એમ સોરી... સમર્થ - ૨ Milan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એમ સોરી... સમર્થ - ૨

' મારી અંતરા '

કવ્યા અને સમર્થના જીવન માં જે નોધારી ઘટના બની હતી એ વાતને હવે બે વર્ષ વીતવા આવ્યા હતા. ઘરનું વાતાવરણ પણ થોડું તણાવ માંથી બહાર આવી ચૂક્યું હતું પણ માંનું હ્રદય એ માંનું હ્રદય વર્ષ વિતે કે વર્ષો વીતે મામતભરી આંખલડી તો થોડી ઘણી છલકે જ છે....

ઘટના ના ૨ વર્ષ પછી...

ગઝલ ... ઓ ... ગઝલ ટિફિન રેડી થયું કે નહિ...! મારે લેટ થાય છે. આ છોકરીને તો બસ કામ કામને કામ, એ અને એની ભાભી બંને સરખા, કામ માટે એલોકો નહિ પણ એમ લાગે છે એલોકો માટે જ કામ બન્યું છે... મનમાં બબડતા બબડતા સમર્થ બોલ્યો.

હા.... રેડી જ છે. જુઓ આગળ હોલમાં ટેબલ પર રાખ્યું છે. .... ગઝલ એ બૂમ પાડતા કહ્યું... !

ગઝલ... સમર્થની નાની બહેન... એની કોલેજ પતી ગઈ હતી અને હવે જોબ પણ શોધતી હતી એટલે ગામ થી શહેર આવી ભાઈ જોડે રહેતી હતી. અને કાવ્યાને પણ એક સંગાથ ની જરૂર  હતી... એટલે સમર્થ એ એને જોડે જ રેહવાનો આગ્રહ કર્યો હતો.

કાવ્યા અને ગઝલ આમ તો નણંદ - ભાભી હતા પણ એમને જોઇને એમજ લાગતું કે બંને સગી બહેન જ હોય. સુંદર, સમજદાર અને સંસ્કારી...

કાવ્યાને અબોર્શન પછી થોડી વિકનેસ આવી હતી. અને ડોક્ટરે પણ આરામ કરવાની સલાહ આપેલી.. આ વાત બે વર્ષ પહેલાંની હતી તોય આજ સુધી ગઝલ એની ભાભી ને કોઈ કામ કરવા ના દેતી એમ કહું તો કિચન પર ગઝલ નું જ રાજ હતું....!

મજાક મજાક માં ગઝલ એની ભાભી ને ઘણીવાર એમ પણ કહેતી....

" જ્યાં સુધી મેહફીલ માં ગઝલ હોય ત્યાં સુધી કવિતા ( કાવ્યા ) ની હાજરી નું શું કામ ? "

એટલે કે કિચનમાં કામ કરવા ગઝલ છે તો એની ભાભી એ આરામ જ કરવાનો... કામની જવાબદારી તો ગઝલની જ. આવો પ્રેમ નણંદ ભાભી માં ક્યાં જોવા મળે. પણ કેહવાય ને પારણા માં મળેલા સંસ્કાર, બારણે દેખાઈ જ આવે... આ સંસ્કાર જ હતા કે બે જણ વચ્ચે પ્રેમની સુવાસ હરદમ મહેકતી હતી....

કાવ્યા જ્યારે પણ એકલી બેઠી હોય પળ વારમાં વિચારોની દુનિયામાં સરી જતી.... અને એની આંખે વર્ષાની હેલી આવી ચડતી... હજી પણ એ વાતને કાવ્યા દિલ થી ભુલાવી શકી ના હતી.

ભાભી ... ભાભી.... રેડી થયા કે નઈ...! આપને હોસ્પિટલ જવાનું છે યાદ છે ને... ગઝલ એ બૂમ પડતા કહ્યું.

કાવ્યા સફાળી થઇ આંસું  સાફ કરતા કરતા બોલી.... હા થાવ છું રેડી અને યાદ જ છે મને...! અને તારા જેવું રીમાઇન્ડર હોય તો ભૂલી જાવ તોય શું ફેર પડે ! નણંદ ઓછી ને માં વધારે છે તું. અને માં હોય ત્યાં દીકરીને શેની ચિંતા. ખરું ને....?

હા.... હવે...! ગઝલ એ કહ્યું.

બંને જણા તૈયાર થઇ હોસ્પિટલ જવા નીકળ્યા....

હોસ્પિટલ માં,

મિસિસ. કાવ્યા... સિસ્ટર એ બૂમ પાડી.

ચાલો ભાભી આપનો નંબર આવી ગયો..... ગઝલએ કાવ્યા ને કહ્યું.

કાવ્યા બેટા કેવી છે તબિયત હવે...? જોઈને તો લાગે છે વજન વધી ગયું હશે...! નણંદ બા એ સારુ સારું બનાવી ખવડાવ્યું લાગે છે.. .... મજાકિયા સ્વર માં ડોક્ટર સાહેબે કાવ્યાને પૂછ્યું.

હા... સારી છું. નણંદ બા હોય તો મારે શેની ચિંતા..! કાવ્યાએ વાત મા હામી ભરતા કહ્યું.

આ સાંભળી... ગઝલ ધીમું ધીમું હસતી રહી.

આવો કાવ્યા બેટા અંદર ચેકઅપ કરી લઈએ... ડોક્ટરે કહ્યું.

ડોક્ટર બહાર આવી બેઠા. અને મંદ મંદ મનમાં મુસ્કરાતા હતા... કાવ્યા પણ બહાર આવી ને બેસી. આમ, ડોક્ટર સાહેબ ને હસતા જોઈ કાવ્યા અને ગઝલ ને નવાઇ લાગી.

શું વાત છે સાહેબ....? ગઝલ એ પૂછ્યું.

હમણાં કહું કે પછી સમર્થ જોડે આવશે ત્યારે કહું ? ડોક્ટરે થોડા ડરાવતા કહ્યું...!

ના શું થયું ડોક્ટર.... હમણાં જ કહો... કાવ્યાથી રહેવાયું નઈ. એના મોઢા પર કાળા વાદળો તરત જ સ્થાન લગાવી બેસી જતા દેખાયા. શું વાત છે ? કહો જલ્દી.. ! કાવ્યા ડર ભર્યા સ્વર માં બોલી...!

અરે હું ખુશ થવ છું ને તમે ચિંતા કરો છો. અરે બેટા ડરવાની કોઈ વાત નથી. ખુશીની જ વાત છે. યુ આર પ્રેગનેન્ટ..

ગઝલ સામે જોતા કાવ્યાના આંખ માંથી વર્ષાની હેલી ઉતરી જ પડી આખરે.... પણ આ વખતે એ ખુશી લઈને આવી હતી. બંને જણા કામ પતાવી ઘરે રવાના થયા.

ઘરે આવતા જ બંને આ વાત સમર્થ ને જણાવવા તલપાપડ હતા....

રાત ના ૮ વાગ્યા અને દોર બેલ વાગી... ગઝલ દોડતી દોડતી દરવાજો ખોલવા આગળ વધી... એના ચહેરા પર સમર્થને વાત કેહવની ખુબ જ જલ્દી હતી.

શું વાત છે બંને નણંદ ભાભી બહુ ખુશ લાગો છો... સમર્થ અંદર આવતા આવતા બંને તરફ જોતા બોલ્યો.

તો શું ભાઈ અમે ખુશ પણ ના રહીએ ? અને જરૂરી થોડી ના છે કે કારણ હોય તો જ ખુશ થવાનું.. ગઝલને કાવ્યાની જુગલબંધી જામે તો ખુશી તો હોવાની જ ને... ગઝલ એ એના નટખટ સ્વભાવે કહ્યું...

હા.. હા.. કેમ નહિ!... સમર્થ એ કહ્યું.

રાતનું ડિનર પતાવી સૂવાની તૈયારી કરતા હતા... પણ હજી  એ વાત ના તો ગઝલ એ સમર્થને કરી ના તો કાવ્યા એ...

કાવ્યાના મનમાં જૂનો ડર હજી દિલના ખૂણે ધબકતો હતો. કેટલાક નકારત્મક વિચારો હજી સળવળતા હતા એના મનમાં. ખુશ તો હતી પણ ક્યાંક થોડી ચિંતાતુર પણ જણાતી હતી....

સમર્થ સાંભળો છો... આવો અને અહી મારી પાસે બેસો. મારે તમને કંઇક કેહવુ છે. કાવ્યા એ સમર્થ ને કહ્યું.

હા બોલ કાવ્યા... શું કેહવુ છે.

સમર્થના હાથને પોતાના હાથમાં લઇ કાવ્યા બોલી... સમર્થ બાગમાં ફરી એક કળી ખીલવા જઈ રહી છે.... જેની ખોટ આપણા બંનેને સદા વર્તાતી રહી એ ખોટ હવે પૂરી થવા જઈ રહી છે. સમર્થ.... આઈ એમ પ્રેગનેન્ટ અગેન..!

શું વાત કરે છે કાવ્યા.... સમર્થ ખુશીનાં મારે પાગલ થઈ ગયો.. એના ચહેરા પર ખુશી દરિયો છલકાતો હોય એમ લાગ્યું. કાવ્યા આઇ લવ યુ.... લવ યૂ સો મચ... સમર્થ ભાવુક થઇ બોલ્યો.

કાવ્યા અને સમર્થ બંને પોતાની ખુશીને બિરદાવતા, નેહ નીતરતી આંખો એ એકબીજાને આલિંગનમાં લઈ પોતાની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા......

૯ મહિના પછી.....

ભાભી ડોક્ટરે ૫ તારીખ આપી હતી. અને આજે તો ૨૦ તારીખ થઈ છે. કાવ્યા કઈ બોલી નહિ... એને તો મન પળ પળ હવે તો ચિંતા માં ધકેલતી હોય એમ લાગતું હતું.

અરે તો શું થયુ... ! તારીખ આગળ પાછળ થાય એમાં કોઈ મોટી વાત નથી. સમર્થ એ કાવ્યાના વિચારો ને નવી ઊર્જા મળે એમ સકારાત્મકતા ભર્યા સ્વરે ગઝલ ને કહ્યું...

કાવ્યા આ વાત પર સમર્થ ના મુખ તરફ જોઈ રહી....પણ કશું બોલી નહિ.

ગઝલે કાવ્યાનું મન બહેલાવવા કહેવા લાગી ભાભી આપણે તો બોય જ આવશે ... ભલે ને એના પપ્પા ને ગર્લ જોઈતી હોય. સમર્થ પણ કટાક્ષ કરતાં કહ્યું હશે વળી... દીકરી જ આવશે... મારી ઢીંગલી.

મસ્તી મજાકમાં અચાનક જ કાવ્યાને દર્દ અસહ્ય થઈ પડ્યું અને એને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. કેસ ની ગંભીરતા જોઈ ડોક્ટરે કાવ્યાને ઓપરેશન થિયેટરમાં એડમીટ કરવા કહ્યું. સમર્થ આ વખતે કોઈ રિસ્ક લેવાના હતો માંગતો એણે તરત જ ડોક્ટર ને બનતી બધી કોશિશ કરી બધું સારુ થાય એ માટે વિનંતી કરી...

રેસ્ટ અસ્સ્યોર્ડ મી. સમર્થ... આઈ વિલ ડુ માય બેસ્ટ...!

પોણા કલાક ની રાહ પછી આખરે હોસ્પિટલ માં બાળક નું મધુર રુદન ગુંજવા લાગ્યું.... ડોક્ટર સાહેબ બહાર આવતા સમર્થ ને અભિનંદન પાઠવતા કહ્યું લક્ષ્મી આવી છે ખુશીયા લાવી છે... બોથ આર ઓલરાઇટ.... નો નીડ ટુ વરી.... યુ કેન સી હર.

સમર્થ અને ગઝલ બંને હર્ષોલ્લાસ બની કાવ્યાના રૂમમાં અંદર ગયા....

એક ક્ષણ માટે દીકરી નું મુખ જોઈ સમર્થ કાવ્યા તરફ ભાવુક બની જોવા લાગ્યો. આજે કાવ્યા ના આંખ માં પણ ખુશી ના આંશુ શિવાય બીજું કશું ના હતું. ચિંતાના વાદળ વિખેરાય ચૂક્યા હતા... સમર્થ એ દીકરીને હાથમાં લઇ કપાળે મીઠું વ્હાલ ભર્યું ચુંબન કરી કહ્યું... કાવ્યા , ગઝલ કહ્યું હતું ને મારી ઢીંગલી જ આવશે... જુઓ આ છે મારી ગુડિયા... મારી ' અંતરા... '.

ત્રણે જણા એકબીજા તરફ જોતા હસતા હસતા પોતાની પ્રેમભરી દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા....

અંત...

મિલન લાડ. વલસાડ.