પ્રેમાલાપ-૫ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાલાપ-૫

"પ્રેમાલાપ-૫"

વાતો કરતા સમય ક્યાં ખૂટે છે!

લખતા-લખતા કલમ ક્યાં અટકે છે!

તો પછી સમય જતા પ્રેમ કાં ઘટે છે ???

પ્રેમાલાપમાં આપણે બહુ ચર્ચાઓ કરી છે અને આગળ પણ આજે એ જ વિષયને મન આપી આગળ વિચારોને વહાવીશું.

આપણે આગળ ચર્ચા કરી કે પ્રેમને જાતવવો જરૂર છે. પ્રેમ બધા જ કરે છે પરંતુ પ્રેમને જતાવવામાં થોડા પાછા પડી જાય છે અને એમાં જ થોડી ઘણી તકલીફ શરુ થઇ જાય છે.

સંબંધ છે એટલે ૨ અથવા વધારે વ્યક્તિનું અસ્તિત્વ છે અને જ્યાં વ્યક્તિ છે ત્યાં બધાના અલગ-અલગ વ્યક્તિત્વ જોવા મળશે અને એ જ વ્યક્તિત્વને સમજીને એને અનુકૂળ થવાની જરૂર હોય છે જયારે આપણે શુ કરીએ છે?? એ વ્યક્તિત્વને બદલવાની કોશિશ કરીએ છે અને પછી એ કોશિષમાં મનભેદ થાય અને ઝગડાનું રૂપ બને છે. બસ એ જ રીતે પ્રેમ કરતા ૨ વ્યક્તિ કે કુટુંબ વચ્ચે નાના-મોટા મતભેદ તો ચાલતા જ રહેશે એટલે એ મતભેદ મનભેદમાં ના પરિણામે એ વાતનું આપણે ધ્યાન રાખીએ એ બહુ જ જરૂરી છે.

આજે દુનિયા પોતાના વ્યક્તિત્વને દુનિયા સામે સારું બનાવવાની હરીફાઈમાં લાગી ગઈ છે અને એ હરીફાઈમાં આપણે આપણા પરિવારને, કુટુંબને અને ખાસ તો જીવનસાથીને પણ લઇ દઈએ છે જે કોઈ પણ અંગે ખરું સાબિત થતું નથી. પોતાના વ્યક્તિવને નિખારવામાં કાંઈ જ ખોટું નથી પરંતુ આપણા અસ્તિત્વને નિખારવામાં આપણા જીવનસાથીનું અસ્તિત્વનું ભાન ના રહે અથવા તો એનું અસ્તિત્વ જ સાવ ધૂંધળું થઇ જાય તો એ તો ખોટી વાત થઇ જાય છે ને?? આપણે એટલા સ્વાર્થી પણ ના થઇ શકીએ ને?? અહીંયા વાત બધાની થાય છે એમાં સ્ત્રી-પુરુષ બંનેનું અસ્તિત્વ જોખમાય એ યોગ્ય નથી ને!

એક વાત યાદ આવી છે મેં જોયેલો દાખલો છે આ એટલે આપની સમક્ષ રજુ કરું છું:

સોમેશ અને સેલિના સાથે કામ કરતા ને ઘણા સમય સાથે કામ કરવાથી સારા એવા મિત્ર બની ગયા હતા અને પછી બંને થોડા જ સમયમાં એક રિલેશનશિપમાં બંધાયા અને ઘરવાળાની મંજુરીથી લગ્ન પણ કરી લીધા. બધું જ ખુબ સરસ ચાલતું હતું બને સાથે નોકરી પણ જાય, રોજ સાથે લંચ,ડિનર કરે અને વિકએન્ડ પર ફરવા જાય અને ફેમિલી સાથે સમય પસાર કરે. હવે કહેવાય ને કે અમુકવાર એકલી શાંતિ પણ આપણે ના સારી. તોફાન પહેલાની શાંતિ હતી એ, અપ્રેઝલનો સમય હતો, બધા જ પોતાના કામમાં અને નોકરીમાં પૂરતું ધ્યાન આપી રહ્યા હતા અને એ જ રીતે સોમેશ અને સેલિના પણ પોતાનું બેસ્ટ આપવા માટે તૈયારી કરતા અને જોબ પણ સમયસર જતા. હવે થયું એવું કે સેલિનાનું પ્રમોશન પણ થયું અને અપ્રેઝલ પણ અને સોમેશનું ખાલી અપ્રેઝલ અને એ પણ સેલિના કરતા થોડું ઓછું કહી શકાય. બસ અહીંયા હું આ વાતને પૂર્ણવિરામ આપું તો પણ તમે સમજી જ જશો કે પછી શું થયું હશે??

સેલિનાનું પ્રમોશન અને અપ્રેઝલ એની મેહનત અને આવડતના લીધે થયું છે એમાં સોમેશે ઉત્સાહથી ખુશ થવાના બદલે પોતાની જ પત્ની સાથે હરીફાઈ આદરી લીધી હોય એમ મનમાં ને મનમાં ખૂંચતો રહેતો. થોડો સમય તો બધું સારું ચાલ્યું, સોમેશ કાંઈ ખાસ બોલે નહિ કે ટોન્ટ ના મારે પછી ક્યાં સુધી મનમાં ભરાયેલું રહે એ બીજ જે સોમેશે જાતે જ વાવ્યું હોય?? અને પછી ધીમે-ધીમે ઝગડા શરુ થયા, નાના-મોટા એમ કરતા કરતા અંતે બંને અલગ થવાનો વિચાર કર્યો અને અંતે ડિવોર્સ કરાવીને ફેમિલી કોર્ટના વકીલને ફાયદો કરાવીને જ ઝંપ્યા.

હવે આ વાત અહીંયા કહેવાનો મારો મતલબ એ જ છે કે સાહેબ, પોતાના જ સાથી સાથે હરીફાઈમાં કોણ ઉતરે??? શુ કામ એક નાની અમથી વાતને સંબંધ તોડવા સુધીની લાંબી લચક દીવાલ બનાવી દીધી?? અતિત્વની ઉડાનમાં બધું જ વિસરી જતા માનવીના અહીંયા ટોળા જોવા મળશે સાહેબ. એક પ્રમોશને નાના-મોટા ઝગડા કરાવ્યા અંતે અંહકારે સંબંધને જળમૂળમાંથી ઉખાડી દીધો અને પછી એ તૂફાન સાથે આવેલી આંધી થમી ગઈ. હવે આપણે આ ચર્ચા પરથી એ જોવાનું છે કે આપણે શું કરવું.

આ તો આપણે એક ઉદાહરણ લીધું છે કે આવા કિસ્સાઓમાં પણ વાત સંબંધ તોડવા સુધીની પહોંચી જાય છે સાહેબ, આવા તો ૧૦૦૦૦૦ કારણો આપણે સાંભળ્યા હશે જેના લીધે સંબંધ તૂટ્યા હશે! બસ તો અહીંયા આપણો ચર્ચા કરવાનો મતલબ એ જ છે કે શું કામ આપણે સંબંધમાં અહંકાર, હરીફાઈ, શંકા, અવિશ્વાસ અને અણસમજણ ઉભી કરીએ છે જેને કારણે સંબંધનો અંત થાય છે.

૨૧મી સદીનો યુગ છે, સ્ત્રી-પુરુષ બંને પ્રગતિ તરફ હરણફાળ ભારે છે, બંનેને સમાન નજરે જોવામાં આવે છે અને બને સાથે રહીને જંગ જીતવાની છે કે પછી આમને-સામને આવીને એકબીજાના જ હરીફ બનવાનું છે? આ ઉદાહરણમાં જે ભાવ છોકરીને થયો એવો જ ભાવ કદાચ છોકરીને પણ થાય અને કદાચ છોકરીનો અહંકાર ઘવાય અને પછી તકલીફો ઉભી થાય એવું પણ બની શકે પરંતુ આપણે જોવાનું એ છે કે આપણે કાંઈ વાતને કેટલું પ્રાધાન્ય આપવું.

પેલું કહેવાય છે ને આજ-કાલ,

"તકલીફ તો રેહવાની સાહેબ.."

જિંદગી છે એ પરીક્ષા તો કરશે જ ને? એ એનું કામ છે. આપણું કામ છે એ પરીક્ષામાંથી પાર ઉતરવાનું અને નવું કાંઈક શીખવાનું, નહિ કે એ આવેલી મુશ્કેલોથી હાર માનીને હથિયાર બાજુ પર મૂકી હારીને માથે હાથ દઈ બેસી જવાનું! સંબંધમાં આવતી દરેક મૂકશેલીનો રસ્તો હોય જ છે જો શાંત મને વિચારએ તો, એટલે હિમ્મતથી કામ લઈને સામનો કરવાનો અને સંબંધને ક્યારેય છૂટો ના મુકવો, એને હંમેશ પોતાની સાથે લઈને ચાલવાનું પછી જોવો સમયને પણ થવું જોઈએ ને કે કોની સાથે ભેટો થયો છે!

એક વાત અહીંયા કહેવાનું મન થાય છે કે,

"ચોટલામાં પડેલી "ખોલ" આપણને ખટકતી હોય, આખા સરસ ચોટલામાં એક "ખોલ" જ એવી હોય જ્યાં પહેલા બધાનું ધ્યાન જાય અને એ જ "ખોલ" આખા ચોટલાની શોભા ખરાબ કરી શકે તો સાહેબ, આ તો "જીવન" છે, જિંદગીમાં કે સંબંધમાં પડેલી ગૂંચ કાઢવી જ રહી, નહિ તો એ ગૂંચ આખા સંબંધની મીઠાશ અને સુંદરતાને કોરી ખાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી."

આપણે બધા જ જાણીએ છે કે ગૂંચાયેલો દોરો હોય કે સંબંધ, જ્યાં સુધી એ ગૂંચ નીકળે નહિ ત્યાં સુધી એ ખટક્યા કરે આ બહુ સત્ય હકીકત છે છતાં જાણતા-અજાણતા આપણે એ ગૂંચને ખોલવાને બદલે દોરો જ નવો શોધવાનો પ્રયત્ન કરીએ છે જે તદ્દન ખોટું સાબિત થાય છે. જરૂરી નથી કે નવો દોરો બદલી દેવાથી એમાં ગૂંચ નહિ પડે, ગૂંચ તો પડશે જ દોસ્ત બસ એ ગૂંચને કેવી રીતે ખોલીને સરખી કરવી એ આવડત આપણે શીખવાની છે. શું કેહવું બરાબર છે ને ??

"પ્રેમાલાપ"માં આપણે પ્રેમને અલગ નજરથી જોવાનો પ્રયાસ કર્યો છે અને જ પ્રેમ જે કદાચ આજના ટેકનોલોજીના જમાનામાં થોડા અંશે બદલાયેલો નજરે પડે છે. આ એક ચર્ચાનું એવું માધ્યમ છે જ્યાં આપણે આપણાં વિચારોને વહાવીએ છે અને અભિપ્રાયોની આપ-લે કરીએ છે એટલે જ આપણાં વિચારોને વાચા મળે છે અને નવા વિચારોને આશાનું એક નવું કિરણ મળે છે દરેક સમસ્યાનું તરણ મળે છે એટલે જ તો "પ્રેમાલાપ"ની શરૂઆત થઇ છે.

પ્રેમાલાપમાં આપણે ખાલી પ્રેમની મીઠી માધુરી વાતો જ નથી કરવાની, આપણે પ્રેમને થવાથી લઈને પ્રેમને પામવા સુધીની એ મુશ્કેલ સફર, પ્રેમને પામ્યા પછી એને નિભાવવા સુધીની એ દરેક પળે આવતી મુશ્કેલીઓ, એ મુશેક્લીઓથી પાર ઉતરીને સંબંધમાં આવતા નજીવા ફેરફાર અને પ્રેમની પરિભાષામાં આવતા એ દરેક ભાગની ચર્ચાઓ કરીશુ અને એ જ ચર્ચામાંથી આપણે ઘણું બધું શીખીશું એ આશા સાથે આજના પ્રમલાપને અહીંયા અલ્પવિરામ આપું છું અને આગળ નવું કાંઈક રસપ્રદ લઈને ફરી મળીશું ત્યાં સુધી આપણા અભિપ્રાયની રાહમાં.

અમુક સવાલોના જવાબની આશા સાથે:

* આપના દ્રષિકોણથી પ્રેમાલાપના દરેક ભાગ વાંચવાની કેવી મઝા આવે છે?

* તમારા મતે પ્રેમાલાપ એટલે શું?

* પ્રેમ વિષે લેખ લખવા કરતા કવિતા સ્વરૂપ આપવું જોઈએ?

* તમે પ્રેમને કઈ પરિભાષા આપો?

* પ્રેમાલાપમાં બીજા ક્યાં પરિબળોને આવરી લેવા જોઈએ?

-બિનલ પટેલ

8758536242