અનકંડીશનલ લવ - 4 Radhi patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અનકંડીશનલ લવ - 4

Unconditional love

Part 4

Radhi gujarati

આગળ જોયું. ....

"નીશીત તારા ઘરે ની નીચે આવી જા, હું આવું છું મારે મળવું છે...." નિત્ય એ નીશીત ની વાત અવગણતાં જ બોલવા લાગ્યો.........

"Ok, આવ્યો...." નીશીત એ ફોન disconnect કર્યો અને થોડું બબડો.... "શું કામ છે આને આટલી રાતે શાંતી થી સપના પણ નહીં જોવા દે....."

હવે આગળ......

નિત્ય નીશીત ની રાહ જોય રહ્યો હતો.... નીશીત આવ્યો અને નિત્ય ને પૂછ્યું "શું થયું આટલી રાતે કેમ તારા મોઢા પર બાર વાગ્યા છે શું વાત શું છે કેમ હેરાન છે આટલો?"

નિત્ય કોઈ બીજી વાત કરવા તૈયાર ન હતો તે સીધો વાત કરવા લાગ્યો....

"નીશીત તારા મમ્મી જીયા ને accept કરશે તું ભૂલી તો નથી ગયો ને કે તારા મમ્મી માટે જીયા ને સ્વીકારવી કેટલી અધરી પડશે" નિત્ય બોલતો જાતો હતો અને નીશીત વિચાર કરતો હતો કેમ કે નીશીત જાણતો હતો તેના મમ્મી ના સ્વભાવ ને.....

"તારા મમ્મી ને એ વાત વધારે ખટક્સે કે જીયા અનાથ આશ્રમ માં રહેલી છે અને તે એક અનાથ છે" નિત્ય હજી બોલે જ જતો હતો અને નીશીત ને આ બધી વાત નો અંદાજ હતો જ......

નીશીત ના મમ્મી માટે નામ, તેનું લોહી, અટક, જેવી કેટલીય બાબતો વધારે મહત્વ ની હતી.....

"નિત્ય હું જીયા ને કોઈ કારણ થી ખોવા નથી માંગતો, please કાંઈક વિચાર કર હું જીયા સાથે જીવા માગું છું....." નીશીત એ ચિંતા થી નિત્ય તરફ જોયું....

હવે હું શું કરું નિત્ય મને જીયા સાથે જીવું છે જો એ મારી સાથે જીવા તૈયાર હોય તો.... નીશીત નો અવાજ ભીનો લાગતો હતો નિત્ય ને.....

“ 1 મિનિટ નિશીત, પેલા જીયા ને તો પૂછ કે એ શું વિચારે છે” નિશીત ને શાંત કરવા નિત્ય એ કહ્યું......

હા, હું કાલે જીયા ને પૂછી લઈશ કે મારી સાથે જીવા માગે છે કે નહીંનિશીત ના અવાજ ની મક્કમતા નિત્ય ને ગમી......

બીજા દિવસે....

જીયા અને પલ ને આવતા જોય ને આકાશ બોલ્યો... ચાલ રેડી થઈ જા ભાઈ આવે છે બન્ને ....

“hii, શું ભૂત ની જેમ બેઠા છો તમે ત્રણેય?, everything all right? “ પલ બોલી....

હા હા બસ તમારી રાહ જોવાતી હતી, ચાલો ક્લાસ છે ને..... નિત્ય બોલ્યો......

ક્લાસ પુરા થતાં પાંચેય બેઠા હતા અને અચાનક.......

જીયા, હું તને કાંઈક કેહવા માગું છું... “ નિશીત બોલ્યો......

જીયા એમ બેઠી રહી નિશીત ઊભો થઈ ને જીયા પાસે જઈ ને પોતાના પગ ના ગોઠણ પર બેસી ને બોલ્યો....... “Will you be my better half for full life? ”

“will you merry me? “ નિશીત બોલ્યો....

પુરી જીંદગી તારો થવા માંગુ છું શું તું મારી થવા માંગે છે?

બધાં અવાચક બની ને બધું જોઈ રહ્યા નિત્ય અને આકાશ તો જાણતા હતા કે નિશીત જીયા ને પ્રપોઝ કરવાનો છે પણ કોઈને સપનેય ખ્યાલ નહોતો કે આવ મસ્ત શબ્દો થી જીયા નું મન જીતી લે...

જીયા ની આંખ માંથી આંસુ વહી જાય પહેલા તો નિશિત તેના હાથ માં પકડી લીધું અને બોલ્યો તારા છેલ્લા આંસુ છે જે તારી આંખો માંથી નિકળે બાકી હવે હું તારી આંખ માંથી આંસુ નહીં નિકળવા દવ....

જીયા મારી ઇચ્છા છે કે મારા ટેણિયા તને મમ્મી કે પ્લીઝ માની જા ને..... ”નીશીત બોલ્યો અને બધા હસવા લાગ્યા....

પણ ીશીત તું જાણે છે કે ારો ભૂતકાળ શું છે ? ોઈ વ્યક્તિ વાત જાણ્યા વગર, વ્યક્તિ વિશે જાણ્યા વગર કેમ પુરી લાઇફ કાઢી શકે તે વ્યક્તિ સાથે..… હું તારા થી ત્રણ વર્ષ મોટી છું તું એવું પણ નઈ પૂછે કે કેમ તું અત્યારે કોલેજ મા આવી......?, કેમ તું મારા થી ત્રણ વર્ષ મોટી છે હું તને ચાલીશ મોટી છું...! , એટલે તું ફરી એક વાર વિચાર કરી લે... હું તારી લાઇફ બગાડવા નથી માગતી.... ” જીયા બોલી..

મેં બધો વિચાર કરી લીધો છે મને કોઈ વાંધો નથી... જીયા, અત્યારે હું તારી લાઇફ મા આવ્યો છું અને આની પછી જે આપની લાઇફ હશે તે ભૂતકાળ મા મને ખૂબ રસ હશે પણ આની પેલા હું તારી સાથે નોહતો અને મને જાણવું પણ નથી કે તારો ભૂતકાળ શું હતો, મને અપના વર્તમાન અને અપના ભવિષ્ય ની પડી છે અને પછી જો સમય બચે તો અપના ભૂતકાળ નીનીશીત બોલતો હતો અને જીયા તેને જોયા રાખતી હતી......

અરે ,શું વિચારે છે હા પાડી દે જલદી...પલ આંખ મારી ને જીયા સામે જોઈ ને બોલી...

જીયા ને પોતાના નસીબ પર ભરોસો નહતો પણ નિશીત સાથે રહેવા માગતી હતી..

નિશીત કઈ થશે તો તારી જિંદગી મારી સાથે ના જોડ બીક લાગે છે મને કે હું કાંઈક ડગી ના જાવ...” જીયા બોલી

ડરે છે કેમ હું છું ને થશે તે સાથે મળી ને જોઈ લેશું બસ તું એક વાર હા પાડી દે.... “નિશીત બોલ્યો....

જીયા સમયે હા પાડી દીધી.... અને નીશીત ને બીજા બધા ખુશ થઈ ગયા......

પણ બધા જાણતા નહોતાં કે હવે જીયા ની સાચી પરીક્ષા શરૂ થઈ રહી છે......

પછી તો જીયા અને નિશીત ની વાત આખા કોલેજ મા થવા લાગી..જીયા નિશીત પલ નિત્ય અને આકાશ પાંચ સાથે હોય હમેશા.....

***

નિત્ય ના ઘર મા જીયા ને સાચે એક પુત્રી નો પ્રેમ મળ્યો નિત્ય ના મમ્મી, નિત્ય ના પપ્પા, અને નિત્ય જીયા ને કપુર પરિવાર મા સગા સબંધો કરતા પણ વધારે સાચવી...

નિત્ય ના મમ્મી તો જીયા ના લગ્ન પણ કરાવી આપવાની તૈયારી બતાવી પણ નિશીત સાથે ..… અને તેને બધી રીતે જીયા ને પોતાની બનવા માટે તેને દત્તક લેવા પણ તૈયાર થઈ ગયા.....

એક દિવસે અચાનક બધા ને એક શોક લાગ્યો આકાશ એવું કીધું કે હું કેનેડા જવાનો છું મારા મમ્મી પપ્પા સાથે.... તે લોકો ત્યાં શિફ્ટ થવા માંગે છે... ફરી વાર ત્યાં .... જે મુકી ને આવ્યા સ્ટાર્ટ કરવા માગે છે....

તો તું તેની સાથે જતો રહેશેનિત્ય બોલ્યો....

પણ તારી કોલેજ નું શું હજી લાસ્ટ મહિના બાકી છે ? “નિશીત પણ અવાચક બની ને બોલ્યો.....

હા પુરા કરી ને જવાનો છું.. કેમ આટલું ટેન્શન લો છો તમે ચાર, હું પાછો આવીશ તો મળીશ ને તમને.... “આકાશ બોલ્યો તેના મન નો ઉચાટ ઓછો ના હતો તેના ફ્રેન્ડ ને છોડી ને જતા તેનો જીવ ચાલતો નો હતો પણ હવે બહાનું નોહતું કોઇ તેની પાસે....

આકાશ ના મમ્મી પપ્પા પેલે થી કેનેડા મા હતા અને આકાશ નો જન્મ પણ ત્યાં છે પણ અપના દેશ ના કલ્ચર મા રહે તેના માટે આકાશ ને તેના કાકા કાકી ને ત્યાં મૂક્યો અને અહીંયા ભણ્યો અને ત્રણ ફ્રેન્ડ થઈ ગયા..... પણ છેલ્લા બે વર્ષથી તે લોકો અહીંયા આવી ગયા હતા કાશ સાથે રેહવા અને હવે આકાશ ને કોલેજ પુરી થતાં તે આકાશ ને લઈ ને જતા રેહવા માગે છે..... હવે ખાલી મહિના છે પાંચ પાસે યાદ ભેગી કરવા અને ભણવા માટે પણ......

બધા ની વચ્ચે જીયા ના પેપર રેડી થતા હતા દત્તક માટે ના તેના બધા કાગળો પર નામ બદલવા મા આવ્યું....પાસપોર્ટ પણ બનાવા મા આવ્યો.... “જીયા અમરશીભાઈ કપુર”...... અને બધી પ્રોસેસ પુરી થઇ ગયા પછી જીયા ને કપુર પરિવાર મા ગણવા મા આવશે....

જોત જોતા માં પાંચ મહિના પુરા થઈ ગયા બધા પરીક્ષા ની તૈયારી મા લાગી ગયા....

અને પૂરી થઈ તેને બીજે દિવસે આકાશ ને બધા મૂકવા એરપોર્ટ પર ગયા......

જલ્દી પાછો આવજેનિત્ય ને બોલતા બોલતા અવાજ ભીનો થઈ ગયો....

બધાં ના મન ની સ્થિતિ એક સરખી હતી કોણ કોને દિલાસો આપે, અને દિલાસો પણ શેનો આપે બધાં મન મા જાણતા હતા કે હવે ક્યારે મળવાનું થશે ખબર નથી.....

જલ્દી આવજે આકાશજીયા અને પલ સાથે બોલી ઊઠીયા કે હવે એક મસ્ત દેરાણી લેતો આવજે....

છેલ્લે બધાં હસી પડ્યા..... ચાલો aunty મારા અને પલ ના લગ્ન મા તો આવું પડશે... નિત્ય બોલ્યો...

હા બેટા આવશું , નઈ બોલાવે તો પણઆકાશ ના મમ્મી બોલ્યા....

આકાશ ને બધા જતા જોઈ રહ્યા થોડી વાર કોઈ કઈ બોલી ના શક્યું.....

***

“hallo, જીયા ક્યાં છે તું જલ્દી ઘરે આવી જા જલ્દી..... “આટલું બોલી પલ ફોન કટ કરી નાખ્યો.... જીયા પાસપોર્ટ માટે કાગળ ભેગા કરતી હતી તેના આશ્રમ માંથી....

બધા મા સમય જવાનો હતો ખબર હતી કેમકે કે બધા document બદલાવા પડે... બસ હવે પાસપોર્ટ કાલ સુધી મા આવી જશે.....

જીયા પલ નો એવો અવાજ સાંભળીને ડરી ગઈ જેમ બને તેમ જલ્દી ઘરે આવી અને ઘરે પોહચી તો જોયું બધા ત્યાં હતા...

નિત્ય ના ઘરે પલ ના મમ્મી અને પપ્પા પલ માટે વાત કરવા આવ્યા હતા....

જો આના માટે મેં તને કોલ કર્યો હતો... “પલ જીયા સામે આંખો નચાવતી બોલી...

ગાંડી છે તું જીવ નીકળી ગયો હતો મારો મને એમ કે શું થયું હશે....... “જીયા બોલી....

“7 દિવસ પછી આપણે બેઈ ની સગાઈ રાખી દઈએ મૂરત પણ સારું છે અને આમ પણ સારા કામ મા વાર શેની.... “પલ ના પપ્પા બોલ્યા....

બધા નિત્ય અને પલ ની સગાઈ ની તૈયારી મા લાગી ગયા....

***

પરી જેવી લાગે છે મારી જાન... “ પલ ને રેડી જોઈ ને જીયા બોલી અને એક કાળી ટીલ્કી પણ કરી કોઈ ની નજર ના લાગે એટલે....

તું પણ ઓછી નથી લાગતી.. આજે તો નિશીત ફિદા થઈ જશે બીજી વાર અને કદાચ આજે અમારી સાથે સગાઈ કરવા તૈયાર થઈ જાય નહીં... “બોલતા બોલતા પલ પણ જીયા ને કાળી ટીલ્કી કરી દીધી... પલ ને નોહતી ખબર કે જીયા અને નિશીત ને તો નજર લાગી ગઈ હતી.... જીયા ની આંખ ભીની થઈ ગઈ.... તેને પોતાના આંસુ ખાળવા પ્રયત્ન કર્યો...

***

તારી વગર મજા નથી આવતી કેમ ચાલ્યો ગયો આકાશ....? “ નિત્ય અને નિશીત બને આકાશ સાથે વિડિયો કોલ મા વાત કરી રહ્યા હતા...

તું નીચે જા ચાલ અને ઓઓયય, નિશીત મને જીયા અને પલ સાથે વાત કરાવજે... “આકાશ બોલ્યો....

***

બધા સગાઈ મા મશગુલ હતા પલ અને નિત્ય બને ને બધા વધામણી આપતા હતા..

સગાઈ પુરી થઇ ગઇ અને બધા જમવા ગયા...

અચાનક પલ ને યાદ આવ્યું જીયા હતી નહીં પણ કેટલા સમય થી.... પલ જીયા ને જોઈ નહીં એટલે તેને નિત્ય ને વાત કરી અને નિત્ય ને પણ યાદ આવ્યું કે જીયા કેટલા સમય થી દેખાતી નથી...

નિત્ય નિશીત ને કીધું પણ જીયા મળી નહીં.....

બધી રસમો પુરી થઇ ગઇ અને બધા મેહમાન ચાલ્યા ગયા પણ જીયા નો પતો ના મળ્યો.... હવે નિત્ય નિશીત પલ નિત્ય ના મમ્મી પપ્પા બધા જીયા ને ગોતવા લાગ્યા પણ જીયા ની ભાળ ના મળી..

હવે બધા ને ચિંતા થવા લાગી કે જીયા ગઈ કયા...?

***

જીયા ને જોયા વગર નિશીત અધૂરો થઈ ગયો હતો અને હવે 1 મહિનો થવા આવ્યો પણ જીયા પાછી ના આવી....

***

જીયા આમ અચાનક કોઈ ને જાણ કર્યા વગર ક્યાં ચાલી ગઈ હશે....?