Featured Books
શ્રેણી
શેયર કરો

એમ સોરી... સમર્થ ! - ૧ - એમ સોરી... સમર્થ !

તુ સમજી જ ક્યાં હતી ! કોઈ દિવસ, કે હવે સમજવાની હતી.

જીદ... જીદ.... ને બસ જીદ.....

થોડી તો કાળજી રાખી શકાય ને પોતાની.... જો કાવ્યા, આ આપણું પ્રથમ બાળક આવવાનું છે અને તેને ખબર છે હું કેટલો ઉત્સુક છું બાપ બનવા માટે.

સમજુ જ છું બધું... અને તમારાથી વધુ તો મને ' માં ' બનવાની ખુશી છે. મારો દીકરો.... મારો લાલો આવશે પછી જોજો ..... સમર્થ.

વચ્ચે થી વાત કાપતા સમર્થ બોલ્યો.... જો કાવ્યા મારે તો ઢીંગલી જ જોઈએ છે અને એ જ આવશે. તુ ના સમજેય તોય વાંધો નઈ પછી એક બાપ ને એક દીકરી જ સમજશે.

જાવ જાવ એટલે કેહવા શું માંગો છો ? હું નથી તમને સમજતી એમ....! કાવ્યા.. કટાક્ષ કરતાં બોલી.

ના મારી જાનુડી... એવું નથી... આતો જરા મજાક કરતો હતો. આઈ કનો હાઉ મચ યુ લવ મી..! આ તો હવે ઓફિસ નું કામ માટે ૧૫ દિવસ બહાર જવાનું છે અને તેને એકલા મૂકી જવાનું મન નથી થતું. એટલે જરા કાળજી રાખવાનું કેતો હતો. હજી ૩ જો મહિનો છે એટલે થોડું ધ્યાન વધુ રાખવું પડશે. અને તારા ખાવામાં નખરા ઓછા છે વળી, આ નઈ ભાવે પેલું નઈ ભાવે... હમણાં તો હું છું પછી તું એકલી ખાશે પણ કે કેમ... એની મને ચિંતા છે.

અરે શું સમર્થ તમે પણ. ચિંતા છોડો હું બધું મેનેજ કરી લઈશ. તમ તમારે શાંતિથી જજો અને જલ્દી પાછા આવી જજો. મને કઈ પ્રોબ્લેમ નઈ થાય.

સમર્થ બે ઘડી કાવ્યા સામું જોઈ રહ્યો..! એણે એને છોડી ક્યાંય જવું ના હતું પણ શું થાય. કાવ્યા મીઠી મંદ મંદ હાસ્ય સાથે સમીપ આવી સમર્થ ને પ્રેમ નું આલિંગન આપી આશ્વાસન આપતી હોય એમ કહેવા લાગી, સમર્થ આપને બંને આ પળ માટે કેટલી રાહ જોઈ છે. અને આખરે એ દિવસ હવે દૂર નથી. આપને જોયેલા બધા સપના પૂરા થશે. આઈ લવ યુ સમર્થ. લવ યુ સો મચ. સમર્થ એ પણ લવ યું ટુ કહી બંને એકબીજા માં ખોવાઈ ગયા.

એક અઠવાડિયું પછી.....

કાવ્યા..... કાવ્યા.... મારું પર્સ ક્યા છે. મારે મોડું થાય છે. સમર્થ એ બૂમ પડતા કહ્યું.

કાવ્યા, રસોડા માં એમના માટે નાસ્તો પેક કરતી હતી પણ એનું ધ્યાન કસે બીજેજ ખોવાયેલું હતું. એણે બૂમ સાંભળી પણ હશે કે કેમ એપણ એને ધ્યાન ના હતું. અચાનક સમર્થ રસોડા માં આવ્યો... કાવ્યા ... કાવ્યા... અચાનક આવેલા જોઈ સમર્થ ને કાવ્યા ફટાફટ આંસુ સાફ કરી.. હા બોલો શું થયું લેહવા લાગી... બે ક્ષણ માટે સમર્થ ... કાવ્યા ના બંને હાથ પોતાના હાથ માં લઇ... કપાળ પર ચુંબન કરી ... કહ્યું.. અરે ગાંડી આમ રડી ને મોકલીશ મને... અને હું ક્યાં કાયમ ના માટે જવાનો છું ૧૫ દિવસ તો આમ નીકળી જશે. બોલતા બોલતા સમર્થ ની આંખોમાં પણ ઝળઝળીયા આવી ગયા.

સ્વસ્થ થઈ કાવ્યા એ પર્સ આપી સમર્થ ને કહ્યું... તમે પણ ધ્યાન રાખજો તમારું, સમય સમય પર જમી લેજો અને હા ટાઈમ મળે એમ ફોન કરતા રેહજો. અને મારી ચિંતા ના કરશો. હું મારું ધ્યાન રાખીશ....!

એટલામાં ગાડી નો હોર્ન વાગવાનો અવાજ આવ્યો..!

સમર્થ લાગે છે ગાડી આવી ગઈ... ચાલો હું પણ નીચે આવું છું... બંને જણા સામાન લઈ નીચે આવ્યા. સમર્થ નું મન બિલકુલ જવાનું નામ નઈ લેતું હતું. પણ મનેકમને જવાનું તો હતું જ. અને સમર્થ કાર માં સમાન ગોઠવી બેસી ગયો. કાવ્યા હજીય કાર નો દરવાજો પકડી ઊંભી હતી. બંને એકબીજા તરફ વેદના ભરી નજરે જોતા રહ્યા. અને આખરે બાય સમર્થ ટેક કેર કહી કાવ્યા એ અલવિદા કર્યું.

સવાર ની દોડધામ સમર્થ ના જવાની આખરે પતી ગઈ... કાવ્યા ઘર માં આવી સોફા પર બેઠી. મન ઉદાસ તો હતું પણ કરે પણ શું બીજું. અચાનક જ બેઠા બેઠા એની આંખ લાગી ગઈ અને એણે ખબર જ નઈ પડી.

ટ્રિંગ ટ્રિંગ... ફોન ની ઘંટડી વાગી... સફાળી થઈ આંખ ખોલી જોયું તો ૩ વાગ્યા હતા. ફોન ઉંચકતા એ બોલી હલો કોણ ...! સામેથી શું કરે છે કાવ્યા... તુ જમી... સમર્થ નો બોલવાનો અવાજ આવ્યો. શું બોલું એ સમજાયું નઈ એટલે જૂઠું બોલી હા કહી દીધું. હું એરપોર્ટ આવી ગયો છું અને હવે ફોન નઈ થશે એટલે પહોંચ્યા બાદ ફોન કરીશ. ટુ ધ્યાન રાખજે પોતાનું. લવ યુ કાવ્યા. સમર્થ એ કહ્યું....! ઓકે..! સારું, લવ યુ ટુ..! કહી કાવ્યા એ ફોન મૂક્યો.

૧૨ દિવસ પછી....

કાવ્યા ચેકઅપ માટે ક્લિનિક ગઈ હતી. ડોક્ટરે ચેક કર્યા પછી. કાવ્યા ને કેબિન માં બોલાવી. રિપોર્ટ ચેક કરતાં કહ્યું. કાવ્યા... એક વાત કેહવી છે. અગર સમર્થ સાથે હોત તો થોડું સારું હોત. કાવ્યા થોડી ગંભરયેલા આવજે બોલી કેમ શું થયું ડોક્ટર સાહેબ કંઇક પ્રોબ્લેમ છે. શું છે ? કહો મને..!

કાવ્યા.. થોડી હિંમત રાખવાની જરૂર છે. વાત એમ છે કે પ્રેગ્નન્સી માં થોડું કોમ્પલીકેસન છે. ડોક્ટરે કહ્યું....

એટલે .... કેવું કોમપ્લીકેસન ... સરખું કહો મને... કાવ્યા બોલી.

એકવાર સમર્થ આવી જાય એટલે આપને ફરી ચેક કરી જોઈ લઈશું...

ના ... ના.. હમણાં જ જણાવો મને કાવ્યા ની બેચેની ખુબજ વધી ગઈ હતી... સાહેબ જણાવો મને હમણાજ..

ઓકે કહેતા ડોક્ટર સાહેબ એ કહ્યું...

જો કાવ્યા....

બચ્ચું ની શ્વાસોશ્વાસ ની ક્રિયા એકદમ ધીમી છે. અને એનું પોષણ પણ ઓછુ છે. અને અંદર ફરતું પણ નથી વધુ. સો અબોર્સન કરવું જરૂરી છે. નહિતર તમારી જાન માટે પણ નુકસાન કારક છે.

કાવ્યા ના પગ નીચેથી ધરતી જાણે સરકી ગઈ. આંખે ચોમાસુ બેઠું હોય એમ આંખો છલ છલ વરસવા લાગી. આ શું થઈ ગયું. સ્તબ્ધ થઈ ગઈ કાવ્યા. કાવ્યા ની હાલત જોતા ડોક્ટરે એને આશ્વાસન આપતા હિંમત રાખવા જણાવ્યું.

ઘરે આવ્યા બાદ. હજીય એના આંખો માં આંસુ ચાલુ જ હતા. એક બચ્ચું કે જે હજી દુનિયામાં આવ્યું નથી અને એ પહેલા ન એ એની માં થી છીનવાય જાય તો. એ માં પર શું ગુજરતી હશે. એ કાવ્યા ને જોઈ સમજાતું હતું. સમર્થ ને શું કહીશ... એના દિલ પર શું વિતશે... જોયેલા બધા સપના એક પળ માં વિખેરાઈ ગયા... કાવ્યા ના મગજ માં વિચારોનું વવાજોડું ઉમટ્યું હતું. શું કરવું .. શું નઈ હવે એને કઈ સમજાતું નઈ હતું.. બસ પલંગ પર સુતા સુતા રુદન એનું સતત ચાલુજ રહ્યું...

ટ્રિંગ ... ટ્રિંગ ના અવાજ સાથે કાવ્યા એકદમ ઘબરાઈ ને બેઠી થઈ ગઈ. એને અંદાજ આવી ગયો કે ફોન સમર્થ નોજ હશે. શું કહીશ એને...? એ હજી વિચારમાં જ ખોવાયેલી હતી. અને પળભર માં ફોન ની રીંગ પતી ગઈ. એટલામાં ફરી વાર રીંગ વાગી. ધીમે ધીમે એ ફોન તરફ આગળ વધી અને ફોન ઉંચકી રીસીવર કાન સામે મૂક્યું...!

હેલો કાવ્યા... હેલો કાવ્યા સંભળાય છે. ? કેમ ફોન ના ઉચ્ક્યો પહેલા ? ક્યાં હતી ? શું કરે છે ? સમર્થ ના સવાલ પર સવાલ થતાં ગયા. પણ કાવ્યા એક શબ્દ પણ બોલી નઈ શકી. અને બોલે તોય શું !

હેલો બોલતા જ એનું રુદન અસહ્ય થઈ પડ્યું. સમર્થ.... એમ સોરી... પછી આગળ કશું બોલી જ ના શકાયું અને એની આંખો એ ચોમાસુ ભરપૂર બેઠું હોય એમ આંસુ નીતરવા માંડ્યા. આ બાજુ સમર્થ પણ ગભરાહટ માં માર્યો શું થયું કાવ્યા...! કંઇક તો બોલ... શું કામ રડે છે. અને ડોક્ટરે શું કહ્યું? આજે ચેકઅપ માટે ગઈ હતીને. બધું બરાબર તો છે ને..? કાવ્યા કંઇક તો બોલ. ! સમર્થ નો અવાજ પણ ગભરાહટ ના માર્યો ભારી થવા લાગ્યો. અને કાવ્યા એ ફોન કાપી નાખ્યો.

એક હસતું રમતું ઘર ને જાણે કોની નજર લાગી ગઈ હશે !

સમર્થ રાત ની ફ્લાઇટ થી ઘરે આવ વા નીકળી ગયો. એને કંઇક તો ખોટું થયા ની શંકા પાકી થઈ ગઈ હતી. એટલે તરત જ ડોક્ટર ને ફોન કરી કાવ્યા વિશે ખબર જાણી લીધી. ફોન મુક્યા બાદ એની પણ હાલત કાવ્યા જેવીજ થઈ ગઈ. પણ હવે એ પણ કરે તો શું કરે. એક રુદન સિવાય બીજો કોઈ વિકલ્પ પણ તો ના હતો. આખા રસ્તે એક ના એક વિચાર કરતા કરતા એને થયું હું જ આમ હારી જઈશ તો કાવ્યા ને કેવી રીતે સંભાળી શકીશ. અને પોતાને જ હિંમત આપતા એ પોતાને સાચવવા લાગ્યો.

ઘર ની દોર બેલ વાગી.. કાવ્યા ને સમર્થ ના આવવાની ખબર ના હતી એટલે કોણ હસે હમણાં એમ વિચારી પોતાને સ્વસ્થ કરી દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલતા જ સામે સમર્થ ને જોતા જ કાવ્યા એને વળગી પડી અને ચોંધાર આંસુ એ રડવા લાગી. સમર્થ ... સમર્થ આપણું બચ્ચું... એમ સોરી... બોલતા બોલતા એ ફર્શ પર ફસડાઈ પડી. અને સમર્થ પણ ત્યાં જ બેસી ને કાવ્યા નું માથું પોતાના ખોળામાં લઇ વિચારો ના ધમાસણ માં ક્યાંક ખોવાઈ ગયો.....!

ક્રમશ:....