડાયરી ‘ટાઈમપાસ’ માંથી )

શું નિખિલ અને કિન્નરી એકબીજા પ્રત્યે આકર્ષાય રહ્યાં છે કે પછી આ ખાલી નિખિલ નો વહેમ છે, શું નિખિલ અને કિન્નરી એકબીજાના નજીક આવશે ? શું આ સ્ટોરી લવ સ્ટોરી મા પરિવર્તીત થશે, એ જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે તમને એ જાણવા મળશે મૃગજળ ભાગ - ૩ માં..

મૃગજળ સંબંધિત તમારાં અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં..

કોન્ટેક્ટ :-

WhatsApp - 9624050361

FB - Nikhil Chauhan

Instagram - Mr. Writer