અનકંડીશનલ લવ - 6 Radhi patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનકંડીશનલ લવ - 6

                           Radhi Guajarati
                         Unconditional love 
Part 6
આગળ જોયું. ....
જીયા ને કોઈ સાથે વાત કરી ને ખૂબ રડવું આવ્યું... કોણ હતું એ જીયા સાથે વાત કરવા વાળુ.... 
હવે આગળ..... 
આ બાજુ હવે નિશીત ને ક્યાં પણ ચેન પડતું નથી.... 
અને એ ખબર પડી કે જીયા અહીંયા નહીં કોઈ બીજા દેશ મા છે પછી તો શાંતિ લાગતી જ ના હતી... 
હવે બસ જીયા પાસે જ જવું હતું તેને.... 
                       ********************
"પલ, નિશીત કેમ છે, શું કરે છે, તેની હેલ્થ કેવી છે, હવે તે મૂડ મા રહેવા લાગ્યો કે હજી પણ નથી હસતો... હજી નથી બોલતો શું કરે છે બોલ ને મને યાદ કરે છે કે નઈ..." જીયા એક જ સ્વાશ મા આટલું બધું બોલી ગઈ... 
"જીયા, મને બોલવા તો દે.. તો કયાંક બોલું ને..., જેવી તારી હાલત છે તેવી જ તેની હાલત છે તું જેટલું સફર કરે છે એ પણ એટલું જ સફર કરે છે તારી પાસે કારણ છે, નહીં તો તને જવા જ ન દેત મને તારા વગર નઈ ચાલતું મહેરબાની કરી ને પછી આવી જા... મને, નિત્ય ને આ ઘર ને અને ખાસ નિશીત ને તારી જરૂર છે... "પલ બોલતા બોલતા રડવા લાગી... 
" રડ નહીં ગાંડી હું હમેશાં તારી સાથે જ છું.. "જીયા બોલી
" સાથે છે પાસે નથી ને "પલ વધારે રડવા લાગી... 

" પલ ક્યાં છે "નિત્ય નો અવાજ આવ્યો... 
" જા મારો ભાઈ બોલાવે છે મૂક અને ધ્યાન રાખજે તારું અને બધા નું... "જીયા બોલી 
પછી તેની સાથે વાત કરી ને જીયા મન ભરીને રડી લીધું અને પછી તે તેના કામ મા લાગી ગઈ.... 
                 *********************
"નિશીત તું હવે આ વાત કેમ ભૂલવા લાગ્યો છે, તું તો હમેશાં યાદ થી આ ડોનેશન આપતો.... "આકાશ એ નિશીત ને કહ્યું... 
" સોરી આકાશ હવે હું ફોન મા અલાર્મ મૂકી દઈશ સમય પહેલાં હું આ તને પોચતું કરીશ..." નિશીત બોલતો હતો પણ હવે તેના મા પેલા જેવો ઉત્સાહ નો હતો રહીયો.... 
                     *****************
"સર શું થાય છે તમને..? કેમ આંખો નથી ખોલતાં..." નિશીત નો PA તેને જગાડવાની કોશિશ કરી રહીયો હતો.... 
" સર નિશીત સર આંખો નથી ખોલતાં હવે હું શું કરું.." નિશીત ના PA એ નિશીત ના પપ્પા ને ફોન કર્યો... 
"ઘરે લઈ ને આવ હું ડોક્ટર ને લઈ ને ઘરે પોહચું છું" નિશીત ના પપ્પા એ કીધું... 
                 ********************
" નિશીત ને કોઈ માનસિક તાણ હોય એવું લાગે છે અને મને એવું પણ લાગે છે કે આ ઊંઘવા માટે ગોળીઓ લેતો હશે.... અને જમતો પણ સરખું નહીં હોય એટલે આ બધું થયું છે.. "ડોક્ટર બોલ્યાં... 
હવે તેના પપ્પા એ નક્કી કર્યું કે નિશીત ને થોડા સમય માટે રજા પર જવું જોઈએ.. અને તેને નીશીત ને પોતાની બીજી ઓફિસ રાજકોટ મોકલવાનું નક્કી કર્યું..અને તેને પણ આ બધા થી થોડો બ્રેક જોઈતો હતો... 
         **********************
થોડા સમય પહેલાં જ હજી નીશીત આવ્યો હતો રાજકોટ થી.... હવે જીયા ને ગયા બે વર્ષ થવા આવ્યા હતા... 
હવે નિશીત પણ નોર્મલ થવા લાગ્યો હતો પણ બસ તેને લખવાનું છોડી દીધું હતું... તેની અંદર કાંઈક એવું તૂટી ગયું હતું જે જીયા વગર થઈ જ ના શકે... અને હવે તેના માટે છોકરી પણ શોધવા લાગ્યા હતા તેના મમ્મી, એ વાત અલગ છે કે નિશીત તેની માટે રાજી નોહતો... તે જીયા ની જગ્યા કોઈ ને પણ આપવા માંગતો નોહતો.... આપણા જીવન માંથી કોઈ જાઈ છે તો તેની જગ્યા ખાલી રહે છે તેના સિવાઈ એ જગ્યા કોઈ પણ ના ભરી શકે... જો કોઈ બીજું આપણા જીવન મા આવે તો પણ, કોઈ ની જગ્યા કોઈ બીજું લઈ શકતું નથી........ 
*****************
જ્યારે આપણે એક બીજા ની સાથે હોય એ ત્યારે તે વ્યક્તિ પર પ્રેમ આવતો હોય પણ જ્યારે એ જ વ્યક્તિ તમને દુઃખી કરી ને, અને એકલા મુકી ને, કોઈ પણ જાત ની સમજૂતી વગર, છોડી ને જતી રહે ત્યારે અમુક સમય એ, તેના માટે મન મા ગુસ્સો જગ્યા લેવા લાગે છે.. અને આ ગુસ્સો નિશીત ના મન મા પણ જાગ્યો.. કે જીયા તેને કંઇ પણ બોલ્યા વગર કેમ ગઈ કેમ તે મને કિધાં વગર જ જતી રહી... કેમ હવે નિશીત ને મન મા પ્રશ્નો જનમ લેવા લાગ્યા... હવે તેને મન મા એમ થવા લાગ્યું કે કાંઈક એવી વાત છે જે મને નથી ખબર... 
નિશીત ને યાદ આવ્યું કે જીયા એ મને બહુ બધી વાર કીધું હતું કે મારા ભૂતકાળ વિશે જાણી લે પણ મેં જ મચક ના આપી... 
અચાનક તેને યાદ આવ્યું કે પલ ને તો જીયા ની બધી જ ખબર હોય છે આ પણ હશે જે.... 
*************************
"પલ ક્યાં છે નીચે આવ.." નિશીત ઘરે આવી ને જીયા ને બૂમ મારી રહીયો હતો... નિત્ય ના મમ્મી બહાર આવ્યા "શું થયું બેટા કેમ આટલો જલ્દી મા છે કેમ આટલો પરેશાન છે...." 
"કાકી પલ ક્યાં છે બોલાવો ને તેને.." નિશીત એ થોડા કડક અવાજે કહ્યું... "અરે શું થયું બેટા બેસ હું બોલાવું છું.. "

" અહીંયા છું મમ્મી આવી ગઈ બોલો શું કામ હતું.." પલ દાદર માંથી નીચે ઉતરતા બોલી.. 
"નિશીત આવ્યો છે તારું કામ છે તમે બને બેસો હું નિશીત માટે કાંઈક લઈ આવું નાસ્તા મા.. "
" નહીં કાકી બસ પલ આવી હવે મને કાંઈપણ નહીં જોઈએ... "નિશીત બોલ્યો... 
પલ ને અંદાજ હતો જ કે નિશીત એક દિવસ મારી પાસે આવશે બધું પૂછવા પણ આટલો જલ્દી એ નોહતી ખબર... પલ મન મા વિચારતી હતી અને નીચે આવી... 
" તને તો ખબર છે ને જીયા નો ભૂતકાળ.... મને કહે ને એવી કોઈ વાત છે જે અત્યારે આડી આવે અને અમને મળતા રોકી શકે..... તને તો બધી ખબર છે.. "નિશીત બસ બોલતો જ જતો હતો અને પલ મૂઢ બની ને સાંભળતી હતી.... પલ ને ખબર જ હતી કે એક દિવસે આ સવાલ મારી સામે આવશે જ.... 
"ના નિશીત જીયા ની બધી વાત મને નથી ખબર અને મને તેણે ના કહ્યું છે કોઇ સાથે તેના વિશે વાત કરવાની.... "પલ 
બોલી....
નિશીત ને ખબર હતી કે એક વાર પલ ના બોલે તો એ હા ના થાય એટલે તેની સાથે વધારે સમય બગાડવા કરતા તે ત્યાં થી નીકળી ગયો... 
**********************

"નિશીત મને એવું લાગે છે આપણે આકાશ પાસે જવું જોઈએ આપણે અઢી વર્ષે થી નથી મળ્યા. આપણે તેને સરપ્રાઇઝ આપવી જોઈએ..." નિત્ય અને નિશીત કોફી પીતા હતા નિત્ય ના ઘરે.....
"તું હા કહે તો હું પલ ને કહું આપની પેકિંગ કરવા લાગે....." નિત્ય બોલતો હતો અને નિશીત કાંઈક વિચાર કરી રહીયો હતો....
" શું વિચાર કરે છે નીશીત બોલ આવીશ ને મારી સાથે આકાશ પાસે...? "
" હે હા હા હું રેડી છું અને એવી શંકા છે કે જીયા ત્યાં હોય શકે... કેમકે એ એક જ એવો છે જેને જીયા સારી રીતે ઓળખે છે...." નીશીત બોલ્યો.... 
"હા, હું પણ એ જ આશા એ ત્યાં જાવ છું... ચાલ હું પલ ને કહું આપણે ચાર દિવસ પછી નીકળી શું મારે થોડું કામ છે એ પૂરું થાય પછી..... "નિત્ય એ કહ્યું અને આવું નક્કી કરી નિશીત ત્યાં થી નીકળી ગયો અને નિત્ય પલ પાસે ગયો.... 

" પલ ચાલ પેકિંગ કરી લે આપણે બહાર જવાનું છે... "પલ નાહવા ગઈ હતી અને હજી બહાર આવી જ હતી તેના શરીર ના ભીના અંગો તેની સુંદરતા વધારી રહીયા હતા તેના ભીના વાળ માંથી પડતા પાણી ના ટીપાં ટીપાં પર નિત્ય તેનું મન હારી જતો હતો... 
"જાન તું કેમ આટલી મસ્ત છે તારી અદા પર, તારા પર તો હું ઘાયલ છું... મને ઘાયલ કરી દે છે તારી સુંદરતા...." નિત્ય એ પલ ને કમર થી કસી ને પકડી પોતાની તરફ ખેંચી અને આવા અચાનક કરેલા વાર થી પલ જાતે જાતે નિત્ય તરફ ખેંચાઈ ગઈ... નિત્ય એ કસી ને પકડી રાખી... 
"તારા માટે જ... "પલ છૂટવા મથતી હતી પણ નિત્ય ની પકડ એટલી જબર હતી કે એ નીકળી ના શકી.... 
" પણ પલ તું દિવસે અને સવાર ના આટલી મસ્ત લાગે હું માનું પણ રાત્રે પણ આટલી મસ્ત કેમ લાગી શકે...." નિત્ય એ પલ ના નાક સાથે પોતાનું નાક લાગવી દીધું હવે પલ એ પણ હાર સ્વીકારી અને નિત્ય ને તાબે થઈ ગઈ.... 
"હું તને બહુ પ્રેમ કરું છું પલ.., લવ યૂ ડાર્લિંગ..." નિત્ય એ પલ ના હોઠ ને હજી તો અડકે તે પેલા પલ એ મોં બીજી બાજુ ફેરવી લીધું...
" આમ ફરે કે આમ, છે તો મારી જ ને મને ખબર છે તું મને હેરાન કરે છે..... " નિત્ય એ પલ નું મોં પોતાની તરફ ફેરવું.... 
"નિત્ય તને ખબર છે તું દુનિયા નો બેસ્ટ હસબંડ છે, I'm so happy with you..." પલ એ આટલું બોલી ને નિત્ય ના હોઠ બંધ કરી દીધા..... 
**********************
બધાં સબંધો શ્રેષ્ઠ નથી હોતા તેને આપણે જાતે જ પુર્ણ, કરવા પડે છે અને પતિ પત્ની ના સંબંધો પણ આવા જ હોય છે..... એક એવો સબંધ છે જેમાં તમે છો તેવા જ તમે તેની સામે પણ રહી શકો છો કોઈ પણ જાત ના ફેરફાર વગર..... તમને તમારી જાત સાથે પ્રેમ કરાવે અને બીજા સાથે પણ પ્રેમ કરાવે.. પતિ પત્ની ના સબંધો સહેલા નથી પણ જો, સાથ સારો હોય તો તે જ સબંધ ખૂબ જ ખુશી આપી જાઈ છે... અને લગ્ન એટલે કે એક બીજા સાથે ઝગડો કરવો એક બીજા માટે જ.... બનાવી અને નિભાવી શકો તો સુંદર સબંધ છે..... 
******************
"કાલે કેહતો હતો કે ચાલ પેકિંગ કરી લે... એવું કાંઈક આપણે કહી જઈ રહીયા છીએ?" પલ સવાર મા નાહી ને બહાર આવી અને નિત્ય હજી બેડ પર હતો તેની સવાર હજી પડી જ હતી અને પલ તેને કાલ સાંજ ની વાત યાદ અપાવતી હતી.... 
"હાં એ આપણે હનીમૂન પર જવાનું છે, ચાલ રેડી થઈ જા..." નિત્ય ને સવાર સવાર મા મસ્તી સુજતી હતી....
"મસ્તી ના કર ને બોલ ને ક્યાં જવાનું છે આપણે...." પલ એ તીરચી નજર નાખી... 
"અચ્છા બાબા બોલું છું એવી રીતે જોવાની જરૂર નથી...આપણે આકાશ ને મળવા જવાનું છે.... " નિત્ય બોલ્યો..... 
"કેમ અચાનક આવું, જવાનો પ્લાન ક્યારે બનાવ્યો...." પલ તો પેલા થોડી ઝાખવાઈ ગઈ.... 
પલ થોડી હેરાન થઈ પણ તેને નિત્ય ને લાગવા ના દીધું કે તે મુંઝવણ મા છે.... તે આખો દિવસ તેને એકાંત શોધ્યું પણ કોઈ ને કોઈ સાથે હોય જ નિત્ય, તેના મમ્મી કે બીજું કોઈ... રાત્રે બધા નાં સુઈ ગયા પછી તે નીચે ગાર્ડન મા આવી તેને કોલ જોડ્યો.... 
"જીયા એક વાત કેહવી છે... નિત્ય અને નિશીત આકાશ પાસે જવાનું વિચાર કરી રહીયા છે..." આટલું સાંભળતા જીયા ને ઝટકો લાગ્યો... પણ તેણે ખબર હતી કે ત્યાં જવાથી કોઈ ફાયદો નથી એટલે જીયા અને પલ ને ડર ઓછો હતો... 
*********************
"ચાલો હવે સમય થઈ ગયો છે.... પલ તારે કેટલી વાર લાગશે હજી આપણી ફ્લાઈટ છે ચાલ જલ્દી તું જ અમને મોડું કરાવીશ........"નિત્ય પલ પર ખારો થઈ રહીયો હતો.... 
"અરે હજી સમય છે શું તું પણ નકામી બુમા બુમ કરે છે..." નિશીત કોફી પીય રહીયો હતો..... 
"ચાલો હું રેડી છું...નીકળીએ...... " પલ આવી ને ચાલવા લાગી.... 
" ચાલો મમ્મી અમે નીકળીએ... "કહી ને પલ નિત્ય અને નિશીત એરપોર્ટ માટે નીકળીયા.... 
*********************
"આકાશ ક્યાં છે બહાર આવ... જલ્દી..... "નિત્ય ના ઘરે પોહચી નિત્ય એ આકાશ ને બૂમ મારી. 
"અરે તમે આટલી રાત્રે અહીંયા શું કરો છો. "આકાશ થોડા ઝટકા સાથે અને થોડા અચંબામાં પડી ને બોલ્યો.. 
" બોલ શું કામ, એટલે તને મળવા આવ્યા છીએ. એક તો અહીંયા સુધી આવ્યા તો પણ એમ પૂછે છે કે અહીંયા શું 
કરો છો. "નિશીત એ થોડું ગુસ્સે થઈ ને કહ્યું.. 
"અંદર આવો ચલો, મિસ યૂ યારો... "નિત્ય નિશીત ને આકાશ ભેટી પડ્યા........... 
*********************
"ચાલો આપણે ક્યાં જવાનું છે.... અમારે જાતે જ જવું પડશે... "હજી તો આકાશ ની મોર્નિંગ થઈ જ હતી ત્યાં નિત્ય બોલ્યો... 
" નહીં મેં હમણાં મારી લિવ મૂકી છે તમે બધા અહીંયા છો ત્યાં સુધી હું કાંઈ પણ કરવાનો નથી......." આકાશ એ આળસ મરડતા કહ્યું.... 
********************
થોડા દિવસ પછી અચાનક નિશીત ને પેલા અનાથ બાળકો યાદ આવ્યા જેનાં માટે આકાશ ને એ હર મહિને ચેક મોકલતો હતો... 
"આકાશ મને પેલા બાળકો ને મળવું છે જેને માટે તુ દર મહિને ચેક માગાંવે છે... "આકાશ તેની રૂમ માં કાંઈક કરી રહીયો હતો અને નિશીત બોલતો બોલતો રૂમ માં આવ્યો.... 
"ઓકે તો હું કાંઈક કરું ચાલ તું એકલો જઈ આવીશ કે મારે સાથે આવું પડશે?" આકાશ એ નિશીત ને કહ્યું... 
********************
 છેલ્લા 2 કલાક થી નીશીત આ બાળકો ના રૂમ બહાર ના બાકડા પર બેઠો હતો... કેટલા વિચારો આવ્યા અને ગયા જીયા યાદ આવી... તેને મન મા કાંઈક એવું વાગતું હતું કે તે કોઈ ને કહી ના શકે અને સહન પણ ના થાય... થોડા સમય પછી તે ત્યાં થી ઊભો થયો અને આકાશ ના ઘરે ગયો....... 
"આકાશ તને બધી ખબર હતી છતાં તે અમને અંધારા મા રાખીયા કેમ આકાશ..." નિશીત એટલો ગુસ્સામાં હતો કે તેણે આકાશ ને કૉલર થી પકડો... 
"અરે પણ કેમ આમ કરે છે શું થયું નિશીત કેમ તે આવી રીતે આકાશ ને પકડો છે...." નિત્ય બોલ્યો....

કમશઃ...........