Featured Books
શ્રેણી
શેયર કરો

યારા તેરી યારી કો..., મૈંને તો ખુદા માના

સ્વયમ અને રચીત બે મિત્રો હતા. શાળામાં તો સાથે અભ્યાસ કરતા હતાં. પરંતુ તેમના ઘર જુદા જુદા વિસ્તારમાં હતા. સ્વયમના પિતા ફેક્ટરીના માલીક હતા અને રચીતના પિતા રીક્ષા ચલાવતા હતા. સ્કૂલનો અભ્યાસ ખર્ચાળ હતો જેથી રચીતના પિતા બને તેટલી વધારે મહેનત કરતા અને ઘરમાં પણ કરકસર કરી દિકરાને સારી સ્કૂલમાં જ ભણાવતા હતા. સ્વયમ અને રચીત સ્કૂલના ગેટથી જ એકબીજાની સાથે રહેતા અને સ્કૂલનો સમય પતે ત્યારે સ્કૂલના ગેટ પર જ છુટા પડતા હતા. બન્ને વચ્ચેની મિત્રતા કમાલની હતી. થોડો વર્ષો બન્ને સાથે રહ્યા અને ભણ્યા પણ એક દિવસ રચીતના પપ્પાની તબીયત ખરાબ થઇ. તેઓ કામ ન કરી શકતા ઘરમાં આવતી આવક પણ બંધ થઇ ગઇ જેથી રચીત અને તેની બહેન બન્નેનું શિક્ષણ પણ છુટી ગયું. રચીત ઘરમાં રહી પપ્પાની સાર સંભાળ રાખતો જ્યારે માતા અને બહેન કામ કરી ઘર ચલાવતા અને રચીના પપ્પાની દવા પણ કરાવતા હતા. હવે સ્કૂલ છુટી ગઇ એટલે પહેલા તો થોડાક દિવસ બન્ને એક બીજાને યાદ કરવા લાગ્યા પણ ધીમે ધીમે અન્ય મિત્રો મળતા બન્ને એક બીજાને ભૂલી ગયા અને પોતાના જીવનમાં આગળ વધી ગયા.
બન્ને મિત્રોને છુટા પડે ત્રણ દાયકો જેટલો સમય થઇ ગયો હતો. બન્ને પોતાના જીવનમાં વ્યસ્ત હતા. તેવામાં જ એક દિવસ સ્વયમ શહેરના અલકાપુરી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક સ્થળે એક વ્યક્તિને ઘેરીને ટોળું મારી રહ્યું હતું. તે જોવા માટે સ્વયમે પણ પોતાની કાર રોકી. તે કારમાંથી નિચે ઉતર્યો અને ટોળા તરફ જઇ રહ્યો હતો તેવામાં જ પેલી વ્યક્તિ ટોળામાંથી છટકીને ભાગવા લાગી અને સ્વયમ તરફ આવી રહી હતી. તે પાછળ જોઇને ભાગતો હોય સ્વયમ સાથે અથડાઇ ગયો. તેની સાથે સ્વયમ પણ જમીન પર પટકાયો. સ્વયમની નજર અને તે વ્યક્તિની નજર એક થઇ. પેલી વ્યક્તિએ સ્વયમને બચાવવા માટે આજીજી કરી એટલે તરત જ સ્વયમે ટોળાને રોકીને વાત જાણી અને મામલો શાંત પાડયો.
સ્વયમે તેને કારમાં બેસવાનું કહ્યું અને તે પણ કારમાં બેસી રવાના થઇ ગયા. સ્વયમ તેના વર્ષો જુના મિત્ર સ્વયમને ઓળખી ગયો હતા. પરંતુ તેનો મિત્ર રચીત તેને ઓળખી શક્યો ન હતો. તેને રચીતને નામની બોલાવ્યો અને પુછયું કેમ ચોરી કરે છે. તારા મમ્મી, પપ્પા અને બહેન રાધીકા શું કરે છે ? આ પ્રશ્નો આવતાની સાથે જ રચીત ચોંકી ગયો હતો. સ્વયમને તેના મોંઢા પર પ્રશ્નો દેખાવા લાગ્યા હતા. જેથી તેને તરત જ પોતાની ઓળખાળ આપતાં કહ્યું અરે રચીત તે મને ન ઓળખ્યો ? હું સ્વયમ આપણે સાથે સ્કૂલમાં ભણતા હતા. તે સાંભળતાની સાથે જ રચીત પોતાના બાળપણમાં ખોવાઇ ગયો અને આંખો બંધ કરી કારની સીટ પર બેસી રહ્યો.
સ્વયમે કાર પોતાના ઘર તરફ મારી મુકી, તે ઘરે પહોંચ્યો અને તેને રચીતને જગાડયો અને પોતાના ઘરમાં લઇ ગયો. સ્વયમની પત્ની, તેના બાળકો, તેના માતા-પિતા બધા જ જોઇ રહ્યા હતા. સ્વયમ રચીતને પોતાના રૃમમાં લઇ ગયો અને તેને દવા લગાવી આપી. થોડીવારમાં સ્વયમ અને રચીત નીચે આવ્યા ત્યારે રચીત સ્વયમના કપડામાં પહેલા કરતાં કંઇક જુદો જ લાગતો હતો. સ્વયમે બધાને રચીતની ઓળખાણ આપી અને તેને લઇને પાછો બહાર જવા નિકળી ગયો. એક હોટલમાં જઇ બન્ને જણા બેઠા અને સ્વયમે રચીતને તેની હાલત બાબતે પુછયું.
રચીતે આંખમાં આસું સાથે પોતાની વાત કહેવાની શરૃઆત કરી. તેના પરિવારના હાલ સાંભળી સ્વયમની આંખમાં આસું આવી ગયા. સ્વયમે તરત જ હોટલમાંથી જમવાનું પાર્સલ કરાવ્યું અને બન્ને રચીતના ઘરે જવા નિકળી ગયા. બન્ને રચીતના ઘરે જઇને પહોંચ્યા ત્યારે રચીતની પત્ની તેની બહેન અને છોકરાઓ તેની રાહ જોતા હતા. રચીતને જોઇને તેના છોકરાઓ દોડતા આવ્યા અને બોલ્યા પપ્પા બહુ ભુખ લાગી છે. તમે કંઇક લાવ્યા છો? આ વાત સાંભળતા જ સ્વયમે ધ્રુજતા સ્વરે કહ્યુ હા બેટા જો પપ્પા શું લાવ્યા છે. આટલું જ બોલતા જમવાના પાર્સલની થેલી સ્વયમે રચીતના દિકરાના હાથમાં આપી.
સ્વયમ રચીતના ઘરમાં બેસી તેના પરિવાર સાથે જ જમ્યો. રચીતે તેની બહેન અને પત્નીને સ્વયમની ઓળખાળ આપી ત્યારે રચીતને બહેન રાધીકા પણ સ્વયમને ઓળખી ગઇ હતી. રાધીકાએ રચીતના મોંઢે સ્વયમની અનેક વાતો સાંભળી હતી. તે દિવસે સ્વયમ રાતે જતાં વખતે સ્વયમને થોડા રૃપિયા આપવા લાગ્યો પણ તે લેવાની રચીતને પાડી દીધી. જેથી સ્વયમ પોતાની ઓફીસનું કાર્ડ રચીતના હાથમાં પકડાવી દીધું અને બીજા દિવસે સવારે ૧૧ વાગે ઓફિસ આવવાનું કહ્યું.
રચીત બીજા દિવસે સ્વયમની ઓફિસે ગયો ત્યારે સ્વયમ ઓફિસના દરવાજા પર જ તેની રાહ જોઇએ ઊભો હતો. સ્વયમે રચીતને આવકાર્યો અને પોતાની કેબીનમાં લઇ ગયો. જ્યાં કેટલાક લોકો પહેલાથી જ તેમની રાહ જોઇએ બેઠા હતા. બધાની સાથે ઓળખાળ કરાવ્યા. છેલ્લે સ્વયમે બધાને રચીતની ઓળખાળ આપતા જણાવ્યંુ આ આપણી કંપનીના નવા ડિરેક્ટર છે રચીત. જેઓ આજથી ફેક્ટરીનો વહિવટ જોશે. બધાએ તેમને શુભકામનાઓ આપી પણ રચીતના મોંઢા પર એક તરફ ખુશી હતી તો બીજી તરફ મિત્રના રૃણનો ભાર હતો. શુભકામનાઓ પાઠવી બધા બહાર જતાં રહ્યા હતા.
સ્વયમ અને રચીત બન્ને જણા જ કબીનમાં હતા ત્યારે રચીતના મોંઢા પર પ્રશ્નના ભાવ જોઇને સ્વયમ એટલું જ બોલ્યો આપણે સ્કૂલમાં હતા ત્યારે તારા ટિફિનમાં એક જ રોટલી હોય અને હું માગુ ત્યારે તને ભૂખ નથી લાગી તેમ કહી મને આપી દેતો હતો. આ માત્ર તે કેટલીક રોટલીઓનું રૃણ છે. આ સાથે જ સ્વયમે રચીતના હાથમાં કાર અને ઘરની ચાવી પણ આપી. બન્ને મિત્રો એક બીજાને ગળે લાગ્યા અને ઓફિસમાંથી નિકળી રચીતની નવી કારમાં તેના પરિવારને આ ખુશીના સમાચાર આપવા રચીતના ઘર તરફ જવા લાગ્યા.

કારમાં તે જ સમયે યારાના ફિલ્મનું કિશોર કુમારનું ગીત રેડિયો પર વાગતું હતું......

મેરી જીંદગી સવારી, મુઝકો ગલે લગાકે,
બેઠા દિયા ફલક પે, મુઝે ખાત સે ઉઠા કે,
યારા તેરી યારી કો..., મૈંને તો ખુદા માના,
યાદ કરેગીં દુનિયા, તેરા મેરા અફસાના........