Pruthvini chdadi udi gai books and stories free download online pdf in Gujarati

પૃથ્વીની ચૂંદડી ઉડી ગઈ

એક મોટું શહેર હતું. જેમાં કેટલાય લોકો રહેતા હતા. સુંદર મજાનું હરિયાળું શહેર, કારખાનાઓ, ઓફીસ થી ભરપૂર. શહેર ની સુવિધાઓને કારણે ગામડાં નાં લોકો પણ ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા હતા. નજીક ના ગામડાઓના લોકો અહીં આવી વસવાટ સ્વીકારવા લાગ્યા. તેમાં એક યુગલ પણ હતું. રવીના અને જેકી. ટ્વીન્કલ નામની 4 વર્ષની નાની દીકરી અને શોરભ નામનો 8 વર્ષ નો પુત્ર. 

ખુશી ખુશી જીવન જીવતા આ શહેરનાંં લોોકો અમીર હતા. ઘરે ઘરે ગાડીઓ, ફ્રીજ , એ.સી. ટૂંક માં કહીએ તો બધી જ પ્રકારની સુુવિધાઓ. 

શહેરની વસ્તી વધી રહી હતી અને જગ્યા ઓછી થઇ રહી હતી. એક બાજુ કારખાનાઓ વધી રહ્યા હતા, બીજી બાજુ દુકાનો તો ત્રીજી બાજુ લોકોના રહેવાની જગ્યા વધી રહી હતી. 

હવે શું કરવું. રહેવા માટે ઘર તો જોઈએ ને? લોકો એ વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું.  અને ત્યાં વસવાટ કરવા લાગ્યા. 

એક પછી એક વૃક્ષો કપાતા રહ્યા હતા. પૃથ્વી ની હરિયાળી નાશ પામી રહી હતી. એક સ્ત્રી ને આબરૂ લૂંટાઈ હોય તેવી ધરા ની હાલત થઇ રહી હતી.

સૂર્યનો પ્રકાશ વધી રહ્યો હતો. ગરમી ગરમી ગરમી. આ વખતે તો શિયાળો પણ ના આવ્યો. નિશાળે એ. સી. માં ભણી ને આવી શોરભ અને ટ્વીન્કલ ઘરે આવી ને એ. સી. ચાલુ કઈ બેસતા. 

ગરમી અસહ્ય વધી રહી હતી. કહેવાય છે ને સહન શક્તિ ની પણ હદ હોય છે. ધરતી ની સહન શક્તિ નો જાણે અંત આવી રહ્યો જણાતો હતો. 

વૈજ્ઞાનિકોએ અન્ય ગ્રહ પણ શોધી લીધેલો છે જ્યાં જીવન ટકાવી શકાય. પણ પૃથ્વી પર ટેવાયેલો માણસ બીજા ગ્રહ પર કેમ રહી શકશે? ધીમે ધીમે લોકો અન્ય ગ્રહ પર જવા લાગ્યા હતા. છે તો બિલકુલ પૃથ્વી જેવો જ ગ્રહ. અવકાશ યાન નાં બુકિંગ ફુલ થઇ રહ્યા હતા. પૃથ્વી થી 30 પ્રકાશવર્ષ દૂર આવેલ ગ્રહ વ્યારા પર લોકો એ વસવાટ શરુ કર્યો હતો.  પ્રકાશ ની ઝડપ થી પણ ચાર ગણી ઝડપ થી ઉડતા યાન તેજ વોર્મ હોલ દ્રશ્યમાન થતાં ની સાથે જ અદ્રશ્ય થઇ ગયું. ટ્વીન્કલ અને શોરભ માટે તો જાણે જાદૂ જ હતું . જેકી અને રવીના વિચારી જ રહ્યા હતા આ શું થઇ રહ્યુ છે. 

પણ કહેવાય છે ને જયારે કોઈ આશા ના હોય ત્યારે દેખાઈ રહેલી હકીકત પર વિશ્વાશ કરી બેસે છે. પછી ભલે ને તે સત્ય હોય કે ન હોય. 

જેકી અને રવીના વિચાર કરી રહ્યા હતા. શું કરવું. અન્ય ગ્રહ પર જવું કે નહિ? આટલા વર્ષો સુધી આ પૃથ્વી એ આપણને આશરો આપ્યો હવે તેને કેમ છોડી દેવાય? અને ફક્ત એટલા માટે કે તેની હાલત હવે સારી નથી રહી? અને ખાશ કરીને ત્યારે જયારે તેની આ પરિસ્થિતિ નું કારણ પણ આ માનવજાત જ છે?

એક વાર રવીના એ પૃથ્વી તરફ જોયુ ત્યાં અચાનક ધરતી ફાટી ને અંદર થી બીભત્સ સ્વરૂપે એક સ્ત્રી નીકળી અને બોલી, રવીના...

રવીના એ જેકી ને બુમ પાડી બોલાવ્યો. જેકી તરત જ બહાર આવ્યો. જોયું તો સામે પેલી સ્ત્રી. 

"ત... ત.. તમે કો. કો.. કોણ? અને તમારી આ હાલત કોણે કરી?" જેકી ડરતા ડરતા બોલ્યો.

સ્ત્રી કટાક્ષ હાસ્ય આપી બોલી, " મને ના ઓળખ્યો જેકી? હું, તારી, તમારી સૌની માતા , માં ધરતી. મારી આ હાલત ના જવાબદાર તમે સૌ છો. જોવો ચારે બાજુ. શું હાલત કરી છે તમે લોકો એ"

જેકી અને રવીના એ બહાર આવી ને જોયું તો  ચારે બાજુ વેરાન ધરતી હતી. ના કોઈ વૃક્ષ, ના પાણી. થોડાક વૃક્ષો બચ્યાં હતા જેના પર પક્ષીઓ ઓ માળો બાંધી રહેતા હતા. એક માણસ મોટા મશીન થી તેનો પણ પાર લાવવા ની તૈયારી સાથે ઉભો હતો. અને પક્ષીઓ ઝાડ ની ફરતે ઉડી ને પોતાનો આશરો બચાવવા જાણે પેલા માણસ થી ભીખ માંગી રહયા હતા. પ્રાણીઓ એક બાજુ પોતાનો આશરો ખોઈ રહી છે એ જોતા છતાં પિંજરામાં કેદ રહીને માત્ર શીંગડાં દીવાલો સાથે ભટકાળી છૂટવા વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. 

જોવો શું હાલત કરી છે મારી? આટલું કરવા છતાં જીવ નથી ભરાયો કે મને સંપૂર્ણ પણે નિર્વસ્ત્ર કરવા ના પ્રયાસો કરી રહ્યા છો. તમે એક જ સંતાન નથી મારી? અન્ય પ્રાણીઓ ને પણ તમે લોકો એ જીવવા નથી દીધા. અચાનક પેલી સ્ત્રી ના રુદનીય અવાજો સંભળાયા. અને અસહાય બની પાછી પૃથ્વી માં જતી રહી.

થોડા ઘણા વધેલા લોકો તેજ માં પોતાનું નામ નોંધાવી રહ્યા હતા. અને વ્યારા પર જઈ પોતાનું ગુજરાન ચલાવવા બળતણ ભેગું કરી રહ્યા હતા. અચાનક સમાચાર મળ્યા વ્યારા પર તોફાન ફાટી નીકળ્યું છે. જે સતત વધી રહ્યું છે. જે કદાચ ક્યારેય શાંત નહિ થાય. 

વધુ તપાસ કરતા વૈજ્ઞાનિકોને માહિતીઈ મળી કે વ્યારા પર આવા તોફાનો આવતા જ રહેશે.  આથી તે માનવ વસવાટ માટે યોગ્ય નથી. ત્યાં ગયેલા લોકો પણ તોફાન માં મૃત્યુ ને ભેટ્યાં છે. 

હવે કોઈ રસ્તો નહોતો. પૃથ્વી પર ઓક્સીજન ખૂટી રહ્યો છે ને કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો છે. હવે દરેક વ્યક્તિ રોજના 700 રૂપિયા નો 1 એવા 3 ઓક્સીજન ના બાટલા લગાવી ને ફરે છે. ખોરાક માટે તો વિટામિન, પ્રોટીન, કાર્બોદિત ના કેમિકલ ખાવા લાગ્યા છે. રવીના જેકી લોકો ની જેમ અહીં થી અહીં ફરે છે, ભટકે છે. વિદ્યુત ઉર્જા પણ આવતી બંધ થઇ ગઈ છે. રાત દિવસ અસહ્ય ગરમી ને કારણે લોકો મરવા લાગ્યા છે તો બીજી બાજુ ભૂખ થી રાહત મેળવવા એકબીજાને મારી  થોડા દિવસ ગુજરાન ચલાવે છે. 

હવે નથી સહન થતું. ઓક્સીજન ના બાટલા નો વજન ઉંચકી ઉંચકી ને જ થાકી ગયા છે. રૂપિયા પૈસા તો ઘણા છે. પણ શું કામના? 4 વર્ષ ની ટ્વીન્કલ પણ આ દુષ્કાળ નો ભોગ બની ને મૃત્યુ પામી. રવીના તો નિઃસહાય થઇ ગઈ. ત્યાં શોરભ પણ મૃત્યુ પામ્યો. દરેક ની આ હાલત હતી. કોઈ કોઈનું ના હતું. ઉપગ્રહો દ્વારા પૃથ્વી પર નાં ફોટા કોઈ સ્વરૂપે મળી રહ્યા હતા. ક્યાંક ફક્ત પાણી જ પાણી હતું તો ક્યાંક રેતી જ રેતી. મુશ્કેલી થી થોડાક વૃક્ષો અને પ્રાણીઓ હતા જે વધુ સમય માટે નહોતા. દરેક એક બીજાના દુશ્મન બની ચુક્યા હતા. રવીના ને જેકી પણ મોત ની નજીક જ હતા

વિચારો. કોણ છે આ પરિસ્થિતિ નો જવાબદાર. જેને આપણે માતા કહીએ છીએ શું આપણે ક્યારેય એને માતા માની છે ખરી? આપણી સગી માતા નું તો સહેજ પણ ખરાબ નથી જોઈ શકતા. તો આ માતા કેમ? જે શાસ્ત્રો ની પૂજા કરીએ છે કયા પાના પર લખ્યું છે કે પૃથ્વી નું આવું અપમાન કરવાનું. 

શું આપણો ધર્મ ફક્ત સ્વાર્થી જ છે? આ નદીઓ , પૃથ્વી માટે અલગ ધર્મ સ્થાપવો પડશે? શું આપણી ફરજ નિભાવેશું આપણે?

બીજા રસપ્રદ વિકલ્પો